બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૮ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૮



સત્યમે પોતાની માતા ગીતા બહેન સમક્ષ ના પીવાના શપથ લીધા હતા ! પણ ફ્લોરા સાથે કોઈ અણબનાવ બનતા સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો ! તેને કોઈ રીતે જંપ વળતો નહોતો !

વાત સામાન્ય હતી . સત્યમને એક અર્જેંટ લેટર ટાઇપ કરવાનો હતો . તે માટે તેણે ફ્લોરાને બોલાવી હતી ! પણ તે કિચનમાં હતી અને તે કોઈની સાથે વાતચીત કરી રહી હતી .સામે પક્ષે તે જ શખ્સનો હતો જેની સાથે ફ્લોરાને લઈ તેની ચડભડ થઈ હતી .તેની સાથે એવી તે શી વાત હતી ? સત્યમે તેને બોલાવી હતી . ના તો તે આવી નહોતી ના તો કોઈ સંદેશ મોકલ્યો હતો .આ કારણે સત્યમ નારાજ થઈ ગયો હતો .' નારી તને ના ઓળખી ! ' આ વાતનો ફ્લોરાના વર્તને પરચો આપ્યો હતો .
.

થોડી વારે તે બહાર આવી હતી . તે જોઈ સત્યમે તેને સહજ ભાવે સવાલ કર્યો હતો .


' તું ક્યાં હતી ? શું કરતી હતી ? હું તને ક્યારનો બોલાવી રહ્યો છું ! '


' મારી તબિયત સારી નથી ! તમને એટલી ઉતાવળ હતી તો રશ્મિને કહી શક્યા હોત ! '

' એવું હતું તો મને સંદેશો આપી શકી હોત . ગેર સમજણ ટાળી શકાઈ હોત ! '

' તેમાં વળી કઈ જાતની ગેર સમજણ ? '

તેણે અલગ સ્વરમાં જ્વાબ વાળ્યો હતો . આ પહેલાં તેણે કદી આ રીતે વાત કરી નહોતી . તેના આવા વર્તન પાછળ કોઈનો હાથ હતો . તે ખ્યાલે તેના દિમાગમાં શંકાનું નાનકડું બીજ રોપાયું હતું .

તેનું મૂડ તદ્દન ઓફ થઈ ગયું હતું ! તેની ભૂખ મારી પરવારી હતી . તેની આવી હાલત નિહાળી ઑફિસમાં ગૉસિપનું બજાર ખુલી ગયું હતું !

તેણે જમવાની ના પાડી . તેથી બધાએ જમવાની ના પાડી દીધી .તેમણે કરેલા સત્યાગ્રહ સામે સત્યમના હાથ હેઠા પડ્યા . તેણે ફ્લોરાના લંચ બોક્ષમાંથી તળેલું ઈંડું લઈ ભોજનનો પ્રારમ્ભ કર્યો !

જમ્યા બાદ પણ તે માનસિક રીતે અશાંત હતો ! તેનું કોઈ કામમાં ચિત ચોંટતું નહોતું . આ હાલતમાં સોન્યા અને ફ્લોરાએ મદદ કરી હતી .

' તમારા ઘરેથી ફોન આવ્યો હતો . તમારા ડેડીની તબિયત સારી નથી . તમારે ઘરે જવું પડશે ! '


અને સત્યમ પેક અપ કરી ,, મેનેજરની પરવાનગી લઈ ઑફિસમાંથી બહાર નીકળી ગયો હતો .

તે ઘરે જઈ નિરાલીને તકલીફ આપવા માંગતો નહોતો . ફ્લોરાના વ્યવહારે સત્યમને હાડોહાડ લાગી આવ્યું હતું . તેને કોઈ રીતે જંપ વળતો હતો . આ જ કારણે ૧૬ મહિનાના લાંબા અંતરાળ બાદ તેણે સિગારેટ મોઢે લગાવી હતી .

