Ek muththi aansma books and stories free download online pdf in Gujarati

એક મુઠ્ઠી આંસમાં

✍ ' એક મુઠ્ઠી આસમાં ' ✍
 
    ■★■★■★■★■
 
વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...
ઝરમર વરસતી પાણીની બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ...
 પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ગતિના ના સમાચારની જેમ વરસી રહ્યો હતો .
 
ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . 
સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે   વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . 
 
પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો ' તું જેને કારણે એ ભણી શકે . એની પણ આંખોમાં ઘણા અરમાનો હતા .    સ્કૂલ જવાના સપના તો જાણે ચૂર-ચૂર થઈ ગયા હતા .
પ્રણવ ઘણો નાનો હતો ત્યારે પિતાનું હાર્ટ એટેક માં મૃત્યુ થયું હતું . એ સમયે પ્રણવ તો સાવ નાનો માઁ ની પરિસ્થિતિ જોઈને એ પણ ગભરાઈ ગયો હતો . 
 
પિતા એક નાનકડી એવી સિલાઈની દુકાનમાં હેલ્પર તરીકેનું કામ કરતા હતા . એમાં પણ ખાસ કંઈ મળતું નહી . માઁ એ થોડી કરકસર કરીને જમા કરેલી મૂડી હતી એ જ ...
માઁ ને પણ થોડું સિલાઈનું કામ આવડતું હતું એટલે પિતાએ ઘરમાં  સેકન્ડ હેન્ડ સિલાઈમશીન લઈ લીધું હતું . 
 
પિતાનો સહારો ચાલ્યો જવાથી    હવે ઘરનો બધો બોજ માઁ પર આવી ગયો હતો .
 માઁ  આસપડોશ ની સિલાઈનું કામ કરતી . પ્રણવથી નાના  ભાઈ-બહેન પણ હતા .ચાર જણના પરિવાર સાથે અટલી મોંઘવારીમાં ઘરનું ગુજરાન પણ માંડ ચાલતું . 
 
  શહેરની અંદર એક ગીચ વિસ્તારમાં અને સાંકડી ગલીમાં   મોટા ડેલાની અંદર કમ્પાઉન્ડમાં નાની-નાની બનેલી રૂમોમાં એક ઘર પ્રણવનુંહતું . જેમાં પ્રણવ  એના પરિવાર સાથે રહેતો હતો . 
 
બહાર ઓટલે બેસી મસ્તી કરતા પ્રણવના ભાઈ સતીશે પોતાના ભાઈને સવાલ કર્યો ...' ભાઈ ' આ બધા સ્કૂલના છોકરાવ ની જેમ આપણે પણ ભણવા જઈએ ?
 
 પોતાના ભાઈએ કરેલા સવાલના જવાબમાં પ્રણવ બોલ્યો ..
 
   અરે , ' હા સતીશ હું તો સ્કૂલે નથી જઇ સક્યો  પણ તમેં બંને જરુર જજો . હું તમને બંનેને ભણવા મોકલીશ . 
 એટલું બોલીને ઝરમર વરસતા વરસાદમાં પોતાની બંને હથેળી પર પડી રહેલી પાણીની બૂંદોને મુઠ્ઠીમાં બંધ કરી આકાશ તરફ જોઈ... જાણે ભગવાનને અરજ કરી રહ્યો હતો . 
 
 હે પ્રભુ , મુઠ્ઠીમાં બંધ પાણીની બૂંદોની જેમ મારા પરિવાર પ્રત્યેની મારી ફરજ   મારા આ મજબૂત હાથોથી પુરી કરી સકુ એવી હિંમત આપજે . હું મારી જિંદગીમાં મારી માઁ અને નાના ભાઈ-બેનનો સહારો બની સકુ એવું બળ આપજે . બાર વર્ષની ઉંમરમાં પણ સમજદારી ભારોભાર છલકાતી હતી .
 
પ્રણવ અને તેના ભાઈ વચ્ચે છ વર્ષનો ફર્ક હતો . અને બેન તો સતીશ થી પણ નાની...
પ્રણવે પોતાની માઁ ને ખૂબ મહેનત કરતા જોઈ હતી . 
ઘરના નાના મોટા કામ પ્રણવ કરી લેતો . પોતાના ભાઈ બેનને સાચવવા , વાસણ સાફ કરવા તેમજ બહાર થી કોઈ વસ્તુઓ લાવવાનું કામ પણ પોતે કરી લેતો . માઁ ને કહેતો  ' માઁ તારી પાસે સિલાઈ કામ ઘણું છે તું એ પૂરું કર . બાકી ઉપરના બધા જ કામ હું કરી લઈશ .
 
પ્રણવ ગલીના નાકે આવેલી કરિયાણાની દુકાનમાં સામાન લેવા અવારનવાર જતો . એક દિવસ દુકાનના માલિક ને વાતવાતમાં પૂછી લીધું....  ' સાહેબ તમારી દુકાન તો ઘણી મોટી છે . એટલે સામાનની લેવડદેવડ માટે કોઈ મદદ ની જરૂર હોય તો કહેજો ને ...
દુકાનના માલિકે તરત પૂછ્યું ..' કેમ બેટા કોને કામ કરવું છે ?
ત્યાં પ્રણવે જવાબ આપતા કહ્યું મારે જ કરવું હતું . થોડુંઘણું કામ શીખી લવને તો માં ને પણ થોડી મદદ થઈ જાય . 
ત્યાં ફરી માલિક બોલ્યો ..' અરે હા દીકરા કેમ નહીં .  મારે ખરેખર જરૂર છે .અને એમાં પણ તું આવતો હોય તો મારે બીજા કોઈની જરુર જ નથી . 
 
  પ્રણવ બોલ્યો ..' ભલે માલિક હું મારી માઁ સાથે વાત કરીને તમને જણાવું . એમ કહી ચાલવા લાગ્યો . 
ત્યાં વળી દુકાનદારે એને ટોક્યો . 
જો ભાઈ કામ કરવું હોયતો એક શર્ત છે . તારે મને સાહેબ કે માલિક નહીં કહેવાનું . હા , કાકા કહીશ તો ચાલશે  અને તારો બાપ તો મારા મિત્ર જેવો હતો . ખાસ મળતા નહીં ....પણ હા આવતા જતા થોડીઘણી વાતચીત  થઈ  જતી . અને  ' હા હું તારા જવાબની રાહ જોઇશ . '
 
 કરિયાણાનો માલિક શાંતિલાલ ખૂબ સારો માણસ હતો . દુકાન મોટી હોવાથી કામ પણ ઘણું રહેતું . માલિકનો પોતાનો  દીકરો જ એના પિતા સાથે રહીને મદદ કરતો . ભણવામાં મન લાગ્યું નહીં એટલે દુકાનમાં જ ધંધે લગાડી દીધો હતો . 
 
થોડા સમય પેલા જ શાંતિલાલના દીકરાએ  ઇલેક્ટ્રીસિટીને લગતું કામ શીખી લીધું . એટલે શાંતિલાલે  પોતાની દુકાનની અડોઅડ  નાનકડી ઇલેકટ્રીક ને લગતા તમામ નાના-મોટા કામોની દુકાન ખોલી લીધી . એટલે એમનો દીકરો દુકાનમાં ખાસ ધ્યાન આપી શકતો નહી . એ કારણથી દુકાનનો માલિક કોઈને કામ પર રાખવા શોધી જ રહ્યો હતો . અને એ જ દરમ્યાન પ્રણવથી વાત થતા માલિક ને શાંતી થઈ .
 
  પ્રણવને પોતાને કામ મળી ગયું એટલે હસ્તા ચહેરે ઘર તરફ પાછો ફર્યો .
પ્રણવ નાનો હતો ત્યારથી આજ ઘરમાં મોટો થયો છે . એટલે ગલીમાં લગભગ બધા એને ઓળખતા હતા . પિતાના ગયા પછી જાણે એક મજબુત સહારો છીનવાઈ ગયો હતો . પ્રણવ માટે જીવન એટલે નાની ઉંમરમાં આવેલી જવાબદારી ...
ભણતર તો જાણે નસીબમાં હતું જ નહીં . 
પ્રણવનું પોતાનું જીવન વિખરાયેલું હતું . પણ પોતાના નાના ભાઈ બેનનું જીવન સરસ રીતે ગોઠવાઈ જાય એમ ઈચ્છતો હતો . 
 
ઘેર પહોંચી માઁ ને વાતની રજુઆત થોડી અલગ રીતે કરી .
માઁ ..' પેલા કરિયાણાની દુકાન વાળા કાકા છે ને ..એમણે મને કહ્યું કે તારી જેવડો કોઈ છોકરો હોય તો કહેજે ને   મારે અહીં દુકાનમાં ઘણી જરૂર છે . 
અને , માઁ જો હું શું વિચારું છું  કે કોઈ બીજું શું કામ ? 
હું જ એમને ત્યાં કામ કરવા માટે રહી જાવ તો ? 
હું થોડુંઘણું કામ પણ શીખી શકીશ અને તને પણ થોડી મદદ થઈ જશે .
પ્રણવની માઁ ને પણ થયું  કે પોતાની અટલી ટૂંકી આવક માંથી દીકરાને ભણાવી શકે તેમ નથી તો ભલેને આ કામ તો શીખી લેશે . 
 
 માઁ એ કોઈપણ જાતની રોકટોક વગર પરવાનગી આપી એટલે પ્રણવ તો  નાની બેનને તેડીને નાચવા લાગ્યો. 
  ત્યાં તો વળી સતીશ પણ દોડીને આવ્યો ને બોલ્યો .... અરે , ભાઇ કેમ આટલો ઘેલમાં ? શુ થયું ? 
 
 પ્રણવ પોતાનો શર્ટનો કોલર ઉંચો કરતા બોલ્યો .
.' તને ખબર છે મને નૌકરી મળી ગઈ .હવે કાલથી હું મોટો સાહેબ બનીને નૌકરી એ જઈશ . 
નાનો સતીશ બાંવરો બની ભાઈને નાચતા જોઈ રહ્યો . 
 
 પ્રણવની માઁ સરિતા પણ પોતાનું સિલાઈ કામ પડતું મૂકી ખાંડનો  ડબ્બો લઈ આવી  અને આંખમાં આવેલા હરખના આંસુ સાથે પ્રણવના મોઢામાં મૂકીને બોલી લે મોઢું મીઠું કર .....અને પછી દોડીને બહાર આવતા ધોધમાર વરસાદમાં પલળવા લાગી . પ્રણવ પણ માઁ ના ચહેરાને જોઈ રહ્યો હતો . માઁ કોઈ દિવસ વરસાદ માં બહાર નીકળે નહીં અને આજે ? 
 પણ અંદરથી આવેલા રુદનને કોણ ઓળખી શકે ? સુખના છે કે દુઃખના ? 
કાળા ઘેરાયેલા વાદળો માંથી અનરાધાર વરસતા વરસાદે તો આજ ઘરનું આંગણું મહેકાવી દીધું હતું .
 આજે પ્રણવ ને પોતાનો નાનકડો રુમ એક આલીશાન મહેલ જેવો લાગતો હતો . નાનકડા ઘરમાં પણ જો પ્રેમ અને હૂંફની લાગણી હોયતો ઘર ભર્યું-ભયું લાગે છે .  બાકી સાચી લાગણી અને પ્રેમ વગર તો વિશાળ મહેલો પણ સુના લાગે છે . 
 
ઘણા લાંબા સમય પછી પ્રણવ પણ ઘરની નાનકડી બારીમાંથી પોતાની માઁ ના ચહેરાની ખુશીને નિહાળી રહ્યો હતો .
વરસાદના વ્હેતા પાણીમાં પાણીનું વજન વધારે હોય છે કે આંસુનું એ હજુ સમજાતું નથી ..
 
સરિતા પોતાના આંસુ છુપાવી શરીર લૂછતી અંદર આવી ને રાતના જમવાની તૈયારી કરવા લાગી .
માઁ ને રસોઈની તૈયારી કરતી જોઈ 
પ્રણવ બોલ્યો ...  ' માઁ આજે થોડો શીરો બનાવજે ને  મૌસમ પણ ઠંડો છે .અને આજના દિવસે આટલા સારા સમાચાર પણ મળ્યા છે .
 
સરિતા પણ ખુશી ખુશી રસોઈ બનાવવામાં લાગી ગઈ . અને  માઁ એ કરેલું આજનું સિલાઈનું કામ પૂરું થતા પ્રણવ એ બધું સમેટવામાં લાગી ગયો . 
 
બીજા દિવસે સવારે પ્રણવ વહેલો ઉઠી ઘરના રોજના  બધા જ કામ પતાવીને પછી દુકાને જવા નીકળ્યો . 
પ્રણવ નું બાળપણ હજુ છૂટ્યું નહોતું અને જવાબદારી પોતાનો ડેરો જમાવી ને બેસી ગઈ . 
આજે પ્રણવ ઘરના આંગણે છૂટેલા પોતાના જ બાળપણ ને ટાટા બાય-બાય કરી જવાબદારી નિભાવવાના રસ્તે પુરા આત્મવિશ્વાસ સાથે નીકળી પડ્યો .
 
 
   ★કરિયાણાની દુકાનમાં કામ કરતા પ્રણવનું ભવિષ્ય શુ રંગ લાવે છે .
★પોતાના નાના ભાઈ-બેનને ભણાવવાની એની ઈચ્છા પૂરી થશે કે કેમ ? 
   
       ?????
 
  આવો વાંચીશું પાર્ટ -2 માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED