Naari nu hruday - 1 books and stories free download online pdf in Gujarati

નારીનું હૃદય - ૧

નમસ્તે ?,,,, મારું નામ જય છે,, અને પહેલી વાર હું "માત્રુ ભારતી" પર એક સંવેદનશીલ અને એક નારી ના હૃદય નો પરિચય કરાવતું દર્પણ સમી વાર્તા રચી રહ્યો છું.... 
આશા છે કે તમે નારી નાં અસ્તિત્વ ને સમજશો અને મારી આ વાર્તા ને સુંદર પ્રતિસાદ આપશો..... 
*****

હંસતી,,, રમતી,,, હું નારી,,સૌં ને ગમતી...

સૂર્ય મુખી નાં ફૂલ  સમી,,, હું આદર સૌં નો કરતી..

કારણ છુપાવી  રડતી,,,,  ને સૌં ને યાદ  કરતી...

અણ ચાહ્યું અપનાવી,,, હું વાહલી સૌં ની બનતી...

 મતપિતા નું ઘર છોડી,,,હું નવાં ઓરડા ને અપનાવતી,,,
વહુ  બની હું નવાં  ઓરડા  ને,,, ઘર ની જેમ  સજાવતી,,,
રોમ રોમ ખરી જતું,,, પણ જરૂરીયાત સૌં ની દિપાવતી,,,
કાળજે પત્થર મૂકી ને પણ,,, જવાબદારી ઓ હું નિભાવતી......!!!! 

***
કોઇ ના મા પણ તાકાત નથી કે નારી ના ત્યાંગો આગળ ટકી શકે,,,
નારી એક એવું અસ્તિત્વ છે, જે ધારે તો ભગવાન ને પણ રડાવી દે ,,, અને ધારે તો દુ:ખ દર્દ ને પણ વસંત બતાવી જાણે...
શું કહેવું અને કેટલું કહેવું,,, કે નારી નું વર્ચસ્વ શું છે... 
પણ એટલું જરૂર કહીશ કે નારી જ આ જગત નું અસ્તિત્વ છે.... 
______
           તો ચાલો  એક એવી વાર્તા સાંભળીએ,, જેમાં નારી ના જીવન ના બધા જ પડાવ આવી જાય અને નારી નાં હૃદય થી, આપણું હૃદય પરિચિત થાય...
****


        નામ એનું છે મનિષા,,,, મનિષા એટલે મહેચ્છા,, ઇચ્છા,,, અને અભિલાષા.... 

આજે પણ આંખો માં ચમક,, અને હોઠો પર સ્મિત છે,,,,,, 

ભલે ને જીવન ના 84 વર્ષ વીતી ગયા છે તોયે,,,

ખડે પગે જીવન ના દરેક પડકાર નો સામનો કરવાની આજે પણ તેના મા હુંફ છે... 

મને આસચર્ય  તો એ વાત નો હતો કે,,જે સ્ત્રી,, આટલી ઉમરે પણ હકારાત્મક અને લાગણી શીલ, તથા હસીને દર્દ ઓગાળી નાખવાની અને જીવન નાં પળે પળ નો ભરપુર લાભ ઉઠાવી,, જીવવા ની તાકાત રાખવાં વાળી આ વ્યક્તિ નું જીવન કેવું હશે,, આ નું બાળપણ કેવું હશે,,, આ ની જવાની કેવી હશે,,,, 
આ બધું મને જાણવાની ખૂબ જ ઉત્સુકતા જાગી હતી,, અને તેથી જ મેં તેમને એક સવાલ કર્યો.... 
     કે શું તમે મને તમારા જીવન નાં અમુક સારાં મોળા અને  ખાટા મીઠાં સમય નો પરિચય કરાવશો,,?? મને જરા જાણવાની ઉત્સુકતા જાગી છે...!! આટલું સાંભળતાં જ એ હસી પડ્યાં,,, ને કેહવા લાગ્યાં કે વાત તો કરું પણ પહેલાં મને તું એ વાત કર કે તારે એ બધું જાણી ને શું કામ છે,,?? અને આ ઘરડી ડોશી નાં જીવન ની વાતો સાંભળવાથી તને શું મળશે..??? 
મેં ખુબ જ ઉત્સુકતા પૂર્વક કહ્યું કે મને તમારું હૃદય એક્દમ સાફ અને રોમાંચક દેખાઈ આવે છે એટલે જ સાંભળવાની ઇચ્છા થય ... 
તો એ હસતાં સ્વરે કહેવા લાગ્યાં કે ફક્ત મારું જીવન જ નહીં પણ બધી જ સ્ત્રીઓ નું જીવન રોમાંચક જ હોય.. 
અને હૃદય સાફ હોવું ના હોવું,, એ તો તેના સ્વભાવ ની વાત છે,, પણ, લગભાગ સ્ત્રીઓ નું હૃદય સાફ જ હોય ખાલી તારી જેમ જોતાં આવાડાવું પડે.... બોલી ને મારા ખભાં પર હાથ મુક્યો.. 
   અને મેં તરત જ એક વાર ફરી વિનંતી કરતા કહ્યું.. "પીલીઝ મને તમારાં બાળપણ વિશે કાંઈક જણાવો...."
અને પછી,,, ઊંડો શ્વાસ લેતાં આંખો બંદ કરી પોતાનાં બાળપણ ને યાદ કરતાં એક અતિ સુંદર અને મન મુગ્ધ કરી દેતું અને દરેક વ્યક્તિ ને પોતાનું બાળપણ યાદ કરાવી દે એવું કાવ્ય ગાવાનું શરૂ કર્યું.... 
"" કે સાંભળ,,, 
કરું તને હું વાત,, મારાં બાળપણ ને યાદ,,,,, 
"" કે સાંભળ,,, 
કરું તને હું વાત,, મારાં બાળપણ ને યાદ,,,,, 

ભર્યા તા રંગ અનેક,,,ને હતો ખાટો મીઠો સ્વાદ,,,,,,
"" કે સાંભળ,,, 
કરું તને હું વાત,, મારાં બાળપણ ને યાદ,,,,, 

સોના પહોર માણતા ,,તો રાત ચાંદી વિણતા,,,, 
મન ભરી ને રમતાં બપોર,, ને સાંજ કરતી સાદ,,,
સાંભળ,, 
કરું તને હું વાત મારાં બાળપણ ને યાદ.... 

હસતાં હસતાં રમતાં,, તો ઘડી ઘડી માં રડતાં,,, 
મન ભરી ને કરતાં શોર,, ને આવતી ફરિયાદ,,, 
"" કે સાંભળ,,, 
કરું તને હું વાત,, મારાં બાળપણ ને યાદ,,,,,  
*******

ક્રમશ ઃ

આશા છે કે આ વાર્તા વાંચીને તમે સ્ત્રી ના હૃદય થી પરિચિત થસો અને એક સ્ત્રી ને માન મર્યાદા પૂર્વક જોવાની નજર કેળવશો...... 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED