પહેલો પ્રેમ Vaishali Katariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો પ્રેમ

         આખરે એ દિવસ આવી ગયો , જ્યારે માહી અમદાવાદ થી કચ્છ આવી રહી હતી. પોતાના ભૂતકાળ ને ગોતવા. ત્યાં પોતાની બાળપણ ની યાદો , યુવાનીનો એ ઉમળકો બધું અહીં કચ્છના અંજાર ના એક નાનકડા ગામમાં થયો હતો. તે ભલે એક નાનું ગામડું હોય પણ તે શહેર થી કંઇ ઓછું ન હતું.

      પોતાના પહેલી નજર ના પ્યાર જોડે લગ્ન કરી ને માહી અમદાવાદ જતી રહી હતી. લગ્ન પછી  પહેલી વાર માહી પોતાના પિયરમાં એકલી જઈ રહી હતી. આર્યન આજ માહી જોડે ન હતો. જોકે લગ્નના 6 મહિના પછી આર્યન ક્યારે માહી જોડે બહાર ગયો જ નહિ. જ્યાં હોય ત્યાં માહી ને એકલું જ જવું પડતું. આમ માહી નું જીવન તબાહ ના આરે જ હતું.

       આ વખત માહી પોતાના પિયરમાં હમેંશ ને માટે જઈ રહી હતી, એ પણ આર્યન ને કહ્યા વગર. હમેંશ ને માટે પોતાના પતિ અને સાસરિયું છોડી ને. 

       રસ્તા પર પોતાના ભૂતકાળ ને વાગોળતી હતી ત્યાં જ આર્યન ના ફોન પર ફોન અને મેસજ આવ્યા લાગ્યા. પણ બેધ્યાન બનેલ અને આર્યન પ્રત્યેય નફરત ની ચિનગારી જલતી જ હતી એટલે માહી એ ફોન સ્વિચ ઓફ કરી ને મૂકી દીધો અને અનેક અનંત વિચારો માં ખોવાઈ ગઈ....

       આખરે પોતાના પિયરમાં પહોંચી અને કહ્યું કે થોડાક દિવસો રોકવા આવી છું, અમદાવાદ થી કંટાળી ને. આમ 15 દિવસ પોતાના પિયરમાં પસાર કર્યા.

        15 દિવસ પછી જાણ કર્યા વગર આર્યન માહી ને તેડવા તેના સાસરિયાં મા જાય છે. માહી એ બાબત પોતાના પરિવારને બતાવતી નથી. આખરે  મજબૂરી માં માહી ફરી આર્યન સાથે અમદાવાદ જતી રહે છે. રસ્તા માં મોઢું ચડાવેલ અને ગુસ્સાથી લાલ પીળી થયેલ માહી સીટ પર બેઠી હતી પણ આર્યન ની એ પ્રેમ ભરેલ આંખ ની નજર માહી ના ચહેરા પર જ હતી. તે એકીટશે જોય રહ્યો હતો.

        આર્યન આજે ફરી એ નજર થી માહી સામે જોઈ રહ્યો હતો . પણ માહી કહી બોલી શકતી ન હતી. આમ આર્યન ની પ્રેમ થી છલકાયેલ આંખો એ માહી નો બધો ગુસ્સો ઉતારી દીધો. બન્ને એકબીજા સાથે વાત કર્યા વગર પણ આંખો થી કરેલ વાત સાથે બન્ને અમદાવાદ પહોંચે છે.

        માહી અને આર્યનનો પહોંચતા જ, 5 -6 દિવસ પછી ફરી બન્ને એકબીજા સાથે ઝગડા શરૂ કરી દીધો. આર્યન માહી ને કઈ કમી પડવા દેતો ન હતો પણ એક વસ્તુ જીવનની અમૂલ્ય હતી એ હતો સમય.... તે માહી ને સમય આપતો નહિ.  આ બાબતે માહી ખૂબ ઉદાસ રહેતી.

     માહી ને વિચાર આવ્યો કે મેં જે આર્યન ને પસંદ કર્યો તે આ નથી..આર્યન મારાથી કંઇક છૂપાવે છે. મારે તે ગોતવું પડશે. આખરે માહી આર્યન પર શક કરી ને આર્યન ની બધી વસ્તુ તપાસે છે..આખરે તેને એક બેગ માંથી થોડાક છુપાવેલા રિપોર્ટ મળે છે અને એક ડાયરી પણ..

