કઠપૂતલી-3 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી-3

લવલિનને આકાશમાં ઉડવાની મહત્વકાક્ષા હતી.
બોમ્બેમાં હોસ્ટલમાં રહી તે એક ડ્રામા ઈન્ટિટ્યૂટમાં જોડાયેલી.
મોટી બહેન શહેરની એક નામી કંપનીમાં સારી સેલેરી સાથે જોબ કરતી. એણે ક્યારેય કોઈ વાતે લવલિનને ઓછુ આવવા દીધુ નહોતુ.
પપ્પાનુ છત્ર એ બાળપણમાં ગુમાવી બેસેલી. બિમાર 'માં' જે પહેલાં એજ કંપનીમાં વર્કરો માટે કુકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતી હતી એમના સારા કાર્ય થી રીટાયરમેન્ટ પછી મોટીને એ કંપનીમાં જગા મળેલી.
ભાઈ હતો પણ ન હોવા બરાબર, પોતાના એકના એક પુત્રના મૃત્યુ પછી એની પત્ની છોડીને ચાલી ગઈ.
પૂત્રના ચાલ્યા જવાથી એને જિંદગીનો મોહ ઉતરી ગયેલો દારૂના નશામાં એ પોતાની જાતને ખોઈ નાખતો.
ક્યારેય એને પીઠ ફેરવીને મમ્મી અને ભાઈ બહેનનો ખયાલ કર્યો ન હતો.
પરિસ્થિતિઓ એટલી બધી સાનુકૂળ નહોતી.
એ દારૂ પીધા પછી બેફામ બનીને બધાને મન ફાવે એમ બોલતો.
એણે નાનાં ભાઈ બહેનની ક્યારેય કોઈ દરકાર કરી નહતી કે પોતાના આવા વલણથી પરિવાર પર કેવા પરિણામો આવી શકે વિચાર્યું પણ નહોતું..?
એક દિવસ આવી જ રીતે ગાળા ગાળીમાં કોઈએ એના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા. બંને બહેનોના જીવ અદ્ધર થઈ ગયા. તાબડતોબ એને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. જે પરિવારને એ ધિક્કારતો હતો એ જ પરિવાર હોસ્પિટલમાં એની સાથે હતો.
બંને બહેનો રડતી હતી કારણકે બંને જાણતી હતી , પોતાનો ભાઈ સાવ એવો નહોતો. પોતાની જાત પ્રત્યે આટલો બેદરકાર તો જરા પણ નહીં.
અને આજની એની દશા માટે બંનેને એની દયા આવતી હતી.
મોટીએ કહ્યું.
"ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું હવે તું તારી જિંદગીને શા માટે ખતમ કરવા અધીરો થયો છે. નાનાં ભાઈ બહેન નો તો વિચાર કર..!
પણ એ મૂંગો થઇ ગયો હતો. પોતાની બહેન જે કંઈ કહી રહી હતી એની લેશમાત્ર એના પર કોઈ અસર ન હતી.
હોસ્પિટલના બિછાને જાણે કે લાશ પડી હતી. મોટીએ એને બેઠો કરવા ઘણા રૂપિયા લગાવી દીધા.
જિંદગીમાં જે માણસને જીવવાની ઇચ્છા હોતી નથી એને ક્યારે ડોક્ટરો પણ સાજો કરી શકતા નથી. કેમકે બેડ પરથી બેઠા થવા માટે પોતાની ઈચ્છાશક્તિ મહત્વનો ભાગ ભજવે છે.
આખરે પોતાના નાના ભાઈ બહેનને આ ફાની દુનિયામાં એકલાં એ મૂકી ચાલ્યો ગયો.
ઘરમાં મોટા પુત્રના મૃત્યુ પછી "મા" સાવ ભાંગી પડી.
બંને બહેનો એટલા માટે રડી હતી કે ગમે તે તોય મોટો ભાઈ બાપ બરાબર હતો.
આજ બંને એ ફરીવાર પિતાનું છત્ર ફરીવાર ગુમાવ્યું હતું.
લવલિન હવે અભ્યાસ મુકીને પોતાના પરિવારને આર્થિક સપોર્ટ કરવા માગતી હતી, કારણ કે આજ સુધી એ બધી જ જવાબદારી મોટીએ ઉઠાવી હતી. ક્યારેય એને પોતાની નીજી જિંદગીનો વિચાર સુધ્ધાં કર્યો ન હતો. એ ભૂલી ગઈ હતી કે પોતે એક છોકરી છે..! એને ઘણા બધા કોડ છે..! એણે પણ શણગાર સજવો છે. એને પણ કોઈનો હૂંફાળો હાથ થામી શરમાવુ છે..! અમી નીતરતી આંખોને જાણીજોઈને ઝુકાવી દેવી છે..! પરંતુ એ બધું એના માટે રેતના મહેલ જેવું હતું. વર્ષો હાથમાંથી રેતીની જેમ સરી જતા હતાં.
