અસમર્થ - 2 Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસમર્થ - 2

મારો બેડ ડાબી બાજુ બારી ની નજીક હતો દરવાજો ખોલતા જ સામે એક જબરદસ્ત બોડી વાળો છોકરો બેડ પર સૂતો હતો , હું હળવા સ્મિત સાથે તેના પછી ના મારા બેડ પર જઈ ને હું પણ થોડી વાર માટે લાંબો થયો..

ત્યાં સામે ની બાજુ એ સૂતેલો એક મિત્ર બોલ્યો કે ભાઈ તારું નામ શુ હતું ભુલાઈ ગયું ..!!

હું હળવા સ્મિત સાથે બોલ્યો.." રાજ પટેલ..!!" તમારું ?

" ભાર્ગવ"

પછી અમારી બન્ને વચ્ચે થોડીક ઔપચારિક વાતો થઈ પણ પેલા બંને બહુ ઓછું બોલતા હતા પણ હું ત્રણેય ના નામ જાણી ચુક્યો હતો ...

ભાર્ગવ ની બાજુ માં સોનુ હતો જે ખૂબ ઓછું બોલતો હતો અને મારી બાજુ માં ભદ્રેશ હતો. ભદ્રેશ શરીરે હટ્ટો કટ્ટો હતો અને જાડીયો લાગતો હતો પહેલી નજરે તેને જોતા એવું લાગે કે હજી હમણાં જ જેલ માંથી છૂટી ને આવ્યો હશે..?

રાત્રી ના 8 વાગ્યે સાયરન વાગ્યું !! હું તો ચોંકી ગયો કે આ સુ થયું , સાયરન બધી હોસ્ટેલ ની બિલ્ડીંગ માં લગાડવામાં આવ્યું હતું , આખી બિલ્ડીંગ રૂમે રૂમ સુધી સાયરન નો અવાજ ફરી વળતો હતો..મેં ભદ્રેશ ને પૂછ્યું કે આ શુ વાગ્યું? 

તે બોલ્યો ખબર નહિ ભાઈ ચાલ બહાર નીકળી ને જોઈએ. અમે બધા બહાર આવ્યા ત્યાં એક છોકરો દોડતો દોડતો આવ્યો કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે બધા ડાઇનિંગ હોલ માં જતા રહો .. અમે પૂછ્યું ભાઈ કઈ બાજુ આવશે !!

" હોસ્ટેલ ની બહાર નીકળતા જ ડાબી બાજુ થી રસ્તો નીકળે છે ત્યાંથી જતા રહો સીધા તમે રસોડા માં પહોંચી જશો.." પેલો છોકરો દોડતા દોડતા બોલ્યો.

અમે બધા તૈયાર થઈ રસોડા તરફ નીકળ્યા , ખાસ કરીને મને ત્યાંનું વાતાવરણ ખૂબ અજીબ લાગી રહ્યું હતું, થોડી થોડી વારે મારી સામે જોરદાર સસ્પેન્સ આવતું હતું. રસોડા માં એન્ટર થતા જ મારી આંખો પહોળી થઇ ગયી..^^ ખૂબ મોટું રસોડું હતું રસોડા માં પણ ચાર રસ્તા પડતા હતા !!! ડાઇનિંગ હોલ માં એન્ટર થતા બે ભાગ માં ડિવાઈડ થયેલું લાગે , 4 ભાગ માં બધે ડાઇનિંગ ટેબલ ગોઠવાયેલા હતા. જેમાં એક ભાગ છોકરીઓ માટે હતો અને બાકીના ત્રણ ભાગ છોકરાંઓ માટે હતો. છોકરીઓ નો વિભાગ રસોડા માં એન્ટર થતા ડાબી બાજુ બીજો હતો , ડાબી અને જમણી બાજુ હાથ ધોવા માટે ની વ્યવસ્થા હતી. જમણી બાજુ રસોડા નું મગજ અને હૃદય હતું ?, જમણી બાજુ હાથ ધોવા ની નજીક જ એક દરવાજો હતો જેના પર લખ્યું હતું.

" મંજૂરી ( રજા ) સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં...!!