    તે ડાયરી ના પાના આર્યન ના જીવનનું રહસ્ય  હતું . ડાયરી ના પેજ વાચતા જ માહી ના આંખ માંથી આંસુ ની ધાર વહી નીકળી .  રિપોર્ટ મુજબ આર્યનને બ્લડ કેન્સર હોય છે અને માહી ને સમય ન આપવાનું કારણ તેના વગર માહી ના આગળ ની જિંદગી સવારવાનું હતું..

      સાંજે આર્યન કામેથી પાછો આવે છે. માહી ખબર પડવા દેતી નથી કે તેની બીમારી ની  જાણ તેને પડી ગઈ છે. માહી ને પોતાની ભૂલ પણ સમજાય ગઈ એટલે આર્યન જોડે ઝગડો પણ નથી કરતી. હવે બન્ને ની જિંદગી  એકબીજાના પૂરક માં હતી.

       આમ ને આમ આર્યન ની સારવાર પણ શરૂ થઈ ગઈ હતી. હવે બન્ને ના લગ્ન ને 10 વર્ષ પૂરા થવાના હતા. આર્યને કોઈ વખત 10 વર્ષ માં ના તો માહી નો અને ના તો પોતાનો કોઈ પણ ખાસ દિવસ ઉજવ્યો  હતો. પણ 10 વર્ષ માં પહેલી વાર આર્યન માહી સાથે પોતાના લગ્ન ની વર્ષગાંઠ ઉજવી રહ્યો હતો એટલે માહી ને બધી ખબર પડી ગઈ પણ હજુ આર્યનને ખબર ન હતી કે બધી હકીકત ને માહી ને ખબર પડી ગઈ.

          પોતાના લગ્ન વર્ષગાંઠ સમયે માહી પોતાના પતિ આર્યન ને એક ભેટ આપવાની હતી . આ પ્રસંગ માં માહી અને આર્યન ના બધા મિત્રો સહિત પોતાના સગા સંબંધી ઓ પણ હતા. પણ કનસીબે તે ભેટ આર્યન ને આપી શકી નહિ.

     આમ પાર્ટી પુરી થતાં જ આર્યન માહી આગળ જઈ ને માફી માંગે છે, મેં તને કોઈ દુઃખ આપ્યું હોય કે ભૂલ કરી હોય તો માફ કરી દે.. આમ કહી આર્યન રડવા લાગ્યો. આર્યન ને સંભાળતી માહી પણ હવે આર્યન આગળ રડવા લાગે છે..માહી ને ખબર હોય છે કે આર્યન ના આ છેલ્લા દિવસો હોય છે એટલે આર્યન ને સચ્ચાઇ બતાવી વધારે દુઃખ આપવા ઇચ્છતી ન હતી.

        આખરે 5 દિવસ ની અંદર જ આર્યન મૃત્યુ પામે છે .  હવે એકલતા નો વિયોગ માહી પણ સહી શકતી નથી. બસ તેના વિચારો માં તેની આર્યન સાથે થયેલ ભૂલો જ દેખાતી હતી. આખરે તે પણ 6 મહિના ની અંદર આર્યન ના વિયોગ માં હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે.

        આમ બંન્ને પહેલા પ્રેમ થી લઇ ને છેલ્લા પ્રેમ સુધી સાથ તો આપે છે પણ..વચ્ચે થોડીક મૂંઝવણ થઈ ..........
  
       આમ માહી મૃત્યુ ના દ્વારે ઊભી  જ હતી કે ત્યાં બસ કંડકટરે એક જોર થી વિસલ મારી અને માહી પોતાના અદયનીય સ્વપ્ન માંથી બહાર  આવે છે અને એક હાશકારો અનુભવે છે...

       બસ માંથી નીચે ઊતરતાં જ માહી આર્યનને ફોન કરી ને કહે છે, હું મારા પિયર માં થોડાક દિવસો રોકવા આવી છું . પછી હુ પાછી આવતી રહીશ. આમ એક સ્વપ્ન એ ફરી આર્યન અને માહી ની જિંદગી બચાવી લીધી ...
      
✍•.¸♡[_Vaishu_ ]♡¸.•

- કાતરીયા વૈશાલી "વૈરીયા"