જીવનભરનો ઝૂરાપો અને વિરાન જિંદગીના ખોખલા રણમાં એને ભટકી જવા દેવી નહોતી. ખૂબ મોટી ઉંમરે પણ એને જીવનમાં સથવારો મળી જાય તો એનાથી મોટી ખુશી લવલીન અને એની 'મા' માટે બીજી કોઈ નહોતી.
મોટીની 'ના' છતાં લવલીને સ્ટડી પર પૂર્ણવિરામ મૂકી જોબ માટે શોધખોળ આરંભી.
લવલિન માટે એની સુંદરતા એનો પ્લસ પોઇન્ટ હતી. એક એવો ચહેરો જેને હજારોની ભીડમાં તારવી શકાય..!
એક એવું ચહેરા નૂર જે લાખો લોકોને પોતાની તરફ ખેંચી લાવવા સમર્થ હતુ..!
અડાજણ તરફ ટાટા મોટર્સના એક ભવ્ય શો રૂમ પર એને જોબ મળી.
એની વાક્પટુતા અને કામ પ્રત્યેની ધગશના કારણે જોતજોતામાં એ સારું એવું કમાઈ. શો રૂમના હેડની સાથે આખો સ્ટાફ એની રિસ્પેક્ટ કરતો. પરંતુ એની આ પ્રગતિ એની સાથે જોબ કરતી એકાદ-બે છોકરીઓને આંખમાં કણાની જેમ ખટકતી હતી.
એ દરેક પગલું સંભાળીને ભરતી ખુબ જ સાવચેતી રાખતી. ક્યારેય કોઈ ડીલમાં પોતાને ફસાવવાનું ન થાય.
મમ્મી અને બહેનના છાને મોટીનો બાયોડેટા એક મેરેજ બ્યુરોમાં એને મોકલી દીધેલો. મેરેજ બ્યૂરો વાળા તરફથી મોટી માટે કેનેડાથી એક રીશ્તો આવ્યો. એમની સાથે લવલીને બધી વાતચીત કર્યા પછી પોતાના ઘરમાં મમ્મી અને મોટીને વાત કરી.
લવલીનની વાત સાંભળી મોટી ખૂબ ગુસ્સે થઈ.
કારણકે પોતે આ પરિવારનુ એક જવાબદાર મેમ્બર હતી. જો એ જ મેરેજ કરીને વિદેશમાં ચાલી જાય તો પોતાના પરિવારનું ધ્યાન કોણ રાખે? એ વિચારે આજ સુધી એને ક્યારેય પોતાના માટે વિચાર્યું જ નહોતું.
પણ આ વખતે લવલીને હઠ લીધી જો મોટી લગ્ન ન કરે તો પોતે ભૂખ હડતાલ પર ઉતરી જવાની.
મોટી લવલીનના ગુસ્સાથી સારી પેઠે વાકેફ હતી. એને સમજાઈ ગયું હતું કે હવે એ લોકો એને વિદેશ મોકલીને જંપશે.
છેવટે એને હા કહી..!
છોકરાનો પરિવાર મૂળ દિલ્હીનો હતો. એને બોલાવી લગ્નનું ગોઠવી નાખ્યું.
જ્યારે ઘરમાં માંડવો બંધાયો ત્યારે મોટી લવલીને આલિંગીને ખૂબ રડી હતી.
રડતાં-રડતાં એને કહેલું.
" મને પરણાવીને તમારાં બધાંથી દૂર ધકેલી રહી છે એ તુ સારું નથી કરી રહીં..!"
લવલીનની આંખમાં શ્રાવણ ભાદરવો હતો.
લવલીનના ગળે ડૂમો બાઝી ગયો હતો.
ડુસકાં ભરતા એને કહ્યું.
તુ અમારી બધાની ફિકર મત કર પગલી તારા દાંપત્ય જીવનમાં આગળ વધી સુખી થઈશ એનાથી મોટી ખુશી અમારા બધા માટે બીજી કોઈ નહી હોઈ..! હું છું ને બધું હેન્ડલ કરી લઈશ..!"
જોકે મને ખબર છે કાળની ગર્તામાં છુપાયું છે..!
મોટીને સાસરે વળાવી એ ફરિવાર જોબ પર હાજર થઈ ગયેલી.
લગભગ એકાદ મહિનો થયો હશેને લવલિન પર સ્ટાફની એક છોકરીનો આઈફોન અને ગોલ્ડનાં એરીંગ્સની ચોરીનો આરોપ આવ્યો. આઈફોન અને એરીંગ્સ લવલીનની બેગ માંથી મળી આવ્યાં.
પોતે બૂમો પાડતી રહી કે એને ચોરી કરી નથી. પણ એનુ કોણ સાંભળે.?
પેલી બંને છોકરીઓ જેની અંડરમાં કામ કરતી હતી એ ઇન્ચાર્જ સાથે પોતાનુ કાળુ મોઢુ કરી કાવતરુ ધડેલુ.
જ્યાં બધું સેટીંગ હોય ત્યાં પોતાની ઈમાનદારીનુ કોઈ મૂલ્ય નહતુ.
પનિશમેન્ટ રૂપે લવલીનને જોબ પરથી હટાવી દેવામાં આવી.
