લક્ષ્ય એક વિચાર બે - રૂમ-મેટ - 301 - 2 Sumit Chaudhary દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્ય એક વિચાર બે - રૂમ-મેટ - 301 - 2



મારૂ આઠમાં નું વેકેશન પુરૂ થવાના આરે જ હતું. હવે મારે ભણવા અર્થ ગામથી દુર 130 કિ.મી શહેરમાં (પાલનપુર)અને એ પણ હોસ્ટેલમાં. આવનારો સમય મારા મોટો ફેરફાર લાવી રહ્યો હતો.આમ સાચું કહું તો બાર જવાની ઈચ્છા તો જરાય નતી,અને હોય પણ કોને ?.
આમ તો હું બાળપણથી જ ગામમાં ભણેલો એટલે ગામથી બહું લગાવ.સાન્જ પડે રમવા જવું,સાઈકલ ચલાવવી,બીજાના ઘરે ગયેલો દડો લેવા કોણ જાય, કોઇ ની મસ્તી કરવી તો કોઈક નો બચાવ,અને આંબાની ચોરેલી કેરીઓ !
કદી નહીં વિસરે તારી શીતળતા, મારા હૈયામાં આ જન્મમાં
શહેરની સ્કૂલ માં પાછું એડમિશન પે'લા એન્ટર ટેસ્ટ લે.એ ટેસ્ટ મેં પણ આપ્યો તો.મને વિશ્વાસ કે મારું નામ યાદીમાં આવશે જ નહીં.અને જવાનો પશ્ન જ ન હતો.પણ બન્યું એવું કે એના દસેક દિવસ પછી યાદીમાં નામ આવી ગયું.હવે જવાનું તો નક્કી જ હતું. હવે તો હું દિવસો જ ગણતો રહ્યો.
યાદીમાં નામ આવ્યા પછી તો બસ મોઢા પર એક જ પશ્ન કેવું હશે ત્યાં ?બાર ભણતા ગામના છોકરાઓ દ્વારા માહિતી મળી કે વહેલા ઊઠવાનું, જાતે કપડાં ધોવાના,જમવાથી માંડી ઊન્ઘવા સુધી બધું ટાઈમ થી જ,બા ન જવાનું એવા તો કેટ-કેટલઃ નિયમો.
હું પહેલીવાર હોસ્ટેલમાં રહેવાનો હતો,હોસ્ટેલ નું નામ સાંભળીને પણ દુર જતો હૉઈ કઇ રીતે રહીશ ?મારી સામે પશ્નો નો તો જાણે પહાડ.મુખ્ય પશ્ન તો એજ કે ત્યાં જમવાનું કેવુ મળશે.?ત્યાં મને કેવા માણસો મળશે ? કેવા મિત્રો હશે? શું મને ત્યાં ફાવશે? મારે કેટલી તકલીફો સહન કરવી પડશે.? જેવા અનેક પશ્નો થી હું સંકળાયેલ હતો.હું શહેર અને તેના વિચારો થી ખુબ દુર હોઉ એવું મને લાગતું. એ બધું વિચારતા વિચારતા તે દિવસે પણ હું મોડી રાતે પણ ઊધ્યો નથી. કાલે સોમવાર એટલે કે મારો જવાનો દિવસ.
રાત્રે જ બધી જવાની તૈયારી થઈ ગઇ હતી. અમે લગભગ સવાર ના દસ વાગે સ્કૂલ કેમ્પસમાં પહોંચી ગયાં. ત્યાં જઇને જોયું તો થોડો ઉત્સાહ તો થોડી ગભરામણ,થોડો ઝનુન તો થોડો ડર,ક્યાક જાણીતા તો ક્યાક અજણ.ત્યાં જઇને પે'લા તો રેક્ટર ને મળ્યા. તેમણે મારું નામ ચોપડામાં લખી રૂમ નંબર 301 મને આપ્યો.અને ત્યાં જઇને મમ્મી એ સામાન ગોઠવૅ આપ્યો સાથે-સાથે શીખમણો પણ આપી.મને તો એ બધું નવું લાગતું હતું. સાન્જે મમ્મી-પપ્પા ઘરે જવા નીકળ્યા ને મારી આંખમાથી ગંગા નીકળી.પેલી વાર તો બધાને થાય.તે દિવસે તો મારી પેલા આવેલા બે રૂમમેટ જોડે વાતો કરી.અશે ઓળખતા થયા.બધા નવા-નવા હોય કેવા સીધા લાગે પછી ખબર પડે કે કૂવો કેટલો ઊન્ડો છે.કાલ સવારે સ્કૂલ જવાનું હતું એટલે તરત સુઇ ગયા.
સ્કૂલ પુરી થઇ પછી તરત જમીને હું તો મારી રૂમમાં આવતો હતો.ત્યાં રેક્ટર કોઇક ની સાથે કભા હતાં. તેમણે કહ્યું કે આ તારો નવો રૂમમેટ તેનું નામ સંકેત.હવે રૂમ માં ચાર થઈ ગયા હતાં. ધીરે-ધીરે સમય વિતતો ગયો ને આ મિત્રતા ગાઢ બનતી ગઈ.
આ મિત્રતાને હવે એક વર્ષ પુરૂ થયું હતું. પેલા અજાણ્યા થી જીગરી બની ગયેલા.હવે બંને આખી સ્કૂલમાં ફેમશ બની ગયા હતાં. એક વર્ષ દરમિયાન ઘણી યાદગાર પળો રહી અને તે સદાય રહેશે.ક્રિકેટ ના મેદાન થી માંડીને ક્લાસ ની બેન્ચીશ સુધી,બાર ફરવા થી માંડીને રેક્ટર ના માર ખાવા સુધી, ક્લાસની મસ્તી થી માંડી ને આચાર્યની ઓફીસ સુધી, કોચિંગ થી લઈને છેલ્લા પ્રીયડ સુધી,રમવાથી લઈને જમવા સુધી, પરીક્ષામાં વાચવાથી લઈને ઊઠવા સુધી બધે સાથે જ.
સમયની ધરતીમાં વિશ્વાસ ના મુળ ઊંડા ઉતરે ત્યારે,
તેમાંથી મૈત્રી નો અવાજ ઊગી નીકળે.

હવે અમારે એક વર્ષ પુરૂ થયું. એટલે ઘર તો બહુ યાદ આવે નહીં.આ વર્ષ દસમુ હતું.બધાં માથે ચડી ને ક'તા દસમુ છે દસમુ. મને તો એમ જ લાગતું કે મારી નાખશે આ દસમુ.આ વર્ષે મસ્તી ઓછી કરી ભણવાનું પણ હતું.હવે તો એ વર્ષ ની દિવાળી ગઇ.બોડૅ ની પરીક્ષા નજીક આવતી હતી.પરીક્ષા પુરી થઈ પછી હાશકારો અનૂભવ્યો.અને એક લામ્બુ વેકેશન પણ મળ્યું. છેલ્લા દિવસે બહું ફર્યા અને મજાક મસ્તીઓ કરી.છુટા પડતૅ વખતે એ 301 યાદ જ રહી ગઈ. હજું પણ તે યાદ કરતાં આંખો સામે દશ્યો ચડી આવે છે.તે દિવસોનુ મહત્વ આજે સમજાય.
જીવનમાં અવારનવાર ક્યારેક એવું બની જાય જે જીવનભર સંભારણું બની જાયે.તે યાદો ના છટકી શકે ના છટકવુ ગમે.મિત્રતા એટલે કુડળી મેળવ્યા વગર સ્થાપિત થતો સંબંધ. કારણ વગરનો ઝઘડો અને શરત વગરનું સમાધાન. સુખ અને દુઃખ ની ભાગીદારી. રમવા જવાની ઉતાવળે છોડેલી રોટલી.નાસ્તા માં પડેલો અડધો ભાગ,પરીક્ષામાં કરેલા સાકેતિક વાતો,નોટબુકના છેલ્લા પેજે રમાયેલી શુન્ય ચોકડી,એકબીજાને શેર કરેલા કપડાં થી લઈને શેમ્પુ,સ્કૂલ મા ખુણે-ખુણે બનાવેલી બેઠકો,સૌથી વધારે યુઝ કરેલો ફ્રીડમ,સાબિતી વગરનો વિશ્વાસ અને વાતો માં વિતાવેલી રાતો.માંગીને લીધેલી પાર્ટી અને અડધી રાત્રે કરેલો નાસ્તો.કોઈ પ્રોબ્લેમ નું સમાધાન ન મળે પણ સૌથી પેલા શેર તો તેમને જ થાય. અને તે કંઈ પણ દે ચિંતા ના કર હું બેઠો છું ને.એનુ નામ જ મિત્રતા.બધાની યારી અતરંગી જ હોય છે.હવે બહું થઈ વાતો..!
હવે વેકેશન તો બહુ ઉત્સાહ થી માન્યુ.સાથે-સાથે અમુક કોર્ષ પણ કર્યા.દસમા ના રીઝલ્ટ ની તારીખ જાહેર થઈ ગઇ હતી.રીઝલ્ટ ની સવારે તો હું હજુ ઊઠ્યો પણ ન હતો અને બુમાબુમ કરતાં છોકરા મારા ઘરે આવી ગયા કે તારો રીશીપ નંબર આપ.મેં મારૂ રીઝલ્ટ જોઈ તરત જ સંકેત ને કોલ કર્યો,તેને અને મારે સરખ જ હતા.72% કંઈ વધારે તો ન હતા પણ સંતોષકારક કઇ શકાય.તેણે પસંદ કર્યું સાયન્સ અને મેં એગ્રીકલ્ચર.
હવે તો ફેસ ટુ ફેસ તો બહું ઓછા મળીએ છીએ.હા ક્યારેક સોશિયલ મીડિયા ની મદદથી મળી લઈએ.આજે પણ જુની યાદોને વાગોળતા રહીએ છીએ. અને અવારનવાર પ્રસંગોમાં મળીએ પણ ખરા!
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી કંઈ વાત રૂડી છે ?
બીજી તો વાત મામુલી છે,
મિત્રો જ ઈશ્વરની ભેટ અણમોલ છે.
આવી જ યાદોમાં લપેટાયેલુ સદભાગ્ય માંરા ભાગમાં પણ છે.
-સુમિત
◆◆◆◆◆
તમે તમારો કિંમતી સમયે આપી વાચંવા બદલ આભાર