અતુટ દોર નુ અનોખું બંધન -21 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ દોર નુ અનોખું બંધન -21

કૃતિ ની આંખોમાંથી આસુ જાણે બંધ થવાનું નામ નથી લેતા ત્યાં જ તેને એક દિવસ યાદ આવી જાય છે જે તેના માટે સૌથી ભયાવહ હતો.

તેના આ કહેવાતા મમ્મી પપ્પા તેને ગુજરાતથી લઈને બીજા રાજ્યમાં જતા રહ્યા હતા. કૃતિ મુળ ગુજરાતી હતી .જ્યારે તેના એ માતાપિતા મુળ બિહાર ના હતા પણ વર્ષોથી અહી રહેતા હતા.

પણ અહી એક જગ્યાએ રહે તો તેઓ પકડાઈ જાય એટલે ઘણા વર્ષો બહાર અલગ અલગ રાજ્યમાં રહેતા. છેલ્લે એ દોઢ વર્ષ પહેલા તેને લઈને તેઓ મધ્યપ્રદેશ માં હતા. ત્યાં તેમને પૈસા માટે તેના લગ્ન એક ચાલીસ વર્ષના પુરૂષ જોડે કરાવ્યા હતા જેના બે વાર ડિવોર્સ થયેલા હતા અને મોટા ત્રણ સંતાનો પણ હતા.તે ફકત કૃતિ નુ રૂપ જોઈને તેને તેની વાસના પુરી કરવા માગતો હતો. તેને ફકત તેના શરીરસુખ સાથે જ નિસ્બત હતી.

કૃતિના લગ્ન ના એ જ દિવસે રાત્રે તે એક કુમળા ફુલને મસળવા ઈચ્છતો હતો.કૃતિ બહુ ના પાડતી હતી આ સંબંધ માટે પણ તેનુ કોણ સાભળે ??

એજ દિવસે તે ત્યાંથી ભાગી જવા પ્લાન કરે છે. પણ આ વાત કુલદીપ કે જે તેનો ભાઈ છે તે ખરેખર તેના આ તેને ખરીદનાર માબાપ નો દીકરો છે. તેને કૃતિ બહુ ગમતી હોય છે. તે બહારથી એનો ભાઈ અને અંદરખાને તેને પામવાનો પ્રયત્ન કરતો હતો પણ કૃતિ તેને ક્યારેય ભાવ ના આપતી.

હવે આજે કુલદીપ ને કૃતિનો પ્લાન ખબર પડતાં તે તેને મદદ કરવા માટે કહે છે. કૃતિ પાસે હવે કોઈ ઓપ્શન નહોતો. તે હા પાડી છે પણ તેને ક્યાં આગળની ખબર હતી કે તે એક પીજરામાથી છુટી બીજે બંધાવા જઈ રહી છે.

રાત્રે લગ્નની પહેલી રાત્રે તેનો પતિ કૃતિને પામવા જલ્દીથી રૂમમાં આવે છે અને જુએ છે તો રૂમમાં કોઈ હોતુ નથી. તે હાફળોફાફળો થઈ બધે તપાસ કરે છે અને તે કૃતિ ની મમ્મી ને ફોન કરે છે. તેમને કંઈ જ ખબર નથી હોતી.

આ બાજુ કુલદીપ કૃતિ ને ભગાવીને દુર લઈ જાય છે પણ એને અહીંથી છુટવાના વિચાર માં એ વિચારતી પણ નથી કે આ કુલદીપ જે હંમેશા તેની નીકટ આવવાનો પ્રયત્ન કરે છે તેનો ઈરાદો અત્યારે ક્યાંથી સારો હશે ??

કુલદીપ તેને છુપાવવાને બહાને એક સુમસામ જગ્યાએ લઈ જાય છે. અને ત્યાં કોઈ હોતુ નથી એટલે તે એનો હાથ પકડીને તેને નજીક લાવીને તેની બાહોમાં લઈ લે છે.

કૃતિ પોતાની જાતને છોડાવવા બહુ પ્રયત્ન કરે છે આ બાજુ કુલદીપ તેના મજબુત બાવડાના જોરે કસીને પકડે છે અને એક જગ્યાએ સુવાડી દે છે. તે તેના કપડાં ઉતારવાની કોશિશ કરી રહ્યો છે કૃતિ તરફડિયા મારતી બુમો પાડી રહી છે એટલામાં ત્યાં કોઈક વસ્તુ પડવાનો અવાજ આવતા કુલદીપ કોઈ છે એમ સમજીને ત્યાંથી ભાગી જાય છે.

કુલદીપ ના ભાગતા જ કૃતિ એક હાશકારો અનુભવી આજુબાજુ જુએ છે પણ કોઈ દેખાતુ નથી એટલે તે ભાગવા લાગે છે. અને આટલા વર્ષો આવા લોકો સાથે રહ્યા પછી એ ટ્રેઈન તો થયેલી જ હતી.