- દેવીલાલ "

તેના પરથી ખ્યાલ આવે કે રસોડા નો ભગવાન રસોયા નું નામ "દેવીલાલ" હતું 


ડાઇનિંગ હોલ માં મેળો ભરાયો હોય તેવો માહોલ હતો. એકી સાથે ૬૦૦-૭૦૦ લોકો જમી રહ્યા હતા..!!! એકદમ અદભુત દ્રશ્ય હતું અને આ મેળો એક દિવસ નો ન હતો. આ મેળો આખી જિંદગી અખંડ ચાલવાનો હતો...

" રાજ અને ભદ્રેશ આ બાજુ લાઈન માં ઉભા રહી જાવ..." ભાર્ગવ ઈશારા સાથે બોલ્યો અને અમે લાઈન માં જોડાઈ ગયા. ત્યાં બેઠેલા અને લાઈન માં ઉભેલા દરેક ના ચહેરા ચમકી રહ્યા હતા અને દરેક નો ચહેરો તેના હાવભાવ થી થોડા અંશે એવું પણ કહેતો હતો કે અમારો પણ પહેલો જ દિવસ છે ? જમવા માં પરોઠા અને પનીર નું શાક હતું તે જોકે મને ભાવતું ન હતું પણ આખો દિવસ જે સામાન ફેરવવામાં અને ગોઠવવાના કારણે શરીર થાકી ગયું હતું જોત જોતામાં જ 6 પરોઠા ને પેટ ને હવાલે થઈ ગયા હતા ? સાથે એક ગ્લાસ દૂધ પણ હતું , ગ્લાસ નાનો હતો પણ દૂધ પીવાની મજા આવી એટલે બીજી વાર ગ્લાસ લઈને અમે પહોંચી ગયા..?

પહેલા ભદ્રેશે ખાલી ગ્લાસ વાળો હાથ લાંબો કર્યો, દૂધ ભરવવાળો થોડી વાર માટે ભદ્રેશ સામું જોઈ રહ્યો અને બોલ્યો..

" એક હી બાર મિલેગા...!!" 

અમે ભદ્રેશ પર હસવા લાગ્યા....અને રૂમ પર આવતા રહ્યા, વાત માં કઈ ન હતું પણ વારે વારે દુધવાળી વાત પર ભદ્રેશની ફીરકી લેતા હતા.

રાત્રે બધા અલાર્મ મૂકી સુઈ ગયા... બધા ના મગજ માં કાલ નું જ ટેન્શન હતું, પણ મારા મગજ માં પણ અજીબ વિચારો આવી રહ્યા હતા,.. કાલે  સ્કૂલ નો પહેલો દિવસ હશે શુ થશે ? અમારા કલાસ ક્યા હશે ? કલાસરૂમ કેવા હશે ? સાહેબ ઉભો કરી ને મારી ઈજ્જત તો નહી કાઢે ને..!!! ?



સ્કૂલ નો પહેલો દિવસ..

સવારે ભદ્રેશ સૌથી પહેલાં જાગી ગયો હતો. તેને બધા ને જગાડ્યા અને બધા નાઈ ધોઈ ડાઇનિંગ હોલ માં પહોંચી ગયા, નાસ્તો કરી અમે બહાર ઉભા રહ્યા ત્યાં બીજા વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થયા.. બધા A ગ્રુપ અને B ગ્રુપ ની જ વાતો કરતા હતા, A ગ્રૂપ એટલે એન્જિનિયર નુ આવે એટલી ખબર અને મે એન્જિનિયર નું સિલેક્ટ કરેલું, ગ્રુપ નો કોઈપણ વિદ્યાર્થી જ્યારે પણ A ગ્રૂપની વાત કરે એટલે તરત હું તેને ધ્યાન દઈ સાંભળતો... પછી એક સર આવ્યા અને બધા ને કીધું કે બધા ઉપર ના હોલ માં બેસી જાવ.

ઉપરનો હોલ કે જે ત્રીજા માળે આવેલો છે. જ્યારે પણ સાયન્સ માં નવા એડમિશન થાય અથવા કઈક નવી ચુચના આપવાની હોય ત્યારે એ હોલ માં બધા ને બોલાવવામાં આવતા.

મારા ધબકારા જેમ જેમ એક માળ ઉપર ચડુ તેમ ધબકારા વધતા હતા ?

અને...ન થવા નું થયું !! 


૨ જ કલાક માં મારી આખી જિંદગી ની લાઈન જ બદલાઈ ગઈ...?


શુ થયું હશે કોમેન્ટ કરી ને જણાવો...?







આગળ ની સ્ટોરી.....




           --------◆ અસમર્થ : ૩ ◆----------