સરપ્રાઈઝ Richa Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ

" સરપ્રાઈઝ "

પ્રેમ ની એક પરિભાષા એટલે promise . એકબીજા પર નો વિશ્વાસ એજ પ્રેમ ને અલગ દિશા આપે છે.

"હોટલ ઓનર્સ એસોસીએશન દ્વારા એક નવું નજરાણું બહાર પાડવા માં આવ્યુ છે . કે કોઈ પણ ચિત્રકાર પોતાના ચિત્ર પ્રકાશિત કરવા ના હેતુ થી આ ચિત્ર પ્રકાશિત યોજના અંતર્ગત ભાગ લઇ શકે છે અને કોઈ પણ વ્યક્તિ ને ચિત્ર પસંદ કરે તો તે ખરીદી પણ શકે છે આ શરત સાથે ભાગ લેવો આ વાત જાહેર કરવામાં આવી અને આ હોટલ ખાતે પસંદગી કરવામાં આવેલા ચિત્ર પ્રકાશિત કરવામાં આવશે અને આ હોટલ એ શહેર ની નંબર વન હોટલ છે તેથી તેમના કોઈ પણ નિર્ણય ને લોકો વધુ પસંદ કરે છે તેમાં તેઓ એ દર મહિને એક વખત ચિત્ર પદઁશન યોજના બનાવી હતી અને જેઓ એ પોતાના ચિત્ર પ્રકાશિત કરવા હોય તેઓ નામ નોંધાવવુ પડશે અને તેમાં થી ફક્ત એક જ વ્યક્તિ ના ચિત્ર રવીકાર કરી આખું વર્ષ તે પ્રકાશિત કરવા માં આવશે અને કોઈ પણ ભાગ લઇ શકે છે ત્યારે ઘણા બધા લોકો ભાગ લીધો હતો

"પણ એક રોશન પરીખ નામ ના એક ચિત્રકાર ના ચિત્ર ની પસંદગી હોટલ ના ઓનર્સ શ્રી રવિરાજ મહેતા દ્વારા થાય છે .એક પછી એક મહિનામાં તેઓ ના ચિત્ર પ્રકાશિત થાય છે અને છેલ્લો મહીનો શરૂ થઈ જાય છે અને આ દરમિયાન રોશન પરીખ ના ચિત્ર ખૂબ સરસ પ્રમાણે વેચાઈ પણ છે અને રોશન તેનો શ્રેય તેની પત્ની ના સાથ અને તેમણાં મમ્મી અને પપ્પા ના આશીર્વાદ ને આપે છે. અને કહે છે કે મમ્મી અને પપ્પા તો આજે મારી સાથે નથી એટલે હું મારી પત્ની માટે એક સરપ્રાઈઝ તૈયાર કરીશ અને રોશન એક સરપ્રાઈઝ પ્લાન કરે છે એટલે તે તેની પત્ની ને બોલાવે છે તેમના પત્ની ડોક્ટર હોય છે અને તે બાજુ ના શહેરમાં એક દવાખાના માં કામ કરે છે અને કામ માં તે બંને એકબીજાની મળી શકતા નથી પણ કોમલ તેઓ ના પત્ની ને મનાવા નો પ્રયત્ન કરે છે "

"એક દિવસ રોશન તેની પત્ની સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો ત્યારે રોશન તેની પત્ની ને રજૂઆત કરે છે કે તે એક વાર તેના ચિત્ર પ્રદર્શનમાં તેની સાથે આવે પણ તેની પત્ની કહે છે મારે પણ આવવુ છે અને તમારી સાથે વાતો કરવી છે"'તમારી પાસે જ રહેવુ છે પણ શું કરુ હું ડોક્ટર છું એટલે દદીઁ માટે પણ અહીં રહેવુ પડશે અને નોકરી નો સવાલ છે અને એ પણ થોડા દિવસો જ છે કારણ કે હું હવે છોડી દેવામાં ભલાઈ માનું મારા થી આમ દુર રહેવાતુ નથી. મારે પણ તમારી પાસે રહેવુ છે ."

"પણ આ છેલ્લુ પ્રદર્શન છે પ્લીઝ કોમલ પ્રયત્નો તો કર પ્લીઝ બોલ. અને આપણાં નવા ઘર નું કામકાજ પુરુ થઇ ગયુ છે આવી જા ને?