સમય પસાર કરવા તે ફિલ્મ જોવા થિયેટરમાં ઘૂસી ગયો હતો .પણ ફિલ્મ જોવાનું પણ તેને મન થતું નહોતું .છતાં તે ચૂપચાપ થિયેટરની ભીતર પોતાની જાતને કેદ કરી ત્રણ કલાક બેસી રહ્યો હતો .

સાંજના તે ફ્લોરાના ઘરે ગયો હતો . તેની સાથે વાત કરતા સત્યમ પાછો મૂડમાં આવી ગયો હતો . છતાં બની ગયેલી ઘટનાનું રિકેપ સતત તેની આંખો સામે નર્તન કરી રહ્યું હતું !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સત્યમની માફક રવિને પણ સિગારેટ પીવાની આદત હતી .સત્યમે સિગારેટ પીવાની પુનઃ શરૂઆત કરી હતી .તે બદલ ફ્લોરાએ કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો !


થોડા દિવસ બાદ સત્યમે ફ્લોરા અને રવિ સમક્ષ પિકનિકનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે બન્નેએ હરખ ભેર વધાવી લીધો હતો . નિરાલી અને બાળકો પણ પિકનિકની વાત સાંભળી રાજીના રેડ થઈ ગયા હતા !

અને રવિવારે નિયત સમયે બધા ચર્ચ ગેટ સ્ટેશન પર ભેગા થયા હતા . આ પિકનિકમાં ફ્લોરાની નાની બહેન તેમજ રવિના બે ભાઈ પણ શામેલ હતા !

બધા બસમાં ગેટ વે ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા . અને ત્યાંથી લૉન્ચમાં એલિફન્ટા રવાના થયા હતા ! .


આખો દિવસ ખૂબ જ આનંદ મસ્તીમાં વીતી ગયો હતો .ત્યાં પહોંચીને સર્વ પ્રથમ બધાએ ચા નાસ્તો કર્યો . પછી રમત ગમતનો દોર આરંભાયો ! સંતા કૂકડી , થપ્પો અને પછી બધા ક્રિકેટ રમવામાં મગ્ન થઈ ગયા ! . લગભગ એક વાગ્યા સુધી તેઓ વિધવિધ રમતો રમ્યા ..પછી બધાએ સાથે મળીને લંચ કર્યું .

લંચ બાદ થોડો પોરો લઈ તેમણે અંતાક્ષરીની રમત શરૂ કીધી !

ક્ષિતિજે પણ આ રમતમાં સક્રિય હિસ્સો લીધો . તેણે જોરદાર ટક્કર આપી .સત્યમ પણ આ રમતમાં માહેર હતો . છેલ્લે સીધે સીધી બાપ બેટા વચ્ચે જ ટક્કર થઈ હતી .

અંતાક્ષરીની રમત એક ધારી ત્રણેક કલાક ચાલી હતી .અંતાક્ષરીમાં સત્યમે ભાઈ બહેનની લાગણીની વાત કરતા ગીતોનો સહારો લીધો હતો . અને છેલ્લે ફ્લોરા અને રવિની ફરમાઈશ પર ફિલ્મ રાખીનું આખું ગીત ગાયું હતું !

બંધા હુઆ એક એક ધાગે મેઁ ભાઈ બહન કા પ્યાર ,

રાખી ધાગો કા ત્યૌહાર ,રાખી ધાગો કા ત્યૌહાર


કિતના કોમલ કિતના સુંદર ભાઈ બહન કા નાતા ,
ઇસ નાતે કો યાદ દિલાને યહ ત્યોહાર હૈઁ આતા ,
ભાઈ કે મન કી આશા હૈઁ રાખી કે યે તાર
રાખી ધાગો કા ત્યોહાર ,

બહન કહે મેરે વીર તુઝે ના બુરી નજર ના લાગે
મેરે રાજા ભૈયા તુજકો મેરી ઉમરીયા લાગે
ધન હું પરાયા ફિર ભી મિલુંગી સાલ મેઁ તો એક બાર , રાખી ધાગો કા ત્યૌહાર ,


ભાઈ કહે ઓ બહન મૈં તેરી લાજ ક હું રખવાલા ,
ગૂંથુંગા મૈં તેરે પ્યાર સે તેરે અરમાનો કી માલા ,
ભાઈ બહન કા પ્યાર રહેગા જબ તક હૈઁ સંસાર ,
રાખી ધાગો કા ત્યૌહાર . . .

સાંજના ૬ વાગે બધા લૉન્ચ પકડવા ધક્કા પર પહોંચી ગયા હતા

સત્યમના કહેવાથી ફ્લોરાએ ગુજરાતી ઢબે સાડી પહેરી હતી ! તે આ સ્ટાઇલમાં બહું જ સુંદર દિસી રહી હતી .

સત્યમે નિરાલી અને ફ્લોરાનો સંયુક્ત ફોટો પાડ્યો હતો !

રાતના દસેક વાગ્યાના સુમારે બધા ઘર ભેગા થયા હતા . છોકરાઓ થાકી ગયા હોવાથી તેઓ ઘરે પહોંચતા વેંત તેઓ પોઢી ગયા હતા ! નિરાલી પણ કપડા બદલીને તરતજ સૂઈ ગઈ હતી . પણ સત્યમ દિનભરની સારી ઘટનાઓ વાગોળી રહ્યો હતો !
૦૦૦૦૦૦૦૦૦૦૦૦



કોઈ નજીવી વાતમાં રવિ રિસાઈ ગયો હતો ! કદાચ રાખીના ગીતે તેની લાગણીને છંછેડી હતી .ફ્લોરા તો હર સાલ સત્યમને રાખડી બાંધતી હતી પણ રશ્મિ બીજી વાર તેને રાખડી બાંધવા આવી નહોતી . આ વાતનો રવિને સતત રંજ થતો હતો . કદાચ આ જ કારણે તેણે સિગારેટ મોઢે લગાડી હતી . આ વાતથી ફ્લોરા નારાજ થઈ ગઈ હતી . તેણે ટકોર કરતા સત્યમના વખાણ કર્યા હતા . આ વાતે તેને ઓછું આવી ગયું હતું !

રવિ સત્યમની માફક સહેલાઈથી ગુસ્સે થઈ જતો હતો . પણ તેનો ગુસ્સો લાંબુ ટકતો નહોતો .વધારેમાં વધારે પાંચ મિનિટ તેનો ગુસ્સો ટકતો હતો .તે બિલકુલ એક બાળક જેવો હતો .અસલામતીની ભાવનાથી પીડાતો હતો . આ જ કારણે તે થોડો પઝેસીવ બની ગયો હતો . કોઈ તેની ફ્લોરાને તેની પાસેથી છિનવી લેશે તો ? આ ભય તેણે સતત સતાવતો હતો .

એક વાર તે સત્યમને કારણે ફ્લોરા પર નારાજ થયો હતો . તેમાં સત્યમનો કોઈ વાંક નહોતો . તે સત્યમ પર નારાજ થયો હતો . તે સત્યમને કંઈ કહી શક્યો હતો . તેણે પોતાની પત્નીને કટાક્ષ માર્યો હતો . આથી સત્યમને લાગી આવ્યું હતું .પણ બીજી પળે તેણે મીઠો ઝટકો આપ્યો હતો .

' મને તમારા બંને પર અતૂટ વિશ્વાસ છે . તમે ધારો તો એકલા ફિલ્મ જોવા જઈ શકો છો ! '


તેની આ વાત તેમની લાગણીની મૂડી પર વ્યાજ સમાન નીવડી હતી !

સવારના નિયત સમયે તૈયારી થઈ સત્યમ ઑફિસે જવા નીકળી પડ્યો ! બરાબર દસ ને દસ મિનિટે તે ચર્ચ ગેટ સ્ટેશન ઉતર્યો અને ' ઓ સી એમ ' ના બેનર નીચે જઈને ફ્લોરાની વાત જોતો ઊભો રહી ગયો !

રોજ તો સત્યમને બે મિનિટથી વધારે રાહ જોવી પડતી નહોતી ! પણ ૧૫ મિનિટ વીતી જવા છતાં ફ્લોરાના દૂર સુધી કોઈ આસાર જણાતા નહોતા ! સત્યમ થોડો ચિંતિત થઈ ગયો ! અને નિરાશ હાલતમાં બસ સ્ટોપની દિશામાં આગળ વધવા માંડ્યો !

બસ સ્ટોપ પર એક સાથે બે બસો ઊભી હતી . સત્યમ એક બસમાં ચઢી ગયો .બંને બસો એકી સાથે જ ઊપડી .અને સિગ્નલને કારણે ઊભી રહી ગઈ . તે જ વખતે સત્યમની નજર બીજી બસમાં ઊભેલી ફ્લોરા પર પડી હતી . આવું કેમ થયું ? બંને એક જ જગાએ હતા છતાં ભેગા કેમ થઈ શક્યા નહોતા !

બંને સાથે જ ઑફિસમાં દાખલ થયા હતા !

વોલ ક્લોક ૧૦-૪૦નો સમય સૂચવી રહી હતી . હાજરી પત્રક બહાર કાઉંટર પર હતું . સત્યમે સહી કરવા માટે હાજરી પત્રક ખોલ્યું ત્યારે તેના અને ફ્લોરાના નામ સામે લાલ અક્ષરે '' A'
. લખેલું નિહાળી ચૌંકી ઊઠ્યો . તે તરતજ હાજરી પત્રક તેમજ ફ્લોરાને લઈ કૈલાશ ભાઈની કેબિનમાં દોડી ગયો !

' આ શું છે ? ' સત્યમે ઉંચા અવાજે સવાલ કર્યો !

' મને એમ કે તમે આજે ઑફિસ નહીં આવો ! '

' કમ સે કમ ગ્રેસ પીરિયડ પૂરો થવાની રાહ તો જોઈ શક્યા હોત ! આજ પછી ફરી વાર આવુ થયું તો અમે તમને કહેવા પણ નહીં આવીયે . અમે બહારથી જ ઘરે જતાં રહીશું ! '.ઑફિસનો સ્ટાફતો અમારા સંબંધથી જલે છે ! તેમની નિમ્નતમ માનસિકતા તો સમજી શકાય તેમ છે . પણ તમારા જેવા ભણેલા સુશિક્ષિત લોકો વિદેશમાં અભ્યાસ કરીને પણ આવી હલકી માનસિકતા ધરાવે છે તે જાણી અફસોસની લાગણી થાય છે ! '

સત્યમની વાત સાંભળી કૈલાશ ભાઈ ભોંઠા પડી ગયા . તેમણે આવા પ્રતિભાવની કલ્પના પણ કરી નહોતી ! તેમને કહ્યાં વિના આરો નહોતો

' તમે તેમ કરી શકો છો ! '

તેઓ એટલું તો સમજી ગયા હતા . તેમણે ભરેલા કદમનો આવો જ જ્વાબ હોઈ શકે !

થોડી વારે તેમણે ફ્લોરાને પોતાની કેબિનમાં બોલાવી સૂચના આપી હતી !

' કાલે અર્જેંટ અમુક લાઇસેંસ ફાઇલ સરકારી ખાતામાં જમા કરવાની છે . તું નવ વાગે ઑફિસ આવી જજે ! '

ફ્લોરાએ ફટ દઈને ના પાડી દીધી !

' હું વહેલી નહીં આવી શકું ! '

તે સાંભળી કૈલાશ ભાઈનું અહમ ઘવાયું .ઑફિસનો અન્ય સ્ટાફ વિના દલીલ વહેલો આવવા તૈયાર થઈ ગયો હતો જેમાં રશ્મિ , રમણ અને રઘુનાથ શામેલ હતા .

તેમણે તરતજ સત્યમને પોતાની કેબિનમાં બોલાવી ફ્લોરાની ફરિયાદ કરતા કહ્યું હતું !


