"ઉબર કોલિંગ"
પ્રકરણ ૪: "ચિત્તભ્રમ"
કઈ ક્યાં સુધી બધા દોડ્યા,
આખો દિવસ આ સંતાકુકડી નો ખેલ ચાલ્યો.
આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો,
નિગમ મનમાં વિચારવા લાગ્યો,
"કયા ચોઘડીયામાં ઘરે જવા નીકળ્યો એજ નથી સમજાતું,
સાલુ ૨૪ કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છો..
શું કરતી હશે ક્ષમા..?
કદાચ ક્ષમા એજ એ કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે..
ફોન પણ મારો સ્વિચ ઓફ છે, કોન્ટેક્ટ પણ નહીં થઈ શકે..
એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો.
સાલુ દિમાગ જ કામ નથી કરી રહ્યું,
કોકેન લેવાનુ તો ક્યારનું મૂકી દીધું છે પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકન માટે..!!,
સવારથી રાત થવા આવી,
પોલીસની સામે સરન્ડર કરી દઉં ...?
ડબલ મર્ડર ચાર્જમાં ફાંસી સિવાય કંઈ નહીં આવે અને ફાંસીથી કદાચ બચ્યો તો આજીવન કારાવાસ તો છે જ...!!
વનરાજને મળીને વાત કરું????
અરે,
એ શું કામ મારી વાત સાંભળશે એના તો બૈરી-છોકરાં જ ખાઈ હું ગયો છું..
સર્કલ ઓફ લાઈફ આખું પૂરું થઈ ગયું .
કોઈ નિર્દોષના વાઈફ અને છોકરી મારા હાથે દુનિયા છોડીને ગયા અને હવે મારી ક્ષમા અને મારા આવનાર બાળકને હું કદી નહીં મળી શકુ,
હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો હું???..."
મગજમાં અગણિત વિચારો સાથે ચાલતા ચાલતા નીગમને પગમાં ઠોકર વાગી અને તે જમીન પર ફસડાઇ પડ્યો અને સાથે સાથે તેના ખિસ્સામાંથી કોકેનનું પેકેટ છલકાયું,
પેકેટ એણે હાથમાં લીધું ,
"રોજ સાબરમતીમાં અર્પણ કરતો હતો હું આ પેકેટને પણ આજે નહીં કરી શકું...!,
કદાચ મારા બધા દુઃખની આ જ દવા છે.."
નિગમે ઝડપથી કોકેનનું પેકેટ તોડ્યું,
તે જેવું કોકેન સ્નીફ કરવા ગયો તેવો તરત જ ક્ષમા નો ચહેરો તેની સામે આવી ગયો,
નિગમને ટ્રેમર શરૂ થઈ ગયા હતા,
ઇમોશનલ બ્રેક ડાઉન એની પીક ઉપર હતું,
બને એટલી હિંમત કરીને એણે તમામ કોકેન જમીન પર ફેંકી દીધું,
ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, આંખમાંથી છલકાતા પાણી સાથે તે બોલ્યો,
"ક્ષમા તને આપેલું પ્રોમિસ તો હું કદી નહીં તોડી શકું....!"
બસ આટલું બોલી તે ફસડાઇ પડ્યો..
બીજા દિવસે સવારે નિગમના કાનમાં અલગ અલગ અવાજો અથડાઈ રહ્યા હતા અને એ સંજોગવશાત એ બધા જ અવાજો તેને ફેમિલીયર હતા..
જેવી આંખો તાણે ખોલી, બે સેકન્ડ માટે તો તે બોખલાઈ ગયો.
નિગમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતો, ઓક્સિજન માસ્ક તેને પહેરાવેલ હતો.
નિગમની આજુબાજુ જાણે માનવ મહેરામણ ઉમટયું હતું.
જમણી બાજુથી શરૂ કરીએ તો સૌથી પહેલા તેની ટ્રીટમેન્ટ કરી રહેલા ડૉક્ટર અને સ્ટાફ નર્સ એકીટશે નીગમને જોઈને કંઈક ડિસ્કસ કરી રહ્યા હતા.
