પ્રથમ રેસ્ટોરન્ટમાં ટેબલ પાસે જઈને કહે છે તમે અહીં ??
સામેથી કહે છે, તુ તો બહાર જવાનો હતો ને કામથી ??
પ્રથમ : એ માટે તો આવ્યો છું. મને પણ કાઈ સમજાયુ નહી અને તે શ્લોક ની સામે પ્રશ્નાર્થ નજરે જુએ છે.
પ્રથમ એક વાત કહુ , કૃતિ એ જ વિશ્વા છે...!! હવે તને બધી વાત સમજાઈ ગઈ ??
પરી : શુ કહો છો શ્લોકભાઈ ?? તમે કાલે કેમ કહ્યું નહી ??
શ્લોક : સોરી. મે તમને કાલે કહ્યું નહી. પણ હુ એના માટે કોઈ જોખમ નહોતો લેવા માગતો. હુ પહેલા તમારી આ માટે શુ વિચારણા છે એ જાણવા માગતો હતો.
બાકીના બધાને તો કંઈ સમજાતુ નથી. બધા એકબીજાની સામે જોઈ રહ્યા છે.
નીર્વી : કૃતિ અને શ્લોકભાઈ તમારૂ શુ રિલેશન છે ??
શ્લોક : ભાભી હુ તમને લોકોને બધુ જ કહુ છું. પણ એક વાત પ્લીઝ ધ્યાન રાખજો કે જે પણ નિર્ણય કરો તે વિચારી ને કરજો આખરે કોઈની જિંદગી નો સવાલ છે. કૃતિ એ મારી બહેન છે. અને તે કૃતિ ની બધી જ અત્યાર સુધીની વાત કરે છે.
બધા તો એકદમ આઘાત પામે છે કે કૃતિ સાથે આટલું બધું થઈ ગયું છે.
અને ખાસ તો નિસર્ગ તને તારા કિડનેપિગ પાછળ ખરેખર કૃતિ નહી પણ તેના એ ધંધાદારી મમ્મી પપ્પા હતા. એ લોકો પોતે ડાયરેક્ટ ના પકડાય માટે તેના નામની જ બધાને ખબર પડે એ રીતે કહેતા હતા.
નીર્વી : પણ કૃતિ તો હમણાં આવુ છું કહીને ગઈ હતી હજુ આવી નહી.
શ્લોક : તે બહાર જ છે પુજા સાથે. પણ આટલું બધુ થયા પછી તેની તમારા બધા સાથે આખો મેળવવાની હિંમત નથી.
તમને લોકોને જ પ્રથમ આ વાત કરવાનો વિચાર તેનો જ હતો. તેને જ કહ્યું હતુ કે એ લોકો બહુ સમજુ અને લાબું વિચારી ને કોઈ પણ નિર્ણય લેશે. અને આખું ઘરને એક માળામાં ગુથી રાખનાર એ લોકો જ છે. પરી, સાચી, અને નીર્વી.
એ લોકો જો એક વાર આ સમજશે તો કોઈને પણ સારી રીતે સમજાવી શકશે. એટલો તેનો તમારી સાથે રહ્યા પછી અનુભવ થયો હતો.
શ્લોક : અને ખાસ નિસર્ગ તુ બહુ હેરાન થયો છે આ માટે. તને એના તરફથી ખરેખર સોરી. અને અત્યારે તુ એનો જેઠ છે એટલે તારો નિર્ણય આ માટે બહુ મહત્વ નો છે.
નિસર્ગ : એ તો બધુ સમય અને સંજોગોવશાત થયું કંઈ નહીં. હવે જો ખરેખર આ ઘરમાં સારી રીતે વહુ બનીને જ રહેવા માગતી હોય તો આપણે શાંતિથી નિર્ણય કરવો પડશે.
શ્લોક : આ વાત ની નિહાર ને કેવી રીતે વાત કરીશું ?? તમને તો કદાચ થોડીઘણી પણ ખબર હતી.
સાચી : મારા મતે તો એને વાત કૃતિ જ કરે તો સારું. કોઈ પણ સારી કે ખરાબ વાત કોઈ બીજા ધ્વારા ખબર પડે એના કરતાં એ પોતે એકબીજાને વાત કરે તો એકમેક પર વિશ્વાસ જળવાઈ રહે છે.
પરી : જો આપણે વાત કરીશું તો કે શ્લોકભાઈ પણ કરશે તો તે પહેલાં તો વિશ્વાસ જ નહી કરે અને આપણા પર ગુસ્સે થઈ જશે અને પછી સાચી હકીકત પછી તેને એવુ લાગશે કે તેને બીજા ધ્વારા ખબર પડી.કૃતિ એ ડાયરેક્ટ ના કહ્યું એને નિહાર પર એટલો પણ વિશ્વાસ નથી એવુ લાગશે.
નીર્વી : સાચી વાત છે અને છતાં નિહાર ના સમજે તો આપણે તો છીએ જ ને.
સાચી : હુ કૃતિ ને પહેલાં અંદર બોલાવુ છું બધા તેની સાથે પ્લીઝ પહેલાં જેવુ જ વર્તન રાખજો.
બધા હા કહે છે. અને પછી કૃતિ અને પુજા અંદર આવે છે.
કૃતિ પહેલાં આવીને આખોમાં આસુ સાથે બધાને સોરી કહે છે.
નિસર્ગ : પહેલાં તુ અહીં બેસ. અમારા ગભરાવાની કોઈ જરૂર નથી. અમને બધી ખબર પડી ગઈ છે બધી વાતની. તારા દુઃખના દિવસે હવે પુરા થયા હવે તુ કોઈ વાતની ચિંતા ના કર.
નીર્વી : પણ હવે નિહાર ને બધી વાત રાત્રે તુ કરજે. બાકીનું બધુ અમે સંભાળી લઈશુ.
કૃતિ : પણ એ ગુસ્સે થઈ જશે તો ?? મને ના પાડી દેશે તો હુ ક્યાં જઈશ?? હુ હવે નિહાર કે તમને કોઈને પણ ખોવા નથી ઈચ્છતી અને એ નર્કમાં ફરી ધકેલાવા નથી ઈચ્છતી.
શ્લોક : તુ ચિંતા ના કર . પોઝિટિવ વિચાર. કંઈ જ નહી થાય અમે બધા જ તારી સાથે છીએ.
કૃતિ : સારૂ આજે રાત્રે જ હુ તેની સાથે વાત કરીશ. પણ પ્લીઝ તમે લોકો ત્યાં જ બહાર રહેજો. કારણ કે આજ સુધી મને બધાને કેમ છેતરવા એ જ શીખવા મળ્યું છે પણ પોતીકા ને મનાવવાનુ કામ પહેલી વાર કરવાનું છે.
બધા કૃતિ ને ઓલ ધી બેસ્ટ કહીને ઘરે જાય છે....
* * * * *
રાત્રે જમવાનું પતાવી ને બધા રૂમમાં સુવા જાય છે. વાસ્તવમાં આ લોકો તો જાગતા જ હોય છે.
કૃતિ તેના રૂમમાં જઈને નિહાર પાસે બેસે છે. નિહાર આજે કંઈ રોમાન્સ ના મુડમાં હતો.તે કૃતિ ને પકડીને પહેલાં હગ કરીને એક કીસ કરી દે છે.
કૃતિ કહે છે પ્લીઝ મારે તારી સાથે એક બહુ મહત્વ ની વાત કરવી છે બકા.
નિહાર : તારાથી મહત્વની મારા માટે કોઈ મહત્વની વાત નથી કહીને તેને ચુપ કરાવીને કૃતિ ના હોઠ પર તેના હોઠ રાખી દે છે....
શું કૃતિ નિહારને બધુ વાત જણાવી શકશે ??? નિહાર તેનુ કંઈ સાભળશે આજે ???
જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -28
next part .......... release soon...........................