Aatmani Daheshat - 2 books and stories free download online pdf in Gujarati

આત્માની દહેશત - 2

રાજીવ આંખો બંધ કરી દે છે ને કોલેજ ના સમય માં જતો રહે છે.




નીતા અને રાજીવ બન્ને કોલેજ માં સાથે ભણતા હતાં. સાથે ભણતા ભણતા રાજીવ અને નીતા બંન્ને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા. નીતા તો રાજીવ પર પોતાનો જીવ ન્યોછાવર કરતી હતી. બંન્ને એકબીજા ને એટલો પ્રેમ કરતાં કે એકબીજા વગર ના રહી શકે. કોલેજ માં બંન્ને પ્રેમી પંખીડા કરીને જ ઓળખતા.





રાજીવ અને નીતા ત્રણ વર્ષથી સાથે હતાં. બંન્ને એકબીજા ને ખુબ જ પ્રેમ કરતાં. તેઓ લગ્ન કરવા માંગતા હતાં. પણ હજી તો એમણે પોતાનું કરિયર સેટ કરવાનું હતું. તેથી તેમને નક્કી કર્યું કે પહેલા કરિયર સેટ થઇ જાય પછી જ લગ્ન કરીશું. અને બંન્ને પોતાના કામ ખૂબ જ નિષ્ઠાથી કરતાં. બંન્ને એકબીજા ને સમય વધારે નહોતા આપી શકતા પણ પ્રેમ તો અપાર કરતાં.





ભગવાની કૃપા થી રાજીવ નો ધંધો ખૂબ એવો સરસ જામી પણ ગયો. અને બીજી બાજુ નીતા ને પણ સારી એવી જોબ મળી ગઈ. રાજીવ ધંધા ને ધ્યાન વધારે આપતો છતાં નીતાને પ્રેમ પણ એવો જ કરતો.





દિવસો, મહિના વીતતા ગયા. રાજીવ તેના ધંધા માં વધારે ને વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. રાજીવ પણ થોડો થોડો બદલાઈ ગયો હતો. એવું નહોતું કે રાજીવ હવે નીતા ને પ્રેમ નતો કરતો. પણ રાજીવના પ્રેમ ની પ્રામાણિકતા બદલાઈ ગઈ હતી. રાજીવ હવે નીતાની જોડે બીજી છોકરીઓ ને સાથે પણ સબંધ બાંધતો હતો. રાજીવ એક બાજુ નીતા ને પ્રેમનો દાવો કરે અને બીજી બાજુ રાજીવ બીજી છોકરી સાથે પણ રહે. રાજીવને હવે નીતાના સહારા ની જગ્યા એ બીજાનો સહારો શોધવા લાગ્યો. રોજ હોટલ માં જવા લાગ્યો. જાણે રાજીવ ને નીતાના પ્રેમ ની કદર જ નહોતી.





પણ, રાજીવનું આવું ચાલે ક્યાં સુધી? બસ એવા માં જ એકવાર નીતા ને રાજીવની આ વાત ની ખબર પડી ગઈ. નીતા અંદર થી તૂટી ગઈ. પણ રાજીવે બસ એકવાર માફી માંગી એટલામાં નીતા બધું જ ભૂલી રાજીવ ને માફ પણ કરી દીધો. દિવસો વીતતા ગયા. પણ રાજીવના સ્વભાવ માં કોઈ જ ફરક ના પડ્યો. રાજીવ હવે જેમ કપડાં બદલે તેમ છોકરીઓ બદલતો. નીતા તો રાજીવ ને ગાંડા ની જેમ પ્રેમ કરતી. એટલો પ્રેમ કે રાજીવ જે કહે એ જ માને. તેને ખબર હોવા છતાં પણ અંઝાન બની ને જ રહે.




નીતા જયારે પણ રાજીવને લગ્ન ની વાત કરતી ત્યારે રાજીવ કોઈ બહાના હેઠળ લગ્ન ને ટાળી જ દે. નીતા રાજીવના આ અજીબ વર્તન ને ઓળખી ના શકી. થોડા દિવસો ગયા. અને નીતા ને જે હોટલ માં તેની દોસ્ત ના જોડે જમવા ગઈ હતી. ત્યાંજ રાજીવ કોઈ છોકરી ને લઈને આવે છે. અને હોટલમાં રૂમ બુક કરાવી છે. અને એ નીતા ની દોસ્ત દેખી જાય છે. અને નીતા ને કહે છે.




નીતા ને વિશ્વાસ નથી આવતો તેની દોસ્ત પર. તો નીતાની દોસ્ત નીતા ને રાજીવે બુક કરાયેલા 204 નંબર ના રૂમ માં લઇ જાય છે. અને ત્યારે પહોંચી ને નીતા ના પગ નીચે થી જમીન ખસી જાય છે. નીતાની આંખો ફાટી જાય છે. જયારે રાજીવ ને અને એ છોકરી ને નગ્ન દેખે છે ત્યારે. નીતા આ દેખી ને કઈ જ બોલ્યા વગર આંખો માં આંસુ લઈને ત્યાં થી જતી રહે છે. રાજીવ પણ ડઘાઈ જાય છે અને તે કપડાં પહેરી ને નીતા ની પાછળ દોડે છે. પણ રાજીવ ને ઘરે પહોંચતા વાર લાગે છે. અને નીતા એ ચાકુ વડે પોતાનો જીવ લઇ લીધો હોય છે. અને બસ તેના રક્ત થી તેની બાજુ માં ત્રણ જ શબ્દો લખ્યા હોય છે. " કેમ રાજીવ??? I love you so much " બસ આ જ ત્રણ શબ્દો લખ્યા હતાં.




બસ આ જ ત્રણ શબ્દો લખ્યા હતા. ના નીતા એ કોઈ સવાલ પૂછ્યો રાજીવ ને કે ના તેના પર ગુસ્સે થઇ. રાજીવ ને નીતા મારી ગઈ એ વાત નું દુઃખ તો હતું. એ પણ ખાલી 2 અઠવાડિયા જેવું જ. રાજીવ ફરી થી તેની જિંદગી જીવવા લાગ્યો. તેને કોઈ જ ફરક પડ્યો જ ના હોય એવું થઇ ગયું.




રાજીવ 3જ અઠવાડિયા ફરીથી એ હોટલ માં ગયો. એ જ છોકરી ને લઈને. ત્યાં બંન્ને ખૂબ પ્રેમ થી સમય વિતાવતા હતાં. જયારે બંન્ને એ કપડાં ઉઠાર્યાં અને બેક બીજામાં ખોવાઈ ગયા એટલામાં જ રાજીવ આંખ બંધ કરી ને એ પ્રેમ ની અનુભૂતિ કરી જ રહ્યો હતો એટલામાં તેની નજર સામે નીતાના છેલ્લા લખેલા શબ્દો નજર આવે છે. અને તે પળોમાં ખલેલ પહોંચે છે.




એટલામાં જ રાજીવ ના કાનમાં અવાજ પડે છે. રાજીવ.. અને રાજીવ તેના ભૂતકાળ માંથી ચમકી ને ઉઠી વાસ્તવિકતા માં આવી જાય છે. રાજીવ ઉઠી ને ખૂબ જ રડે છે. તેને પોતાની કરેલી ભૂલો નો હવે એહસાસ થાય છે. પણ હવે પ્રશ્ચાતાપ નો સમય પણ હાથમાંથી નીકળી જાય છે.




રાજીવ ઉઠી ને બાથરૂમ માં જાય છે. રાજીવ કાચ માં દેખી ને પોતાનો ચહેરો ધોવે છે. રૂમાલ થી લૂછતાં લૂછતાં રાજીવ ની નજર ફરીથી કાચ પર પડે છે. અને કાચ પર લખેલું વાંચી ને ખૂબ જ રડે છે. અને બાથરૂમ માંથી દોડતો બહાર આવી આવી જાય છે.




હવે, તો દરેક દિવસ રાજીવ માટે નરક સમાન લાગવા લાગ્યો હતો. રોજ નીતા બસ તેની સાથે ને સાથે રહે. બાથરૂમ માં જાય તો બાથરૂમ માં આવે. ખાવા બેસે તો સામે ખાવા બેસે. સુવા જાય તો જે બાજુ તેનું પડખું હોય એ જ બાજુ રાજીવ ને નીતા દેખાય. રાજીવના ખભા ઉપર નીતા બેસેલી જ હોય. ઓફિસ માં પણ રાજીવ ની સાથે જ રહે. રાજીવ ગાંડો થઇ જાય એવું હતું. જયારે પાણી પીવા જાય ત્યારે પાણી માં પણ રક્ત જ દેખાય. શાંત વાતાવરણ માં પણ તેને નીતા નો રડવાનો જ અવાજ આવે. ટીવી દેખવા બેસે તો બસ ટીવી માં દરેક ચેનલ પર બસ નીતા ના લખેલા રક્ત થી છેલ્લા ત્રણ જ શબ્દો દેખાય.



રાજીવ નું જીવન નીતાની આત્મા એ દહેશત બનાવી દીધું હતું. રાજીવ જયારે પણ બાથરૂમ માં જાય ત્યારે ત્યારે બસ તેની નજર કાચ પર લખેલા શબ્દો પર જ પડે. રાજીવ જેવું એ લખેલું વાંચે અને પાછળ થી રાજીવ ને નીતા નો હસવાનો અને રડવાનો બંન્ને અવાજ એકસાથે આવે. અને રાજીવ કાન બંધ કરીને જોર જોર થી બૂમો પાડવા લાગે. કાચ પર લખેલું હતું કે,




" મેં તને વચન આપ્યું હતું ને કે હું તારો સાથ કદી નહીં છોડું, ખાતા, પીતા, સુતા, બેસતા, નાહતા. દરેક સમયે હું તારી સાથે જ રહીશ.


તો જો હું આવી ગઈ. વચન નિભાવવા. જીવતા તો હું વચન ના નિભાવી શકી પણ મૃત્યુ પછી તો હું જરૂર નિભાવીશ...


જો હું આવી ગઈ....

(જોર જોર થી નીતા નો રડવાનો અવાજ અને હસવાનો અવાજ બંન્ને સાથે આવે છે.)


હાહાહાહા.... શઉઉઉઉ...


બીજા રસપ્રદ વિકલ્પો