Premni Abhivyakti books and stories free download online pdf in Gujarati

પ્રેમની અભિવ્યક્તિ

(મારા અનંત પ્રેમની લાગણીઓને અભિવ્યક્ત કરવા દોટ મૂકી ગયો,પરંતુ એ મને નજરઅંદાજ કરી આગળ વધી ગઈ.)

(એક પળમાં લાગણીઓની વમળોમાં ગૂંથાયેલો,અશ્રુભીની આંખો ભરી રસ્તા પર દોટ મૂકી.

દુનિયાની અસમંજસથી સંડોવાયેલો જાત-ભાત ભરી જાકમજાળથી દૂર નીકળી ગયો હતો.

મનમાં હજારો પ્રશ્નો જાગ્યા અને લાખ નફરત છલકાઈ હતી આ લાગણીઓના ખેલ ભર્યા સંબંધો થકી.

ખૂદથી દૂર ભાગતા એટલો દૂર પહોંચી ગયો હતો કે એની વાસ્તવિકતાને પાછળ મૂકી ગયો.)

થંભી ગયો,
મંદ મંદ લહેરાતા વાયરાએ મારા અશ્રુ લૂછયાં.
વૃક્ષોની પેલેપાર થી આવતી એ સોનેરી કિરણોએ જાણે મારા માનસપટ પર પ્રકાશ રેળાવ્યો,
મધૂર કલરવનો સ્વર મારા હૃદય-મનને શાંત કરી રહ્યો હતો,
કળ-કળ વ્હેતું ઝરણું અપાર ભાવનાઓને વહોવી રહ્યું,
પ્રકૃતિએ રચેલુ આ અદ્ભૂત દ્રશ્ય મારી અંતઃલાગણીઓના વમળને ઓજળ કરી ગયું.

"અંશ....!?...."

(સ્તબ્ધ બની ગયો!.મારા નામનો આ સ્વર!?)

"મને માફ કરીશ.??..."

(એનો જ સ્વર!.પણ અહીંયા?
સ્વર ભીંતો ફર્યો..)

"પૂર્ણા..!!??...."

(નઝરની સામે હતી એ.
અસમંજસ ભરી વમળો ફરી છલકાઈ પણ,
અવાક બની રહ્યો.)

"અંશ,હું તને કયારેય સમજી નહોતી શકી.
પણ આજે મારી અંતરાત્માએ એક અવાજ આપ્યો જેમાં નામ તારું ઉઠ્યું."

(બેબાકળો બની રહ્યો હતો.મારું રોમ રોમ એના પ્રેમનો સ્વીકાર કરવા અધીરાઈ તો કરી રહ્યું હતું પરંતુ,
એક નફરત ઉભરાયેલ હતી એ લાગણીઓના સંબંધોની.)

"ના પૂર્ણા.
આજ મારી પાસે તારા કોઈપણ શબ્દોનો મોલ નથી."

"હા,હું જાણું છું.
પરતું હું ત્યારે અજાણ હતી તારી એ લાગણીઓના વ્હેણ થી."

"તો પછી કદાચ તને એ પણ ખબર નહીં હોય કે એ ઝરણાને કેવી રીતે સમાવ્યું હશે મારા અંતરમાં?"

"એનો જ પૂર્ણ ભાસ થઈ રહ્યો છે,
તારો અનંત પ્રેમ મને આતુરતાથી અહીં લઈ આવ્યો છે."

"સમય અને સંયોગ સાથે હોત ને પૂર્ણા,
તો આજ હું આ તલબનો આદી ન હોત."

"અખૂટ ઝરણું બાંધ્યું હતું ને મારા પ્રેમનું?,
તો શા માટે તું પણ એ સ્ત્રોત વહોવી ના શક્યો?."

"આ નિરંતર વ્હેતા ભાવની તું વાત કરે છે પૂર્ણા!?,
હકીકત તો એ છે કે તે ક્યારેય એવી નઝર જ નથી કેળવી કે મારા મનોવંટોળને તું એક પળ માટે પણ ભાંસી શકે."

"તારા આ જ મનોવંટોળે મારી ભીતિ કરાવી છે અંશ!"

"તારી ભીતિ છતા વ્યથિત છું,
ખૂદ થી કે તારા થી? એ નથી જાણતો."

"હું પણ વ્યથિત જરૂર છું કે તારી લાગણીઓની અસમંજસને અનુભૂત ના કરી શકી પરંતુ,

ભાસુ છું તારી હરેક વ્યથાને આજે,
સંભળાય છે હરેકપળ તારા આ અબાક બનેલા સ્વર;જે તરસી રહ્યા છે ત્રાડ પાડવા,
જીવંત કરી દે છે તારા હૃદયના ધબકારા મને અને ઓજળ બુંદો રેળાવી દે છે તારી લાગણીઓની અનુભૂતિના અશ્રુ મારી આંખોમાંથી."

"દોટ મૂકી આવ્યો હતો એવી હરેક અંતરાભીતિથી કે જે ક્ષીણ કરી રહેતી મને તારા પ્રેમની અભિવ્યક્તિમાં."

"કદાચ તું એ જ ઓજળ બૂંદો રેળાવવા આવ્યો હતો ને તારા અપાર અનુભૂતિના ઝરણાની?"

"એ જ આ 'કદાચ!' ને તું ચંદપળો પહેલા જ સમજી શકી હોત.!"

"પણ અંશ,
મારી પાસે એ પળ જ નહોતી આવી."

(જેટલો દૂર પહોંચી આવ્યો હતો એ પળોથી,ફરી એ પળ મેળવીને જાણે મારું અંતરમન પ્રફુલ્લિત થઇ બેસ્યું અને એના પ્રેમનો સ્વીકાર કરવાની અધીરાઈ બોલી ઊઠી)

"હવે તો છે ને!?"

"હા અંશ હા!,
આજ પળ છે મારી પાસે તારા પ્રેમનો સાક્ષાત્કાર કરવાની.એક પળને પળવારમાં ગુમાવવાની ભૂલ કરી ચૂકી છું."

"પૂર્ણા,
આજ પછીની બધી જ પળોમાં બસ તને જ અંતરક્ત કરવા માગું છું,શું મારી આ બધીજ પળોનો સમય બની શકીશ?..."

[અંશ....... અંશ......અંશ.........]
(દૂરથી સ્વર ગુંજયા.મારા મીત્રો મારી તરફ આવી રહ્યા હતા...)

"અંશ... અંશ..."
(શ્વાસોશ્વાસ થંભ્યા વગર)

"તને લાખ કોશીશથી રોકવાના પ્રયત્નો કર્યા હતાં.પરંતુ તું પૂર્ણાને તારા પ્રેમને અભિવ્યક્ત કર્યા વગર ત્યાંથી દોટ મૂકી ગયો અને પૂર્ણા.."

"શું પૂર્ણા...?"

"પૂર્ણાના ત્યાંથી આગળ જતાં જ,
એક ગંભીર અકસ્માતની ભોગ બની ગઈ...."

(પાછળ ફરી જોયું તો પૂર્ણા...!!??)

(..અને હું અવાક..........

✒️?હાર્દિકસિંહ બારડ

બીજા રસપ્રદ વિકલ્પો