Gaamdano bhaibandh books and stories free download online pdf in Gujarati

ગામડાંનો ભાઈબંધ

ટ્રીંગ ..ટ્રીંગ....ટ્રીંગ...ટ્રીંગ..... "હેલ્લો !!! હેલ્લો અભિ બોલું છું...."  " ઓહ હો ...બવ દિવસે ભાઈ.... હું પણ રોકી જ બોલું છું...હા હા .... "  " શું વાત છે રોકી તું ં મને ઓળખે છે ??? " હા ભાઈ ક્લાસના ટોપરને અને મારા હરીફને હું ક્યારેય ભુલતો નથી...." " રોકી તું જરાય બદલાયો નથી...પહેલાંથી જ તું આમ સડસડાટ જવાબ આપવામાં માહિર છે...હો..." " ભાઈ અભિ એ તો રહેવાનું જ હવે...બોલ બોલ ...કેમ અચાનક ફોન કર્યો ?? " "  અરે રોકી તમે જયારના આપણાં ગામમાંથી શહેરમાં રહેવા ગયા છો ત્યારનાં ગામમાં આવ્યા નથી.. ૭ વરસ થઈ ગયા... આજે તો થયું કે રોકીને મલવું છે તો તને ફોન કરી લીધો...તારા દાદાજી ના ઘરથી નંબર લીધો..."  "અરે સારું કર્યું અભિ તું મને ભુલ્યો નથી જાણીને આનંદ થઈ ગયો... હવે જો સાંભળ આવતા વિક એન્ડ માં હું ગામડે આવીશ... અને ૨ દિવસ રોકાઈશ... કારણકે મારે જોબમાં બહુ રજા નથી મળતી એટલે..." " ભલે ભાઈ ...આવજે નિરાંતે...મોજ કરીશું...એમ પણ ગાંડો ને ઘેલો ભેગા થાય એટલે મોજ જ મોજ હોય....હા હા " ..." સાચી વાત છે અભિ...ઓકે બાય..બાય...મળીએ આવતા વિક એન્ડ માં..."  અભિ અને રોકી નાનપણનાં પાક્કા ભાઈબંધ... બંને સાથે જ એક જ શાળામાં ભણતાં અને બંને મિત્રો વગૅમાં પહેલો અને બીજો નંબર જ લાવતાં... અભિ હંમેશા પહેલાં નંબરે જ પાસ થતો અને રોકી એના પછીના ક્રમાંક પર કોઈને આવવા દેતો નહીં...પણ ૮  માં ધોરણમાં આવ્યાં બાદ રોકી ના પપ્પા એ રોકીને અને એના નાના બહેનને ભણાવવા શહેરમાં જવાનું ડિસીઝન લીધું અને બંને પાક્કા ભાઈબંધ અલગ થયા...હવે વારે તહેવારે રોકી અને એનું પરિવાર ગામડે આવતું ખરું પણ રોકાતું નહીં એના લીધે બંને મિત્રો મળી શકતાં નહીં... અને છેલ્લા સાત વર્ષથી તો રોકી નું પરિવાર ગામડે પણ નહતું આવ્યું...અભિ એ ફોન કર્યો ને રોકી ગામડે જવા તૈયાર થયો... કહેવાય છે ને કે જુની યાદો તાજી થઈ ગઈ ...હવે આગળ... રોકી એ પોતાની બે લાખ રૂપિયાની બાઈક ગામડે જવા માટે સ્ટાર્ટ કરી... હેલ્મેટ પહેરી...બાઈક હાંકવા લાગ્યો... રોકી ના મનમાં નાનપણમાં અભિ સાથે કરેલી મસ્તી ને ફરીથી વિચારોમાં માણવા લાગ્યો...સાથે સ્કૂલ જવું...બોર અને કેરી તોડવા જવું... શિયાળામાં રાત્રે મોડા સુધી ગીતો ગાવા ને ટાંપણુ કરવું... ઉનાળામાં નદીમાં ન્હાવા જવું... ગૌરીવ્રત ના પાંચ દિવસોમાં બહાર શહેરથી મસ્ત મજાની વાનગીઓ લાવી પોતાની નાની બહેન અને એની સખીઓને વાહ કેટલું સ્વાદિષ્ટ છે ..એમ કહી ચીડવવું ..એ બધું યાદ કરીને રોકી મનોમન હસતો હતો... એવામાં ગામ આવી ગયું ...રોકીની બાઈક પાદરમાંથી એન્ટ્રી થઈ કે ગામના લોકો જોવા લાગ્યા... રોકીએ સીધા જ પોતાની બાઇક અભિના ઘરે પાકૅ કરી..." એયયયય ગાંડા ક્યાં ગ્યો..??? જો તો ખરો કોણ આવ્યું છે ?? " " ઓહોહો...મારો ભાઈ આવી ગયો...તે પણ સીધો મારા ઘરે...ધન્ય થઈ ગયો હું તો...હા હા ..." " એમ તો તારા ભાઈનું અતિથિ દેવો ભવઃ તો કર...હા કરશું ને પણ અતિથિ એમની બે લાખની બાઈક પરથી ઉતરીને ઘરમાં આવે ત્યારે કરીએ ને..." " લો ત્યારે આવ્યા... " બંને મિત્રો ગળે મળે છે અને ત્યાં જ રસોડામાં થી અવાજ આવ્યો...." એયયયય ઘેલા ભાઈ... તમારી નાની બહેન ઉફૅ ચકુડી માટે શું લાવ્યા છો ???" "  ઓઈ હોઈ ચકુડી આટલી મોટી થઈ ગઈ તું....આમ નાની ચણી બોર જેવડી હતી..." એમ કહી રોકી ચકુડીને ચિડવવા લાગે છે ...અભિના પેરેન્ટસ બહારગામ ગયા હોય છે..." ચાલ અભિ હું દાદાને ત્યાં જઈ આવું પછી સાંજે મળીએ..." રોકી દાદાને ત્યાં જવા નીકળી જાય છે... રસ્તા માં જતાં જતાં રોકીની નજર કાચા મકાન પર પડે છે... નાનાં બાળકો કપડાં વગર ના ફરતાં હોય છે..તે જોવે છે... ખેતરમાં મજૂરી કામ કરતાં માણસો પર નજર પડે છે ...જોત જોતામાં શાળા નજીક આવી જાય છે અને ખખડધજ હાલતમાં રહેલી શાળા ને જોઈને રોકી બાઈક ઉભી કરી દે છે...દિવાલો સાવ તુટી ગયેલી , કલર સાવ નીકળી ગયેલો નળિયાંના ધાબા વાળી છત પહેલાં કરતાં પણ ખખડી ગયેલી હાલતમાં જોઈ રોકીને મનોમન દુઃખ થાય છે... રોકી ત્યાંથી હતાશ થઈ એના દાદાના ઘરે પહોંચે છે..." એયયયય દાદિ - દાદુ ક્યાં ગયા ?? જીવો છો કે ઉકલી ગયા ??? હા હા હા..." " એયયયય રોકલી તારા દાદાજી હજુ તને પણ દોડમાં હરાવી દે એમ છે..." એમ કહેતાં કહેતાં રોકી ને ગળે વળગીને રડી પડે છે ... " બેટા બવ દિવસે આવ્યો... તારા દાદુ ને દાદિને સરપ્રાઈઝ આપી... આજે તો... તારી સરપ્રાઈઝ આપવા ની આદત હજુ પણ ગઈ નઈ...શાંતા બા જોવો કોણ આવ્યું છે ??? " શાંતા બા રોકી ને ઘરના આગળના મેઈન દરવાજાથી જ કહે છે..." ના આવતો અમારા ઘરમાં... તારા બાપની જેમ જ તું પણ થઈ ગયો છે...." " એમ વાત એવું ને !! ઓકે આવજો તારે ..."  રોકી પાછળ ફરીને બાઈક તરફ જાય છે કે તરત જ પાછળ થી થોડાંક રડતાં અવાજે " બેટા રોકી...રુક જા રે ... તું એશે ચલા જાયેગા તો તેરે બિન અચ્છા નહીં લગેગા... " રોકી પાછળ ફરીને " યે હુઈના બાત !!! મેરી રાજમાતા અબ કુછ સહી બોલી..." એમ કહી દાદિને વળગીને રડી પડે છે...દાદિ એમની સારીથી રોકીની આંસુને કારણે ભીની થયેલી આંખો લૂછે છે...