birthday gift books and stories free download online pdf in Gujarati

જન્મદિવસની ભેંટ - જન્મદિવસ

શાલિનીના ફોનમાં અચાનક વોટસએપ ના નોટીફિકેશન આવવા લાગ્યા. એ નોટીફિકેશન અજાણ્યાં નંબર પરથી ટપટપ પડતા મેસેજનો હતા. શાલિની ને નવાઇ લાગ્યું કે મારા નંબર પર આ અજાણ્યાં માણસ નો મેસેજ. આ અજાણ્યો નંબર છે કોનો?

શાલિની એ વોટ્સએપ ખોલી ને જોયુ તો એક છોકરાનો મેસેજ હતો. શાલિની એ મેસેજ ખોલી ને જોયું તો તેને પોતાનો પરિચય આપ્યો કે તે કોણ છે.

Hi.....
I am Suhas.
Your senior.
You're my junior, am I right?
If I messed you up, did you have any problem?

આવાં જ કઈક મેસેજ શાલિનીના વોટ્સએપ માં પડ્યા હતા. હવે શાલિની શું જવાબ આપે એ વિચારમાં ખોવાય ગઈ. શું જવાબ આપું એના ચક્કર માં જવાબ કઈ ના મળતા પછી એક જવાબ આપ્યો "કાલે વાત કરું".

આવાં સંજોગો શાલિની ને રાતે નીંદર ના જ આવે એ તો સ્વાભાવિક છે. કેમ કે શાલિનીના ગમતા વ્યક્તિનો મેસેજ જો આવ્યો હતો.

આમ તો સુહાસ શાલીનીનો સિનિયર હતો પણ શાલિની એ કોઈ દિવસ જોયેલો નહિ, ખાલી નામ જ સાંભળેલું. આજે શાલિની એ સુહાસને જોઈ પણ લીધો.

આ બાજુ સુહાસ પણ ખુશ હતો કેમ કે શાલિની એ સુહાસ નો મેસેજ જો વાંચ્યો હતો. "કાલે વાત કરું" આ ની ખુશી માં કાલ નો ઇંતેઝાર કરવા લાગ્યો.

સવારે ઉઠતાની સાથે સુહાસ નો ગુડ મોર્નિંગ નો મેસેજ હતો. આ મેસેજ જોઈ ને શાલિની ખૂબ જ ખુશ થઈ ને ગુડ મોર્નિંગ નો રિપ્લે આપે છે. બસ આટલી વાત સાથે જ બન્ને ની વાત અટકે છે.

થોડાક દિવસ બન્ને નું આમ ચાલ્યું, પછી તો બંને ની ટાઇમસર વાત થતી અને બન્ને ની સારી પણ ખટ્ટીમીઠી દોસ્તી થઈ ગઈ.

વેકેશન પૂરું થતાં ની સાથે જ બન્ને કોલેજ જવાનું શરૂ કરી દીધું.

એક દિવસ બન્યું એવું કે શાલિની કોલેજ જઈ રહી હતી. શાલિની ની આગળ સુહાસ હતો એ બાબત નો ખ્યાલ શાલિની ને ન હતો. અચાનક સુહાસ ના પગ ની છાપ પર જ શાલિની ના પવ ની છાપ પડતાં ની સાથે જ દિલ ની ધડકન ખૂબ જ વધવા લાગી. તે વિચાર કરવા લાગી કે મારી જોડે શું થાય છે? ત્યાં જ કોલેજ આવી ગઈ અને ધડકન સામાન્ય બની ગઈ. સુહાસ જેવો ક્લાસ માં જાઈ છે ત્યાં જ શાલિની ભાળી જાય છે અને તેના સવાલો નો જવાબ મળી ગયો.

બન્ને ની ખટ્ટિમિટ્ઠી દોસ્તી પ્રેમ માં બદલાઈ ગઈ. આ બાબત ની બન્ને ને જાણ પણ ના રહી. આમ કોલેજ ના 1.5 વર્ષ પુરું કર્યું.

સુહાસ હવે છેલ્લા(3) વર્ષ માં અને શાલિની 2 વર્ષ માં હતી.પહેલી વાર શાલિની ગર્લફ્રેન્ડ બન્યા પછી સુહાસ નો બર્થડે આવી રહ્યો હતો.

આખરે એ દિવસ આવી ગયો. સુહાસ નો બર્થડે. શાલિની એ 12 ને બદલે 1 વાગ્યે વિશ કર્યું, કેમ કે એ જાણતી હતી કે એના બધા ફ્રેન્ડ ના મેસેજ આવતા હશે એટલે તે તેમાં વ્યસત હશે. 1 વાગ્યે શાલિની મેસેજ કરે છે તો પણ એમાં રિપ્લે નહિ, છત્તા 15 મિં પછી ખાલી મેસેજ વાંચ્યો રિપ્લે ના આપ્યો.

આમ બન્યા પાછી શાલિની ખૂબ વિચારો કરે છે કે સુહાસ મારી સાથે આવું કેમ કરે છે?, એટલે તે ફોન સ્વિચ ઓફ કરીને સુઈ જાય છે.

સવારે ઉઠીને જોયું તો પણ રિપ્લે ન હતો એટલે શાલિની આખી વાત સમજી ગઇ. આખો દિવસ જ્યારે ટાઈમ મળે ત્યારે વિચારો માં ખોવાય ગઈ.

રાતે શાલિની ઓનલાઇન થઈ, જોયું તો સુહાસ પણ ઓનલાઇન હતો છતાં પણ શાલિની ના મેસેજ નો રિપ્લે નહિ એટલે ફરી એક મેસેજ કરે. "સુહાસ તારે બર્થડે ગિફ્ટ જોતું છે?"આ મેસેજ સાથે તરત જ રિપ્લે આવે ,"હા".

"તારા બર્થડે ગિફ્ટ પર હું તારી જોડે બ્રેક અપ કરું છું. તું તારી ગર્લ ફ્રેન્ડ સાથે ખુશ રેજે . મને ખબર પડી ગઈ કે તારે ગર્લ ફ્રેન્ડ છે , તેથી હું તને મારા પ્રેમ માંથી છૂટો કરું છે."

બસ આટલું કહીને સુહાસ ની વાત સાંભળ્યા વગર બ્લોક લીસ્ટ માં નાખી દે છે અને સુહાસ ને એના બર્થડે પર બ્રેક અપ ગિફ્ટ મળે છે.

શાલિની કંઈ પણ સમજ્યા વગર તેની સાથે વાત કરતી નથી. ડાયરેક્ટ એક્ઝામ દેવા જ કૉલેજ જાય છે. એક્ઝામ પત્યા પછી સુહાસ ને કૉલેજ ના 3 વર્ષ પૂરા થતા તે જતો રહ્યો. શાલિની હજુ તેના બ્રેક અપ ના વિયોગ માંથી નીકળી ન હતી, કેમ કે તેનો ટાઇમપાસ જેવો લવ ન હતો પણ એકદમ સાચો પ્રેમ હતો .

હવે તો શાલિની ને પણ કૉલેજ ટાઈમ પૂરો થઈ ગયો અને સારી એવી જોબ કરવા લાગી. રવિવાર ના દિવસે અચાનક મહેમાનો આવી ચડે છે. શાલિની ની સગાઈ માટે.

સુહાસ સાથે પોતાના સંબંધ ની વાત પોતાના પરિવારને ન કહેવાનું ઉચિત સમજી અને સગાઈ માટે હા પાડી દે છે કે મને આ સગાઈ મંજૂર છે. શાલિની એ છોકરો જોયા વગર જ હા પાડી દીધી.

બન્ને પરિવાર ની મંજુરી થી સગાઈ કરવા આવેલ છોકરો શાલિની ના પરિવાર ને મળવા આવે છે. શાલિની પાણીના ગ્લાસ સાથે રસોડા માંથી નીચું મોં કરી ને આવે છે, અને પાણી આપવાની સાથે બન્ને નજર એક થયા ની સાથે પોતાના ભૂતકાળમાં વિસરી પડ્યા.

આ સાથે સગાઈ કરવા આવેલ છોકરો સુહાસ શાલિની ને એનો બર્થડે વિશ કરે છે અને બર્થડે ગિફ્ટ પર શાલિની સાથે ના પૂરા જીવન નો સાથ આપે છે.

શાલિની તેના પરિવાર સામેજ સુહાસ ને પોતાના હાથ થી ગાલ પર મારવા લાગે છે અને પછી બાથ ભીડીને રડવા લાગે છે.

સુહાસ પોતાના બર્થડે પર આવો વ્યવહાર કરવાનું કારણ પણ કહે છે કે, "મારા ફેમિલી એ તારા ફેમિલી સાથે આપના બન્ને વાત કરી જ લીધી હતી, હું તો તને રૂબરૂ thank you કહેવા માટે આવતો હતો ત્યાં જ તે..."

આમ જોતાની જ સાથે એક ના બર્થ ડે પર બ્રેક અપ થી લઇ ને સગાઈ ના દિવસો આવી ગયાં.

જ્યાં સાચો પ્રેમ હોય ને ત્યાં પરીવાર પણ સાથ આપે જ છે.

- કાતરીયા વૈશાલી "વૈરીયા"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED