લવ કોમ્પ્લીકેટેડ (8) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ કોમ્પ્લીકેટેડ (8)

ભાગ- 8


એમણે મારા માથા પર હાથ ફેરવ્યો,
મને લાગ્યું મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે.
મને મારી ભૂલ સમજાઈ રહી હતી.

માધુરી,
મમ્મી મારો સંબંધ બીજે નક્કી કરવાનું કહે છે,
હું કેમ કરી શકું! હું તો તમને જ ચાહું છું.
હવે હું સું કરું એ જ નથી સમજાતું!
મારાથી મમ્મી ની ઉપરવટ જઈ ના શકાય અને તમારા વગર રહી ના સકાય.

રહેવું પડે ચિરાગ,
હંમેશા આપણે જે જોઈતું હોય એ બધું મળી જ જાય એવું નથી હોતું. આંટી સમજી ગયાં હશે કે આપણું કંઈ જ ન થઈ શકે.

જો ચિરાગ, હું પણ તને પસંદ કરું છું, કદાચ એ પ્રેમ પણ હોઈ શકે, તને એક સારો મિત્ર તો માનું જ છું.
પણ આનાથી વધારે આપણા સંબંધનું કોઈ ભવિષ્ય જ નથી.
તું એ બધું ભૂલી જા. તે મને સમજાવતાં બોલી.
જીવનમાં સમાધાન કરવું જ પડે. હું પણ કરી જ રહી છું ને!,
મને લાગ્યું તેના શબ્દો માં જે ભાવ હતો એ સમજવા હું હજુ કાચો છું.
કસમ ખા, બીજી વખત આવું પગલું નહી ભરે! મારો હાથ પોતાના માથે રાખતાં બોલી.
તમારી કસમ, હવે એવો વિચાર પણ નહીં કરૂં.

તે મને સમજાવી ઘરે લઈ આવી, હું અંદર આવ્યો ત્યાં સુધી એ મને જોતી રહી.

ચિરાગ, ક્યાં જતો રહેલો સવાર સવાર માં બેટા?, મમ્મી એ પૂછ્યું.

સું જવાબ આપું!
મમ્મીના પ્રશ્નએ મને અંદર સુધી હચમચાવી નાખ્યો. મમ્મી સાથે આંખ મેળવવાની પણ હિંમત નહોતી થતી.

થોડું વોક કરવા ગયેલો, એટલું બોલી બાથરૂમમાં જઈ સાવર નીચે ઉભો રહી મારાં આંસુઓ ને પાણી સાથે વહાવી નાખવા ની નકામી કોશિશ કરતો રહ્યો.

મમ્મી નો અવાજ સંભળાયો,
જલ્દી બહાર આવજે, નાસ્તો તૈયાર છે અને મહેમાનો આવે ત્યાં સુધીમાં મારે બધું કામ પતાવવાનું છે.

..........

મહેમાન આવ્યાં, અહીંતહી ની વાતો થઈ.
મેં પારુલને જોઈ, તે સુંદર હતી,
મારું બનાવટી સ્મિત અને શુષ્ક ચહેરો જોઈ કદાચ તે મારી મનોદશા સમજી પણ ગઈ હોય.
અમે મારા રુમમાં બેસી એકબીજાં વિષે બધી વાતો કરી.
મેં માધુરી વિષે પણ બધું કહી દીધું.
તેના ચહેરાના ભાવ માં થોડું પરિવર્તન તો આવ્યું પણ તે સમજદાર લાગી.
કોઈ વાંધો નહીં,
આપણે એકબીજાં ને બરાબર જાણી લઈસું, સમજી લઈસું પછી જ આગળ વધિસું,
હું પપ્પાને વાત કરી સમય માંગીશ.
તમે ચિંતા ન કરતા હું નથી ઈચ્છતી કે આપણો સંબંધ આપણા જીવન માં બોજો બની રહે.
પારુલ ની વાતો સાંભળી મને માધુરી ની વાતો યાદ આવી ગઈ.
કદાચ એટલે જ લોકો કહેતાં હશે કે છોકરીઓ જલ્દી મોટી થઈ જાય છે.

ત્યાર બાદ અમે એકબીજાને ઘણી વખત મળ્યા,
રેસ્ટોરન્ટ માં જમવા જતાં,
પાર્કમાં બેસી કલાકો સુધી વાતો કરતાં,
ધીમે ધીમે સારાં મિત્રો પણ બની રહ્યા હતા.
પણ જે લાગણીઓ માધુરી માટે હતી તે પારુલ માટે ક્યારેય નહોતી અનુભવાતી.
પારુલ પણ એ સમજી રહી હતી, એ ક્યારેય મારા પર દબાણ લાવવાની કોશિશ પણ નહોતી કરતી.
ઘણી વખત હું ને માધુરી પણ મળતાં,
પણ પહેલાં જેટલું ખુલી ને વાતો ન કરી શકતાં, બન્ને વચ્ચે થોડું અંતર વધતું હોય એમ લાગતું.


*******

વાર્તા અંગે અભિપ્રાય આપવા વિનંતી, આપનો અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે.

કોઈ પણ ભૂલચૂક હોઈ તો સુધારી વાંચવાનો પ્રયત્ન કરશો, હું કોઈ લેખક નથી એન્જિનિયર છે.

લખવાનો શોખ હોઈ આ વાર્તા પ્રકાશિત કરેલ છે.

માતૃભારતી જેવા જ બીજા પ્લેટફોર્મ પર આ વાર્તા 10000 લોકો એ વાંચી છે મને આશા છે અહીં પણ મને સારો પ્રતિભાવ મળશે.