Ek muththi aasma - 2 books and stories free download online pdf in Gujarati

એક મુઠ્ઠી આંસમાં - 2

' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 2

♦?♦?♦?♦

પ્રણવ એક મહિનામાં તો પોતાના કામમાં સારો એવો સેટ થઈ ગયો . પેલા મહિનાનો પગાર આવતા જ બંને ભાઈ-બેનનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું . સ્કૂલને લગતી તમામ જરુરીયાતોની વસ્તુઓ પણ લઈ આવ્યો .
રાતે દુકાનેથી આવ્યો ત્યારે બંને ભાઈ-બેનના ચહેરા પર અપાર આનંદ છલકાતો હતો . બંને દોડીને ભાઈને વળગી પડ્યા . અને પોતાની પુસ્તકો , નોટબુકો બધું દેખાડવા લાગ્યા . અને સ્કૂલના પહેલા દિવસનો પૂરો અહેવાલ ભાઈને કહેવા લાગ્યા .પ્રણવ પણ પુરી પ્રસન્નતાથી બંનેની વાતો સાંભળતો રહ્યો .

માઁ પણ દૂર બેઠી બેઠી પ્રણવના ચહેરામાં બાળપણ શોધવા લાગી .
જીવન એટલે જવાબદારીઓનું પોટલું . અને પ્રણવે તો ઘણી નાની ઉંમરમાં જવાબદારી નિભાવી હતી .

સમયના વ્હેણને સીમાડા થોડી હોય છે . એ તો બસ વ્હેતો રહે છે . માઁ અને દીકરો દિવસ-રાત મહેનત કરતા , અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં કાંઈ વાંધો ન આવે તેનું ખૂબ ધ્યાન રાખતા .

દુકાનના કામમાંથી થોડી નવરાશ મળે ત્યારે પ્રણવ એના માલિકના દીકરા ચિરાગ પાસે ઇલેક્ટ્રીસિટી ને લગતું કામ શીખતો . ધીરે ધીરે આ બંને વચ્ચે પણ સારી એવી દોસ્તી જામી ગઈ .
જ્યાં લાગણી અને પ્રેમનો સમન્વય છલકાઈ છે ને ત્યાં શીખવાનો અને શીખવવાનો બંનેને આનંદ આવે છે .

થોડા થોડા દિવસે ચિરાગ ની બેન પણ દુકાનમાં આવતી . દુકાનના કામમાં થોડી મદદ કરતી . બંને ભાઈઓ સાથે મસ્તી કરતી અને થોડીવાર પછી ઘેર જવા નીકળી જતી . ભણવામાં હોશિયાર હતી . એટલે એના પિતા વારે વારે ટોકતા
' દીકરા તારા ભાઈનું મન તો ભણવામાં હતું જ નહીં પણ તું તો હોશિયાર છે . જાવ ઘેર જઈને ભણવાનું કરો .
ચિરાગ હંમેશા હસ્તો અને પ્રણવ ને કહેતો ...' પ્રણવ આપણે બંને ભણવામાં ગોળ મીંડું અને તારા ભાઈ બેન અને મારી બેન તો ભણીને નામ કમાઈ લેશે ...
ચિરાગને વચ્ચેથી જ અટકાવતા એના પપ્પા બોલ્યા ' ભણવાથી જ નામ કમાવવું જરૂરી નથી દીકરા તમારા હાથમાં હુનર હોય તો કોઈપણ ક્ષેત્રે આગળ વધી શકો .
સરકતા સમયની સાથે પ્રણવની હિંમત એટલી શાનદાર કે કોઈ સગો બાપ પણ કદાચ જ કરે . પોતાની જરૂરિયાતો ને તો સંકેલીને મેડા પર ચડાવી દીધી હતી .
બંનેનું બારમાં ધોરણનું વર્ષ પૂરું થતા જ સતિષને ડૉક્ટરી લાઇન પકડવી હતી . અને બેનને એન્જીન્યરિંગની લાઇન ...
પ્રણવ પણ દિવસ-રાત વિચારતો રહેતો કઈ રીતે કરું વ્યવસ્થા ?

