અગ્નિદાહ આપ્યો.. ને રાત્રે પાછાં ખેતરે આવ્યાં,,,
...
ત્યાં થી આગળ,,,,
...
નાં માં ને કાંઈ ભાન હતું નાં મારું રડવાંનું બંદ થયું હતું... પણ નાના ભાઈ ને તો કાંઈ ખબર નોહતી પડતી એટલે એ"માં ભુખ લાગી છે,, ખાવાનું આપને માં ભુખ લાગી છે"
એમ રડતાં રડતાં કેહતો હતો...એટલે હું જરા મક્કમ બની અને માં નું મોઢું હાથમાં લઈ કહેવા લાગી,," માં એ માં,, સાંભળ માં,,"
"""
મહારાણી અયોધ્યા ની,,એક વન વગડામાં રેતી તી,,
દુઃખ તો સૌ એ વેઠ્યા છે,,"માં" તું જ એક વાર કેતી તી,,
કુંખ બાંધી કાંખમાં એ,, કુવે પાણી સિંચતી તી,,
રક્ષા કરતી સ્વાભિમાન ની,,જાતે ધાન પીંસતી તી,,
નામ એનું સીતા છે, પણ તું જગદંબા કેતી તી,,
દુઃખ તો સૌ એ વેઠ્યા છે,,"માં" તું જ એક વાર કેતી તી,,
"""
"માં નું મૌન લથડાતાં અવાજે ઉધાડ્યું,,,"
"""
પળ ભર માં,એક આંધી માં,, મસ્તક રંગેલું ભૂંસાઇ ગયું,,
સઘળું મારું લૂંટાઈ ગયું,,બેટા કાળચક્ર માં ચુંથાઇ ગયું,,
"""
"મેં શાંતવના આપતા ફરી માં ને કહ્યું,,"
"""
નારી છે શક્તિ નું નામ,, માં તારાં જ મુખ ની આ વાણી છે,,
હું છું તારો સહારો,,માં તને મારાં સહારામાં ભાળી છે,,
"""
આટલું સાંભળતાં માં એ અમને બંને ભાઇ બેન ને ભીંસી ને છાતી એ વળગાડી લીધાં....
**------**
આંખો ની પાપણો પર આંસુઓ નાં મોજાં ઉછળવાં લાગ્યાં હતાં,,વેદના નું પૂર આવે એ પહેલાં મેં મનિષા બા નો હાથ પકડી,ભૂતકાળ માં ચાલ્યાં ગયેલાં એનાં મન ને પાછું ખેંચી લીધું... પણ અશ્રુઓ ને નાં જ રોકી શક્યો...
મને અનુભવાઈ ગયું હતું કે મનીષા બા નું બળપણ કેવું વીત્યું હશે,, માટે મેં વાત ને ત્યાં જ રોકી દીધી, અને ઘરમાં જઇ પાણી નો ગ્લાસ લઇ આવી બા ને આપ્યો..થોડું પાણી પી ને મોઢું ધોતાં મનિષા બા એ કિધું કે,,
"હવે તું જેટલું પણ કઠોર વિચારી શકતો હોય એટલું વિચારી લે,, એ જ મારું બાળપણ છે..દિકરા..."
સાંભળતા ની સાથે જ એક જોરદાર ધ્રાસ્કો પડ્યો મારાં હ્રદયમાં,,આંખો નાં ખૂણા જળહળી ગ્યાં ને મન ગદગદીત થઇ ગયું.. એક વાતમાં ફક્ત એટલું જ કહીશ વાચક મિત્રો,, કે જો સ્ત્રી નાં હ્યદય ને જાણવું હોય તો પેલાં પોતાનાં મન ને મજબૂત બનાવવું પડે..
કેમકે બાળપણ થી જ દરેક સ્ત્રીઓ વેદના નાં પત્થર ઓગાળી ને પીવે છે, અને બાળપણ માં જ મોટાં ને પણ મનાવી લેવાની શક્તિ ધરાવે છે તમે વર્તમાન સમયમાં પણ જોયું હશે કે એક નાની એવી છોકરી પોતાનાં નાનાં ભાઇ અથવા બેન ને કેવી સરસ રીતે રાખતી હોય છે પોતાનાં પિતા સાથે કાલીઘેલી પણ ઘણી સમજણ ભરી વાતો કરતી હોય છે પોતાની માં સાથે ઘણાં ઘરકામો પણ નાની વયમાં જ કરતી હોય છે અને જો ઘરમાં દાદી દાદા હોય તો તો વાત જ ના પૂછો,, મમ્મી ને પણ કહીં દે "જમવાનું જલ્દી બનાવ માં દાદા દાદી ને ભૂખ લાગી હશે,," ટૂંક માં કહું તો સ્ત્રી એટલે બીજાં ને બધું જ આપી દેવાનું અને પોતાના માટે ફક્ત સમજોતાં,...
