Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૬

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઈ..

તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ..

બસ કર યાર..ભાગ - ૨૬..

છેવટે..અરુણે મૌન તોડયું..
"મહેક..?"
"આઈ એમ સોરી..મહેક.!!"

મહેક ની આંખોમાં ખુશીની ચમક જણાઈ આવતી હતી..નેહા અને પવન પણ એકબીજાને અંગૂઠો બતાવી પોતાના કાર્ય માં સફળ થયા તે માટે ડન કહેતા હતા..

"અરુણ, ઇટ સ ઓકે..!"
કહેતી મહેક અરુણ ની પાસે આવી ગઈ..

"અરુણ,મહેક..લીસન..હવે એકજ વરસ રહ્યું છે સાથે રહેવાનું...પછી ક્યાં કોઈ ને મળશું ..શું ખબર..!!"
પવને કહ્યું

"હા,કોણ જાણે ક્યાં આમને સામને થશું..કોઈ યાદ પણ રાખશે યાં નહિ...શું ખબર..!"
નેહા ના અવાજ માં સ્મિત ખખડતું હતું..

અરુણ હજુ શાંત હતો..પવને નેહા ને આંખ થી ઈશારો કર્યો..નેહા સહજ સંકેત સમજી ગઈ...

તરત મહેક અને અરુણ પાસે આવી એક બીજાના હાથ પકડી... બન્ને ને હસ્તધૂનન કરાવ્યું...
બન્ને નાં મુખ પર સ્મિત ની મહેક..અને પરોઢ નો અરુણ હતો..

મહેક સહજ શરમાઈ નીચું જોઈ રહી..અરુણે મહેક ની હથેળી ને થોડી વધુ દબાવી..મહેક ખુશ હતી..
અરુણે બન્ને હાથ ફેલાવી મહેક ને આવકારી..
મહેક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર..અરુણ ની બાહો માં સમાઈ ગઈ..અરુણે કસી ને પકડી લીધી..મહેકે પણ કોઈ ની પરવા કર્યા વગર પોતાના બને હાથ અરુણ નાં કમર પર રાખી ભેટી પડી..
નેહા અને પવન એકબીજા સામે જોઈ ગીત

ઓ..રબ્બા..કોઈ તો બતાયે..યે પ્યાર હોતા હે કયા..
જેસા ઇન્હે હો ગયા...જેસા હમે હો ગયા...

ગાતાં ગાતાં ચપટી વગાડી વાતાવરણને સુરમય કરી મૂક્યું..

**** ***** **** **** ****
રાત્રી ના બીજા પ્રહર ને પૂર્ણ થવા નો સમય થઈ ગયો હતો..
સહુ પોતપોતાના સ્થાને જઈ સુઈ ગયા..
જાગતાં હતા તો માત્ર ..
અરુણ અને મહેક...
પોતપોતાના રૂમ માં..

"આઈ એમ સોરી...મહેક."
અરુણે વોટ્સઅપ કર્યો .

"Why..?"
તરત જ રિપ્લાય આવ્યો..

"તને સ્પર્શ કરવા બદલ" સ્માઈલ નું સ્ટીકર સાથે અરુણે મોકલ્યું..

"મહેકે કોઈ જવાબ ન આપતાં સ્માઈલ નો લોગો મૂકી ગુડ નાઈટ લખ્યું.."


આજે માઉન્ટ આબુ ઉપર છેલ્લો દિવસ હતો..લગભગ બધી જગ્યા ફરી વળ્યા હતા...

બાકી હતું તો સનસેટ પોઇન્ટ,હનીમૂન પોઈન્ટ, લવર પોઈન્ટ અને બાકી ત્રણ ચાર જગ્યા..

સનસેટ પોઈન્ટ જોવા માટે સહુ ને પાંચ વાગે ઉઠાડી દેવા માં આવ્યા... રેડી થઈ થોડીજ વાર માં સહુ સનસેટ પોઈન્ટ જોવા ની જગ્યા ગોઠવાઈ ગયા...સૂર્યોદય ને હજુ વાર હતી...
નેહા અને મહેક પણ આબુ નાં સોંદર્ય દૃશ્યો ને કેમેરા માં કંડારતા હતા..
પીળા રંગના પરિવેશ માં મહેક પરિલોક ની પરી લાગતી હતી..
આજે એના ચહેરા પર એકદમ સત્ય હાસ્ય દેખાઈ આવતું હતું..
એ વારંવાર પોતાના નાલાયક નયનો ને મારા નયનો થી ઈશારા કરવા રોકવાનો પ્રયાસ કરતી હતી..પણ.

આંખો...આજે મસ્તીખોર બની હતી..એમાંય કાજલ નો સુરમો આંખો ને વધુ ઉત્સાહ આપતો હતો..

સૂર્યોદય થયો.. એમેજિંગ..ક્ષિતિજ ને ચિરી સૂર્ય દેવ ધરા પર આવી પહોંચ્યા હતાં..બધા પોતપોતાના મોબાઇલ,કેમેરા માં સેલ્ફી લઇ રહ્યા હતા..

મે પણ..એક સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો..મોબાઇલ માં ચિત્ર સ્પષ્ટ કરું ત્યાં તો પાછળ મહેક પણ સેલ્ફી ચિત્ર માટે તૈયાર થઈ..
મે થોડુ વધુ સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો..પાછળ થી બે આંગળી ઊંચી કરી રહી મહેકની ફની સ્માઈલ સાથે સેલ્ફી કેચ અપ કરી લીધી..

આબુ નું અભિન્ન સોંદર્ય..આંખ દિલ અને દિમાગ માં હરિયાળી પાથરતું હતું... રંગબેરંગી ફૂલો થી મહેકતા બાગ...
વાદળાં નાં ઘટ્ટ ધુમ્મસ વચ્ચે આહ્લાદ લાગતી સવાર ખુશનુમા હતી.

અમે હૉર્શ રાઇડિંગ ની મજા માણતા માણતા એ પોઈન્ટ પર આવી પહોંચ્યા...જ્યાં જવા દરેક યુવા હૈયા થનગની રહ્યા હતા..

લવર પોઈન્ટ..હા.. પત્થર ની કોતરો..સાક્ષી પુરતી હતી..પોઈન્ટ ની...
અહીંયા લપાઈ છૂપાઈ ને પત્થર ની આડશ લઈ એકબીજા થી ચોંટીને પ્રેમી યુગલો મશગુલ થઈ પડ્યા હતા..

ક્રમશ..
આવતા રવિવારે...!

Thanks all friends

હસમુખ મેવાડા.

મિત્રો મારી બીજી વાર્તા ટુંક સમય માં આવશે..
પણ.. હાલ આવતી બંને વાર્તા જરૂર વાંચજો.

એક દી તો આવશે..!!!
અને
બસ કર યાર..!!?