વિવાહ એક અભિશાપ - ૭ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ - ૭

આગળ આપણે જોયું કે વિક્રમ ધનરાજ દિવાન ને મળીને સમજાવવા એમના ઘરે પહોંચી જાય છે અને એમને પુછે છે કે અદિતિ અને પ્રત્યુષ ના પ્રેમ ને કેમ સમજ્યા વગર પ્રત્યુષ અને અદિતિ ને કેમ અલગ કરી રહ્યા છે.શરુઆત માં તો ધનરાજ દિવાન વિક્રમ નું અપમાન કરીને એને ઘરે થી કાઢી મુકવાનો પ્રયાસ કરે છે પણ પાછળ થી અદિતિ ના વચ્ચે પડવા ના લીધે અને વિક્રમ ની પ્રેમભરી વાતો થી પીગળી જઇ વિક્રમ ને પણ અદિતિ પર લાગેલા શ્રાપ ની વાત જણાવે છે જે સાંભળીને વિક્રમ વિચાર કરતો થઇ જાય છે.
*****************************************
પપ્પાની વાત સાંભળીને ને વિક્રમ ના મો પર પણ એવા જ આશ્ચર્ય ના ભાવ જોયા જે મે પ્રત્યુષ ના મો પર જોયા હતા ."શું વિક્રમ પણ એ જ રીતે મો ફેરવી લેશે જે રીતે પ્રત્યુષે ફેરવ્યુ હતુ?પ્રત્યુષ ને ખોઇ દીધા પછી મારા બેસ્ટ ફ્રેન્ડ ને પણ ગુમાવી દઇશ?"એ વિચારે મારા ધબકારા વધી ગયા.એ.સી.હોલ માં પણ મને પરસેવો વળી ગયો.મને થયુ વિક્રમ ને આ વાત ની ખબર ના પડી હોત તો સારુ થાત.એ તો પપ્પા ના કરેલા અપમાન થી પાછો જતો રહેત મે જ વચ્ચે પડી ને બાજી બગાડી.મનોમન મને મારી એ ભુલ પર પસ્તાવો થવા લાગ્યો પણ હવે શું થઇ શકે?ભુલ થતા તો થઇ ગઇ હવે વિક્રમ પણ મને છોડી દેશે.
વિક્રમ આશ્ચર્ય થી પપ્પાને બોલતા સાંભળી રહ્યો .છેલ્લે વાત પુરી કરી ને કહ્યું ,"બસ,આ જ કારણ છે કે મારે અદિતિના દુશમન બની જવું પડયુ. નહિતો કયો એવો બાપ છે કે જે પોતાની દિકરી નું કન્યાદાન ના કરવા માગતો હોય. પણ હું એવો બદનસીબ બાપ છું કે પોતાની દિકરી ને એના ભાગ ની ખુશી પણ નથી આપી શકતો.તારે મને જે સમજવો હોય એ સમજ પણ અદિતિ અને પ્રત્યુષ ના લગ્ન કરાવીને એ બંને ને મ્રૃત્યુ ના મુખ મા ધકેલવા નથી માગતો."
"આઇ એમ સો સોરી અંકલ,વાત ને પુરી જાણ્યા સમજ્યા વગર જે મનમાં આવે એ હું બકતો ગયો .એ બદલ મને પસ્તાવો છે .હા રહી વાત આ શ્રાપ ની તો અત્યારે મારી પાસે કોઇ ઉપાય નથી એનો પણ મને થોડો સમય આપો . આ શ્રાપ નો કંઇક ને કંઇક ઉપાય જરુર થી શોધી કાઢીશ..પછી મારી પાસે આવી મારો હાથ પકડી કહ્યું , " નિરાશ ના થઈશ અદિતિ હું આજકાલ માં જ આ બાબતે કંઇક ઉપાય કરીશ."એમ કહીને જતો રહ્યો .અમે બંને એને જતો જોઇ રહ્યા .એક નિસાસો નાખી હું મારા રુમ માં જતી રહી .