" હા સારુ આવીશ પણ એક - બે દિવસ માટે મારા માટે આવવું તો સહેલુ છે પણ તને ખબર છે ને મને મારા દદીઁ ની ખૂબ ચિંતા થાય છે પણ કોઈ સમસ્યા નથી હું આવીશ અને મારુ નવુ ઘર જોવુ છે. "

"અરે ખૂબ સરસ ઘર તૈયાર થયુ છે કોમલ "

" ઓહો એવુ રોશન, તો મજા આવી જશે કારણે કે મે કહ્યુ તેમ આ દવાખાના માં મારો છેલ્લો મહિનો છે મે આજે જ આપણા શહેરમાં આવેલ એક દવાખાના માં વાત કરી છે અને પછી તારી સાથે "

" ખૂબ સરસ વાત છે કોમલ પછી હું અને તું આપણા નવા ઘરમાં એક સાથે કોમલ "

એમ સારુ પણ પ્રદર્શન કયારે છે "

" આશે શનિવાર છે તો બીજુ પ્રદર્શન એ આવતા શનિવારે છે"

"સારુ ચાલો આવજો રોશન કાલે સવારે કામ છે I love you રોશન અને હું પ્રોમિસ કરુ છું કે કોઈ પણ હાલત માં આવીશ પ્રદર્શન માં એ મારુ God promises છે "

" love you too કોમલ પણ એક શાયરી પ્લીઝ તું તો ખુબ મસ્ત શાયરી કરે છે "

" અરે રોશન તું પણ શું કહું છું

"દિલ કી ગલિયો મેં કભી કોઈ ગમ ના હો,
હમારા પ્યાર કભી કમ ના હો,
દુઆ કરતે હૈ કી તુમ સદા ખુસ રહો,
ક્યાં પતા અગર હમ કલ હો ના હો."

" કોમલ શાયરી સારી હતી પણ દુઃખી હતી આમ કેવી રીતે કલ હો ના હો! "

" ઓકે સોરી my dear રોશન ,આવજો ચાલો love you એક બીજી ..

.તારી યાદોને હવે રોકી શકતી નથી,
તને જોયા વગર હવે રહી શકતી નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠા છો મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતી નથી ને તને પામ્યા વગર મરી પણ શકતી નથી.

"OMG so super કોમલ તુ તો મારા થી દુર રહી ને મારી યાદો માં શાયર થઈ ગઈ "

" ઓહો, ચાલો બાઈ love you રોશન "

બાઈ love you too કોમલ "

" બીજા દિવસે રોશન તેના ઘરમાં સૂતો હતો અને અચાનક ઘર ની બેલ વાગ્યો "

" કોણ છે સવાર સવારમાં બોલતા બોલતા દરવાજા પાસે પહોંચી ગયો ત્યા તો પાછો બેલ વાગ્યો "

" અરે ભાઈ આવુ છું "

" ઓ દુઘ વાળા ભાઇ તમે બો જલદીથી આવી ગયા "

" હા રોશનભાઈ કામ છે આજે એટલે "

" દરવાજો બંધ કરે એટલે તો પાછો બેલ વાગ્યો "

" અરે પાછુ કોણ છે "

" દરવાજો ખોલતા તો ત્યા કોમલ ઊભી હતી "

" કોમલ ને જોઈ તરત દરવાજો બંધ કરે છે અને કહે છે અરે આ શું હવે તો મને દરવાજા પર પણ દેખાવા લાગી પહેલા તો ફક્ત દિલ માં હતી પણ તરત બારણું થોકે છે અને કહે છે રોશન હું છું તારી કોમલ અને પછી તરત દરવાજો ખોલીને તરત કોમલ ને ગળે લગાવી દીધી "

રોશને કહ્યું કે હું ખુશી વ્યક્ત કરી શકતો નથી કોમલ કે તને અહી જોઈ મને શું થાય છે. હું એકદમ ખુશ છું.

" અરે કોમલ આવ અંદર પણ હા એક મિનિટ હું આવુ "

" થોડી વાર માં આવે છે અને કહે છે કે તું તારી દવાખાના જોબ માટે બીજા શહેરમાં છે અને તે સમય માં આપણું આ પોતાનું આ ઘર તૈયાર થઇ ગયુ છે પણ તે ઘર માં પ્રવેશ કરતા પહેલા આ ઘર સાથે જોડાયેલી યાદો રૂપી તારા એક કુમકુમ પગલા લઇએ અને એટલે આ ઘર માં તારુ સ્વાગત છે અને તારા કુમકુમ પગલા પડવા ખૂબ જરૂરી છે હું આવ્યો ત્યારે એજ વિચારતો હતો કે તુ આવે એટલે આપણે આ કરીએ પણ તને જ ટાઈમ મળતો નથી "

" કુમકુમ પગલા કરી ને કોમલ ને પ્રવેશ આપે છે અને પછી બંને ચા પીવા બેઠા અને અચાનક એક ફોન આવે છે " અને તે ફોન એ રોશન ના કંપની તરફથી આવેલો હતો અને ત્યારે ખબર પડે છે કે રોશન નું કંપની માં પ્રમોશન થયુ છે"

