લવ કોમ્પ્લીકેટેડ (2) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ કોમ્પ્લીકેટેડ (2)

બારી નો કાચ તોડીને બોલ અંદર આવ્યો.

'નવરીનાવ, નલાએક, તોફાની છોકરાંવ ને હજાર વાર કહ્યું કે મેદાન માં જઈ ને રમો પણ માનતા જ નથી કોઈના બાપનું,
હવે આ કાચ કોણ નવો કરાવી દેશે!'
મેં તૂટેલા કાચ વાળી બારી માંથી જોયું.
ડેલીએ ઉભા મમ્મી હૈયાવરાળ કાઢી રહ્યાં હતાં.

સામે બધાં બાળકો ઘેરો વળી ને ઉભા હતાં.
જેમાંથી એક છોકરો પાછળ ની તરફ ઇશારો કરતાં બોલ્યો, 'આંટી અમે નથી તોડ્યો કાચ, એતો  માધુરીદીદી એ સિક્સર મારી!'

બધા બાળકો એ જેની તરફ ઈશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈ ને બેસેલી હતી,
'સોરી આન્ટી, થોડો વાધારે જોર થી લાગી ગયું, તમે ટેન્શન ના લેશો હું કરાવી આપીશ તમારી બારીનું રીપેરીંગ.'
એક હાથમાં બેટ લઈ ને મારા મમ્મી પાસે આવતાં તે બોલી રહી હતી.

'માધુરી બેટા તું પણ સું છોકરાંવ સાથે છોકરાં જેવી થઈ ગઈ, કોઈ વાંધો નહીં થઈ જશે પણ થોડું સાચવી ને રમજો.' કહેતાં મમ્મી અંદર આવી ગઈ.

હું બારી માંથી જોઈ રહ્યો,
બધા બાળકો તેને થેંક યું કહી રહ્યાં હતાં અને તે હસતી હતી, હું સમજી ગયો કે બોલ તેને ન્હોતો ફટકાર્યો. બાળકો ને મમ્મી ના ગુસ્સા થી બચાવવા માટે પોતાના પર લઈ લીધું.

હું વિચારી રહ્યો કે કેવી છોકરી છે!
સવારે બધા બાળકો ને પ્રોમિસ કરેલું માટે તે રમી પણ અને પોતાની ભૂલ ન હોવા છતાં પોતે સ્વીકારી લીધી.

.........

'આંટી, કઈ સબ્જી બનાવાની બોલો, હું સમારી આપું.'
મારા કાન માં કિચનમાંથી આવતા શબ્દો એ પ્રવેશ કર્યોને મારી ઊંઘ ઊડી, બુક મોં પરથી હટાવી મેં જોયું તો સાંજ ના સાત વાગ્યા હતા,
કોણ હશે જેની સાથે મમ્મી વાતો કરી રહ્યાં છે!

હું આંખો ચોળતો બહાર આવ્યો.
મેં જોયું માધુરી રસોડામાં હતી, મમ્મી ને મદદ કરી રહી છે.
'આંટી આ તમારો દીકરો ચિરાગ છે ને?' મારા તરફ જોતાં તેને મમ્મી ને પૂછ્યું.

'હા, બેટા એ જ છે. રીડીંગ માટેની રજાઓ માં આવેલ છે.
ચિરાગ, આ માધુરી, આપણી સામે જ રહે છે, મેં તને કહેલું ને એના વિસે.' મમ્મી એ ઓળખાણ કરાવી.

'હાઈ ચિરાગ, હાવ્ઝ યોર સ્ટુડિઝ ગોઇંગ!' માધુરી મારી તરફ હાથ ઉંચો કરતાં બોલી.

'બરાબર ચાલે છે.' મેં કહ્યું.

'તારે કોઈ મદદ ની જરૂર હોઈ તો કહેજે. હું પણ એમ બી એ મા ગોલ્ડ મેડાલીસ્ટ છું.'
'ઓહ વાવ, તો તો હું તમારી મદદ જરૂર લઈશ.'
કહેતો હું ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો.

જાણે પોતાનું જ ઘર હોય એમ તે મમ્મી ની મદદ કરી રહી હતી. એકપછીએક બધું પોતેજ કરી રહી હતી મમ્મી તો બાજુ માં ઉભા જોઈ રહ્યા, તેના ભાગે કંઈ આવતું જ નહોતું.

ખરેખર કેવું આકર્ષક વ્યક્તિત્વ છે!
તેના વાણી વર્તન કે વ્યવહાર જોઈને કોઈ ના કહી શકે કે તે કલાસ વન ઓફિસર છે.
હું અપલક એની સામે જોઈ રહયો હતો ને અચાનક અમારી નજર મળી ગઈ, હું નીચું જોઈ ગયો.

'બાય ધ વે, તું સામાં એમ બી એ કરે છે?' માધુરી એ પૂછ્યું.

'ફાઇનાન્સ માં.' મેં કહ્યું.

'અકાઉન્ટસ બરાબર ફાવે છેને?'

'હા, થોડું ટફ છે, પણ વાંધો નહિ આવે.'

'કોઈ પણ પ્રૉબ્લેમ હોઈ તો મને કહેજે, અકાઉન્ટસ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. ઓકે'

'છેલ્લો સમય છે, અત્યારે મહેનત કરી લેશે તો રિઝલ્ટ સારું આવશે, અને જોબ પણ સહેલાઇ થી મળી જશે.'

એમણે પણ વડીલો ની જેમ સલાહ આપવાનું ચાલુ કર્યું!


********