ફરીથી એવું જ આશ્વાસન જેવું પ્રત્યુષ મને આપીને ગયો અને પછી પાછો જ ના આવ્યો.એવું જ લાગતુ હતુ જાણે એ પણ હવે પાછો નહિ આવે પણ ઉંડે ઉંડે થી એવી લાગણી થતી હતી કે ના એ પ્રત્યુષ જેવો નથી એ આવશે જરુર થી આવશે .પછી વળી પાછો વિચાર આવતો કે કદાચ આવી પણ જાય તો પણ આ શ્રાપ નો વળી કયો ઉપાય હોઇ શકે ?ક્યાંક એવું ના થાય કે મારી જિંદગી સુધારવા જતા એ પોતાને કોઇ સંકટમા મુકી દે. આ બધા વિચાર થી હું બેચેન થઈ જતી .મારી ભુખ તરસ મરી ગઇ હતી .પણ મને દુખી જોઇને પપ્પા વધારે દુખી ના થાય એમ વિચારી થોડું ખાઇ લેતી .
બે દિવસ થઈ ગયા હજુ વિક્રમ પાછો ના આવ્યો .મારી આશા પણ મરી રહી હતી .મને થયુ હવે એ નહિ આવે પણ ના એ આવ્યો.જ્યારે જમી લીધા પછી મારા મગજ માં ચાલતા વિચારો થી મારુ ધ્યાન ભટકાવવા સ્માર્ટફોન માં માત્રુભારતી એપ્લીકેશન ખોલી ને 'ભિખારી' લઘુ વાર્તા વાંચવાનુ ચાલુ કર્યુ .જે એક પિતાના તેની પુત્રી માટે ના અનહદ પ્રેમ પર લખાયેલી હતી .જે મારા હ્રદય ને સ્પર્શી ગઇ .મને થયુ મારા પિતાજી એ પણ જે કંઇ પણ કર્યુ છે મારા ભલા માટે જ તો કર્યુ છે.એમાં મારે આટલા દુખી રહી ને એમને દુખ ના પહોંચે એ રીતે રહેવું જોઇએ.આજ પછી મારી ઉદાસીનતા કે દુખ ને ક્યારેય એમની સામે જાહેર નહિ થવા દઉં.અને એમની સામે ખુશ રહીશ."એવું મનમાં નક્કી કરી લીધું .
એવામાં જ ડોરબેલ વાગી અને કમલાએ દરવાજો ખોલ્યો .વિક્રમ ને આવતા જોઇ મને જે અપાર ખુશી થઈ .વિક્રમે મારી સામે સ્માઇલ કર્યુ એટલે હું ખુશી ને કાબુ માં રાખી શકી દોડીને એને ભેટી પડી અને ખુશી થી એને ભેટતા બોલી ,"થેંક્યુ સો મચ વિક્રમ .મને અંદર થી હતું જ કે તું આવીશ.સાવ પ્રત્યુષ ની જેમ પીઠ ફેરવી નહિ લે.તને નથી ખબર તે અહિં આવી ને મને એક આશા આપી છે કે તુ મારા પર લાગેલા શ્રાપ નો કોઇ ઉપાય કરી ને આવ્યો હશે ."
વિક્રમે મને અલગ કરતા કહ્યું ,"અદિતિ ,હું આવ્યો તો છુ પણ મારી પાસે આ શ્રાપ નો કોઇ ઉપાય નથી ."એ સાંભળીને હું તરત જ નિરાશ થઈ ગઇ મે કહ્યું ,"એટલે એનો મતલબ એમ જ કે મારે મારી જિંદગી આ શ્રાપ સાથે જ કાઢવી પડશે એમને ?એમ બોલતા મારી આંખો ભરાઈ આવી .મે મારી બંને હથેળી થી મારું મો છુપાવી દીધુ.જેથી એ મને રડતા ના જોઇ શકે.
