મને મુશળધાર જ ગમે છે...
ભલે ને એ પછી વરસાદ હોય... કે,
પ્રેમ હોય કે નફરત...!!!
બસ કર યાર...ભાગ - ૨૦...
ઓહ..તો...હું તારી એક્ઝામ માં ફેલ થયો..એમને ..??
મે રુંધાતા ગળા થી પરાણે બોલવાનો પ્રયત્ન કર્યો ..
અરુણ..આ કોઈ એક્ઝામ કે કોઈ લેવલ નથી જે..ફેલ કરે કે પાસ કરી શકે..!!
મહેક ના અવાજ માં ખમીર પણું દેખાતું હતું..
તો...મારી લાગણી ના છોડ ને તો મારે હવે ન ઉછેરવો...એમને..??
તારી લાગણી...તારા પ્રેમ નો અધિકાર તારો છે....યાર.
એમાં બીજા કોઈ ની મંજૂરી કેવી રીતે હોય.. કે એને ઊછેરવો કે ઉખાડી ફેકવો....
મહેક ના અવાજ માં વજન હતું..પણ ચહેરા પર ફિક્કું હાસ્ય જણાઈ રહ્યું હતું..
તો..શું સમજુ.
હા.. કે...???
મે ફરીથી એકવાર પ્રયત્ન કર્યો,
એના જવાબ ને જાણવાનો..
અરે..પાગલ..તું સમજતો કેમ નથી...!!
મહેક ના અવાજ માં ઉગ્રતા આવી શકી પણ એ શાંત સ્વરે બોલી...
જવાબ..ના..એમને.?
મે ફરીથી કહ્યું.
હા..એ બોલી....
તું મારા કારણ ને સમજી નહિ શકે..!
અને પ્રેમ માત્ર કોલેજ કાળ કે અમુક સમય પસાર કરવા પૂરતો નથી હોતો..!!
એણે ખુલ્લા મન થી મારા પર બળાપો કાઢયો...
ઓહ..તો આપ મને પ્રેમ ન કરી શકો..એમને..??
મે ઝીણી આંખો કરી કહ્યું ..
અરુણ..યાર, પ્લીઝ.....
સમજવાનો પ્રયત્ન કર....
હું તને મારો ફેંસલો પોઝિટિવ માં નહિ આપી શકું.. કે ના નેગેટિવ માં....
બટ..તારા સવાલ નો મારો એક જ જવાબ છે...
હું મારા ભવિષ્ય નો ફેંસલો લઈ શકું તેમ નથી....
I'm sorry..!!
મારા ચહેરા ના હાવભાવ એ સમજતી હતી ..
એ જાણતી હતી..હવે વધુ સમય અરુણ પાસે બેસવામાં મઝા નથી.....
કદાચ પ્રેમ તો પ્રેમ ની જગ્યા છે પણ દોસ્તી પણ તૂટશે ..!!
એમ સમજી કોઈ બહાનું વિચારતી હતી ત્યાં જ..
વાતાવરણ પલટાયું હતું....
છેવટે તીવ્ર બફારા ને મહાત કરવા વરસાદ ધીમે ધીમે ચાલુ થયો..એની ખુશી માં દરેક સ્ટુડન્ટ પરાણે મન મૂકી પલળવા તૈયાર થતા હતા...
પ્રથમ વરસાદ માં ભીંજાયેલી માટી ની ખુશ્બૂ પણ કેવી મધુર લાગે છે...દૂર સુદુર..ગામડાની તાજી યાદો કરાવી જાય છે..
મને વરસાદ ખૂબ ગમે છે...એ વાત મહેક થી વધુ કોણ જાણી શકે..!
પણ..આજે એ ખામોશ છે..
અને વરસાદ વધારે આવી જાય..એના પહેલા જ મહેક સ્ટૂલ પરથી ઊભી થઈ..અને મધુર સ્માઈલ સાથે નીકળવા ઈશારો કર્યો ..
મે કઈ રીપલાય ન આપ્યો..હું પણ ત્યાં થી ઊભો થયો..
મારા આ વર્તન ને એ સમજી ગઈ..અને ચાલી નીકળી..
વરસાદ મન મૂકી વરસતો હતો..મારા અંતરમાં અને બહાર ખુલ્લા કેમ્પસમાં...
ફરક માત્ર એટલો જ હતો..કેમ્પસ માં પલળવાની મજા કોઈ ઓર જ હતી ..જ્યારે અંતર ના વરસાદ માં હું તરબોળ થઇ વધુ ને વધુ રઘવાયો થતો હતો..
મારાં નયન ને અશ્રુ વહેવા માટે અંતર હજુ પરમિશન નહોતું આપતું...હું અંદર થી એકદમ ખાલી થઈ ગયો હતો ..
પ્રેમ...
What's પ્રેમ..?
