મારી જિંદગી નો નવો વળાંક એટલે મારો જન્મ દિવસ. વધારે વિશેષ તો શું કહું ચાલો ને તે દિવસ ની સવાર ની જ વાત કહું!
આજ ની સવાર મારા માટે વહેલી સવાર હતી કેમ કે આજે મારો જન્મદિવસ હતો હું યુવાન અવસ્થા માં એક ડગલું આગળ વધી ગયો હતો અને જિંદગી માં એક વર્ષ ઓછું થયું એમ કહી શકાય. દરેક ના જીવન માં કોઈ ને કોઈ સપના હોય છે એવી રીતે મારા પણ ઘણા સપના છે. આજનો દિવસ મારા માટે ખુબજ અનોખો થવાનો છે એવો મને અહેસાસ થતો હતો.
હું સવારે જલ્દી થી તૈયાર થઈ ગયો અને ભગવાન ની પાસે મારા સપના પુરા થાય એના માટે પ્રાર્થના કરવા લાગ્યો.
અને હા મને જન્મ દેનાર માતા-પિતા ને કેવી રીતે ભૂલી શકું! એને મેં ચરણસ્પર્શ કર્યા અને કહ્યું આશીર્વાદ આપો મને.મમ્મી એ કહ્યું “સુખી થા અને ભણી ગણી ને આપણું અને આપણા કુટુંબ નામ રોશન કર”.અમારી ઘર ની પરિસ્થિતિ એટલી સારી નોહતી એટલે મારા મમ્મી-પપ્પા ને મારા પર ખૂબ આશા હતી અને કેમ ના હોય! દરેક માતા પિતા ને પોતા ના પુત્ર પર આશા હોય જ ને. ઘડિયાળ મા 9 વાગ્યા હતા અને કોલેજ નો સમય થઈ ગયો હતો અને હું પ્રણામ કરી ને કોલેજ જવા નીકળી ગયો.
હું કોલેજ ના પહેલા વર્ષ મા છુ. મેં કોલેજ લાઈફ વિશે સ્કૂલ માં મેં ઘણું સાંભળ્યું હતું અને હવે અનુભવ કરવા નો સમય હતો. કોલેજ મા હજુ મારે 3 મહિનાજ થયા હતા એ મારા ઘણા મિત્રો બની ગયા હતા. આજે મારો જન્મદિવસ હતો મારી ધુલાઈ થવાની છે એ મને ખબર જ હતી પણ હું શુ કરી શકું??? ?
અમારા ઘર થી થોડે દૂર બસ સ્ટેશન હતું ટિકિટ બારી પરથી ટિકિટ લઈ ને બસ મા બેઠો. સવાર થી જ Whatsapp મા બર્થડે ના મેસેજ આવવા લાગ્યા હતા મેં રસ્તા મા બધા ને રીપ્લાય પણ આપ્યા. હું કોલેજ પહોંચી ગયો અને જેવો કોલેજ ના ગેટ મા અંદર ગયો તો મારી સામે બાહુબલી ની સેના ઉભી હોય એમ મારા મિત્રો લાઈન મા ઉભા હતા કોઈ સાઉથની મુવી જેવો જ સીન બની ગયો હતો. એમાં મારો એક મિત્ર જય એણે જોર થી બૂમ મારી “હુમલો” અને આ સાંભળી ને મને કાંઈ સમજાયું નહીં મને બધા એ ચારેય બાજુ થી ઘેરી લીધો હતો અને ચાર ફ્રેન્ડ એ મને બંને હાથ અને બંને પગ થી પકડ્યો અને પછી તો બર્થડે બમ્પ એવા પડ્યા છે કે હું 15 મિનિટ સુધી ત્યાંજ સુઈ ગયો. અને છોકરીઓ ઉભી ઉભી હસતી હતી. એક બાજુ મને ગુસ્સો પણ આવતો હતો અને શરમ પણ આવતી હતી પણ બીજો કોઈ ઉપાય જ નોહતો મારી પાસે. હું માંડ માંડ ઉભો થઇ કલાસ તરફ ચાલવા લાગ્યો અમારો કલાસ 3જા માળ પર અને હું મહામહેનતે 3 માળ ચડ્યો. જેવો હું કલાસ માં ગયો ત્યાં બધા મને જોઈ ને હસતા હતા મને ખાતરી હતી કે મારી બર્થડે બમ વાળી વાત ફેલાઈ ચુકી છે અને હવે છુપાવવા નો કોઈ ફાયદો નથી. આખો દિવસ કોલેજ મા ખૂબ મસ્તી કરી અને 5 વાગ્યે કોલેજ પુરી થઈ અને હું ઘરે આવ્યો.
મેં કોલેજ મા ઘણા ને બર્થડે બમ પડતા જોયા છે પણ અનુભવ આજે થયો યાર બોવજ દુખતું હતું. મેં એક સ્પ્રે લઈ ને દુખતા ભાગ પર લગાવ્યો અને કોમ્પ્યુટર શરૂ કરી શાંતિ થી બેઠો.. મેં ફેસબુક પર બે દિવસ પહેલા જ એકાઉન્ટ બનાવ્યું હતું અને લગભગ મારા જુના અને નવા મિત્રો ને એડ કર્યા હતા. મેં કોમ્પ્યુટર મા મારુ Facebook અને Instagram લોગ ઇન કર્યું મારા દોસ્તો એ એની ટાઇમલાઈન પર મારી જન્મદિવસ ની પોસ્ટ કરી હતી આ જોઈ ને હું ખુશ ખુશ થઈ ગયો. બધા ને જવાબ માં Thankyou કહ્યું. અને FB મા થોડો ટાઈમ પાસ કર્યો ત્યાં અચાનક એક ફ્રેન્ડરીકવેસ્ટ આવી મેં જોયું તો કોઈ છોકરી હતી નામ હતું “Attitude girl”. મારા FB પર કોઈ છોકરી ફ્રેન્ડ નોહતી એટલે મેં તેનું પ્રોફાઈલ ચેક કર્યું તો પ્રોફાઈલ ફેક ના લાગ્યું કેમ કે FB પર ઘણા ફેક એકાઉન્ટ હોય છે. પછી મે DP જોયું તો મારી આંખો પહોળી થઇ ગઇ કેમ કે એ અમારા કોલેજની સહુ થી બ્યુટીફૂલ છોકરી હતી અને મારા નસીબ પણ એવા કે એ અમારી કલાસ મા જ હતી અને અમારી કોલેજ ના કેટલાય છોકરા ઓ એને પ્રપોઝ પણ કરી લીધું હતું પણ એ રાણી કોઈ ને ભાવ આપતી નોહતી એટલે મેં તો એ તરફ ધ્યાન જ નોહતું આપ્યું. મેં રીકવેસ્ટ Accept કરી એ ત્યારે ઓનલાઈન જ હતી જેવીમેં રીકવેસ્ટ Accept કરી એનો મેસેજ આવ્યો…
પછી તો મેં કદી ધાર્યું જ નોહતું મને વિશ્વાસ જ ન આવે એવી ઘટના બની અને એની વાત હું તમને મારી આગળ ની જીવનયાત્રા નું એક સોપાન ‘એક ફ્રેન્ડ રીકવેસ્ટ’ મા જણાવીશ ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે તમારે…