' તમારી દોસ્તને સમજાવોને . તે આવતી કાલે વહેલી ઑફિસ આવે ! આવતી કાલે ૩૧ માર્ચ છે .ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ પૉલિસીમાં ધરખમ ફેરફાર થવાની વકી છે .તેથી આપણને જૂની પૉલિસીનો લાભ મળે તે ખાતર આપણે અમુક ડમી અપ્લિકેશન તૈયાર કરવાની છે ! '

' ઠીક છે ! હું ફ્લોરા સાથે વાત કરુછું ! '

કહી સત્યમ તેમની કેબિનમાંથી બહાર આવી ગયો !

તેણે ફ્લોરાને પોતાની પાસે બોલાવી અને તે વહેલી આવવા તૈયાર થઈ ગઈ . તે જાણી કૈલાશ ભાઇના અહમને બેવડી ચોટ લાગી ! ફ્લોરાએ તેની વાત ના માની તે વાતનો તેમને સતત રંજ થતો હતો . .
અને સત્યમે ફ્લોરાને સમજાવી હતી . તેના કહેવાથી ફ્લોરા આવવા તૈયાર થઈ ગઈ હતી . આથી કૈલાશ ભાઈના અહમને અનેક ગણી ચોટ લાગી હતી !


અને સત્યમે પોતાની કાર્યદક્ષતા થકી સઘળું સમયસર પતાવી દીધું હતું .અને ફ્લોરા તેમજ રશ્મિને હોટેલમાં લઈ જઈ લંચ પણ કરાવ્યું હતું અને પૈસા ઑફિસમાંથી વસૂલી લીધા હતા !

' કૈલાશ ભાઈ પૈસા નહીં આપે તો ? ફ્લોરા અને રશ્મિએ ભય વ્યક્ત કર્યો હતો અને તેવું થાય બંને એ પૈસા આપવાની તૈયારી પણ દાખવી હતી .પણ એવી કોઈ જ નોબત નહોતી આવી !

કૈલાશ ભાઈએ વાઉચર પાસ કરી દીધું .આ વાત અંદર ખાને રશ્મિને જચી નહોતી ! તે તો અનેક વાર ઑફિસના કામ અંગે વહેલી આવી હતી . મોડે સુધી રોકાઈ પણ હતી .પણ તેણે એ બદલ કોઈ જા અપેક્ષા રાખી નહોતી ! કૈલાશ ભાઈએ તેન અલગથી બોલાવી ટકોર પણ હતી .ત્યારે પોતાની નિર્દોષતા દર્શાવી તેણે જ્વાબ આપ્યો હતો !

' હું તો જમવા જવા માંગતી નહોતી .પણ તેમના દબાણ થી તેમની સાથે હોટેલમાં ગઈ હતી !

રશ્મિ પણ તેના ભાઈની જેમ ડબલ ગેમ રમતી હતી તેનો સૌ પ્રથમ અણસારો ફ્લોરાને મળ્યો હતો . ત્યારથી બંનેની દોસ્તીમાં તિરાડ પડી હતી . ફ્લોરાએ પણ તેની અંગત વાતો રશ્મિને કરવા નું બંધ કરી દીધું !

તે પણ સત્યમ અને ફ્લોરા સાથે લંચ કરવા ગઈ હતી . તે જાણી રમણે ઉહાપોહ મચાવ્યો હતો !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


એક અઠવાડિયા પછી કૈલાશ ભાઈએ સત્યમને પોતાની કેબિનમાં બોલાવી સંભાષણ કર્યું હતું !

' આપણી ઑફિસમા શિષ્ટ , અનુશાસન જેવું કંઈ રહ્યું નથી ! '

તેમની વાત સાંભળી સત્યમ ઉકળી ગયો હતો ! ડિસિપ્લિનના નામે તમે શું કહેવા માંગો છો એ તો હું જાણતો નથી . પણ ડિસિપ્લિન કોને કહેવાય તે હું તમારાથી બેહતર જાણું છું. વળી ડિસિપ્લિનના નામે તમે કઈ ભડાસ કાઢી રહ્યા છો .તે પણ હું જાણું છું ! '

સત્યમે તેમની દુખતી રગ પણ આંગળી મૂકી હતી ! એટલે તેમણે પલટી મારી હતી !