કોઈ એકાંત સ્થળે બેઠા હોઈએ..ને કોઈ ની યાદ સ્મૃતિપટ પર તાજી થઇ જાય..
ને...આંખો માં હર્ષ ના દડ દડ આંસુ પરાણે આવી નીકળે..
ત્યારે હથેળી આંગળીઓને જબરજસ્તી આંસુ લૂછવા ઓર્ડર કરે...ત્યારે આંખો પર સરળતાથી આંગળી નો સ્પર્શ થાય છે..
તે પ્રેમ..?
કે કોઈ ને એકતરફી લાખ ચાહ્યા હોય ..અને જયારે પ્રેમ ની કબૂલાત કરવા ની કોશિશ કરવામાં આવે...એના પહેલા જ સામેનું પાત્ર મન ની વાતો જાણી એકરાર કરી દે...
તે પ્રેમ..??
મહેક..હું તને ચાહું છુ...
આજે...કાલે...આવતીકાલે. ... હંમેશા...
કયારેય નહિ ભૂલીશ...
I will never forget...u !!!
મહેક...જ્યાં સુધી નજર આવી ત્યાં સુધી હું એની પડછાઈ જોતો રહ્યો...
વરસાદ ના ધુમ્મસ માં એ ક્યાં અલોપ થઈ ગઈ...
ખબર ન રહી...!!
હા, નારાજ એ પણ હતી...
નહિતર પાછું વળીને જોવે તો ખરી...!!
મને હ્રદયના વરસાદે ભીંજવી નાખ્યો હતો...
હું પણ..કેમ્પસ માંથી બહાર નીકળી ઘર તરફ જવા નીકળ્યો ..
બહાર..ઓટો વાળા ની બૂમો મને ધ્યાનભંગ કરતી હતી...
હું સ્થિર થઈ ત્યાં જ રૈન બસેરા ની છત નીચે ઊભા આઠ દસ સ્ટુડન્ટ સાથે ગોઠવાઇ ગયો
હું હજુ પૂરેપુરો પલડ્યો નહોતો...
ત્યાં જ એક રિક્ષા આવી પહોંચી ...
ભાઈજી...?
ચલોગે....ચલો છોડ દેતા હું.,.!!
મે નકાર માં માથું હલાવ્યું..
છતાંય એ રિક્ષા વાળો..જબરજસ્તી લઈ જવાના મૂડ માં હોઇ..બોલ્યો..
ભાઈ જી... અબ બારિશ જ્યાદા હોને વાલી હે.,20 રુપે દે દેના...ચલો બેઠ જાઓ છોડ દેતા હું..
મે એક નજર એ રિક્ષા ચાલક પર કરી...એની મજબૂરી પર સરળતાથી હું રિક્ષા માં ગોઠવાઈ ગયો
અને રિક્ષા શહેર ના ચાર રસ્તા..ગોળાઈ... ગાર્ડન..ને મોટા માણસો ના સ્ટેચ્યુ ને પાછળ છોડતી..પુર ફાસ્ટ મારા મુકામ તરફ ચાલી નીકળી...
વરસાદ વધી રહ્યો હતો...
શહેર ના રોડ પાણી પાણી હતા...
હું..મામા ના ઘર તરફ આવી પહોંચ્યો હતો..
શેરી માં નાગા પુંગા થઈ મસ્તી માં મસ્ત થઈ નાચી રહેલા એ ટાબરિયા ઓ..મને બાળપણ યાદ કરાવતા હતા....
પ્રેમ ના પ્રકાર કેટલા હોય..?
જન્મ થતા માં બાપ, સબંધી ખુશી અનુભવે..તે.?
પા પા પગલી માંડતા શીખતા..શીખતા..કોઈ પાડોશી ના ઘર માં ઘુસી જઈએ અને પાડોશી સહજ રીતે તેડી લઈ ગાલ પર એક ચુંબન કરી લે ....તે...?
સ્કૂલ ટાઈમે..કોઈ ટીચર પોતાના દૂર ગામડામાં રહેતા બાળક ને યાદ કરી... કસ કસીને ભેટી પડે...તે .?
હાઈ સ્કુલ કાળ માં ભણવા માં હોશિયાર હોઇએ..ને દરેક છોકરી ની નજર માં સ્મિત નું બહાનું હોય...તે..?
કે પછી કોલેજ માં હું એક લીમડાના વૃક્ષ નીચે મહેક ની કોઈ કારણ વગર રાહ જોતો...તે .?
પ્રેમ..કેવી રીતે થાય ..???
મારે પ્રેમ ને છંછેડવો છે...કોઈ છે રીડર..જે સહાયતા કરી શકે..!!
મને વોટ્સઅપ કરો...નામ સાથે..9913002009
આવતી સ્ટોરી માં આપનો આઈડિયા મૂકીશ..
Thanks..!!!
હસમુખ મેવાડા.