હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના ? Zala Yogeshsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના ?

હા.... અમારી છેલ્લી વાત અને અમારા છેલ્લા મેસેજમાં એ એક જ વાત કરતાં હતાં.
________________________________________________

તું મને ભૂલી જા..
________________________________________________

તમારી એ મીઠી વાતો ને
આપડી મીઠી યાદો ને કેમ ના અમે ભૂલવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમે આપેલી ગિફ્ટો ને
જોઈને તમને તો યાદ કરવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમારા સવારના ગુડ મોર્નિંગ અને રાતના ગુડ નાઈટ
સાંભળીને અમે જાગવાના અને ઉઘવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમને હેરાન કર્યા વગર ના અમે
એક દિવસ પણ રેહવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

અમે કોઈ દિવસ એકલા 5 સ્ટાર ના ખાવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમારા આપેલા પ્રોમિસ સાંભળીને
ભલે અમે થોડા થોડા ભૂલવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

મારી બધી જ તકલીફમાં સાથ આપી
મારી પ્રોબ્લેમ તમે દૂર કરવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

જયારે તમે રિસાઈ જાવ
ત્યારે કોઈ પણ રીતે અમે તમને મનાવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

ક્યારેક એક બીજા પર ગુસ્સો ભલે કરવાના
પણ લાડ પણ એટલો જ કરી લેવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

કોઈ વાત ખોટી લાગે તો સોરી કહી દેવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________
ક્યારેક એક બીજા સાથે જીવેલી પળોને
યાદ કરીને હસી પણ લેવાના ને
કયારેક રડી પણ લેવાના...
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમારા જ ખભા પર માથું નાખીને બધું જ
ટેન્શન થોડા સમય માટે દૂર કરી લેવાના...
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

કોઈને પણ કહ્યા વગર જો તમે મારા માટે
ભગવાન પાસે દુઆઓ માંગી લેવાના તો
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

આ દુનિયાના રીતે રિવાજોને આપણને
અલગ કરવાવાળા લોકો લાખ પ્રયત્નો કરી લેવાના...
પણ આપણે હવે એક બીજા ને ક્યાં ભૂલવાના...
_______________________________

કેટલાંય દિવસો સુધી ક્યારેક વાત ના કરવાના
ને ક્યારેક એક બીજા નો ચેહરો પણ ના જોવાના...
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

સાથે જે બનાવેલી યાદો ને કેટલી લાડકવાયી વાતોને
એકલતામાં બેસીને યાદ કરી હસવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

આ જીવન છે બસ એને હવે જીવી લેવાના
તમારા થી જ શરૂ ને તમારા પર જ પુર્ણવિરામ મૂકી દેવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

શું લઈને આવ્યા હતા ને હવે શું લઈને જતા રેહવાના...
ખાલી મનને ખાલી દિલ લઈને આયા હતા...
ને તમારો લગણીરૂપી પ્રેમ ભરી જવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

કયારેક આંખો માં તમારી એક આંસુ બની વેહવાના
તો કયારેક તમારા હસતાં ચેહરાનું કારણ બની જવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

આ દિલ ના એક એવા રસ્તાં ના હોય
જેમાં તમે ના હોવાના
હવે તો આ મગજનાં વિચારો પણ
તમારું નામ લેવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

તમે ના હોવ મારા નસીબમાં
એ તો ભગવાનને પણ ક્યાં કબર હોવાના
દિલથી કર્યો હોય જો સાચ્ચો પ્રેમ
પછી મજબૂર થઈને ભગવાન પણ નીચે આવના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

અશક્ય છે આ બધું એવું ભલે તમે માનવાના
વિશ્વાસુ આ પ્રેમ આપણો
એની સામે ભગવાન પણ હારી જવાનાં
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

ભગવાન અઘરી પરીક્ષા ભલે લેતા હશે...
પણ પાસ કરી જવાનાં
વિરહના આ દુઃખને પણ
કયારે તો ખતમ કરવાના
હવે તમે જ કહો કે તમને કેમ ના ભૂલવાના... ?
_______________________________

લખવા જો બેસું તો કેટલું બધું લખી લેવાના
અંતે એટલું જ કહીશ કે


❤️.............ના તમે અમને ભૂલવાના .............❤️
❤️.............ના અમે તમને ભૂલવાના .............❤️