" કોમલ કંપની તરફથી ફોન છે મારુ પ્રમોશન થઈ ગયુ છે "

" ઓહો congratulations રોશન અને હા તમારો તો વત છે પહેલા તારા ચિત્ર લોન્ચ કરવામાં આવ્યા અને સાથે સાથે વેચાણ પર થાય છે અને હવે કંપની માં પ્રમોશન આવી ગયુ "

" અરે કોમલ ચિત્રો બનાવવા એ મારી હોબી છે તને ખબર છે ને દરવર્ષે આવી કોમ્પિટિશન હું ભાગ લેવા તજવીજ કરુ છું પણ મારા ચિત્રો સિલેક્ટ જ નથી થતા અને તું આવી ગઈ છે એટલે બઘુ સારુ થાય છે અને એટલે તારા માટે એક સરપ્રાઈઝ છે શનિવારે ચિત્ર પ્રદર્શનમાં આવજે ત્યારે મળશે "

" પણ શું છે પ્લીઝ બોલ ને રોશન "

" શનિવારે કોમલ wait and watch "

" okk પણ ચાલ ને બીચ પર જવુ છે રોશન એ દરિયા ની લહેરો ને મારે પકડવી છે "

"હા ચાલ ને તો એમ પણ આપણે ઘણા ટાઈમ થી કશે ગયા નથી "

" પછી બંને ગાડી માં બેસી ને નીકળે છે અને ત્યા દરિયા કિનારે પહોંચી જાય છે અને ત્યા દરિયા ના ઠંડા પવનો ની સાથે નાળિયેર ના પાણી નો આણંદ માને છે અને પછી એક બીજા નો સાથ અને હાથ માં હાથ ધરી ને દરિયા કિનારે ફરે છે અને કિનારા પર પાણી આવે એટલે એ પાણી એક બીજા પર ઉડાવી ને એકબીજા ને છેતરવા નો એક રોમાંચક અનુભવ કરે છે અને તે દરિયા કાંઠે આવેલી રેતી માં પોતાનો પ્રેમ કોતરવામાં એકઅલગ અનુભતી કરે છે અને આંખો મીંચીને એક બીજા ને પોતાની આંખો માં કેદ કરે છે રોમાન્સ ના અનુપમ આનંદે કોમલ એ રોશન નાં ખભા પર માઠું ટેકવે છે અને સુરજ અસ્ત થવાનો એક અનુપમ આનંદ લઈ છે " જીંદગી ની લહેરો ને માને છે અને એક અનોખા પ્રેમ ની અનુભુતી કરે છે

" અને શનિવાર આવે છે અને રોશન તેના ચિત્ર પ્રદર્શન માટે વહેલો તૈયાર થાય છે કારણ કે તેને ચિત્ર પ્રદર્શનમાં વહેલુ જવા નું હતુ અને કોમલ તેને ટાઈ પહેરાવવામાં મદદ કરે છે અને ત્યારે રોશન તેને ભેટી પડે છે અને સવાર સવારમાં બંને નું રોમાન્સ નું મુડ થઇ જાય છે પણ તરત કોમલ ધક્કો મારીને બહાર ગાડી સુધી મુકવા જાય છે "

"કોમલ જો ટાઈમ પર નીકળી જજે અને આ ગાડી બહાર ઊભી છે અને તે માણસ તને હોટલ પર પહોંચાડશે "

" ઓકે બોસ પણ મારે લોકલ બસ માં આવવુ હતું રોશન "

" ઓહો કંઈ કામ નથી મને ખબર જ હતી એટલે મે ગાડી મુકાવી દીધી અને જલદી આવજે "

" કોમલ થોડી વાર રહી ને ખૂબ સરસ તૈયાર થાય છે અને રોશન એ આપેલો ડ્રેસ પહેરીને ઘર ની બહાર નિકળે છે રસ્તા પર ખૂબ ટ્રાફિક હોય છે અને અને ખુબ જ વાર લાગે છે અને ત્યારે અચાનક તેની ગાડી નું અકસ્માત એક બસ સાથે થાય છે અને બસ માં લગભગ તમામ લોકો ઘાયલ થઈ જાય છે અને કોમલ નો ડ્રેસ પણ લોહી વાળો થઈ જાય છે અને કોમલ ને માઠા પર વાગે છે અને તેના માઠા પર થી પણ લોહી ખૂબ વહે છે બસ માં ધણા બઘા ઘાયલ થઈ જાય છે પણ એક બાજુ વિચારે છે કે રોશન તેની વાર જુએ છે અને બીજી બાજુ આ ધાયલ લોકો ને જોઈ છે અને ત્યારે તે ખૂબ મોટા સંકત માં આવી જાય છે અને તે હવે શું કરે તેને સમજાતુ નથી અને પછી મન મૂકીને બસ સંકલ્પ કરે છે અને ધાયલ લોકો ની સહાય કરે છે અને બસ માં ધણા બઘા ઘાયલ થઈ જાય છે તેની સારવાર માં તેનુ ડોક્ટર નું કર્તવ્ય પુરુ કરે છે અને ધણા બઘા લોકો ની જાન બચાવે છે "

" બીજી બાજુ હોટલ ઓનર્સ ના હોલ માં રોશન કોમલ ની ખૂબ રાહ જુએ છે અને ત્યારે તેને એક બેચેની અનુભવે છે અને એસી હોલ માં પણ પરસેવો થઈ જાય છે અને તે પરસેવા ની રેબઝેબ હાલતમાં એક ફોન આવે છે અને રોશન ફોન ઉચકવા જતા તેના હાથ ધ્રુજે છે અને તે હાથ માંથી ફોન છટકી જાય છે અને તે બરાબર બાજુ માં ઊભા એક માણસ પકડે છે અને રોશન ને આપે છે અને ત્યારે તેમાંથી આવાજ આવે છે અને અંદર થી તરત બોલ્યા કે તમારી wife ની ગાડી નું અકસ્માત થયુ છે આ સાંભળીને તરત ફોન જમીન પર પટકાય જાય છે અને રોશન પણ જમીન પર એક ખરી ગયેલા ફુલ ની જેમ પડે છે, અને ત્યારે ઉભેલા માણસો એ પૂછયું,

"કેમ રોશનભાઈ શું થયું અને ભાભી કેમ ન આવ્યા તમે આટલુ સરસ સરપ્રાઈઝ તૈયાર કયું છે. અને કંઈ જવાબ આપે તે પહેલા તો દરવાજા પર થી કોઈ રોશન રોશન એમ બુમ બરાડા પાડે છે અને ત્યારે રોશન મોઢુ ઉંચુ કરે છે અને અચાનક પ્રકાશમાં તેની આંખો અજાય જાય છે અને મોઢા પર હાથ મુકે છે અને થોડો હાથ હતાવી ને જોઈ છે તો ત્યાં કોમલ ઉભી હતી અને તેને જોતા રોશન દોડે છે .અને કોમલ ને તરત ભેટી પડે છે . અને ત્યારે અચાનક રોશન નું ધ્યાન દોર્યું કે કોમલ એ લોહી થી લથપથ છે અને માઠા પર ધા પડ્યો હતો અને રોશન પુછે છે કે કેમ શું થયું કોમલ "

" અરે રોશન મારી ગાડી નું અકસ્માત થયુ હતું એક બસ સાથે એટલે મારી હાલત ગંભીર થઈ ગઈ છે અને તથા ધણા લોકો ઘાયલ થયા હતા તેથી મે તેઓ ને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી રહી હતી અને લોકો ને તરત ઉપચાર મળે માટે ત્યા રોકાઈ ગઈ હતી પ્લીઝ સોરી રોશન હું ટાઈમ પર ના આવી "

" કોમલ પણ તું હોસ્પિટલ માં ગઈ હતી તો તારા માઠા પર પટ્ટી બંધાવી નાખે આમ શું કામ આવી અરે તને કંઈ પણ થઈ જશે તો "

" અરે પણ તને પ્રોમિસ આપ્યુ હતું કે હું કોઈ પણ હાલત માં આવીશ એટલે તરત ત્યા થી ભાગી . હું તારો વિશ્વાસ અને પ્રોમિસ કયારેય ના તોડુ "વિશ્વાસ અને પ્રેમ ના ઝૂલામાં ઝૂલતી આ દુનિયામાં એક માણસ જ એવો છે જેની વફાદારી અને વિશ્વસનીયતા પર ક્યારેય આંગળી ઉઠાવી ન શકુ અને તે તું છે રોશન અને મારી હસતી રમતી જીદંગી તું છે. "

" આ સાંભળીને ત્યા ઉભેલા બધા માણસો તારી પાડે છે "

" અને કોમલ આજુ બાજુ જયા પણ જુએ ત્યા ફકત એના જ ચિત્ર હતા અને એજ રોશન નું સરપ્રાઈઝ હતું કે છેલ્લાં પ્રદર્શન માં ફક્ત કોમલ નાજ ચિત્ર હોય અને આ જોઈ ને કોમલ હળવે થી રોશન ના કાન પાસે જાય છે અને કહે છે I love you sweetheart અને રોશન ગભરાટ માં કંઈ પણ બોલી ના શકયો "



Richa Modi
- Heart