મને કહેશો આપણે ક્યાં જઈએ છીએ?
હું રણચંડી બનેલી પારુલ ની પાછળ પાછળ ઢસડાતો જતો હતો
તળાવ પરથી ધક્કો મારવો છે તમને! ચાલો. તે બોલી,
તમારું બીજું તો કંઈ થઈ શકે એમ નથી. કહેતી મને રીતસર ખેંચીને ચાલતી રહી.
અરે એવુંતો કોઈ કરતું હશે? સોરી પારુલ.
તમે જ તો કહ્યું કે આપણે ફ્રેન્ડ્સ છીંએ, એટલે તો મેં બધી વાત કરી તમને.
હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું,
પ્લીઝ મને છોડી દો.
તે અચાનક ઉભી રહી ગઈ. ને બોલી.
કેમ, બીજી માધુરી બનાવવી છે મને? ચૂપ ચાપ આવો મારી સાથે.
પાર્ક માંથી નીકળી ઓટો લીધી ને સીધી મારા ઘર પાસે આવી ઉભી રાખી. એ સું કરવા માંગે છે એ તો મને સમજાતું જ નહોતું.
મારા ઘર નો દરવાજો પણ ખુલ્લો જ હતો.
મેં અંદર જોયું તો બધા ત્યાં હાજર હતા. જાણે કે મારી જ રાહ જોઈ રહયા હોઈ.
ત્યાં મારાં મમ્મી સાથે માધુરીના સાસુ-સસરા તેમજ એક તરફ માધુરી પણ બેઠી હતી.
મને એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું.
મેં બધું ક્લીઅર કરી નાખ્યું છે, બધાં ને સમજાવી દીધું છે.
હવે તમે જાણો ને માધુરીજી જાણે, આપણું કામ પૂરું.
એ સું કહી રહી છે મને કંઈજ નહોતું સમજાતું.
હા, ચિરાગ બેટા, અમને તારા અને માધુરીના સંબંધ થી કોઈ વાંધો નથી, ઊલટું અમે તો ખુશ છીએ. જ્યારથી મારો દીકરો ઘર છોડીને ગયો ત્યારથી એ બિચારી એક દીકરી ની જેમ અમારી સેવા કરે છે.
માધુરીના સાસુ મારી પાસે આવી મારા માથાં પર હાથ રાખતાં બોલ્યાં.
એને તો દીકરી ની જેમ ફરજ નિભાવી હવે અમારો વારો છે, માતાપિતાની જેમ તેને વાળાવવાનો. હું આશા રાખુ છું કે તું અમારી દીકરીને ખરેખર ખુશ રાખીશ, અમે તો નક્કી કરી લીધું છે કે માધુરી નું કન્યાદાન પણ અમેજ કરીશુ. તેના સસરા પણ મને આશીર્વાદ આપતાં બોલ્યા.
હું તો બાઘાની જેમ બધું જોઈ રહ્યો, મને તો આ બધું એક ચમત્કાર જેવું લાગતું હતું.
હું માધુરી પાસે ગયો અને ફિલ્મી સ્ટાઇલમાં ગોઠણ પર બેસી તેનો એક હાથ પકડીને બોલ્યો.
માધુરી, હું આજે બધા વચ્ચે તમને પ્રપોઝ કરું છું,
હું તમને ચાહું છું, સું તમે મારી સાથે લગ્ન કરશો.?
હા, પણ એક સરતે! માધુરી હસતાં હસતાં બોલી.
તમારે મને તમે નહીં તું કહેવું પડશે, બોલો મંજુર છે?
મંજુર તો તમારી બધી સરત છે, પણ તમે માંથી તું થવા માં થોડો સમય લાગશે. હું પણ હસતાં હસતાં બોલ્યો.
અરે યાર, આ કેવો માણસ છે, આને બધી વાત માં સમય જોતો જ હોઈ, સમય ક્યાંકથી વેચાતો મળે તો તમારા લગ્નમાં હું ગિફ્ટમાં આપીશ. કહેતી પારુલ પણ હસી પડી.
આમતો હું આંખો ના ભાવ સમજવામાં પહેલેથીજ કાચો હતો પણ આજે હું પારુલને જોઈ સમજી ગયો કે
તે હસતી તો હતી પણ, તેની આંખો ના ખૂણા ની ભીનાશ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
હું અને માધુરી તેની પાસે ગયા અને તેનો આભાર માન્યો અને
જીવનભર મિત્રો બની રહેવાનો વાયદો કર્યો.
આજે વર્ષો થઈ ગયાં આ ઘટનાક્રમ ને.
હું અને માધુરી અમારા જીવન માં સુખી છીએ,
હજુ હું માધુરી ને 'તમે' જ કહીને બોલવું છું.
પારુલ પણ એકદમ સમજદાર પતિ સાથે એના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ છે,
અમે ચારેય ઘણી વખત સાથે ફરવા નીકળીએ છીએ અને એ બધા મળી મારી મજાક પણ ઉડાવે છે.