જો કોઈ પુરુષ નું બાળપણ જોઇએ તો બાળપણ થી જ બધું મારું છે અને હું કોઈ ને નહીં આપું.. એક્દમ વિરુધ જ..
માટે જ કહું છું કે આવી કપરી પરિસ્થિતિ નો સામનો ભાગ્યે જ કોઇ પુરુષ કરી શકે,, પણ એક સ્ત્રી પૂર્ણ પણે સક્ષમ ઉતરે,, એ હકીકત છે.
આમ તો મારી પાસે શાંતવના આપવાના કોઇ શબ્દો નોહતાં પણ છતાં મન મક્કમ કરી મનિષા બા નાં હાથ ને સ્પર્શ કરી કીધું કે "બાળપણ ઘણું ગમગીન છે તમારું એ તો સમજાઈ ગયું,, પણ શું કોઈ ખુશી નાં પળો જુવાની માં પણ નોહતાં..??"
આટલું સાંભળતા જ એમનાં મોઢાં પર સ્મિત આવી ગયું,,
આ જ તો છે નારી નું વર્ચસ્વ,,હસી અપો એટલે હસી જ મળે..
"છે દિકરા છે,, ભગવાને બધું જ આપ્યું છે મને જીવનમાં,,અને થોડું ઘણું નહીં, પણ ભરપૂર આપ્યું છે,," મોઢું મલકાવતા મનિષા બા એ કીધું..
" તો જરા એની પણ ઝાંખી કરાવો ને" ,, મેં પણ સ્મિત રેલાવતાં કીધું..
એક વાર ફરી તેમનાં મુખે થી સુંદર કાવ્ય રેલાંયું..
........
એક વખતની વાત હતી,,કિસ્મત મારી સાથ હતી,,
ચડયો તો ચાંદીલીંયો આભે,, અજવાળી એ રાત હતી,,
નિંદરડી નાં અંખોમાં,,વ્યાકુળતાં ભીતર હાથ હતી,,
મધંમ વાતા વાયરામાં,,કસ્તુર ની સુવાસ હતી,,
ઠપ ઠપ કરતી આહટથી,,મન મંદિરમાં ઘબરાટ હતી,,
જોડી લાગી આગ્યાંની,,કોઇ રૂપલાંની ત્યાં આંખ હતી,,
અજવાળે ચાંદલીયાનાં,,મુખ પર જાંકળની છાંટ હતી,,
મોહાંય ગયું હૈયું મારું,,ત્યાં પ્રીત ની શરૂઆત હતી..
*****
ક્રમશઃ,,,
*****
અહીં આપણે જોયું કે એક અનાથ થયેલી બાળકી એ કેવી રીતે પોતાની વેદના ઓગાળીને પી લીધી અને ભાંગી પડેલી પોતાની માતા નો સહારો બની એને પણ શક્તિ પ્રદાન કરી.. માટે જ કદાચ નારી ને શક્તિ નું રૂપ કેહવામાં અવે છે.. શબ્દો થી વર્ણવું સહેલું નથી પણ છતાં થોડો પ્રયાસ કર્યો છે કે એક નારી નાં હૃદયથી આપણે જો થોડાં પણ પરિચિત થઇએ તો પણ વર્તમાન માં અને ભવિષ્યમાં જો આપણે નારી નું ભલું નાં કરી શકીતાં હોઇએ તો તેને કોઈપણ પ્રકારની તકલીફો પહોંચાડવા નું કામ પણ બંદ કરી દેવું જોઈએ....
પ્રિય વાંચક મિત્રો,,હું ઈચ્છું છું કે આગળ નાં પણ બે ભાગ ફરી વાંચી યાદ કરી લો,, કેમ કે અહીં થી પ્રકરણ બદલાઈ રહ્યું છે,, ?