(ગતાંક થી શરુ)
"હું... "
"હા, બોલ ક્યાં છે તું?"
"હું... સુરત..."
"સુરત !!! નીલ પાસે ગઈ હસો ને!!?"
"હા, તો હવે?"
ખુશી ફોન માં કઇ બોલી શકતી નથી... અને રડવા લાગે છે...
"રડવા નું બંધ કર... અને શું થયુ છે જરાં કહીશ? "
"હા, હું સુરત હતી!"
"હતી? તો હવે ક્યારેય આવે છે? કે ત્યાં જ રેવા નું વિચાર્યું છે? "
"ના !! હું આવું છું... પણ...(રડતા રડતા) "
"શું પણ? રડવા નું બંધ કર પેલા !! જે થયુ એ આવી ને કેજે... પેલા અહીં આવતી રે... "
"હા, પણ મમ્મી પપ્પા નો ફોન કેમ !!! એટલે કોઈ ઉપાડતું કેમ નથી? બધું ઠીક તો છે ને? "
"એ તું અત્યારે બધું સાઈડ માં મૂક અને પેલા અહીં ઘરે આવી જા!!"
"મને બહું બીક લાગે છે દેવ!! મેં બહું ખોટું કર્યું છે... "
"જો ખુશી જે કર્યું એ અત્યારે મારે સાંભળવું નથી... તું ખાલી ટેન્શન વગર ઘરે આવી જા... "
"પણ... પણ... મમ્મી પપ્પા ખીજાશે મને... "
"તું રડવા નું બંધ કર... રાજકોટ આવ... હું તારા મમ્મી પપ્પા ને સંભાળી લઈશ... બસ એક વખત ઘરે આવી જા... "
"હા !! તું બધું સંભાળી લઈશ ને?? "
"હા ! કહું તો છું... "
"હા, થેન્ક્સ!! મને હતું જ તું બધું સંભાળી લઈશ... થેન્ક્સ યાર... ત્યાં બધું ઠીક તો છે ને? "
"હા, તું ટેન્શન ના લે ... તું આવીશ ત્યાં સરખું થઇ જશે... તને કોઈ કઇ નહીં પૂછે... "
"પણ મમ્મી પપ્પા? કેમ ફોન ઉપાડતા નથી? "
"એ કામ માં હશે... તું ટેન્શન ના લે... બધું સરખું થઇ જશે... ખાલી તું રાજકોટ આવી જા... અને આવી ને મને ફોન કર... ક્યારે પહોંચીશ તું? "
"હું બસ અહીં થી નીકળી ગઈ છું ક્યાર ની... બે કલાક માં રાજકોટ પહોંચી જઈશ... "
"ઠીક છે... તું પહોંચી ને મને ફોન કર... હું લઇ જઈશ... સેમા આવે છે? "
"હું ટ્રેઈન માં છું..."
"ઠીક છે... તું પહોંચવા આવે ત્યારે કેજે... "
"હા..."
"ચાલ હું થોડો કામ માં છું... પછી વાત કરું... "
"હા, થેન્ક્સ દેવ... "
"(મન માં) મેં કેટલું ખોટું કર્યું દેવ સાથે... પણ એ હજુ આજે પણ મારાં સાથે છે... ક્યારેય મને એકલી નથી છોડી અને મેં... બધાં સાથે ખોટું કરી નાખ્યું... એક નીલ પાછળ..."
ખુશી ફરી પોતાના મમ્મી પપ્પા ને ફોન કરવા ની ટ્રાઈ કરે છે... પરંતુ આ વખતે પણ તેમનો ફોન કોઈ ઉપાડતા નથી... અને ચિંતા માં પડી જાય છે...
ફરી ખુશી પોતાના વિચારો માં જાય એના પહેલા સામે કપલ વાત કરી રહ્યા હોય છે તે સાંભળે છે...
"આ સામે બેસેલી છોકરી સરસ છે ને આપણા કિશન માટે... "
"હા, સરસ છે... આપણે વાત કરવી છે તેની સાથે? "
"પણ કઇ રીતે? તમે વાત કરો... હું તો... "
ખુશી આ બધું સંભાળી રહી હોય છે... અને આ બધું સંભાળી ને પોતાનો ડબ્બો જ બદલી નાંખે છે... બધું જે થયુ એના વિચારો માં ખુશી બહું જ દુઃખી હોય છે...
થોડી જ વાર માં રાજકોટ આવવા ની તૈયારી હોય છે... ખુશી દેવ ને ફોન કરે છે...
"હેલો... દેવ..."
"હા, ખુશી..."
"હું રાજકોટ પહોંચવા આવી છું..."
"ઠીક છે... હું એક જગ્યા એ કામ માં છું... હમણાં એ કરી ને થોડી વાર માં તને લેવા આવું છું..."
"હા... બાય..."
"બાય..."
ખુશી ફરી પોતાના વિચારો માં...
"દેવ કેટલો સારો છે... મેં એની સાથે જે કર્યું પછી પણ એ હજુ મારો સાથ આપી રહ્યો છે... જો એની જગ્યા એ બીજું કોઈ હોત તો એણે મારો સાથ છોડી દીધો હોત... જયારે મેં એને ત્રણ વર્ષ પહેલા ખોટું કર્યું ત્યારે પણ એ કાંઈ મને બોલ્યો નહતો... અને આજે પણ એ મારાં સાથે છે... મમ્મી - પપ્પા, હું દેવ બધાં ખુશ હતાં... ચાઇને મેં મારાં પગ પર કુહાડી મારી હોય એવુ લાગી રહ્યું છે મને..."
આ જ વિચારો માં ખોવાયેલી હોય છે ખુશી... ત્યાં કોઈ નો ફોન આવે છે...
(વધૂ આવતા અંકે)