ઘણી વાર લાઈફ માં છે ને પોતાનું કામ પોતે ના કરતા બીજા ને કરવાનું કહ્યા કરતા હોય છે.... કારણ શું ?? મગજ કા મન ને પૂછીએ તો કે ખબર નહીં...તો કર્યું શું કામ ?? હવે આનો જવાબ મળે નહીં... શોધવાની શરૂઆત જ ના કરીએ ને ...કેમ ?? લોકોની પંચાત માં જ પડ્યા હોય તે... કોઈક ધ્યેય નક્કી કરો એટલે તરત જ એવા સંજોગો ઉભા થવા માંડે કે ધ્યેય તો ક્યાંય ખોવાઈ જાય ને રસ્તામાં ભૂલા પડી જઈએ... ધ્યેય એ એમ જાણીતી પણ અજાણી જ વસ્તુ છે.... એટલે એ રસ્તા પર એવા સંજોગો ઉભા થાય કે આપણે જાતે જ જજ બની જઈએ...આપણી બાબતમાં તો ખરા જ પણ બીજાંની બાબતમાં પણ...એમ કેવું કે અંદરથી ડર બેસી જાય કે આપણે તો અટવાયા પણ આ વ્યક્તિ ના અટવાઈ જાય...બસ આ જ વાત એનું નામ કહી શકાય કે પારકી પંચાત.... આપણે આપણું કરો... ધ્યેય ભલે બધાના સરખા હોય શકે પણ રસ્તા દરેકના અલગ હોય છે... અહીંયા કુદરત તરફથી મળેલી આઝાદી આપણે જાતે જ ખોવી નાખતા હોય છે...બની શકે આપણી જાતે જ આપણે પાંજરું તૈયાર કરતા હોય છે...અંદર જાતે જ પુરાઈ જવા માટે...એમ સિકયોર થવા માટે ..પણ રીઅલી માં તો એનો કોઈ અર્થ જ નથી... ક્યાં સુધી પાંજરામાં પુરાયેલા રહીશું ??? આકાશ ઘણું મોટું છે ... એકવાર પાંખ ખોલીને ઉડી તો જુઓ ... મજા પડી જશે...પણ પોતાની ઈચ્છાઓ ને મારી ને લાગણી ની સળિયારુપી પાંજરાની દિવાલ એટલી મજબૂત થઈ જાય કે ...યાર..!! આ પીંજરું જ સારું છે... ઉડતા ઉડતા ક્યાંક ખોવાઈ ગયા તો ??? થાકી ગયા તો ??? અટવાઈ જશું....બસ...આને જ કહેવાય ...પીછે હઠ...અરે યાર ઉડો તો ખરા...જે થશે એ જોયું જાશે....!! પણ આને આમ કેમ કર્યું ??? એ કંઈ સમજે નહીં ...એને કહેવાનો કોઈ મતલબ નથી...અરે યાર અહિયાં મોજથી જીવવા આવ્યા છે કે લોકોને સુધારવા ??? જેને જે કરવું હોય એ કરવા દો આપણે આપણું કરો ... એકવાર એક નગરમાં રાજા વેશ બદલીને ફરવા નીકળ્યા... મોબાઇલ યુગ નો જમાનો હતો... ભણતાં છોકરાઓ થી લઈ ઘરડા ડોશા ડોશી પણ તેમાં પરોવાયેલા રહેતા... બિઝી રહેતા...રાજાએ જોયું છોકરાઓ મેદાનમાં ભેગા થયા હતા...બેટ બોલ લઈને... એમાં એમનો રાજકુમાર પણ હતો...પણ બધા ઓનલાઇન મેચ જોતાં હતાં અને આને આમ રમવું જોઈએ ને આને બોલીંગ આપવી જોઈએ .... એમાં જ વ્યસ્ત હતા... રાજાએ જોયું ને વિચાર્યું ...કે આને કહેવાય પારકી પંચાત...રાજા આગળ ચાલી નીકળ્યા... ત્યાં બગીચો આવ્યો... બગીચામાં ઘરડા ડોશાઓ જુવાનીયાઓ ને જોઈ રહ્યા હતા ને અંદરોઅંદર વાતો કરતા હતા ... આમના જેવા હતા તો આપણે કેટલા હેલ્થી હતા... આમનું ભવિષ્ય ઉજ્જવળ નથી લાગતું... રાજાને થયું કે ભવિષ્ય તો આ લોકો શું કામ જોવે છે જે લોકો ભવિષ્યમાં હશે કે નહીં તે તેમને જ નથી ખબર ... આને પણ કહેવાય પારકી પંચાત....રાજા આગળ ચાલ્યા... લગ્ન પ્રસંગ હતો ... વાજાં વાગતા હતા... રાજાને થયું અહીંયા તો બધા વતૅમાનમાં મોજ કરતા જ હશે....રાજા જી માંડવા ની અંદર ગયા... લગ્ન વિધિ ચાલતી હતી પણ... બની ઠનીને આવેલા મહેમાનો એ માણવાને અને ઉત્સાહ વધારવાને બદલે કંઈક બીજું જ કરી રહ્યા હતા... કેટલાક રસોઈ માં દાળ અને ગુલાબજાંબુ ની ખામી કાઢી રહ્યા હતા...તો કેટલાક આની છોકરી ભાગી ગઈ તી , ઓલાના છોકરાએ તો નાતબહાર લગ્ન કર્યાં... બેસવા માટે ખુરશી ના મળી .. વ્યવસ્થા બરાબર ના કરી... તો ભાઈ ઘરથી લઈને આવું તું ખુરશી ...બસ આવા બધા માં જ લગ્ન ચાલી રહ્યું હતું...યંગસ્ટર સેલ્ફી પાડવામાં વ્યસ્ત હતા...રાજા જી ત્યાંથી પણ ચાલી નીકળ્યા... આગળ મસ્ત નદી આવી.... બાજુમાં રિવરફ્રન્ટ પણ બનાવેલું હતું.... ત્યાં એક કપલ ઝઘડી રહ્યું હતું... અને એક યંગ કપલ રડી રહ્યું હતું... યંગ કપલ એટલા માટે રડતું હતું કે એમણે લવમેરેજ કરવા હતા પણ ઘરથી કોઈ માનતું ન હતું ... અને બંનેના ઘરે મરવાની અને મારવા સુધી ની ધમકીઓ મળી હતી ... એટલે આ લોકો એ ડીસાઈડ કરેલું કે છૂટા પડી જઈએ... રાજાએ વિચાર્યું કે આ લોકો એ પ્રેમ કર્યો હોય તો સંજોગો અસર કરી જ ન શકે... વિપરીત પરિસ્થિતિ ઉભી થાય પણ આખી લાઈફ બીજા માટે કેમ દુઃખી થઈ જીવવું ??? અને જો બધા માટે જતું કરીને જીવે અને બીજા પાત્રો સાથે ખુશ રહે તો પ્રેમ ક્યાં ગયો ??? અને જો પ્રેમ સાચો જ હોય તો બીજે મેરેજ ના કરે અને આખી લાઈફ કુંવારા રહીને પેરેન્ટસની સેવા કરે... બીજું કપલ ઝઘડી રહ્યું હતું એનું કારણ હતું એરેન્જ મેરેજ... બંને ની સગાઇ ને એક વર્ષ થયાં બાદ જ એમના મેરેજ થયાં હતાં પણ ઝઘડાનું કારણ હતું મોબાઇલ.... બંને સોસીયલ મિડિયા ની વાતો કરતા કરતા એક બીજા પર આરોપો લગાવી રહ્યા હતા...કારણ હતું મોડી રાત સુધી ઓનલાઇન રહેવું... રાજાએ વિચાર્યું આમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ક્યાં ગયો ??? આ બંને કપલ પણ પારકી પંચાત સાબિત થયાં....કારણ પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે બીજાઓને ધ્યાનમાં લઈને બંને કપલ યોગ્ય નિર્ણય ના લઈ શક્યા... રાજાજી ત્યાં થી આગળ ચાલી નીકળ્યા.... આગળ એક કંપની આવી... કંપનીમાં નોકરી કરતા લોકો એકબીજા પર કામ થોપતાં હતા ...ને આ કામ મારું નહીં આ કામ તારું..એમ કરીને અંદરોઅંદર લડતાં હતાં તો અમુક કમૅચારીઓ ચૂપચાપ કામ કરી રહ્યા હતા... રાજાજી નિરાશ પણ થયા ને ખુશ પણ થયાં... રાજાજી આગળ ચાલી નીકળ્યા તો પાદર પર બાંકડા પર બેસી ને યંગસ્ટર અને આધેડ વયના માણસો ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા ...ને અંદરોઅંદર વાતો કરતા હતા કે રાજાજી એ આમ નહોતું કરવું જોઈતું આમ કર્યું હોત તો સારું હતું .. રાજાજીને ગુસ્સો પણ આવ્યો પણ પોતે વેશ પલટો કરીને આવ્યા છીએ એ યાદ આવતાં ત્યાં થી આગળ ચાલી નીકળવાનું વિચાર્યું... અને ચાલતાં ચાલતાં વિચાર કરતાં જાય છે કે હું વેશ પલટો કરીને નીકળ્યો કે આ લોકો ની વ્યવસ્થા કરવામાં મારી કોઈ કમી ના રહી ગઈ હોય.... અને આ લોકો તો...નકરી વાતો માં જ મશગુલ ને પારંગત છે...એમ વિચારતા હોય છે ને ત્યાં આવ્યું સ્મશાન.... રાજાજી અંદર જાય છે ... ત્યાં એક દેહની અંતિમવિધિ ચાલતી હોય છે... ચિતાને આગ આપવામાં આવે છે અને દેહ ભળભળ બળતો હોય છે અને ત્યાં જ રાજાની નજર પડે છે ત્યાં ની દિવાલો પર લખેલા વાક્યો પર... "આત્માનું કલ્યાણ થાવ...." " દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ જાય છે પરંતુ આત્મા નો વિનાશ થતો નથી..." " તારું અહિંયા છે શું?? " " શું લઈને આવ્યા હતાં ને શું લઈ જવાનાં ???" " વર્તમાન માં જીવો ..." " સમય સમયનું કામ કરશે આપણે આપણું કામ કરો...." " આત્મા એ પરમાત્મા નો જ અંશ છે માટે ભગવાન ભજી લેવા..." આવા બધા વાક્યો વાંચતા વાંચતા રાજાજીની નજર પીપળાના વૃક્ષ પર રહેલા મધપૂડા પર પડી... મધમાખીઓ એમની લયમાં મધ બનાવવામાં બિઝી હતી... નીચે જમીન પર રહેલી કીડીઓ એમની રીતે લાઈન બધ્ધ ચાલી રહી હતી... ત્યાં જ અંતરમાંથી અવાજ આવ્યો " તું તારું કર બીજાને જે કરવું હોય એ કરવા દે...લોકોની માથાકૂટમાં પડીશ નહીં...કમૅફળદાતા ભગવાન છે તું નહીં..." રાજાજી એ નક્કી કરી નાખ્યું જેને જે કરવું હોય એ કરે મને પરમાત્માએ જે સમય આપ્યો છે એમાં હું મારું બેસ્ટ આપીશ... મને પરમાત્માએ એમના સારા કાર્યો માં નિમિત્ત બનવા માટે મોકલ્યો છે મારે તો નિમિત્ત જ બનવાનું છે અને દાસ ભાવે સેવા કરવાની છે ..બસ...આમ અંતરમાં એક શાંતિ નો આનંદ માણતાં માણતાં રાજાજી એમનાં મહેલ તરફ પાછા વળી જાય છે અને પ્રસન્નચિત્તે રાજપાટ સંભાળવા લાગે છે... અહીંયા આપણે પણ બધા રાજાજી જેવા જ છે... જરાક વિચારીએ તો પાકું સમજાય જશે...પણ જેમ રાજાજી એ નક્કી કર્યું એમ આપણે પણ આપણી તરફ જ ધ્યાન રાખી યોગ્ય રીતે અને મોજથી જીવન જીવીએ તો ખરા અર્થમાં જીવ્યા કહેવાય...!!!