"હાઇ! હું "નિશા" છું... તમે એકલા જ સુરત જાવ છો?"
"ઓહહ... હાઇ!! હું ખુશી. હા, એકલા જ જાવ છું..."
"સારુ... તમે ત્યાં જ રહો છો કે એમ જ? "
"નહીં... ત્યાં મારાં એક ફ્રેન્ડ રહે છે તેમને મળવા.."
"સારુ... સારુ..."
"હમમમ... તમે...? આ તમારા હસબન્ડ છે?"
"હા, મારાં હસબન્ડ... અમારા લવ મૅરેજ છે... અત્યારે તો અમે સુરત શોપિંગ કરવા જઈ રહ્યા છીએ..."
"ગ્રેટ!!! તો રાજકોટ રહો છો?"
"હા, રાજકોટ જ... અમારા મૅરેજ ને હજુ છ મહિના જ થયા છે... પરંતુ લવ તો દી ના મૅરેજ માં જ... તેણે બે વર્ષ થઇ ગયા... જાણે હમણાં જ મળ્યા હોય તેવું જ લાગી રહ્યું છે... "
"ઓહહ... નાઇસ... બહું ઓછું એવુ બને કે લવ તેવો ને તેવો જ રહે..."
"હા, પરંતુ અમારે ચેન્જ નહીં થાય..."
"હા, મને પણ એવુ જ લાગે છે..."
બંને ની વાતો થતી હોય છે... નિશા નો પતિ "વિરાટ" વેફર લાવે છે... સાથે નિશા નું ફેવરિટ બિસ્કિટ... નિશા તે જોઈ ને...
"વાઉ!! માય ફેવરિટ બિસ્કિટ... થેન્ક્સ હબી..."
"યોર વેલકમ બેબી..."
"જોવો... આ "ખુશી" છે... તેમની સાથે જ હું વાત કરતી હતી... તેઓ પણ સુરત જાય છે... તેમના કોઈ ફ્રેન્ડ ને મળવા માટે... "
"ઓહહ... ગ્રેટ... હેલો! હું નિશા નો હસબન્ડ "વિરાટ"! "
"હેલો!!"
"લો... ને નાસ્તો બધાં ને થઇ જાય તેટલો છે... તમે એકલા સફર કરતા લાગ્યા એટલે બધાં માટે નાસ્તો લાવ્યો..."
"હા, લો ને ખુશી..."
"નહીં... નહીં... બસ હું મારાં ફ્રેન્ડ ને મળવા ની રાહ જોઈ રહી છું... તેમને મળ્યા વગર મને ચેન નહીં પડે..."
"ઓહહ... ખુશી આટલા બધાં ઉતાવળા ના થાવ... હું પણ ક્યારેક વિરાટ ની આ જ રીતે રાહ જોતી હતી પણ... નાસ્તા માં નો કોમ્પ્રોમાઇઝ... (હાહાહા)"
"નહીં... નહીં... મારાં પાસે બેગ માં છે... પણ મને ઈચ્છા જ નથી..."
"ઠીક છે..."
ફરી વિરાટ અને નિશા પોતાની વાતો માં ખોવાય જાય છે અને ખુશી પોતાના વિચારો માં...
"(મન માં) આ જ રીતે નીલ પણ મારાં માટે કેન્ટીન માં રોજ ફેવરિટ ફૂડ લાવતો... ક્યારેય મારે કહેવું પણ નથી પડ્યું કે મારે આ ખાવુ છે... તેને મારાં વિશે બધી ખબર જ હોય... ક્યારેય પણ એવુ લાગ્યું નથી કે તે જતો રહેશે... જયારે પહેલી વાર બે વર્ષ પહેલા તેણે મને પ્રપોઝ કર્યું ત્યારે જ મેં તેના સાથે મૅરેજ ના સપના જોઈ લીધા હતાં... પણ અચાનક શું થયુ હશે... તે જ્યાર થી સુરત ગયો છે વાત ઓછી દિવસે ને દિવસે થતી ગઈ છે અને છેલ્લા એક મહિના થી તો સાવ બંધ... શું થયુ હશે... શું કરતો હશે તે... મને સાવ ભૂલી ગયો હશે? તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે... "
આવા જ વિચારો માં ને વિચારો માં... સુરત પહોંચી જાય છે... તેનું ધ્યાન પોતાના વિચારો માં જ હોય છે...
"ખુશી... ખુશી... સુરત આવી ગયું છે ચાલો..."
"ઓહ... હા..."
"કઇ સાઈડ જવા નું છે તમારે? કે તમારા ફ્રેન્ડ તમને લેવા આવવા ના છે?"
"ના, મને તેનું ઘર કઇ જગ્યા એ છે તે ખ્યાલ નથી... હું હમણાં તેમને કૉલ કરીશ... સો લઇ જશે..."
"સ્યોર ને? અધરવાઇઝ ચાલો અમારા સાથે..."
"નહીં... નહીં... થેન્ક્સ... હમણાં લઇ જશે... તમે ચિંતા ના કરો નિશા..."
"ઠીક છે... ત્યારે મળી એ પછી..."
"હા, મજા આવી તમારા સાથે..."
"અમને પણ..."
બધાં છૂટા પડે છે... ખુશી ફરી પોતાના વિચારો માં નીલ ને ફોન કરવા ની ટ્રાઈ કરે છે... આ વખતે ફોન લાગી જાય છે... સામે થી ફોન રિસીવ થાય છે...
"(ફોન પર) હેલો!!"
"હેલો..."
સામે થી કોઈ ગર્લ નો અવાજ સાંભળી ને ખુશી વિચારો માં પડી જાય છે...
"હેલો!! કોણ? "
"હેલો! હું ખુશી! નીલ છે? આ નીલ નો નંબર છે?"
"હા, આ નીલ નો જ નંબર છે... બોલો ને શું કામ હતું? હું નીલ ની વાઈફ "મૃણાલિની" વાત કરું છું..."
(વધૂ આવતા અંકે)