દાદિ ઘરમાં રોકીને હાથ પકડી ને લઈ જાય છે...સોફા પર બેઠા પછી રોકી પંખો ચાલુ કરી ઘડીકવાર સૂઇ જાય છે..." એયયયય હિરો ચલ ઉઠ ...જમી લે..." રોકી આંખો ખોલે છે સામે જ દાદિ ઉભા હોય છે ...થાળી લઈને... રોકી જમી લે છે .... સાંજે રોકી અને અભિ ગામના પાદરે મળે છે..." એયયયય ગાંડા આપણે ભણતાં તેના કરતાં પણ સ્કૂલ ની હાલત તો બગડી ગઈ છે ... કેમ આવું ??? " "રોકી મેં તને અહિંયા એટલા માટે જ બોલાવ્યો છે ... આપણે આજે કંઈક બની શક્યા છે એના પાછળનું કારણ આપણું ભણતર જ છે... અને આપણા સાહેબોનું ઘડતર પણ...આપણા સાહેબોને કારણે જ આજે તને એન્જિનિયર અને મને શિક્ષક થવામાં ઘણો આનંદ આવે છે....પણ આજકાલ ના છોકરાઓ ને આ ફોનની દુનિયામાં કંઈક બનાવવા એ તો સહેલાં છે પણ સારા માણસો બનાવવા ઘણાં અઘરા છે... અને એ જ કારણે મારે તારી જરૂર છે ... " " અરે અભિ તારો ભાઈબંધ કાયમ તારા માટે હાજર જ છે ... તું બોલ શું મદદ જોઇએ છે તારે..??? " " રોકી એ જ કે તારે આ યુવાનોને યોગ્ય રસ્તા તરફ વાળવાના છે... અને તે પણ પ્રેમથી... " " ઓકે ..જો હવે આપણે એમ કરશું કે હું સભામાં જવ છું.. સત્સંગ માં જવ છું ...તો સૌ પ્રથમ તો આપણે સરપંચ પશાકાકા ને બોલાવીને અઠવાડિક સભાનું ગોઠવી દઈએ... અને સંતો ભક્તો નો લાભ આપણને મળે એ માટે આપણે પ્રાર્થના કરશું... ત્યારપછી આપણે યુવાનોને માટે પશાકાકા ને વાત કરી ક્રિકેટ ટુર્નામેન્ટ અને બીજી બધી રમતો નું આયોજન કરશું...જેથી યુવાનોને ફિઝીકલી હેલ્પ થશે અને સત્સંગ દ્વારા મેન્ટલી હેલ્પ થશે અને સાચા આનંદ ની અનુભૂતિ થશે.... અને બહેનો માટે પણ એ જ રીતે અલગ સભા જ્યાં ફક્ત બહેનો જ હશે અને રમતોમાં અલગ ટુનાૅમેન્ટનું આયોજન કરવામાં આવશે.... અને બહેનો માટે પણ નિત નવા કાયૅક્રમ જેવા કે ભરતગૂંથણ , કપડાં ની સિલાઈ કામ..નવીનવી વાનગીઓ બનાવવી... કોમ્પ્યુટર ક્લાસ...એ બધાનું પણ આયોજન કરશું... એટલે બધું સરસ થઈ જશે.... અને ફોન તથા ટીવીની લત ધીમે ધીમે છૂટટી જશે અને આ રીતે આપણે દેશ માટે સારા કામમાં નિમિત્ત બની શકીશું... અને ફોનમાં તથા ટીવીમાં યોગ્ય વસ્તુ જોવી એ વિશે આપણે હંમેશા જાગૃત રહીશું... અને બીજાને પણ જાગૃત કરશું.... યોગ્ય જોવા માટે..."  ત્યારપછી બંને ભાઈબંધ ગામના સરપંચ પશાકાકા અને રોકીના દાદાજી ને ભેગા કરીને સમગ્ર વાત કરે છે અને ત્યાં પશાકાકા અને દાદાજી એમનાથી થતી બધી મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે આમ બે ગામડાનાં જુના ભાઈબંધ કંઈક નવું અને સારું કાર્ય કરવાનું ચાલુ કરી દે છે....?

બીજા રસપ્રદ વિકલ્પો