' હું ઑફિસમાં ચાલું કરવામાં આવેલી લાઇબ્રેરી વિશે વાત કરું છું . મને તેના વિશે કોઈ પ્રોબ્લેમ નથી . પણ તેને કારણે ઑફિસના કામમાં ખલેલ પડે છે .ફ્લોરા પણ તેનું કામ છોડી લાઇબ્રેરીના કામમાં વ્યસ્ત રહે છે . આંખો વખત તેની આસપાસ ચોપડી તેમજ મેગેઝીન બદલાવવાના બહાને કોઈને કોઈ મોજૂદ હોય છે ! આવી રીતે કેમ કામ થાય ? રમણ કેટલી વાર આવીને મારી પાસે ફરિયાદ કરી ગયો છે ! '


રમણનું નામ પડતા સઘળું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું . ફ્લોરા તેમાં ઇન્વૉલ્વ્ડ હતી . આ વાતનું કૈલાશ ભાઈ અને રમણને પેટમાં દુખતું હતું !

રમણ માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા . છતાં તે પોતાની બહેનને શું વાંચવું જોઈએ ? તેની સલાહ આપતો હતો .તેણે જ ફ્લોરા વિરુદ્ધ મેનેજ્મેંટના કાનમાં વિષ રેડ્યું હતું !

ફ્લોરા મિલનસાર હતી ! ઑફિસમાં બઘા જ તેને સન્માન આપતા હતા ! તેની ઇજ્જત કરતા હતા ! પોતાના ભાઈની સોબતની અસર કયારેક કયારેક રશ્મિના દિલો દિમાગ પર થવા માંડી હતી ! તે પણ ચિત્ર વિચિત્ર હરકતો કરતી હતી ! સોન્યા પણ તેને અવારનવાર ભડકાવતી હતી ! એક તરફ તે પોતાના ભાઇના દબાણ હેઠળ રહેતી હતી .તે જાહેરમાં ફ્લોરાની બેહતરીન સહેલી હોવાનો ડોળ કરતી હતી અને પીઠ પાછળ અને ખાસ કરીને પોતાના ભાઈની હાજરી તેની બદબોઈ કરતી હતી !

આ બંને ભાઈ બહેન સત્યમ માટે માથાનો દુખાવો બની ગયા હતા !

રમણની કોઈ વાત સાંભળી કૈલાશ ભાઈએ અભદ્ર ટકોર કરી હતી ! તેથી ફ્લોરાએ તેને મોઢામોઢ ચોપડાવી દીધી હતી ! તે સાંભળીને કૈલાશ ભાઈની બોલતી બંધ થઈ ગઈ હતી ! સત્યમે તો તેમના મોઢા પર જ કહી દીધું હતું !


' યુ આર એ ચાઇલ્ડ ઇન ફ્રંટ ઓફ મી ! '

સત્યમને કોઈ અણસારો આવી રહ્યો હતો ! કૈલાશ ભાઈ ફ્લોરાની પાછળ આદુ ખાઈને પડી ગયા હતા ! તેઓ જરૂર કોઈ અપ સેટ સર્જશે તે વાતની સત્યમને ધાસ્તી લાગતી હતી !

કૈલાશ ભાઈ ચાંદીનો ચમચો લઈ જન્મ્યા હતા . બાપ દાદાએ તનતોડ મહેનત કરી પરસેવો રેડી ધંધો જમાવ્યો હતો .અને તેઓ તૈયાર ભાણે જમવા બેસી ગયા હતા . દુનિયાદારી તેમનાથી જોજન દૂર હતી . નાના માણસોની તકલીફ પીડા સાથે તેમને સ્નાન સૂતકનો પણ વ્યવહાર નહોતો !

