Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૭


મારી શાયરી માં તારું નામ નથી હોતું...
પણ એની શરૂઆત તારાથી જ થાય છે...

નમસ્કાર મિત્રો..!!


ભાગ...૨૭....

લવર પોઈન્ટ પર સાચા અર્થ માં લવ પોઈન્ટ નાં દર્શન થયા..અહિયાં જ્યાં જુઓ ત્યાં લવ જ લવ..!!
એકબીજાના હાથ માં હાથ તો શરમાતા યુવાનો પકડે..બાકી બિન્દાસ્ત લવરો એકબીજાના હોઠ ને ચૂમતા ખુલ્લા દેખાઈ રહ્યા..
અમે બધા એક સાથે હતા..ત્યાં જ એક ગાઈડ આવી પહોંચ્યો..અને
"વેલ્કમ સા આબુ..
આપ સભી લવર પોઈન્ટ પર હો..યહાં કી એક માન્યતા હે કી આપ યહાં જીસે કિસ કરતે હો ઉસી સે આપકી શાદી જરૂર હોની હે..સો આપકો મેરા નિવેદન હે જીનકો શાદી નહિ કરની વો કિસ નાં કરે ."

સહુ મિત્રોએ ચિચિયારી સાથે પોઈન્ટ પર નાં મસ્તી માં વ્યસ્ત લવરો ને સજાગ કરી દીધા..

સહુ એકબીજા મિત્રો સાથે પોઈન્ટ પર મોજ માણી રહ્યા..મે પણ મહેક પાસે જઈ કહ્યું .
"આ ગાઈડ કહેતો હતો તે સાચું હશે .?"

"ઇટ્સ જોકિંગ..યાર.! એવું થોડું હોય ."
મહેક બોલી

"તો હું ટ્રાય કરું..તો મને ના નહિ કહે ને.."
મે બધી તાકાત ભેગી કરી મહેક પર શબદિક ઈમોશનલ એટેક કર્યો..

મહેક કઈ બોલી નહિ .
મે એનો હાથ પકડી..એક સાઈડ લઈ જવા પ્રયાસ કર્યો..મહેક તૈયાર જ હતી એવું લાગ્યું.. કારણ એને મને ના કહ્યું નહોતું..

એક મોટા પથ્થર ની પાછળ થી આબુ શહેર નો નજારો જોવાનો લ્હાવો લેતા...મે મહેક ને સહજ મારા તરફ ખેચી ને એના ગુલાબી હોઠો ને આંગળી થી ટચ કરવા પ્રયત્ન કર્યો..ત્યાં વચ્ચે થી મારા હાથ ને પોતાની હથેળી થી કસી ને મહેકે પકડી રાખ્યો..
મે પલભર પણ સમય ન વેડફતા બીજા હાથ થી એના ખુલ્લા વાળો માં આલિંગન કરી એના ગળા ને મારા મુખ સુધી લાવી..શરમાયા વગર એક નિર્દોષ ચુંબન એના હોઠ ને કરી લીધું..

મહેક મને ધક્કો મારતી હાસ્ય ની છોળો ઉડાડતી દોડી નીકળી...સ્ટુડન્ટ્સ નાં ટોળામાં..

***** ****** ******* ******* ******

હું માત્ર એને જોતો રહ્યો..
એના આવેગ ને..
એના ઉત્સાહ ને..
એના ચહેરા પરના સોમ્ય ભાવ ને...
એના નીરખતા પ્રેમ ને..

બપોરે ભોજન સ્થળે ભેગા થઈ..સહુ પોતપોતાની રીતે ખરીદી માટે અલગ થયા...
હું પણ રાજસ્થાન ની કોઈ યાદગાર ચીજ લેવા મિત્રો સાથે ફરવા નીકળી પડ્યો..

મે મારા માટે કોઈ ચીજ વસ્તુ લીધી નહિ..પણ..એક સિમ્પલ લાગતી રેડ કલર ના કવર થી શોભતી ડાયરી મહેક માટે જરૂર લીધી..

ડાયરી ખરેખર સુપર્બ હતી..આપણને એક પણ અક્ષર પાડવાનું મન ન થાય તેવી..બસ દિલ કર્યા કરે કે આમજ...એવીજ...હાલત માં સંઘરી રાખીએ...!

સમય થઈ જતાં સહુ..નક્કી લેક હાજર હતા..ટ્રાવેલ્સ ની રાહ જોતા...!

"આહ..સાંજ નું વાતાવરણ કેટલું રમ્ય હોય છે આબુ પર..!"
મહેક અને બીજી સહેલીઓ ગપ્પા મારી રહી હતી..

"આબુ પર રહેનારા લોકો નસીબદાર હશે... નઈ..!"

"હા,કિસ્મત માં હોય તેને જ આવો લહાવો મળે.."

હું આ ગુસપુસ આસાની થી સાંભળી રહ્યો હતો..

"ઓય,વીણા પેલો ગાઈડ કહેતો હતો કે નક્કી તળાવ એક જ રાત માં તૈયાર કરવામાં આવ્યું છે..સાચી વાત હશે..?"
એક સ્ટુડન્ટ બોલી..

"હા.. બટ પૂરી માહિતી તો એ ગાઈડ આપી શકે.."

પવન..વિજયને પણ રસ લાગતા એ ચર્ચા માં સામેલ થયા..

ભલા..હું કેમ એકલો રહી શકું..?
હું પણ એ મિત્રો સાથે થયો

હા,. તો વાત એક દિવસ માં તળાવ તૈયાર થયું તેની ચાલતી હતી..ત્યાં વિના ની ફ્રેન્ડ સ્નેહા એ કહ્યું..
"કોઈ નક્કી લેક વિશે જાણતું હોય તો શેઅર કરો પ્લીઝ"

સહુ ખામોશ હતા..મહેક ની નજર મારી સામે ક્રોસ ફાયરિંગ કરી રહી હતી...હા,એને ખબર હતી કે મે આબુ આવતા પહેલા એના સ્થળો અને સ્થાપત્યોની માહિતી ઇન્ટરનેટ અને બીજા મિત્રો દ્વારા મેળવી હતી...
મહેક..ઈશારા થી કહી રહી હતી કે તું સહુ ને નક્કી તળાવ નાં ઇતિહાસ થી વાકેફ કર..!
એનો આ ઈશારો હું સહજ સમજી શકતો હતો..પણ એક કિસ..પ્લીઝ..નાં મારા રીપ્લાય ઈશારા ને એ સમજી આંખો પહોળી કરી દેતી હતી..નીચું જોઈ જરાક શરમાઈ ને હસી લેતી...તેની અદાઓ મારા દિલ માં સરગમ ની ધૂન રેલાવતા હતા..

છેવટ..મહેકે જ જાહેર કર્યું
"સહુ શાંત થાઓ..અરુણ આપણને નક્કી તળાવ ની માહિતી નક્કી આપશે.." સહુ હસી પડ્યા..

આપ માઉન્ટ આબુ ની લવ સ્ટોરી જાણતા હશો..
આવતા ભાગ માં હું કહીશ આપને રશિયા વાલમ અને શેઠ ની પુત્રી ની પ્રેમ કથા..નક્કી તળાવ ની..




Thanks..

હસમુખ મેવાડા...

આપ સહુ નો આભાર...!!

એક દી તો આવશે....જરૂર વાંચજો..