લવ કોમ્પ્લીકેટેડ (3) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ કોમ્પ્લીકેટેડ (3)

ભાગ- 3


બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ ઉભો હતો,
એક આધેડ વય ના આંટી એ દરવાજો ખોલ્યો.

'જય શ્રી કૃષ્ણ આંટી, હું ચિરાગ, તમારી સામે જ રહું છું. '

'ચિરાગ, અરે સવિતાબેન નો દીકરો ને!
આવ બેટા અંદર આવ.' અહીં બેસ, કહી મને ખુરસી પર બેસાડ્યો.

હું ઘરમાં ચરે તરફ જોઈ રહ્યો,
ભાડા નું મકાન હતું, પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું.
અમે રહેવા આવ્યાં ત્યારથી તને જોયો જ નથી ને, તારા મમ્મી કહેતાં કે તું બહાર છો ભણવા માટે, તેમણે પણી નો ગ્લાસ આપતા કહ્યું.

'આંટી, મધુરીજી નથી?'
'મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસે થી.' મેં પાણી નો ગ્લાસ લેતાં પૂછ્યું.

'ના બેટા એ તો હજુ નથી આવી ઓફીસ થી, હજુ અડધો કલાક જેવું લાગશે.' તેમને મારી સામે બેસતાં કહ્યું.
ઠીક છે તો હું પછી આવીશ, કહી હું નીકળી ગયો ને ઘરે આવી મારા વાંચન માં પડી ગયો.

બે કલાક પછી મમ્મીએ મારા રૂમમાં આવી કહ્યું
'ચિરાગ માધુરી આવી છે, તારે કંઈ કામ હતું એનું?'
'સારું ચાલ અહીં જ મોકલું એને.'

આજુ બાજુ માં બધું બરાબર ગોઠવી હું પણ થોડો વ્યવસ્થિત થઈ બેસી ગયો.

'મારા ઘેર આવેલો, બોલ સું હતું? ન સમજાતો હોઈ એવો કોઈ પ્રશ્ન છે.' તે દરવાજેથી જ બોલતી આવી.

'મેં તેમને ખુરસી આપતા કહ્યું, હા અમુક જવાબ કઈ રીતે આવે છે એ નથી સમજાતું, જો તમે થોડી મદદ કરી શકો તો...'
'ડોન્ટ વોરી, હું છું ને! બધું સમજાવી દઈશ.' મારી વાત અડધેથી કાપી મારા હાથમાંથી બુક લેતાં બોલવા લાગી.

મારા દરેક સવાલો ના જવાબ એ રીતે આપવા લાગી કે જાણે હું નહિ એ અત્યારે અભ્યાસ કરતી હોઈ અથવા તો ટીચર હોય.

તેનું ધ્યાન બુકમાં હતું પણ મારું તેના ચહેરા પર.
એકદમ બેદાગ અને માસૂમ ચહેરો હતો, મારી આંખો ત્યાં જ ચોંટી ગઈ.

'બસ આજ માટે આટલું ઘણું, બીજું કાલે.
જે કંઇ ના સમજાય તે માર્ક કરી રાખજે હું સમજાવી આપીશ, આજનું તો સમજાઈ ગયું ને?' એ પૂછી રહી હતી પણ મારું ધ્યાન બુક માં નહોતું.

'આટલી મસ્ત ટીચર સમજાવતી હોઈ તો બધું સમજાય જ જાય ને!'
હું ધીમેથી બોલ્યો.
'સું, સું કહ્યું!, મને કંઈ કહ્યું?'  એ બોલી, કદાચ તે સાંભળી ગઈ હશે

'ના કઈ નહીં, થેન્ક્સ.' મેં ચોપડી ફોરતાં કહ્યું.
'બાય' કહી તે ચાલતી થઈ ને હું તેને જતી જોઈ રહ્યો.

તે રોજ સમય કાઢી આવતી, વિગતવાર બધું સમજાવતી
મારા દરેક સવાલો ના જવાબ તેની પાસે હાજર જ હોય.

'મધુરીજી તમને એક સવાલ પુછું?' હું તેની તરફ જોતાં બોલ્યો.
'આટલા સવાલો ના જવાબ તો આપ્યા!' હજુ સું બાકી છે.
એ હસતાં હસતાં બોલી.
'આ સિલેબસ બહાર નો છે,'  હું પણ હસ્યો અને કહ્યું.
'તમે રોજ મને ભણાવો છો, હું તમને ફિસ કઈ રીતે આપીશ.?'

'હંમમમમ..... એક કામ કરજે એક દિવસ મને સારી જગ્યાએ નાસ્તો કરાવી દેજે, ચાલશે?'  એ આંખો નચાવતી બોલી.

'ઓકે, તમે કહો ત્યારે,  કહોતો કાલે નહીતો આજે પણ હું રેડી છું.' મેં કહ્યું.

'બહાર નું ખાવાનું નામ પડ્યું ને હું રેડી જ છું! વાંચવાનું ચાલુ રાખ છાનીમાની,
હમણાં નહીં તારી એક્ઝામ પછી.'  કહી તે જતી રહી.

તેનું સાથે હોવું મને ગમવા લાગ્યું. તે વાતો કરતી તો થતું કે બોલ્યા જ કરે.
ઉમરમા મારા કરતા ઘણી મોટી હતી પણ તેનો સ્વભાવ એકદમ બાળકો જેવો માસૂમ હતો, જેના કારણે તે કોઈ પણનું દિલ આસાનીથી જીતી સકતી.
દૂધવાળા ના સમયે બારીએ થી જ તેને જોઈ લેતો ને મારો આખો દિવસ સારો જતો.

પરીક્ષાના દિવસો આવી ગયા, જતાં પહેલાં એકવાર એને મળી લેવું એમ વિચારતો હતો ત્યાંજ બહારથી અવાજ આવ્યો, 'આંટી ચિરાગ જતો રહ્યો કે?'.
હું મારા રૂમમાંથી બહાર આવ્યો મેં જોયું તેના હાથમાં નાનું ગિફ્ટ પેકેટ હતું.

'ચિરાગ આ તારા માટે, બેસ્ટ ઓફ લક એન્ડ વિસ યુ ઓલ દિ બેસ્ટ.'  મારા હાથમાં પેકેટ મુકતાં તે બોલી.

મેં ખોલીને જોયું તો એક સુંદર પેન હતી. મેં કહ્યું, 'થેન્ક્સ'.


...


પરીક્ષાઓ તો ચાલુ થઈ ગઈ, પણ અહીં મન નહોતું લાગતું.

વારે વારે તે ચહેરો સામે આવતો રહેતો. પણ
તેની આપેલ પેન જોઈ ખુશ થઈ જતો, ને મન મનાવી લેતો.
મનમાં થતું કે જલ્દી પરીક્ષાઓ પુરી થાય તો હું જલ્દી ઘેર જઇ સકું.


*******