લવલીન ખૂબ રડી હતી એણે આંસુઓની એક પણ બુંદ કોઈને નજરે પડવા દીધી નહોતી.
સંઘર્ષ ઘણો હતો.
ફરીવાર આફતો સામે બાથ ભીડવાની હતી ઘરની જવાબદારી માથે હોઈ ટેન્શન પણ હતું.
પોતાની જિંદગીના કડવા અનુભવે એક વાત એને શીખવાડી દીધી.
સ્ત્રી માટે જોબ પર ટકી રહેવા ક્યાંક ને ક્યાંક પોતાના શરીરનો સહારો લેવો પડે છે. પછી એ અંગપ્રદર્શન નો હોય કે પ્રેમ ના નામ હેઠળ ની ગંદી રમત નો..!!
એ જાણતી જ હતી ઘણી ખરી જગ્યાએ આવા વરૂઓ બેઠા છે. જે ખૂબસૂરત યુવતીઓના રૂપને આખો દિવસ તરસી આંખો ડબોળી-ડબોળીને પીધા કરે છે.
એટલે જ સુંદર યુવતીઓને જોબ માટે ઝાઝાં વલખાં મારવાં પડતાં નથી. પોતાને પણ જોબ માટે રાહ જોવી નહીં પડે. મુરતિયાની જેમ શહેરમાં મોટી મોટી પેઢીના માલિકો રાહ જોતા હોય છે. એમને કેવી રીતે આંતરવા એ મનોમન એણે ગોઠવી લીધેલુ.
પોતે કોઈ નવી ફર્મમાં જોડાઈ જવાની હતી.
લગભગ દોઢ વર્ષ જેટલો સમય એને આવી રીતે જગ્યા જગ્યાએ જોબ કરી વિતાવ્યો.
જાણી જોઈને એ લટકા-ઝટકા કરતી.
જોઈએ એટલું અંગપ્રદર્શન કરતી. મેનેજરો સાથે રંગીન વાતો કરતી. એમની નજીક રહી અડપલાં સુદ્ધાં કરી, પોતાની નોકરી ટકાવી રાખવાના પ્રયાસો કરતી.
બધી છૂટછાટ પછી જ્યારે મેનેજરો એના શરીર પર હાવી થવાની કોશિશ કરતા ત્યારે એ જોબ છોડી છટકી જતી.
મોટી એ એક છોકરાને જન્મ આપ્યો હતો. એ હવે કેનેડાની રહેવાસી બની ગઈ હતી.
પોતાની જિંદગીમાં થોડી ઘણી તકલીફોને બાદ કરતાં મોટી ઘણી ખુશ નથી. પૂત્ર માટે આયા રાખી પોતે જોબ કરતી હતી.
લવલિન અને મમ્મીને પણ એ કેનેડા બોલાવી લેવા માગતી હતી.
એવામાં એક ગોઝારી ઘટના બની ગઇ.
બિઝનેસના કામથી ઇન્ડિયા આવેલા એના હસબન્ડનુ એક્સિડન્ટમાં ડેથ થઈ ગયું.
મોટી માટે જાણે આભ ફાટી પડ્યું. જિંદગી એની સાથે ક્રુર રમત રમી રહી હતી.
કેનેડાથી પુત્ર સાથે ઇન્ડિયા આવી.
દિલ્હીની સડકો પર એ દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જગ્યા જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.
ચારો તરફ જળબંબાકાર હતો. ટેક્સીના બિહારી ડ્રાઇવરે તકનો લાભ ઉઠાવી મોટીને રાતના અંધકારમાં અવાવરૂ જગ્યા પર લઈ જઈ ટેક્સી રોકી. જ્યાં અગાઉથી ટાંપીને બેસેલા બીજા આવારા દોસ્તો સાથે મળી મોટીને સામૂહિક રેપ કરી રહેંસી નાખી.
સડક પર લોહીલુહાણ મૃત હાલતમાં પૂત્ર સાથે એ મળી આવી.
"મા"ની લાશ પર બેઠેલો દિકરો જોરજોરથી રડતો હતો.
કોઈ સારા વ્યક્તિએ પોલીસને જાણ કરી.
મોટીની પર્સમાંથી મોબાઇલ અને બધાનાં આઈડી પ્રુફ મળ્યાં.
લવલીને જ્યારે મોટીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે એ જડ બની ગઈ. આંખનાં આંસુ સુકાઈ ગયાં.
હર પળ એને મોટીનો ચહેરો દેખાતો હતો. જાણે એ કહેતી હતી.
"તમારા બધાંથી મને દૂર ના મોકલ યાર..! દૂર ના મોકલ..!"
અને હવે એ ખરેખર બધાંથી દૂર ચાલી ગઈ.
મોટીની અંતિમવિધિ પછી લવલીનું જીવન બદલાઈ ગયું. એણે સોગંદ ખાધા . ગમે ત્યાંથી પણ મોટીના હત્યારાને ગોતી કાઢીશ.. પછી એ માટે ભલે ગમે તે કરવું પડે..
બધુ જ છિન્નભિન્ન થઈ ગયા પછી શરૂ થઇ એના જીવનની કરુણ કથની..!!