દુકાનનો માલિક શાંતિલાલ પણ થોડા દિવસથી પ્રણવના ચહેરાને જોયા કરતો . શાંતિલાલ એના મનની મૂંઝવણ સમજી ગયો હતો .
રાતના દુકાનનો સમય પૂરો થતાં શાંતિલાલે પ્રણવ ને થોડીવાર રોકાવાનું કહ્યું . અને હાથમાં એક કવર આપતા બોલ્યો . ' જો દીકરા આ કવરમાં થોડી રોકડરકમ છે . એમાંથી તારા ભાઈ બેનના એડમિશનનું કરી લે . અને પછી જેમ જેમ તારી સગવડ થાય એમ મને આરામથી ચૂકવજે . અને હા , ભણતરમાં ક્યાંય આગળ પણ રોકડા રુપિયાની જરૂર હોયતો કહેતા અચકાતો નહી . ચિરાગ અને સ્વાતિ ની જેમ તું પણ મારા દીકરા જેવો જ છે .
પ્રણવ પોતાનો ચહેરો ઉંચો ના કરી શક્યો . એની આંખો આંસુથી છલકાતી હતી . આજે વર્ષો પછી જાણે એક પિતાનું મિલન થયું હોય એવું લાગતું હતું .
શાંતિલાલ પ્રણવને પાણી આપતા બોલ્યા . ચાલ હવે સ્વસ્થ થઈ જા હું તને ઘેર મૂકી જાવ છુ .એમ પણ મોડું થઈ ગયું છે . અને તારા હાથમાં અટલી બધી રોકડરકમ છે .
શાંતિલાલ પ્રણવ ને ઘર સુધી મૂકવા ગયા .
અમાસની કાળી અંધારી રાત હતી . પણ ચંદ્રનું એક તેજસ્વી કિરણ પ્રણવ ના ખભાને સહારો દઈ ચાલી રહ્યું હતું .
કઠિન થી કઠિન રસ્તે ચાલતા પ્રણવની ઉંમર પણ છવીસ વર્ષની થઈ ગઈ હતી . માઁ વારે વારે લગ્ન કરી લેવાનું ફરમાન કરતી અને પ્રણવ લાલ ઝંડી દેખાડી માઁ ની સામેથી હસ્તા ચહેરે કામે ચડી જતો ...

બીજા દિવસની સવારે બંનેના એડમિશનની કાર્યવાહી પુરી કરી પ્રણવ દુકાન ગયો . આજે ચિરાગ ની ગેરહાજરી હતી . એટલે પ્રણવે પૂછ્યું ' કાકા આજે ચિરાગ કેમ નથી આવ્યો ?
કાકા એ જવાબ આપતા કહ્યું ' એ સ્વાતિ ને એના મામાને ઘેર મુકવા ગયો છે . આઇ-ટી નો કોર્ષ કરવા ગઈ છે . હવે ત્રણ વર્ષ પછી ભણીને આવશે .

આ બાજુ સતીષ એક પછી એક દરેક પગથિયે કામયાબ થતો ગયો . કોલજના દરેક ક્ષેત્રે નામ રોશન કરતો રહ્યો . થોડા વર્ષોમાં તો એના નામની આગળ ડો. લાગી ગયું . સત્યાવીસ વર્ષની ઉંમરે તો ડો. બની ગયો .
ડિગ્રી મળતાં જ માઁ અને પ્રણવ ને હરખભેર ભેટી પડ્યો . પ્રણવ પણ પોતાના ભાઈને ખુશીથી ચૂમવા લાગ્યો .
પ્રણવે આસપડોશમાં બધે મીઠાઈ વહેંચી . પ્રણવની માઁ પ્રણવના મોઢામાં મીઠાઈ મુકતા બોલી દીકરા આ બધું તારી હિંમત અને મહેનત ને લીધે થયું છે.
સતીશ પણ તરત બોલ્યો ...' બેશક , આજે હું જે પણ છુ એ બધું ભાઈની અને તારી મહેનત ને લીધે શક્ય થયું છે .
કોલેજ તરફથી સતિષને ડિગ્રી સર્ટિફિકેટ અને બીજા ઘણા પારિતોષિક મળવાના હતા . અને સાંજે એનું ફંકશન હોવાથી સતીશે પ્રણવ ને ફરમાન કરી દીધું . જો ભાઈ આજે તો તારે અને માઁ બંને એ કોલેજ આવવું જ પડશે .
પ્રણવ પણ હા કહેતા બોલ્યો ...' હા , હા ચોક્કસ આજે તો આવું જ ને ...પણ હા ચિરાગ મારો પરમ મિત્ર બની ગયો છે . તું કહે તો એને પણ લઈને આવું ?
સતીશ બોલ્યો ...' અરે હા કેમ નહીં ...
અને પછી નેહાની સામે અંગુઠો દેખાડતા બોલ્યો ...' બસ , તું જ રહી જઈશ . તારે તો પરીક્ષા છે વાંચશે કોણ ?
પછી ત્રણેય ભાઈબેન મસ્તી કરતા પોપોતાના કામે રવાના થઇ ગયા .

દુકાને પહોંચતા જ પ્રણવે ચિરાગ ને સાંજના ફંકશનની વાત કરી .
ચિરાગ તો રાજીના રેડ અને પછી તરત પ્રણવ ને ટોકતા બોલ્યો ...' જો ભાઈ આપણે સાંજે ફંકશનમાં સરસ તૈયાર થઈને જવાનું છે .
આજે મારી પાસે જે શર્ટ છે એમાંથી એક પસંદ કરી લે જે સમજ્યો ? એ પહેરીને આવીશ તો જ હું તારી સાથે આવીશ .
પ્રણવ પણ હસ્તા હસ્તા બોલ્યો હા ભાઈ હા મંજુર બસ ....

સાંજે દુકાનમાં જ પ્રણવ સતિષનું શર્ટ પહેરી તૈયાર થઈ ગયો .સરસ મજાનું શર્ટ અને ગોરી ચામડી આજે તો એકદમ સુંદર લાગી રહ્યો હતો . કોઈ કન્યા જોવે તો પહેલી જ નજરમાં પસંદ આવી જાય એટલો સુંદર .
દુકાનમાં લાગેલા એક સાવ નાનકડા કાંચમાં પ્રણવ પોતાને નિહાળી રહ્યો હતો . અરીસામાં જોતા જ પોતે જ પોતાના ચહેરાથી મુગ્ધ થઈ ગયો . પોતાને જ પોતાનાથી સવાલ ઉભો થયો ...' હું અટલો સુંદર છુ ? અને મને જ નથી ખબર ...!!!

હજુ તો વિચારોમાં લીન હતો . ત્યાં તો અચાનક તેના ખભાની ફરતા બે હાથ આવીને વીંટળાઈ ગયા . કોમળ નાજુક હાથ અને સુંગંધમય વાતાવરણ .....બે સેકન્ડ તો વિચારતો રહી ગયો ....
હાથ પકડતા જ પાછું વળીને જોયું તો ચિરાગ ની બેન સ્વાતિ ...
સ્વાતિ પણ એકદમ અચંભિત થઈ ગઈ. ...અને બોલી ..' પ્રણવ તું ? મને તો એમ કે ભાઈ હશે . અને એને સરપ્રાઈઝ આપવા હું સ્ટેશન થી સીધી દુકાને આવી ...
એ બે પાંચ મિનિટની વાતોમાં પ્રણવ તો પાણી પાણી થઈ ગયો . હૃદય નો એક ખૂણો જે પ્રણવે કાયમ માટે લોક કરીને રાખ્યો હતો . એ લોક તૂટવાનો થોડો થોડો અણસાર થયો .
સ્વાતિ પણ પ્રણવની આંખોમાં જોઈ ઇશારાથી કાન પકડતા સોરી કહેવા લાગી . અને પોતાની આંખોમાં એક નજરને કૈદ કરી શરમથી માથું ઝુકાવી દોડી ગઈ .

ચિરાગ અને પ્રણવ એની મમ્મીને લઈને ફંકશનમાં પહોંચ્યા .
આજના ફંકશનમાં પ્રણવનું
શરીર માત્ર હાજર હતું . પણ મન ખોવાયેલું ...વારંવાર પોતાના ખભાને અને શર્ટ પર આવતી સુગંધથી મન બેચેન બની જતું હતું .
ફંકશન પૂરું થતા ઘેર આવી ગયા .
પ્રણવ ને તો રાતની નિંદર પણ જાણે ઉડન છુ થઈ ગઈ હતી .

આ બાજુ સ્વાતિ પણ પોતે જ કરેલી ભૂલ પર શર્મિન્દગી મહેસુસ કરતી હતી . પણ પોતે કરેલી ભૂલ એને ખૂબ ગમી ગઈ હતી . પ્રણવ જેવો જીવનસાથી મળે તો ....ગજબ ...બીજું શું જોઈએ ?
સંસ્કાર અને શાલીનતાથી ભરપૂર અને ખાસ તો સંતોષી જીવ કોઈપણ જાતની ખટપટ વગરનો
સ્વાતિ પણ પોતાની જિંદગીની નૈયામાં પ્રણવ ને બેસાડી સપના જોવા લાગી .

પ્રણવની રાતની નિંદ્રા જાણે ત્રાજવે તોળાઈ રહી હતી .
સતિષના ભણતર માટે લીધેલા પૈસા પણ અમુક જ ચૂકવ્યા હતા . અને હજુ તો અડધોઅડધ રકમ ચુકવવાની બાકી હતી . અને એમાં પણ હજુ નેહા ને ભણતર પૂરું થવાને બે વર્ષ બાકી હતા .
લાગે છે પ્રેમથી તૂટેલા હૃદયના તાળા ને ફરી લોક લગાડવું પડશે . આવા બધા વિચારોની અવઢવમાં ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ના પડી ...

★ પ્રણવના હૃદયમાં ફુટેલું એક પ્રેમનું બીજ અંકુરિત થશે કે કેમ ?

★સતીશનું ભવિષ્ય શુ કહે છે ?
શુ પ્રણવની પહેલા જ એના લગ્ન ની શરણાઈ વાગશે કે શું ?
????
♥♦♥♦♥♦♥
આવો જાણીશું પાર્ટ - 3 માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED