તસ્વીર જોઈ મારા હોંશ ઉડી ગયા.
લગ્નની તસ્વીર હતી,
માધુરી સાથે તે જ હતો જેનો ફોટોગ્રાફ તે દિવસે સૂટકેસમાંથી પડી ગયેલો.
મેં આશ્ચર્યભાવે તેની તરફ જોયું.
આ છે મારો પાસ્ટ, મારો પતિ જે લગ્નના એક જ મહિનામાં મને છોડી બીજી સાથે જતો રહ્યો.
મમ્મી-પપ્પા ના દબાણ ના કારણે મારી સાથે લગ્ન કરેલાં.
જતો રહ્યો છોડી ને, ત્રણ વર્ષ થઇ ગયાં, પાછું વળીને જોયું પણ નહીં ક્યારેય.
આ મારાં મમ્મી-પપ્પા નથી તે મારા સાસુ-સસરા છે.
હું દીકરી નથી એમની પુત્રવધૂ છું પણ દીકરીની જેમ રાખે છે મને, કેમ છોડી સકું એ લોકોને. તેને રડતાં રડતાં આખી કહાની કહી નાખી.
હું થોડી વાર મૌન જ રહ્યો, સું બોલવું, સું કહેવું કંઈ સમજાતું નહોતું.
બોલ હવે કસું કહેવું છે તારે? કેમ બંધ થઈ ગયો.!
મારી સામે જોતાં બોલી, રડી રડીને તેની આંખો લાલ થઈ ગયેલી.
હા, કહેવું છે. મેં તેના બન્ને હાથ પકડી કહ્યું.
સ્ટિલ આઈ લવ યુ.
તમારો પાસ્ટ જે કંઈ હોઈ મને કોઈ ફરક નથી પડતો.
માધુરી, હું તમને રડતાં ન જોઈ શકું. મેં તેના આંસુ લૂછતાં કહ્યું.
ચિરાગ તું સમજતો નથી, કોઈ નહિ સ્વીકારે આ સંબંધ.
બદનામી થશે તે અલગ. કહેતાં મારા ખભા પર માથું ટેકવી રહી.
મને આજે ખબર પડી કે હંમેશા હસતાં રહી કેટલું દુઃખ છુપાવી રાખ્યું હતું પોતાના હૃદયમાં.
રસ્તો નીકળી જશે, તમે શાંત થઈ જાવ, મેં આશ્વાસન આપતા કહ્યું.
હવે તું જા, મમ્મી નો આવવાનો સમય થઈ ગયો છે. હું ઠીક છું. તે ઉભી થતાં બોલી.
હું ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયો.
ઘેર આવી મમ્મી ને બધી વાત કરી, પહેલાં તો મમ્મી બહુ ગુસ્સે થઈ, પણ પછીથી તે બધું સમજી ગઈ.
જો દીકરા, આ બધું બહુ અઘરું છે, તું ધારે છે એટલું સહેલું નથી, એક તો તેની ઉંમર તારા કરતાં ઘણી મોટી છે, બીજું કે તે પરિણીત છે અને તેના સાસુ-સસરા સાથે છે. બધું બહુ જટિલ છે. મમ્મી મારા માથા પર હાથ ફેરવતા બોલી.
હું જાણું છું મમ્મી, પણ હું તેને ચાહું છું, તેનાથી દૂર નહીં રહી શકાય. હું મમ્મી ના ખોળામાં માથું રાખી રડી પડ્યો.
તું રડવાનું બંધ કર, કંઈક થઈ રહેશે. કહી મમ્મી એ મને શાંત કર્યો.
એ દિવસ પછી તેને મારા ઘરે આવવાનું બંધ કરી નાખ્યું,
હું બસ બારીએથી તેને જોઈ મન મનાવી લેતો.
રિઝલ્ટ આવી ગયું ફર્સ્ટ ક્લાસ હતું, હું કેમ્પસ ઇન્ટરવ્યૂ માં જ સિલેક્ટ થઈ ગયો એ પણ સારા સેલરી સાથે.
હવે બીજું કોઈ ટેન્શન ન હતું.
બસ એક ખાલીપો હતો, એ માધુરી વગર ભરાઇ એમ નહોતો.
આ બધું ચાલ્યું ત્યારથી એક વખત પણ તેને મળ્યો નહોતો, મળ્યો તો સું કયારેય સામસામે પણ નહોતાં આવ્યાં.
એક દિવસ ઓફીસથી આવી મારા રુમમાં જતો હતો ને મમ્મી રસોડામાંથી બોલ્યા.
આવી ગ્યો ચિરાગ બેટા, કેવો રહ્યો દિવસ?
સારો, થોડું થકાઈ ગયું છે થોડો ફ્રેશ થઈ આવું. કહી હું રૂમમાં જઇ બેડ પર આડો પડ્યો ને ઝોકું આવી ગયું.
'મારી યાદ આવે છે!' અવાજ સંભળાયો.
મને લાગ્યું મારો વહેમ છે, હું બંધ આંખે એટલુંજ બોલ્યો.
'હા, આવે તો છે .'
તો, આટલા દિવસ માં એકે વખત મળવાનું મન ન થયું?
ફરી આવેલ એ અવાજ સાથે મેં આંખ ખોલી.
ખરેખર ત્યાં કોઈ નહોતું. બસ ચારેબાજુ સપાટ દીવાલો જ હતી.
ચિરાગ, બેટા જમવાનું બની ગયું છે ચાલ આવિજા, બહારથી મમ્મી નો અવાજ આવ્યો.
ભૂખ તો ઘણા દિવસથી મરી ગયેલી, પણ મમ્મી નું મારા સીવાય કોણ, એમ વિચારી મેં મારી જાત સાંભળી રાખેલી.
ચિરાગ કાલે રવિવાર છે, તારે રજા જ છે ને?
તું ઘરે જ રહેજે.
મમ્મી રોટલી આપતાં આપતાં બોલી.
હા મમ્મી, પણ કેમ? મેં આશ્ચર્ય ભાવે પૂછ્યું.
કાલે તારો સંબંધ નક્કી કરવાનો છે! બહુ થયું મારાથી તારી આ હાલત નથી જોવાતી.
મમ્મી ના એ શબ્દો મને ચાબુકની જેમ લાગ્યા.
સું મમ્મી તું પણ, તને તો બધી ખબર જ છે ને તો પણ?
કોળિયો મારા હાથમાં જ રહી ગયો.
એ મારે કસું નથી સાંભળવું, મેં કહી દીધું બસ. આરામ થી જમી લે પછી સુઈ જા, અત્યારે મારે કોઈ લપ નથી કરવી.
મમ્મી ના અવાજ માં ભારોભાર ગુસ્સો હતો.