તે ભાગી તો નીકળે છે ત્યાંથી પણ ત્યાં રસ્તામાં તેને રામસિંહ મળે છે જે તેને ખરીદનાર પિતા છે. તે તેને ઘરે લઈ જાય છે. પણ કૃતિને પણ ખબર હતી કે આ લોકોને ફક્ત રૂપિયા થી મતલબ છે એટલે એ તેના પેલા પતિના ઘરેથી ધન અને દાગીના પણ લઈ આવેલી હતી જેથી એ લોકો તેને પાછી ના મોકલે.

અને આ બધુ તો ત્યાં પતાવી ને ફરી એ લોકો બીજા રાજ્ય માં જતાં રહે છે નવા મિશન માટે જેથી તેઓ ક્યાંય તેઓ પકડાય નહી.  ત્યાં તેના બીજા લગ્ન કરાવે છે ત્યાં તેમનું મિશન સક્સેસ થાય છે અને થોડા દિવસ રહીને પછી તે બધુ ત્યાંથી પ્લાન મુજબ માલ લઈને આવી જાય છે.

પણ ત્યાં એ કોઈ જગ્યાએ કોઈ સાથે શારીરિક સંબંધ બાધવા નથી દેતી. એટલે હજુ સુધી તે પવિત્ર જ હોય છે.પણ આ વખતે ના મિશન માં તે નિહાર ને સાચા મનથી ચાહવા લાગી છે.

તેનુ મન વિચારે છે કે તે નિહાર ને બધુ કહી દે પણ તેને હવે નિહારને તે ખોઈ બેસસે એવો તેને ડર છે. એને ખબર છે કે નિહાર તેને સાચા મનથી ચાહે છે અને ઘરના પ્રેમાળ માણસો. આવો પરિવાર તેને ફરી ક્યારેય નહી મળે !!

તેને હવે આ ઝંઝાળમાથી છુટી એક સામાન્ય જિંદગી જીવવી છે. તેનો પતિ, તેના બાળકો, પરિવાર બધુ જ એક સામાન્ય રીતે  કોઈ પણ સ્ત્રી ઈચ્છે તેમ.

પણ એક બાજુ કુવો તો બીજી બાજુ ખાઈ જેવી સ્થિતિ છે. જો સાચુ કહે તો નિહાર અને તેનો પરિવાર તેને ના અપનાવે અને જો આગળ મુજબ તે બધાનો વિશ્વાસ તોડી ભાગી જાય તો ફરી એજ લાઈફ નો તેનો સિલસિલો શરૂ રહે.

તે વિચારો ની તંન્દ્રામા ખોવાયેલી છે ત્યાં પાછળથી નિહાર ઉઠીને આવે છે અને તેના ખભા પર હાથ મુકે છે એટલે કૃતિ એકદમ ગભરાઈ જાય છે.

તે નિહાર ને જોતા જ એકદમ તેને કસીને પકડીને ભેટી પડે છે અને રડતા રડતા કહે છે ,નિહાર તુ મને ક્યારેય છોડીશ નહી ને ??

નિહાર કહે છે," હા બકા હવે તુ મારૂ સર્વસ્વ છે. હુ તારા વિના જીવી પણ ના શકુ. આઈ લવ યુ માય જાન...સો મચ....

કૃતિ લાગણીઓમાં આજે ખરેખર તણાઈ રહી છે અને કાયમ માટે તે નિહાર ની કૃતિ બનવા માગે છે. તે કંઈક કહેવા જાય છે નિહાર ને પણ અચાનક તેનુ ભવિષ્ય તેને નજર સામે દેખાતા બંધ થઈ જાય છે.

નિહાર  તેને બેડ પર લઈ જઈને બેસાડે છે અને તેના ગાલ પર એક પ્રેમભર્યુ ચુંબન કરે છે.અને એ સાથે જ કૃતિ કંઈ પણ શુ થશે એનો વિચાર કર્યા વિના બસ નિહારના  પ્રેમભર્યા પ્રવાહમા તણાઈ જાય છે અને તેના એ ગુલાબી કોમળ હોઠ નિહાર ના હોઠો પર રાખી દે છે.....અને બંને એકમેકમા ખોવાઈ ને તેમના નવા પ્રેમભર્યા જીવનની શરૂઆત કરે છે !!

શુ કૃતિને એક નોર્મલ વ્યક્તિ તરીકેનુ જીવન જીવવા મળશે ?? તે નિહાર ને બધુ સાચુ જણાવી શકશે ?? કદાચ જો કહેશે તો આગળ શુ ઝંઝાવાત આવશે તેની જિંદગીમા ???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોરનુ અનોખું બંધન -22

next part ........ publish soon.............................