અનમોલ જિંદગી jagruti purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનમોલ જિંદગી

અનમોલ જિંદગી

એક એવી પ્રેમ કથા જે શાયદ કેટલા બધા પ્રેમીઓ જે એક વાર પ્રેમ કરી ને જો એમાં હતાશા કે નિરાશા થાય કે પ્રેમ નિષ્ફળ થાય તો પોતાના જીવન ને બરબાદી તરફ ધકેલી દે છે એવા દરેક ના માટે એક પ્રેરણારૂપ સ્ટોરી જે હું અહીં દર્શાવા જઈ રહી છું।

એક મનીષ નામ નો છોકરો જે રૂપ નામ ની એક છોકરી ને ખુબ જ પ્રેમ કરતો હતો રૂપ પણ મનીષ ને ખુબ જ પ્રેમ કરતી હતી , બંને સાથે કોલેજ માં ભણતા હતા ત્યાર થી બંને એક બીજા ને ખુબ પ્રેમ કરતા હતા એમના પ્રેમ ને જોઈ ને લોકો ને ઈર્ષા થતી ।મનીષ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એને જેવી એન્જિનિરીંગ ની ડિગ્રી મેળવી ને તરત જ એને ટાટા કન્સલ્ટન્સી ના કેમ્પસ ઇન્ટરવ્યૂ દ્વારા ઉચ્ચ પદવી પર જોબ મળી ગયી , સાથે સાથે રૂપ એ પણ એન્જિનિરીંગ પૂરું કરી લીધું।મનીષ એ જેવી એને પોતાની પેહેલી સેલરી મળી એમાંથી એને રૂપ માટે એક ડાયમંડ રિંગ લીધી અને સીધો રૂપ ના ઘરે પહોંચી ગયો , રૂપ ના મમ્મી પાપા ની સામે જ મનીષ એ રૂપ ને મેરેજ માટે પ્રપોઝ કર્યું , બધા જ આનંદ માં હતા ।રાત્રે પાર્ટી કરી ને મનીષ ઘરે આવી ને પોતાના આવાવાળા નવા જીવન ના સપના જોવા લાગ્યો , લગ્ન ને માત્ર ૧૫ દિવસ જ બાકી હતા , મનીષ ને કંપની ના કામ થી ઉદયપુર જવાનું થયું .

ઉદયપુર માં મનીષ એ પોતાનું કામ પતાવી ને રૂપ માટે ઘણી બધી શોપિંગ પણ કરી , અચાનક મનીષ ને પેટ માં ખુબ દુખાવો થવા લાગ્યો ને જોડે ખુબ જ તાવ આવ્યો અને મનીષ ત્યાં ઉદયપુર માં એક નામચીન હોસ્પિટલ માં ગયો , મનીષ ને ખુબજ તાવ હોવાથી ડૉક્ટર એ અમુક ટેસ્ટ કરાવ્યા . મનીષ ના ટેસ્ટ પાર થી ડૉક્ટર એ મનીષ ને એક બીજો ટેસ્ટ કરવા કહ્યું , મનીષ એ તરત જબીજ ટેસ્ટ માટે પણ સહમતી આપી , ડૉક્ટર એ મનીષ ને એક બોટલ ચડાવ્યો , થોડી વાર બાદ ડૉક્ટર પાછા આવ્યા ને મનીષ ને પૂછયું કે તમારી જોડે કોણ આવ્યું છે ? મનીષ એ કહ્યું કોઈ નઈ, અને થોડા ઘભરાતા સ્વરે પૂછ્યું , સર કહો તમારે શું કેહવું છે , મારા રિપોર્ટ માં કઈ અજોગાતું તો નથી ને , ડૉક્ટર એ સામે એને સવાલ પૂછ્યો તમારા લગ્ન થયી ગયા છે કે બાકી છે? મનીષ ને હવે વધારે દર લાગ્યો , આપ કહો ને ડૉક્ટર સાહેબ આપ આટલા બધા સવાલો કેમ પૂછો છો. મનીષ બોલ્યો મારા મમ્મી પાપા તો નથી પણ મારા ૧૫ દિવસ બાદ લગ્ન થવાના છે .

ડૉક્ટર એ એને શાંત્વના આપતા કહ્યું કે હું તમને નહીં પણ તમારા ફેમિલી ના કોઈ મેમ્બર જોડે વાત કરીશ । મનીષ એ કહ્યું ના તમારે મને જ જણાવું પડશે , એટલે ડૉક્ટર એ મનીષ ને પાસે એના માથે હાથ મૂકી ને કહ્યું કે તમારા રિપોર્ટ એવું દર્શાવે છે કે તમે કદી પિતા નહીં બની શકો।મનીષ ના પગ નીચે થી તો જમીન શરકી ગયી । મનીષ તો આગળ શું થશે એ વિચારી પણ નતો શકતો । એ ઉદયપુર થી સીધો જ રૂપ ના ઘરે ગયો , રૂપ ને પોતાના માં રહેલી ખામી કેમ કરી ને જણાવી ? મનીષ એ બધી હિમ્મત ભેગી કરી ને રૂપ તથા એના મમ્મી પાપા ને બધું જ જણાવી દીધું . જેવું મનીષ એ પોતે કદી પિતા નહીં બની શકે એવું કહ્યું કે તરત જ રૂપ તથા એના પરિવાર નું વર્તન બદલાયું . રૂપ એ મનીષ ને ચોખ્ખેચોખ્ખાં શબ્દો માં કહી દીધું કે હું તારા જેવા સાથે લગ્ન કરી ને મારી જિંદગી ના બગાડી શકું . આ સાંભળી ને મનીષ ને રૂપ પર રહેલા અપાર વિશ્વાશ ને તોડી નાખ્યો . લગ્ન તૂટી ગયા , જોડે જોડે મનીષ પણ તૂટી ગયો મનીષ એ પોતાની સાથે થયેલા પ્રેમ નિષ્ફળતા ને સહન ના કરી શક્યો .

મનીષ એ પોતાને બરબાદ કરવાના રસ્તે ધકેલી દીધો , દારૂ પીવો , કામ પર ના જવું અને પોતાની જાત ને જ ધિક્કારવી .મનીષ એ છેલ્લે કંટાળી ને આત્મહત્યા કરવાનું વિચાર્યું , મનીષ એ પોતાની નશ કાપી નાખી , પણ કહેવાય છે કે "જા કો રાખે સાઈ ય માર શકે ના કોઈ" , મનીષ નો એક મિત્ર એને હોસ્પિટલ લઇ આવ્યો . હોસ્પિટલ માં જ્યાં એનો બેડ હતો એ બેડ ની બાજુમાં જ આઈ સી યુ માં એક ૨૧ વર્ષ ની શ્વેતા પણ મરણ પથારી માં હતી , બંને ની સારવાર કરવામાં માં ડૉક્ટર સફળ રહ્યા , મનીષ અને શ્વેતા ધીરે ધીરે વાત કરતા થયા , શ્વેતા એ પોતાની આપવીતી જણાવી , શ્વેતા ને પણ પ્રેમ માં નિષ્ફળતા હતી , મનીષ અને શ્વેતા ને સાથે જ રજા આપવામાં આવી , શ્વેતા ને લેવા કોઈ ના આવ્યું એટલે મનીષ એ ભલમનસાઈ માં પૂછ્યું કે કેમ તને કોઈ લેવા નથી આવ્યું , શ્વેતા બોલી મારુ આ દુનિયા માં હવે કોઈ જ નથી . આમ કોઈ છોકરી ને એકલી મૂકી ને કેમ જવાય એવું વિચારી ને મનીષ એને પોતાના ઘરે લઇ આવ્યો , બીજા રૂમ માં રહેવા માટે જગ્યા આપી , મનીષ હોસ્પિટલ માં હતો ત્યારે જીવન મરણ ની વચ્ચે જોલા ખાઈ ને સમજી ગયો હતો કે જીવન નું શું મૂલ્ય હોય છે , મનીષ હવે ધીરે ધીરે પોતાના જીવન માં સ્થાયી થયી રહ્યો હતો . એને શ્વેતા ને પણ નોર્મલ જિંદગી જીવવાનું કહ્યું . મનીષ ના વ્યવહાર થી શ્વેતા મનીષ તરફ આકર્ષયી , પણ પેહેલા પ્રેમ માં ધોકો મળ્યો હોવાથી ફરી ભૂલ ના થાય એટલે એ ચૂપ રહી મનીષ અને શ્વેતા દુઃખ ના પીડાયેલા હતા એટલે એ બંને વચ્ચે સહાનુભૂતિ નો રિશ્તો બંધાયો. આમ ને આમ બંને ના જખમો સમય જતા જતા ભરાતા ગયા . એક દિવસ એમના પાડોશી આવ્યા અને મનીષ ને કહ્યું કે આમ કોઈ કુંવારી છોકરી ને ઘર માં કેમ રખાય ? સમાજ માં તમારી બદનામી થયી રહી છે , મનીષ સમજુ હતો એટલે પાડોશી પર ગુસ્સો કરવાની જગ્યા એ શ્વેતા ને બીજે કશે મોકલી આપવાનું કહ્યું, શ્વેતા ને થયું કે એ ક્યાં સુધી મનીષ પ બોજ બનશે એટલે એજ રાત્રે મનીષ ને કહ્યા વગર જ ઘર છોડી ને ચાલી જવાનું નક્કી કર્યું . રાત પડી એટલે ધીરે થી શ્વેતા ઘર ની બહાર નીકળવા ગયી પણ મનીષ ને કઈ અવાજ આવ્યો ને એ જાગી ગયો .

શ્વેતા ને બેગ સાથે જોઈ એ સમજી ગયો , શ્વેતા રડમશ અવાજ માં બોલી , કે હું તમારા ઉપર બોજ નથી બની શકતી. મને જવા દો. મનીષ એ શ્વેતા ની નજીક જઈ ને કહ્યું કે આ સમાજ તને આમ એકલી નહીં જીવવા દે અને હું તને પાછી એ દુઃખી દુનિયા માં નાખી નથી શકતો . મનીષ એ ધીરે રહી ને શ્વેતા નો હાથ પકડ્યો ને બોલ્યો કે શું તું મારી સાથે આખી જિંદગી આમ ના રહી શકે ? શ્વેતા રડી પડી ને મનીષ ના ગળે લાગી ગયી , હું તો તમને બહુ પેહેલા જ પસંદ કરવા લાગી હતી પણ મારો ભૂતકાળ જાણી ને તમે નહીં અપનાવો એટલે ચૂપ હતી . મનીષ શ્વેતા ના માથા ના વાળ માં હાથ ફેરવતો બોલ્યો , તારો ભૂતકાળ તો હું જાણું છું પણ તું મારા વિષે નથી જાણતી . મારા પ્રથમ પ્રેમ કેમ તૂટ્યો ? મનીષ એ જણાવ્યું કે હું કદી પિતા નથી બની શકતો . અને એકવાર એ કારણ થી મારુ જીવન બગડ્યું તો હું ફરી વખત ડરતો હતો કે જો હું તને પ્રેમ કરું ને તું પણ મને છોડી ને ચાલી જાય તો હું જીવી નહીં શકું એટલે જ તને મેં મારી લાગણી નતી જણાવી શ્વેતા એ મનીષ ને કહ્યું કઈ નઈ આપડે એક બાળક દત્તક લઇ લઈશું .આમ પણ તમે અને હું એકલા જ છે તો આપડે એક થયી ને કોઈ અનાથ બાળક નું જીવન સવારીશું। આટલું સાંભળતા મનીષ જોર જોર થી રડવા લાગ્યો . મનીષ ને જે શબ્દો ,પ્રેમ અને સમજ ની રૂપ પાસે થી આશા હતી એ આજે શ્વેતા પાસે થી મળી .

મનીષ અને શ્વેતા સહાનુભૂતિ ના રિશ્તા માંથી પ્રેમ ના રિશ્તા માં બંધાયા . આ રિશ્તા એ પ્રેમ માં મળેલી નાકામયાબી ને ફરી કામયાબ બનાવાનું પ્રણ લીધું . લગ્ન કરી ને મનીષ અને શ્વેતા એ " તનિષ્કા " ને દત્તક લીધી . આજે એ લોકો નો સંસાર ખુબ જ ખુશમય પસાર થયી રહ્યો છે .

પ્રેમ માં મળેલી નિષ્ફળતા ના કારણે મરણ પથારી સુધી પહોંચવું એ કાયરતા છે , જિંદગી બહુ જ અનમોલ છે . ફિલ્મો માં ડાયલોગ હોય કે "પ્યાર સિર્ફ એક બાર હોતા હે " પણ હકિકત માં પ્રેમ એક જ પ્રકાર નો નથી હોતો.

“Love yourself first and you will find love everywhere “