વિક્રમે મારા હાથ ને મારા મો પર થી દુર હટાવ્યા મારા આંસુ લુછતા કહ્યું ,"નિરાશ ના થઈશ અદિતિ .મે એવું જરુર કહ્યું છે કે મારી પાસે આ શ્રાપ નો કોઇ ઉપાય નથી એવું તો નથી કહ્યું કે મે હાર માની લીધી છે.મારી પાસે શ્રાપ દુર કરવા નો કોઇ ઉપાય નથી પણ એ શ્રાપ ના ઉપાય સુધી પહોંચવાનો રસ્તો છે."
"ઉપાય સુધી પહોંચવા નો રસ્તો ?એટલે તું કહેવા શું માગે છે વિક્રમ ?મને મનમાં પ્રશ્ન થયો પણ એ પહેલા જ પાછળ થી આ પ્રશ્ન પુછાયો.મે પાછળ ફરી ને જોયુ તો પપ્પા હતા.
હું સમજ્યો નહિ વિક્રમ .શ્રાપ ના ઉપાય સુધી પહોંચવા નો રસ્તો ?પપ્પા એ પોતાનો પ્રશ્ન રિપિટ કર્યો .એ પછી અમે ત્રણેય હોલ માં રાખેલા સોફા પર બેઠા જેથી વિસ્તાર થી ચર્ચા કરી શકાય .
વિક્રમે કહ્યું ,"અંકલ, જેમ રોગ ના ઇલાજ માટે રોગ નું મુળ એટલે રોગ થવા ના કારણ ને જાણી ને એને જડમૂળથી દુર કરવામાં આવે છે એમ જ આપણે પણ આ શ્રાપ ને જડમૂળથી દુર કરવો હશે તો એ શ્રાપ નું મુળ રહસ્ય જાણવું પડશે કે આ શ્રાપ કોણે આપ્યો કયા કારણ થી આ શ્રાપ લાગ્યો અને ત્યારે જ આપણે એને દુર કરવા નો રસ્તો જાણી શકશુ."
" આ વાત ની તો મને ય ખબર નથી .મારા મિત્ર સમરપ્રતાપજીને ખબર હતી પણ હવે તો એ ય હયાત નથી .હા કદાચ રાણી દુર્ગા દેવી આ બાબતે જાણતા હશે."
"તો પછી એમની પાસે થી જઇ ને જ જાણવુ પડશે .અને એ માટે મારે અને અદિતિ ને ચંદનગઢ જવું પડશે."
"વ્હોટ ?"પપ્પા વિક્રમ ની વાત સાંભળીને ને સાપ પકડાવ્યો હોય એમ સોફા પરથી ઉભા થઈ ગયા .
"ના એ નહિ બને.તારે જવું હોય તો જા પણ હું અદિતિ ને ત્યાં નહિ મોકલુ.સમરપ્રતાપજી એ મરતા પહેલા કહ્યું હતુ કે ચંદનગઢ પર એક પ્રેત નો સાયો છે.ના હું અદિતિ ને આખી જિંદગી આમજ રાખીશ પણ અદિતિ ને મ્રૃત્યુ ના મુખ માં નહિ મોકલુ .
"મારી વાત ને સમજો .મને એકલા ચંદનગઢ જવા માં વાંધો નથી પણ મને ખાતરી છે દુર્ગા દેવી મારી સાથે એ બાબતે ચર્ચા નહિ કરે પણ અદિતિ ને એ રહસ્ય વિશે જણાવશે કેમ કે અદિતિ એમની પુત્રી છે અદિતિ નો હક બને છે આ શ્રાપ ના વિશે જાણવા નો .એ અદિતિ ને ના નહિ પાડી શકે .અને એકવાર જો એ રહસ્ય ખબર પડશે પછી જ એના પછી કયુ પગલુ ભરવુ એ વિશે નક્કી કરી શકાશે."
"ના ,તુ ગમે તે કહે પણ મારુ મન માનવા તૈયાર નથી .મે સમરપ્રતાપજીને વચન આપેલુ છે અને એટલે જ તો હું એમને ચંદનગઢ થી દુર લઇ ને આવ્યો છું."
