મુશાફિર ની શાયરી Prabhas Bhola દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુશાફિર ની શાયરી

એક મહેક
આ ખાલી પણા સમી,ઢળતી સાંજ માં અચાનક એક મહેક ઉઠી.
આંખ મીંચી જોયું, તારી સમુદ્ર તણી યાદ છલકી ઉઠી....
મુશાફિર ..
શોર..

આ દુનિયાના નાદમાં હૃદયમાં ખાલીપણું શોર ગૂંજવે છે,..
એકલતા ના કિનારે ચાલતા આજ સાંજ સૂચવે છે..!!
મુશાફિર ...


હું ઉઠાવું કલમ અને શબ્દો ચિતરાઈ,
જોવું જ્યાં પાને પાને સ્મૃતિ તારી સર્જાય...
મુશાફિર,,,


મેં સપના નિતર્યાતા પૂનમ ભણી રાતમાં,
એ સપના સવારું જ્યાં આવી અમાસ ઉભી આડમાં...

મુશાફિર ......


ડૂબતી સંધ્યામાં આ લહેરાતો પવન કુસુમરજ લઇ આવે,
પછી અંતે સખી તણી યાદ આ દોલતી રાતમાં ખેંચી લઇ જાય...! મુસફિર..

વસંત નો કયાં કોઈ સમે છે?
મન માં ઉમંગો ઊછલે અનંત,
તું મળે તે હર ક્ષણ વસંત,,
જો ને પાનખર તો સદા મહેરબાન છે.
મધુર સાંજ ઓઢીને આવ્યો છું,
સાથે રાતનો ઉજાગરો લાવ્યો છું..
યાદો રહી જાય છે યાદ કરવા માટે,
અને સમય બધું લઇને વિતી જાય છે!!
મુશાફિર ....

આ જહાં તારું રમખાણ કરે ઉર મારુ,તુજને ગોતે અક્ષિ મારી જ્યાં ક્ષિતિજ રચાય,
હવે તો દિવાકર પણ ડૂબે વ્યોમમાં ,તોય નહિ તારો અલ્પ દીદાર,
નિશા આવે શશી લાવે નેણ અસ્રુ ધાર વહે, પવન તણી યાદ લઇ જાય તુરાજ ની શોધમાં....મુશાફીર,,

શરમ ના ભાર થી ઢળતી એ પાંપણ જાણે હ્દય ને આજીજી કરતી હતી,
કે તું થોડું ધીમે ધબકે તો હું એને જીવ ભરીને જોઈ લઉ એક વાર....,,મુશાફિર

હ્દય માં એકલતા ઉનાળા સમી અગ્નિ વર્ષાવે છે,
જો તું મળે ક્યાંય એકાંત માં તો ઉર શીત સમી ઠંડ પામે,
મન માં લાગણીઓ મૃગજળ જેવી રચાય છે,
સમીપ આવું જ્યાં આથમી જાય છે,

ઘુંઘવતી નદી તણી વહી તું,
અમારથીયે વર(શ્રેષ્ઠ) સમુદ્રની સોગાતે.
અહર્નિશ(રાત-દિવસ) ભૂલો શોધુ મારી,
અને માધ્યાહને તેને વાગોળું તોયએ તું પરાધીન(ચડિયાતું) છૂટે.
ભૂતળ ભમુ ઉપર ઘનશ્યામ(કાળા વાદળ) જુવું,
ન દીઠે(મળે) રાહ મારી તોયએ ખુદ ને મુસાફિર કહું....
મુશાફિર....

પ્રેમ કર્યા ના ઘા ખાજે તું એકલો
તે તો તેની મેહફિલ માં છે મસગુલ,
પ્રિતેમ કેરી કટારી વાગી ચિરાનું હૃદય તેમાં તું નિકળીયો તું એકલો,
શા ને! ગુમાન કરતો હતો હું હૃદય તુજ પર કોઈક તો અંશ હશે તેમાં તારો,
જોયું તેમાં તો ખુદ નો અંશ ના રાહીયો એક પણ,
ભાટકુ છું આ દુનિયા ચરોતર દુનિયા માં પ્રીતમ કાજે એકલો,
પણ પ્રીતમ કાજે થયો આ દુનિયા થી વિહોણો,
પ્રેમ કર્યા ના ઘા ખાજે તું એકલો,
તે તો તેની મેહફિલ માં છે મશગુલ,
મને રોતા જોઈ આ ઓરડા ની દીવાલો ખડખડાટ હસતી કહે છે,શા ને કરે હવે વિલાપ એક માટે તે તો હજાર ખોયા છે,
રવિ પણ સુર્ખિ ભરી ઉગે છે,
તો શા ને અંધકાર અહીં છાંયો છે,
મૂસાફિર કહે આ શહેર માં શાને સનાટો છાયો છે,
આટલી મોટી નગરી પણ આજ વીરાણ રણ લાગે છે,
આજે મારા આંસુ પોચવા નો નથી કોઈ પાસે સમય,
આંખ ભરી આંસુઓ ની આવજો મારી મયત માં કરવા ને દેખાવ....

થાકિયો આવું છું તોયે તારો અલ્પ પ્રેમ પામવા રાત ગાળું છું.
સૂરજ ઉગતા ખુદ ને સવારું છું ઝાકળ જેમ હું ધરતી બની તને સમાઉં છું.
તને હસાવા ખુદ ને નાદાન બનાઉં છું તોયે તરી ફરિયાદ નો મોહતાજ બનું છું.
હું બુંદ બુંદ વરસું છું તું નદી બની વહી જા છો તોયે આપડે સમુદ્ર માં મળીશું..... મુસાફિર


वो निल गगन का चाँद है,
तू बंज़र रन की धूल मुशफिर,
वो मंज़िल थी तेरी रास्ता था तेरा,
पर उसने हमसफर किसी और को चुन लिया,
कुछ बेसबब हवा की लहेर चली उदा ले गई धूल को,
तेरा ओ चाँद कंही घने बदलो मई खो गया,
आज ओ देखने को भी नसीब नहीं हॉता मुशफिर,
ओ निल गगन का चाँद है,
तू बंज़र रन की धूल मुशफिर,,,