લવ કોમ્પ્લીકેટેડ (5) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ કોમ્પ્લીકેટેડ (5)


ભાગ- 5


મારું તો જાણે દિલ જ તૂટી ગયું.
સ્કૂલ કોલેજ માં ઘણી છોકરીઓ ના સંપર્ક માં આવ્યો હતો પણ આટલી હદે કોઈ તરફ ખેંચાયો નહોતો. સતત તેના જ વિચાર આવ્યે રાખતા.
કેમે કરી મારુ મન શાંત જ નથી થતું.
ચાલો, ફ્રેન્ડ્સ તો છીંએજ એમ મન મનાવી ઉંઘવા નો પ્રયત્ન કર્યો.

તેની સામે આવવાની હિંમત જ નહોતી થતી, થોડા દિવસ મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે.
તે ઘરે આવે તો હું રુમ માંથી બહાર આવવા નું ટાળતો.
હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું.

એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો હતો.

હેલો, ચિરાગ આર યુ ઓકે!
પાછળથી અવાજ આવ્યો, મેં ફરી ને જોયું તો માધુરી હતી.

હા, મને સું થયું! બધું બરાબર જ છે. મેં નોર્મલ હોવાનો ઢોંગ કરતાં કહ્યું.

તો કેમ આજકાલ દેખાતો નથી? તે મારી પાસે બેસતાં બોલી.

બસ, એમ જ. થોડો બીઝી રહું છું. મેં બુક માં નજર રાખી કહ્યું.

એવું! હવે સામાં બીઝી! પરીક્ષા તો ગઈ! કે પછી મારી સાથે વાત નથી કરવી? મારા હાથમાંથી બુક ખેંચતા બોલી.

એવું કંઈ નથી, મેં બુક પાછી ખેંચતાં કહ્યું.

તો, કેવું છે?, તને સું લાગે છે મને નથી સમજાતું કે તું મને એવોઇડ કરે છે! કહેતાં બુક પાછી ખેંચી લીધી.

ના, એવું નથી! મેં કહ્યું.

સું એવું નથી, એવું નથી કરે છે?
એવું નથી તો કેવું છે!
જવા દે હું બધું સમજું છું, મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે. એ થોડા ઉંચા અવાજે બોલી.

તો હું સું કરું, તમે વધારે દિવાળી જોઈ છે તો!
હું તમારા કરતાં નાનો છું એમજ કહેવું છે ને તમારું, પણ એમાં મારો કોઈ ફોલ્ટ થોડો છે. કહી મેં તેના હાથમાંથી બુક લઈ બેડ પર ઘા કર્યો.

તે કસું બોલ્યા વગર જતી રહી.

મને બહુ અફસોસ થયો કે હું જેના માટે લાગણી અનુભવી રહ્યો છું તેની સાથે હું આમ ગુસ્સાથી કઈ રીતે વાત કરી શકું, મને મારી જાત પર જ ગુસ્સો આવ્યો.
હું રડયો ખૂબ જ રડ્યો.

સાંજે હું તેના ઘેર ગયો, માધુરીએ દરવાજો ખોલ્યો અને કહ્યું.
કંઈ બાકી રહી ગયેલું કહેવા માટે?

પ્લીઝ મારી વાત તો સાંભળો એકવાર, મેં કહ્યું.
તે ઘરમાં એકલી જ હતી તો પણ મને અંદર આવવા કહ્યુ.

સોરી, મારે તમારી સાથે એ રીતે વાત ન કરવી જોઈએ!
પણ તમે જ કહો હું સું કરું?, હું ગળગળો થતાં બોલ્યો.

મેં તને સમજાવેલું ને, આપણે ફ્રેન્ડ્સ બની શકીએ એથી વધારે નહીં. તો પછી આ બધું કેમ? ગુસ્સો કેમ?
તે મારી સામે બેસતાં બોલી.

મારી આંખો માં ઝળઝળિયાં આવી ગયાં મેં કહ્યું,
હું સમજું છું, તમારી ઉંમર મારા કરતાં ઘણી વધારે છે, પણ મારી લાગણીઓ પર મારો કોઈ કાબુ નથી.
મેં તમને પહેલી વખત જોયાં ત્યારથી જ હું તમને પ્રેમ....

બસ, કહી એમણે મને અટકાવ્યો.
આગળ નહિ બોલતો, એ શક્ય જ નથી ચિરાગ, કેમ નથી સમજતો.
પણ કેમ? મને ખાતરી છે કે મારું રિઝલ્ટ સારું જ આવશે, મને સારી જોબ પણ મળી જશે,
પ્રશ્ન રહ્યો ઉંમરનો તો મને કોઈ વાંધો નથી તો તમને સું વાંધો છે. વાત કરતાં કરતાં મેં તેનો હાથ પકડી લીધો.

વાત એઇજ ડિફરન્સ ની નથી ચિરાગ, ઝટકા સાથે હાથ છોડાવતાં તે ઉભી થઇ ગઇ.
એક મિનિટ બેસ,  કહી તે પોતાના રુમ માં ગઈ
પાછી આવી ત્યારે તેના હાથમાં એક તસ્વીર હતી.

તસ્વીર જોઈ મને ઝટકો લાગ્યો.


********