ઉબર કૉલિંગ : પ્રકરણ ૩ - રહસ્યમયી સફર..!! Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉબર કૉલિંગ : પ્રકરણ ૩ - રહસ્યમયી સફર..!!


પ્રકરણ ૩ :"લાપતા"



"સાહેબ દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે...!!" રજ્યો બોલ્યો..

"શું બોલ્યો અલ્યા તું..?"પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો.
કઈ નઈ બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા,,
તો મે કીધું કે, ભાભી અને તમારી દીકરી છે..!" રજ્યા એ વાત વાળવાનો પ્રયત્ન કર્યો..

"દીકરી નહીં, મારી આખી જિંદગી છે..
ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા.
હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતાં પણ માને એવું તો કોઈ છે જ નહીં..!" વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો..
"ને હવે મનાવવા બચ્યુ પણ ક્યાં કોઈ છે? "રજ્યાએ નિગમના કાનમાં કહ્યું..
નીગમે ગુસ્સાથી રજ્યાનો હાથ મરોડી નાખ્યો.




"બાપુ સ્વાગત બદલ આભાર પણ, હવે અમારા લીધે તમે વધારે મુશ્કેલીમાં ના પળો, હું તમારી રજા લઉ.."
એમ કહી નિગમ બે હાથ જોડીને નીકળવા ગયો..

વનરાજનો ભારે હાથ નિગમના ખભા પર પડ્યો અને તે બોલ્યો,
"દરબારના ઘરે મદદની આશથી આયા છો એમ તો કઈ રીતે જવા દઈ શકું..!"
નીગમ અને રજ્યાનું તો કાપો તો લોહીના નીકળે એવી હાલત હતી..

રજ્યો નખ ચાવી રહ્યો હતો અને નીગમ પગ હલાવી રહ્યો હતો..

આટલા ચોમાસાના ઠંડકવાળા વાતાવરણમાં પણ પરસેવાથી રેબઝેબ બંને પલડી રહ્યા હતા..

વનરાજે આ બધું જ નોટિસ કર્યું, કંઈક તો લોચા તેને લાગ્યા..




એટલામાં વનરાજનો ફોન વાઇબ્રેટ થયો.
નીગમ અને રજ્યાનો જીવ એ ફોનમાં ભરાયેલો હતો.

ફોન હતો ઇસ્પેક્ટર જાડેજાનો,
"દરબાર એક માઠા સમાચાર છે..!"

"શું થયું બોલોને..?"વનરાજે પૂછયું..

"બાપુ બે લાશ મળી છે હાઇવે પર એક્સિડન્ટની સાઇટ પર.
ભાભી અને ........






કદાચ તમારી દીકરી હોય એવું લાગે છે..."
લાંબો પોસ લઈને અટકતા અટકતા ઈન્સપેકટર જાડેજા બોલ્યા..

"શક્ય જ નથી આ વસ્તુ....!!" ફોન હાથમાંથી ફેંકીને વનરાજ આંખમાં પાણી અને ગુસ્સા સાથે હાંફતો હાંફતો, ઘરની બહાર નીકળી પોલીસ સ્ટેશન તરફ દોડ્યો..

આ બાજુ રજ્યો અને નીગમ દોટ મૂકીને ભાગ્યા. ખાસ્સું દોડ્યા પછી તેઓ ખુલ્લા ખેતરો સુધી પહોંચ્યા..

"ક્યાં સુધી આમ ભાગતા રહીશું સાહેબ..?
દરબાર જીવતો નહીં મૂકે આપણને અને કદાચ એનાથી બચીશું તો પોલીસવાડા જીવતા નહીં મૂકે આપણને...!!" રજ્યો બોલ્યો..

નીગમે કહ્યું ,
"સામે એક મંદિર દેખાય છે આજે રાતે ત્યાં જ રોકાઈ જઈએ.."

મંદિર તરફ બંને લોકો વળ્યા,
થાકમાં આખી રાત ક્યાંય નીકળી ગઈ બંનેને ખ્યાલ જ ન આવ્યો ..



બીજા દિવસે સવારે નીગમ આંખો ચોડીને બેઠો થયો..
મંદિરની આસપાસના વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મીઠો અવાજ તેના કાનમાં અથડાયો..

નીગમ હજી આંખો જ ચોડતો હતો, ત્યાં તેની આંખો પહોળી થઈ ગઈ..

ચારે બાજુ પોલીસ જ પોલીસ..
બધા એકી ટશે એને જોઈ રહ્યા હતા,
રજ્યો ક્યાંય દેખાતો ન હતો..




"આ રજ્યો મને ફસાવીને ચાલ્યો ગયો,
હે ભગવાન આ પોલીસવાળા શું દશા કરશે મારી..?
એક તો બે મર્ડર કર્યા છે અને વનરાજ પણ પાછળ પડ્યો છે..!! નીગમ મનમાં બબડ્યો..

નીગમ પોતાના ઘૂંટણિયે પડી ગયો,
"સાહેબ મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ એકસિડન્ટલી બે જિંદગી મારાથી છીનવાઈ ગઈ છે, મને મારી ના નાખતા પ્લીઝ....!!!"

ત્યાં આવેલા હેડ કોન્સ્ટેબલે કીધું,
"કઈ બે જિંદગીની વાત કરો છો?
આ બધું શું બોલો છો તમે ..?
તમારા વાઈફે કંપલેન કરી છે કે, તમે મળતા નથી બે દિવસથી એટલા માટે અમે તમને શોધતા શોધતા આવ્યા છીએ,
ચલો અમારી સાથે..."

"આટલા સમય સુધી બે મર્ડર વિશેની જાણકારી આ લોકોને ના થઈ હોય એ વસ્તુ શક્ય જ ન બને.
દાળમાં કંઈક ચોક્કસ કાળું લાગે છે "નીગમ મનમાં વિચારવા લાગ્યો અને મોટેથી બોલ્યો,

"તમે લોકો મને ફસાવવા માંગો છો,
હું નહીં આવું તમારા હાથમાં .....!"
એમ કહી નિગમ દોડ્યો,
પાછળ પોલીસ તેને પકડવા દોડી ,
અને ખુલ્લા ખેતરોમાં શરૂ થયો અફડાતફડીનો જંગ.......!!!





To be continued...!!

ડૉ. હેરત ઉદાવત..