Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧

બે વાદળ શુ વરસ્યા, ચાર વાદળ શું ગર્જયા ?
કોઈને જામ યાદ આવ્યા તો કોઈને નામ યાદ આવ્યા...


આભાર..!
મિત્રો..
અરુણ અને મહેક...છૂટા પડે છે... આપણે ગયા ભાગ માં જોયું..!!
હવે...આગળ
ભાગ - ૨૧...


મહેક...ખરેખર એ દિવસ પછી મારાથી સહજ દૂર થઈ હતી ...એ જયારે પણ ચાન્સ મળે ..મારા દિલ ની હાલત ની કાળજી લેતી...
પણ..હું ના ઇચ્છતા પણ કેમ જાણે એના થી દુર થતો હતો...મારું આ વર્તન મહેક ને પસંદ નહોતું..છતાંય મને ખુશ રાખવા પોતે ચહેરા પર નકલી સ્મિત રાખતી...

હું જાણતો હતો...એકવાર મે કહેલું પણ..
"ચહેરા પર નકાબ રાખી ક્યાં સુધી મન મેળવવાનો ખોટો પ્રયાસ કરશો...!!"

ત્યારે એ મૌન રહી હતી...
પણ, હું એના મન ની મથામણ સમજી શકતો હતો..
એ માત્ર એટલું જ કહેવા માંગતી હતી
"બસ લાસ્ટ યર"

"સેકન્ડ યર માં પ્રેમ પાંગર્યો હોય તો જલદી પરપોસ કરી દેવો...લાસ્ટ યર ની રાહ નાં જોવી..."
વિજય જોર થી પવન ને કહેતો કહેતો મને જ સંભળાવતો હતો...

પવન પણ...વિજય ની વાત માં હુંકારો ભરતો તાળી લેતો મારી સામે ત્રાંસી નજરે જોતા મે આબાદ પકડ્યો...

"તારો સમય આવે એટલે જોજે" સહુ ની વચ્ચે ના આબરૂ કાઢું તો કહેજે..!
હું થોડો તીવ્ર બની બોલ્યો..

"ઓકે,હવે પેલા મહેક નો પ્રેમ તો અમારા વચ્ચે ખુલ્લો કર..."
વિજય અને પવન જોરથી હસ્યા...મે પણ શરમાયા વગર હસી લીધું ..પણ..સામે થી નજર રાખી રહી મહેક મારા હાસ્ય ને જોઈ ખૂબ રાજી થઈ..
એણે પણ ..એની બાજુ માં ઊભી એની મિત્ર ને જોર થી ખભા પર ધબ્બો માર્યો .અને બન્ને મસ્તી કરતી લેક્ચર ખંડ તરફ અદૃશ્ય થઈ ગઈ...!

મારી નજર હજુ મહેક ને જ શોધે છે..
મારું હૃદય માત્ર મહેક ને જ ચાહે છે ..
મારું મન હંમેશા એને જ ઝંખે છે...
પણ..મહેક..?

મહેક મને પસંદ નથી કરતી...!!
હું મહેક નાં વિચારો માં પરોવાઈ જતો...મોડે સુધી એકાંત જગ્યા પર ગોઠવાઈ રહેતો...
કોલેજ નું સેકન્ડ યર એન્ડ પર હતું...

વેકશન માં હું ગામડે જઈશ...ત્યારે મહેક ફેસબૂક,વોટ્સઅપ થી મારી આજુ બાજુ જ ફરતી હશે...
હું પણ..બીજા પ્રેમી ઓ ની જેમ ખેતર માં એક સાઈડ સંતાઈ મહેક સાથે વાત કરીશ..
હું પણ, વોટ્સઅપ પર આવતા એના સમાઇલી મેસેજ સિમ્બોલ જોઈ એકલો એકલો હરખાઈશ...

કેવા કેવા શમણાં હું જાગ્રત અવસ્થા માં જોતો હતો..!!

પણ..મારું મન હવે ગામડે જઈ પાછું લાસ્ટ યર કરવા શહેર આવવા માનતું નહોતું...

***** ****** ***** ***** **

આજે લાઇબ્રેરી તરફ જતા નોટિસ બોર્ડ પર નજર ગઈ...
મગનો હાથી નોટિસ બોર્ડ પર કઈક લેટર લગાડી રહ્યો હતો..


મે જરાક વધુ રસ રાખી...એની પાસે જઈ લેટર વિશે પૂછયું..
"મગનભાઈ, આ શું છે..?"

મગનો હસ્યો ...
"આ તો તું નથી જાણતો એમ ને...

"નાં સાચેજ મને ખબર નથી" હું ધીરેથી બોલ્યો.

"આજે કેમ બેટરી લો છે."
મગનો આજે મૂડ માં હતો..

મે એની વાત માં રસ નાં રાખતા..નોટિસ બોર્ડ પર નો લેટર વાચવા પ્રયત્ન કર્યો..

કોલેજ ના સ્ટુડન્ટ્સ માટે ખુશી ના ન્યૂઝ હતા...2 દિવસ માઉન્ટ આબુ નો પ્રવાસ હતો...

મહેક ઘણી વાર મને કહેતી...એકવાર માઉન્ટ આબુ જોવું છે..!
હું એને કહેતો પણ.."આપણે એકવાર જરૂર જઈશું..!"

અને એ હંમેશા રાહ જોતી યાદ અપાવતી વેકેશન માં માઉન્ટ જશું..!

ને હું....માઉન્ટ વિશે સાંભળેલા લવર્શ પોઇન્ટ..નકી લેક...ગુરુ શિખર ... સનસેટ પોઈન્ટ....દેલવાડાના ફેમસ કોતરણી નાં દેરા...વગેરે જગ્યાએ મહેક ને મારી સેલ્ફી માં કેન્દ્રિત થયેલી એડવાન્સ તસવીર જોતો રહેતો ...

આવતા વિક એન્ડ માં પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતુ..
દરેક સ્ટુડન્ટ્સ જવા માટે ઉત્સુક હતા જ....!!

પણ..હું મહેક ને કેવી રીતે કહું કે તું આવે છે..?
મે તો જાતે જ અબોલડા લીધા હતા...

પણ..હા, એ જરૂર સામેથી આવી મને ખબર આપશે..પ્રવાસ ની..ત્યારે....?


સહુ મિત્રો ને ઉનાળા નાં છેલ્લા વિક ની ગરમ શુભેચ્છાઓ...!!
હસમુખ મેવાડા..!!

હવે તો મંગળવારે પણ...

#એક દી તો આવશે..!!
વાંચજો....
ગામડાના એક નિર્દોષ છોકરા ની વાત...
જે રીયલ બનાવ પર થી લખી છે..