પાગલપ્રેમી dhiren parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાગલપ્રેમી

એન્જીનીંયરીંગ કોલેજના પગથીયા ચડતો વિશ્વાસ જાણે આજે આકાશની ઉંચાઈઓ પર કોઈ બાઝ પંખી જે ઝડપે ઉડતુ હોય તેમ ઉડતો હતો તેની વાળની નાજુક લટો જાણે કોઈ પતંગની બાંધેલી પુંછડી, સુરજના આછેરા કીરણો તેના મોઢાની ચમક વધારતા હતા, આજે વિશ્વાસ નુ એન્જીનીયર બનવાનુ સપનુ સાચુ ઠર્યુ હતુ.

હજુ તો વિશ્વાસ કોલેજના પગથીયા ચડતો જ હતો એવામાં અચાનક એની નજર એક યુવતીઓના સમુહ પર પડી તેમાંની એક યુવતી ને જોતા જ તેના પગ પ્રેમમાં લપસી પડ્યાં યુવતી એવી જાણે તેના ગળામાં સરસ્વતી બીરાજમાન હોય તેવો કંઠ, તેના હોઠ જાણે કમળની ખીલેલી નવી કળી, તેની હવામાં ઉડતી વાળની લટો, ચંદ્ર શોભાયમાન હોય તેવુ તેનુ મુખ,આ......હા...... વિશ્વાસ તેનો અવાજ સાંભળી ને ઘડીભર તો અવાચક બની ગયો અને થાંભાલાની જેમ જ જડ બની ગયો. તે યુવતી સાવ સાદા કપડામા તેમ છતા તે વિશ્વાસ ની આંખોને ઠંડક આપી ગઈ.

વિશ્વાસ આગળ વધતો વધતો પોતાનુ નામ નોટીસબોર્ડ પર વાંચીને વર્ગખંડમાં પ્રવેશે છે નવી દુનીયા માં નવા પગ માંડતો વિશ્વાસ કોલેજના પ્રથમ દિવસે જ કોઈ અજાણ્યા ના પ્રેમમાં અનાયાસે જ પડી ગયો નવા મીત્રો ઘણા મળવાના હતા પણ વિશ્વાસ આ મીત્રોને મળવાને બદલે તેને જોયેલ પ્રીય પાત્રની શોધમાં લાગી જાય છે. કોલેજના પ્રથમ દીવસે જ રીસેસ માં ફરી તે યુવતી ને સામેથી આવતી જોઈને વિશ્વાસ તેના ૩૦૦ ગ્રામના હ્રદયના ધબકારા ચુકી જાય છે નામ પુછી લેવાના નિર્ધાર સાથે તે આગળ વધે છે પણ તે અડધેથીજ પાછો વળી જાય છે તેને બીક લાગી જાય છે કે ક્યાંક કોઈક ને કહી દેશે તો ! પ્રીન્સીપાલ ને ફરીયાદ કરી દે તો ! આમ વીચારતો વીચારતો કેન્ટીન તરફ આગળ વધી જાય છે ફરી બીજા દીવસે આજ કહાની આગળ વધે છે પણ આજે વિશ્વાસ ઘેરથી જ તૈયાર થાતો હતો ત્યારે પોતાનુ મન મક્ક્મ કરતો કરતો કોલેજ આવ્યો હતો કે આજે તો તે પોતાની વાત પેલી યુવતીની સમક્ષ કહીને જ રહેશે.

રીસેસમાં કોલેજ ની લોબી સાવ ખાલી ખમ્મ હતી વિશ્વાસ તેના પ્રીય પાત્રની રાહમાં વર્ગખંડના બારણે ઉભો હતો જાણે કોઈ મોરલો મેહુલીયાની રાહ જોતો હોય તેમ, અચાનક જ તે પેલી યુવતીને તેની સખીઓ સાથે સામેથી આવતી જોવે છે અને વિશ્વાસ તેજ ક્ષણે પોતાના મગજને માનસિક રીતે તૈયાર કરે છે અને પેલી સામેથી આવતી યુવતી સામે તેની નજર પડે છે અને બરો.....બર... એજ ક્ષણે પેલી યુવતી પણ વિશ્વાસ ની સામે કોઈ નદી ઠેકતી મૃગલી ત્રાંસી આંખે પારધીને જોવે તેમ તેની સામે જોવે છે વિશ્વાસ ના પગો જડ થઈ જાય છે મગજ માં શુન્યવકાશ પામી જાય છે અને સુન્ન રહી જાય છે જે કહેવુ હતુ તે ભુલી જાય છે અને તે યુવતી તેમજ તેની સખીઓ તેની સામેથી સડસડાટ પસાર થઈ જાય છે. વિશ્વાસ ના હૃદયમાં તે યુવતી ની છાપ પડી જાય છે. આખો દીવસ વિશ્વાસ તેના વીશે જ વીચારતો રહે છે એવામાં અચાનક જ કોલેજની બેલ રણકી ઉઠે છે અને આખો વર્ગખંડ ખાલી થઈ જાય છે.

આમ ને આમ ઘણા દિવસો જતા રહે છે વિશ્વાસ કોલેજમાં નવા મીત્રો જોડે ગપ્પા મારતો મારતો અને ભણતો ભણતો સમય પસાર કરે છે પરંતુ પેલી યુવતી તેના મગજ અને દીલ પરથી હટવાનુ નામ નથી લેતી અને બેઉ એકબીજાની સામે જોવાની એક પણ ક્ષણ ગુમાવતા નહોતા.

એક દિવસની વાત છે કોલેજમાં રીસેસ પડેલ છે લોબી સાવ ખાલી છે વિશ્વાસ વર્ગખંડ ના બારણે ઉભો છે ત્યાંજ પેલી યુવતી તેની સખીઓ સાથે સામેથી આવતી દેખાય છે અને વિશ્વાસ ચીતાની જેમ ધીમી ચાલે તેના તરફ આગળ વધે છે પેલી યુવતી તો સડસડાટ નીકળી જાય છે પણ

વિશ્વાસ : એય ઉભી રે મારે તને વાત કરવી છે.

પ્રીયા (યુવતી ની સખી): હા, બોલ

વિશ્વાસ: તુ પેલીની સખી છે ને ?

પ્રીયા : હા, જલ્દી બોલ તુ..... તારે શું કામ છે?

વિશ્વાસ : તેનુ નામ તો મને કે!?

પ્રીયા : તેને જ પુછી લે ને? આટલુ બોલતા પ્રીયા સડસડાટ આગળ વધી જાય છે અને વિશ્વાસ પોતાના વર્ગખંડ તરફ ચાલી નીકળે છે. વિશ્વાસની સામે ઉભેલા તેના મીત્રો અનિમેષ નજરે તેની સામે જોઈ રહે છે તેમજ તેના પર હસવા માંડે છે પરંતુ વિશ્વાસ તેની જરા પણ પરવા કર્યા વગર વર્ગખંડમાં જતો રહે છે.

વિશ્વાસ સાવ ગુમસુમ થઈને દરરોજ બેસી રહેતો તે અંદરથી જરૂર દુ:ખી હતો પણ પેલી યુવતીએ નાપાડી ન હતી માટે હજી તે સાવ નીરસ ન રહેતો અને થોડા દિવસોમાં વિશ્વાસે તે યુવતી ક્યાં રહે છે? તે પણ જાણી લીધુ હતુ વિશ્વાસને એ જાણીને ખુશી હતી કે તે યુવતી તેના ઘરની નજીક જ રહેતી હતી તે બહાર ગામની હતી પણ વિશ્વાસના ઘરની નજીક જ તે ભાડે રહેતી હતી.

થોડા જ દિવસોમાં વેલેન્ટાઈન ડે આવવાનો હતો કોલેજના ઘણા યુવક-યુવતી તેની ઘણા સમયથી રાહ જોતા હતા પણ વિશ્વાસ એ મુંઝવણમાં હતો કે પેલી યુવતી ને તે તેના પ્રેમનો એકરાર કઈ રીતે કરવો?

એવામાં જ વેલેન્ટાઈન ડે આવી ગયો તે જ દીવસે રવીવાર હોવાથી કોલેજ પણ બંધ હતી જે જાણીને વિશ્વાસ ઉદાસ હતો અને વેલેન્ટાઈન ડે ના દિવસે પોતાની ગલીના નાકે ગાડી પર બેઠો હતો એવામાં અચાનક જ પેલી યુવતી બેગમાં કાંઈક લઈને સામેથી આવતી દેખાઈ ફરી વિશ્વાસ પોતાના હૃદયના ધબકારા ચુકી ગયો અને ઉભો થઈ ગયો વિશ્વાસના શરીરમાંથી એક અજબની કંપારી છુટી ગઈ પેલી યુવતી અચાનક જ રસ્તો ઓળંગીને વીશ્વાસ બાજુ જ આવતી દેખાઈ તેની ખુબજ નજીક આવીને વિશ્વાસની પાસે આવીની ઉભી રહી ગઈ

યુવતી : એય તુ કેમ મારી સામેજ જોયા કરે છે?

વિશ્વાસ : કેમ સામે જોવુ એ પણ ગુનો છે? અને તારુ નામ તો કે !?

યુવતી : મારુ નામ વૈદેહી છે અને યાર તુ તો સાવ પાગલ પ્રેમી છો! તારુ નામ?

વિશ્વાસ : મારુ નામ વિશ્વાસ અને કેમ હું પાગલ?

વૈદેહી : પાગલ કેમ કે! અરે યાર આટલા દીવસથી હું તારી રાહ જોવ છુ અને તુ તો? મારે તને એક વાત કરવી છે.

વિશ્વાસ : હા બોલ!

વૈદેહી : બી માય વેલેન્ટાઈન?

વિશ્વાસ : અરે...! હા....હા હું તો તારો પાગલ પ્રેમી છું

આટલુ જ વિશ્વાસ હજુ તો બોલ્યો ત્યાં વૈદેહી વિશ્વાસ ના ખંભા પર ઢળી પડી, ગળે મળવાને બદલે વૈદેહી બેભાન થઈ ગઈ ત્યાંજ અચાનક કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી વિશ્વાસ તેના ખોળામાં વૈદેહી નુ માથુ લઈને બેઠો હતો અને વૈદેહીના નાકમાંથી લોહી નીકળવા માંડ્યુ અને વૈદીહી ના આખરી શબ્દો હતા

વૈદેહી : બી માય વેલેન્ટાઈન ફોર ફોરએવર?

વિશ્વાસ(રડતો રડતો) : હા...હા.....વૈદેહી.....હા

એમ્બ્યુલન્સ ના સાયરનના અવાજ માં વૈદેહી નો અવાજ રૂંધાઈ ગયો અને કાયમ માટે તેની આંખો બંધ થઈ ગઈ.