તેની બાજુમાં ત્રણથી ચાર પોલીસ કોન્સ્ટેબલ ઉભા હતા એમની બાજુમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ,
એમની બાજુમાં મીડિયામાંથી સ્ટોરી કવર કરવા આવેલા રીપોર્ટસ , એમની બાજુમાં નિગમના સાયકોલોજિસ્ટ ડૉ. દવે અને તેની બાજુમાં નિગમનો ફ્રેન્ડ દિવ્યેશ અને તેની બાજુમાં ક્ષમા ઉભા હતા.
નિગમની આંખો ક્ષમા સાથે મળી ,
ક્ષમાએ નીગમનો હાથ પકડ્યો અને બોલી,
"તું ટેન્શન ના લઈશ, બધું સારું થઈ જશે....!!"
ક્ષમા મોટેથી બોલી,
"સર સૌથી પહેલા આ મીડિયાવાળાને કહો અહીંથી જતા રહે, જેટલી ખોટી બદનામી મારા હસબન્ડની અને તેમની કંપનીની કરવાની હતી એટલે એ કરી ચૂક્યા છે હવે વધારે નહીં...!"
આદેશ અનુસાર બધાને બહાર કાઢવામાં આવ્યા, "મેડમ અમે પણ નીકળીએ, તમારા હસબન્ડ મળી ગયા છે અને તમારા સાયકોલોજીસ્ટ પાસેથી એમની ટ્રીટમેન્ટ ની ઇન્ફોર્મેશન પણ મડી ગઈ છે. કોકેન સંબંધિત તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં કોઇ કામ હશે તો તે તમારા સાયકોલોજિસ્ટ પાસેથી જાણી લઈશું.. "
આટલું બોલી પોલિસની ટૂકડી રવાના થઈ.
જેવી પોલીસ ગઈ નિગમ તરત ઉપડ્યો,
" ક્ષમા, મે કોઇ ખૂન નથી કર્યું.
બધુ અેક્સિડન્ટલી બની ગયુ છે મારી કોઈ ભૂલ નથી. પ્લીઝ મને માફ કરી દે...! "
"નિગમ, કોણું ખૂન,?
કશું કોઈનું ખૂન થયું જ નથી.,
તુ શું બોલે છે નીગમ..?
ક્ષમા ચિંતાતુર ભાવથી બોલી..
"એનો મતલબ હું તમને સમજાવુ, ડૉ.પ્રશાંતે કહ્યું.
પહેલા તારી સાથે શું થયું એ મને કે,
નીગમે આખી કથા ફરીથી ચાલુ કરી,
કઈ રીતે તે ગાંધીનગર આવવા નીકળ્યો,
કઈ રીતે રસ્તામાં આવેલી એ લેડી અને તેની નાની છોકરી સાથે તેમનો એક્સિડેન્ટ થયો,
કઈ રીતે તે વનરાજના ઘરે ગયો અને,
કઈ રીતે તે વનરાજના ઘરેથી ભાગ્યો...!
બધા આ સ્ટોરી સાંભળીને હેબતાઇ ગયા..
ક્ષમા ગુસ્સાથી બોલી,
"અમને તો તુ સવારે કોઈક ખેતરમાંથી મળ્યો,
એ પણ બેભાન હાલતમાં,
તારા હાથમાં એક સિરિન્જ હતી અને તપાસમાં જાણવા મળ્યું કે તે કોકેનનો હેવી ડોઝ લીધો હતો અને તેના લીધે તને હાર્ટ અટેક આવી ગયો હતો, યુ ફૂલ.....
માંડ બચ્યો છે તુ...!!"
નીગમ હજી આજીજી કરી રહ્યો હતો,
"તમે તપાસ કરાવો સર ,
પેલો વનરાજ મને મારવા માટે શોધતો હશે..!!"
ડૉ.દવેના મગજમાં બધું ગોઠવાઇ રહ્યું હતું પણ તેમણે ખાલી નિગમ ના સંતોષ ખાતર તમામ તપાસ કરાવી..
પોલીસ કોન્સ્ટેબલે આવીને કહ્યું,
"વનરાજ નામની કોઈ વ્યક્તિ એ ગામમાં રહેતી નથી, અને નીગમ સર કઈ રહ્યા છે એવી કોઈ લેડી કે નાની છોકરીનો એક્સિડન્ટ એ હાઈવે પર થયો નથી...!"
નીગમ ત્રાડુક્યો,
"એ બની જ ના શકે,
આ બધું મેં જોયેલું છે,
બધી જ વ્યક્તિઓ,
વનરાજ, એની ઘરવાળી એની છોકરી...!
તમે રજ્યાને બોલાવો,
એને બધું જ ખબર છે..!! "
"હવે આ રજ્યો કોણ છે?? "
ક્ષમા હવે ઉકળી ઉઠી.
"હું રોજ સાંજે
GJ HK 8899
નંબરની ઉબરમાં ઘરે આવુ છુ, અને રજ્યો એ કારનો ડ્રાઈવર છે..
તમે પકડો એને....! "
નીગમ બોલ્યો.
"એ કાર આપણી જ છે નિગમ,
ડૉ.દવે ,
શું થયું છે મારા નિગમને...??"
ક્ષમા ડૉ. દવેની સામે જોઈને રડતા રડતા બોલી,
"કોઈ રજ્યો નથી નિગમ,
તુ શાંત થઈ જા.. "
ક્ષમાએ નિગમને પોતાની બાહોમાં ભરી લીધો.
નિગમ આટલા બધા આઘાતને સહન કરવાની તાકાત ગુમાવી ચુક્યો હતો,
અને ક્ષમાની બાહોમાં બેહોશ થઈ જાય છે ..
"સંભાળ ક્ષમા, અેને આરામ કરવા દે....!"
ડૉ. દવે બોલ્યા.
થોડા કલાકો બાદ નિગમ ભાનમાં આવે છે,
ડોક્ટર દવે નિગમ અને ક્ષમાને તમામ વસ્તુ સમજાવે છે કે,
"જે નિગમ જોડે બની રહ્યું છે ,તેને "ડિલ્યુસન્સ"
અને "વિસ્યુઅલ તેમજ ઑડિટરી હેલ્યુસિનેશન" કહેવાય.
ટૂંકમા તેને "કોકેન ના લેવાના લીધે આવેલા વિડ્રોઅલ સિમ્પટ્મ્સ કહેવાય.."
રજ્યો, વનરાજ તેની વાઈફ તેની છોકરી એ બધા તારા બનાવેલા કેરેક્ટર છે,
થોડું અઘરું છે આ બધું સમજવું,
પણ મારી દવા અને ક્ષમાનો પ્રેમ તને જલ્દી સારો કરી દેશે ....!"
એક નાનકડી સ્માઈલ આપી ડોક્ટર પ્રશાંત નીકળી જાય છે..
"ક્ષમા તુ આરામ કર,
હું નિગમ સાથે બેઠો છું..!"
દિવ્યેશે કહ્યું..
નીગમ અને દિવ્યેશની જીદ સામે ક્ષમાએ ઝૂકવું પડ્યું..
"મેં કીધું તું ને નિગમ કે, તું બહુ ગંદુ ફસાઈ જઈશ અને તારા આ કોકેનના નશાના લીધે તું અને તારી કંપની, બન્ને ડૂબી ગયા.
કંપનીએ તને ટર્મિનેટ કરવાનો ઓર્ડર આપ્યો છે, તારા ભરોસે મે આપણી કંપનીના નવા મૂકેલા શેર પર પૈસા લગાવ્યા,
શેર પણ ડૂબી ગયા અને કંપની પણ..
અને મને પણ ખાસ્સુ નુકસાન થયું...!!"
દિવ્યેશે નિસાસો નાખી કહ્યું.
આટલું સાંભળીને નીગમ મોટે મોટેથી હસવા લાગ્યો..
"તું પાગલ છે નિગમ..?"દિવ્યેશ અકળાઈ ગયો.
મોટે મોટેથી હસતા નિગમ અચાનક ચૂપ થઈ ગયો, એક સ્ટેરી લૂક સાથે તે દિવ્યેશને જોઈ રહ્યો હતો અને અચાનક તેણે જોરથી દિવ્યેશને પકડી લીધો અને કાનમાં ધીમેથી બોલ્યો ,
"બધો જ રાઝ તારી પાછળ એક વ્યક્તિ ઊભો છે એનામાં સમાયેલો છે.....!!!! "
To be continued....!!
ડૉ. હેરત ઉદાવત.