"તો તમે અદિતિ ને આખી જિંદગી દુખી જોઇ શકશો પણ એના દુખ ના નિવારણ માટે ચંદનગઢ નહિ મોકલી શકો.તમે માનો છો કે સંજોગો પર તમારો આખી જિંદગી કાબુ રહેશે.અને જ્યારે તમે નહિ હોવ ત્યારે ?અદિતિ સામે આખી જિંદગી પડી છે.તમે જ વિચારો એ કેમ આ રીતે એકલી રહીને એનું જીવન ગુજારી શકશે.?
પપ્પા એ કંઇ જવાબ ના આપ્યો.એટલે મે પપ્પા ને કહ્યું ,"હું ક્યાં સુધી એ શ્રાપથી ભાગતી રહીશ.ક્યારેક તો મારે આ ડર નો સામનો કરવો જ પડશે ને.ને આમ મરી મરી ને જીવુ એના કરતા એકવાર માં મરી જવુ વધારે સારુ છે.હું પણ જાણવા માગુ છુ કે આખરે કોના પાપ ની અમને આ સજા મળી છે?પ્લીઝ ,મને જવા દો."
"વિક્રમે કહ્યું ,"પ્લીઝ ,અદિતિ ને મારી સાથે મોકલો .હું વચન આપુ છુ કે ત્યાં અદિતિ ની રક્ષા માટે જે કરવું પડે એ કરીશ.કોઇ પણ જોખમ કે સંકટ ને અદિતિ પહેલા મારો સામનો કરવો પડશે.હું અદિતિ ને નાની સરખી પણ ઇજા નહિ પહોંવા દઉં.પ્લીઝ ,અદિતિ ને મારી સાથે આવવા દો."
"ઠીક છે .લઇ જાઓ અદિતિ ને . પણ જો મને ખબર પડી કે ત્યાં ગયા પછી અદિતિ ને સહેજ પણ ઇજા પહોંચી તો હું ત્યાં એમને એક પળ માટે ય નહિ રોકાવા દઉં."
"થેંક્યુ અંકલ,હુંતમને વચન આપુ છું કે અદિતિ ની રક્ષા માટે મારે જો મારો જીવ પણ આપવો પડશે તો પાછળ નહિ હટું."
વિક્રમ ના શબ્દો સાંભળીને મનમાં વિક્રમ માટે જે પણ લાગણી હતી એ જાણે રોમ રોમ માં ફરી વળી .ખબર નહિ ક્યાંક એ પ્રેમ તો નથી ?એકતરફ પ્રત્યુષ જે પ્રેમ કરવા નો દાવો કરીને મુસીબત માં એકલી મુકીને જતો રહ્યો .અને એકતરફ વિક્રમ જે મિત્રતા માં પણ જીવ આપી દેવાની વાત કરે છે.હું બસ આંખમાં આંસુ લઇને વિક્રમ સામે જોઇ રહી .ખબર નહિ એ આંસુ ખુશી ના છે કે દુખ ના સમજાતુ નથી .ખુશી કે વિક્રમ માટે મારુ સુખ કેટલુ જરુરી છે કે મારા માટે થઈ ને કંઇ પણ કરી છુટવા તૈયાર છે અને દુખ એ વાત નુ કે ક્યાંક મારુ અસ્તિત્વ એના માટે ખતરો ના બની જાય."
એ મારા મનમાં આશા જગાવીને જતો રહ્યો ને હું બસ એને જતો જોઇ રહી .
??????????
વિક્રમ અને અદિતિ ને ચંદનગઢ જવાની રજા મળી તો ગઇ પણ ત્યાં જઇને કેવા સંકટ અને ખતરાઓ નો સામનો કરવો પડશે એમને જ નથી ખબર.શું એ બંને ખાનદાની શ્રાપ પાછળ નું રહસ્ય જાણી શકશે?ચંદનગઢ માં જે આત્મા નું સંકટ છે એનો એ શ્રાપ સાથે શું સંબંધ છે?વિક્રમ અદિતિ ને શ્રાપ મુક્ત કરી શકશે? જાણવા માટે વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ.