અનોખી યાત્રા (ભાગ - ૧૦) Kinjal Sonachhatra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી યાત્રા (ભાગ - ૧૦)

(વધૂ આવતા અંકે)                                                      
                                                                
"(મન માં) આટલા જ લાડકોડ થી ઉછેરી છે મારી મમ્મી એ મને... કોઈ વસ્તુ ની કમી નથી રહેવા દીધી... હર એક જગ્યા એ સાથ આપ્યો છે એને મને... જે વસ્તુ ઉપર હાથ રાખું એ મારી થઇ જતી હતી... નાની હતી ત્યારે... એક વખત જીદ માં રાત્રે દોઢ વાગ્યે કેક ખાવા નું મન થયુ હતું ને સીધા મારાં પપ્પા... એટલા વાગ્યે પણ મારી જીદ પુરી કરતા હતાં... હું એક જ ચાઈલ્ડ ઘર માં હતી ને હું જ એમનો સહારો... ભગવાન ક્યારેય પણ મને માફ નહીં કરે... હું એમને એકલા છોડી ને એક એવા વ્યક્તિ માટે જતી રહી જેણે મારો ખાલી ઉપયોગ કર્યો... કોઈ વસ્તુ ની કમી ના હતી... કદાચ પ્રેમ ની પણ નહીં... એવા પ્રેમ પાછળ ભાગી જે ક્યારેય સાચો હતો જ નહીં..."                                   
                                          
ફરી ખુશી આવા વિચારો માં રડવા લાગે છે... અને... તે ફોન કરવા ની ઘરે ટ્રાય કરે છે... અને એ જ વિચાર માં...          
                                                                                                                              
"(મન માં) મમ્મી ને કોલ કરું કે પપ્પા ને? મમ્મી ને જ કરું... પણ કહીશ શું? કે ક્યાં છું? અત્યારે કહી દવ કે, હું આવું છું... પછી જે છે એ સાચું કહી દઈશ... હા એ જ ઠીક રહેશે... "                                                                   
                                                
ખુશી પોતાની માતા ને કોલ કરે છે... રિંગ જાય છે... પણ સામે થી કોઈ ફોન ઉપાડતું નથી... આ એક રિંગ આખી પુરી થઇ જાય છે... પણ ફોન ના રિસીવ કરવા ના લીધે ખુશી બહું જ ટેન્શન માં આવી જાય છે...                                
                                          
"(મન માં) કેમ નહીં રિસીવ કરતા હોય ફોન? બધું ઠીક તો હશે ને !!?? કંઈક કામ કરતી હશે... હું ના હોય તો એ કામ પણ ના કરી શકે... મારાં એક વાર ખાલી કૉલેજ માં દશ મિનિટ મોડી છૂટવા થી એણે આખું ઘર માથે લઇ લીધું હતું અને પપ્પા ને લગભગ દશ ઉપર કોલ કરી દીધા હતાં... ને અત્યારે... કેમ નહીં રિસીવ કરતી હોય? "                        
                                                                                                  
ફરી કોલ કરવા ની ટ્રાય કરે છે... આ વખતે તે પેલા પોતાના મમ્મી અને પછી પપ્પા ને ફોન કરવા ની ટ્રાય કરે છે... પરંતુ કોઈ નો ફોન રિસીવ થતો નથી... આ જ વિચાર માં ખુશી ફરી રડવા લાગે છે...                                                    
                                  
"(મન માં) કેમ કોઈ ફોન ઉપાડતું નહીં હોય? બધું ઠીક તો હશે ને? પપ્પા? એમને તો કઇ નહીં થયુ હોય ને? મારાં કારણે બધાં મુશ્કેલી માં હશે... મારાં માતા - પિતા જે મારાં વગર એક સેકન્ડ રહી નથી સક્તા એમને હું છોડી ને જતી રહી... આઘાત તો લાગે જ ને... પણ હશે ક્યાં એ લોકો? કેમ ફોન નહીં ઉપાડતા હોય? પ્લીઝ ફોન ઉપાડો... પ્લીઝ... આવું હું કોઈ દિવસ નહીં કરું... પ્રોમિસ... આવું હું નહીં કરું ક્યારેય... પ્લીઝ સૉરી...(રડતા રડતા) કોને કરું ફોન? ગમે તેને કરીશ... બધાં ખીજાશે... કોઈ સમજ્યા વિચાર્યા વગર જ મને બધું કહેવા લાગશે... અને કહે જ ને મેં કર્યું છે જ એવુ... લગભગ દશ કૉલ કરી ચુકી છું... કેમ રિસીવ નહીં કરતા હોય? કોને કરું ફોન? દેવ!!! હા, દેવ ને કરું છું... એ જરૂર હેલ્પ કરશે... એમ પણ આજ સુધી એણે મને ખૂબ જ સાથ આપ્યો છે... હર એક જગ્યા એ મને સમજાવ્યું છે કે મારે શું કરવું જોઈ એ શું નહીં..."                                                                                               
                     
આ જ વિચાર માં ખુશી દેવ ને ફોન કરવા ની ટ્રાય કરે છે... રિંગ જાય છે... સામે થી દેવ...                                       
                                                     
"ક્યાં છે તું ખુશી?"                                                                                                                  
(વધૂ આવતા અંકે)