આમ તો કંપનીનો સઘળો કાર્યભાર કૈલાશ ભાઇના પિતાના મિત્ર સુશીલ ગાંધી સંભાળી રહ્યા હતા ! તેમના હાથમાં થોક જવાબદારી હતી , પણ તેમના હાથ બંધાયેલ હતા . તેમને મોનેટરી કોઈ જ પાવર્સ નહોતા ! તેઓ જરૂરતથી વિશેષ પોતાની જવાબદારી એક ગધેડાની જેમ નિભાવતા હતા .પણ યંગ જેનરેશન તેમને ગણકારતું નહોતું . છતા તેમણે પોતાના મિત્રના સંતાનોને તૈયાર કરવા માટે લોહી પાણી એક કર્યા હતા ! પણ તેઓ શેઠના દીકરા હતા અને કંઈ પણ શીખવામાં નાનમ અનુભવતા હતા !

એક વાર સુશીલ ભાઈએ સત્યમની હાજરીમાં ટૉકયા હતા .

સત્યમે એક લેટર ટાઇપ કરાવી કૈલાસ ભાઈની સહી માટે મોકલ્યો હતો . તેની સાથે એક અન્ય પેપર પણ મોકલવાનું હતું જે આવવાનું બાકી હતું .

સુશીલ ભાઈએ સત્યમની કાર્યદક્ષતાની પ્રશંસા કરતા સલાહ આપી હતી .લેટર સાથેના મોકલવાની પેપર્સ સાથે લગાવ્યા વગર લેટર સહી કરાવવા નહીં મોકલતા ! '

સુશીલ ભાઈએ કેવળ તેમને એટલું જ પૂછ્યું હતું !

' તું લેટર સહી કરતા તેને વાંચે છે ખરો ? '

તે સંભાળી કૈલાશ ભાઈ ભડકી ગયા . તેમણે તરતજ સુશીલ ભાઈને વળતો સવાલ કર્યો !

' મારે બધું જ ચેક્ કરવાનું ! '

' ઓફકોર્સ ! આપણે એ સી કેબિનમાં બેસવા નથી આવતા ! '

આ સંભાળી કૈલાશ ભાઈના અહમને ભારે ઠેસ વાગી હતી . સુશીલ ભાઈએ એક સ્ટાફ સભ્ય સામે તેમને ટૉકયા હતા . આ વાત તેમને હાડોહાડ લાગી આવી હતી !

તેમણે તરતજ જઈને પોતાના પિતા જશવંત રાયને ફરિયાદ કરી હતી .


અને તેઓ દીકરાના બચાવમાં સુશીલ ભાઈની કેબિનમાં દોડી ગયા હતા ! તેમણે સુશીલ ભાઈને ચોખ્ખા શબ્દોમાં ખખડાવી નાખ્યા હતા ! '

' તું ઑફિસનો એક મામૂલી મુલાજિમ છે . એક આશ્રિત છે ! તું કદી શેઠ બનવાની કોશિશ ના કરીશ ! '

સત્યમે કાનોકાન આ વાત સાંભળી હતી .

ત્યારે સુશીલ ભાઈએ બચાવમાં કહ્યું હતું . ' મેઁ તેના હિત ખાતર ટૉકયો હતો .'

કદાચ તેમણે શું કહ્યું હતું તે કહેવા માટે જ સત્યમને બોલાવ્યો હતો ! પણ જશવંત રાયના વર્તાવે તેની કોઈ આવશ્યકતા ના રહેવા દીધી નહોતી !

સત્યમ બહાર આવ્યો ત્યારે સતત તેના કાનમાં એક જ શબ્દ પડઘાઈ રહ્યો હતો !

જસવંત રાયે કેમ સુશીલ ભાઈને ' આશ્રિત ' કહ્યા હતા? આ પ્રશ્ન સતત તેના કાનોમાં ગુંજી રહ્યો હતો !

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )