Naari nu hruday - 2 books and stories free download online pdf in Gujarati

નારી નું હૃદય - ભાગ - 2

ખુબ જ સુંદર કાવ્ય સંભળાવી વાતાવરણ ને પણ ડોલતું રમતું કરી દીધું,,, 
અને કેહવા લાગયાં કે, આમ તો મારૂ બાળપાન ખેતરમાં જ વધારે વીત્યું છે,, 

પણ ઘરવખરી નો સામાન લેવા મારી માં સાથે રોજ ગામ માં જતી,, અને ત્યાં ગામ મા મારી ઉંમર ની મારી બહેનપણીઓ હતી તેની સાથે થોડી મોજ મસ્તી કરી આવતી,,

 સાચું કહું તો હું જેની સાથે મોજ મસ્તી કરતી એ ફક્ત મારી જ બહેનપણી ઓ હતી,, હું એ લોકો ની બહેનપાણી નોતી,,!! કેમ કે અમે ખૂબ નબળી પરિસ્થિતી વાળા હતાં એટલે અમને કોઈ બોલાવે નહીં,,,


અને એ બધાં રમતાં હોય એ હું નિહાળતી,,,બસ એ જ મારી મોજ મસ્તી હતી...અને એ લોકો જેવું રમતાં હોય એવું હું ખેતરે માં સાથે પાછી આવું ત્યારે મારા નાના ભાઈ સાથે રમતી,, 
અમારી પરિસ્થિતી ખુબ નાજુક હતી, એટલે મેં સ્કૂલ પણ નથી જોઇ,, પણ મારી માં અમને બન્ને ભાઈ બહેન ને રોજ એની રીતે થોડું થોડું ભણાવતી,,,

સાચું કહું તો અમે શિયાળા મા ભરપૂર ઠુંથવાંતા,, ઉનાળામાં ભરપૂર બળતા અને ચોમાસામાં ભરપૂર ન્હાતા,, કેમ કે ખેતરમાં અમે ચાર લાકડા ખોડી ઉપર કડબ નાં પૂળા નું છાપરું બાંધી ને રેતા,, એટલે તાપ, ઠંડી અને વરસાદ બધું સીધું જ માણતા,, પણ તોયે મજા ખૂબ કરતાં હો,,, 
ઉનાળા મા ઉઘાડાં પગે ખેતરમાં દોડતાં,,, ચોમાસા મા ગારા વાળા થઈ ખેતર ખેડતા અને શિયાળામાં રાતના જાગી ને પાક ની રખવાળી કરતાં,,,

નાં કોઈની સાથે કોઈ દેખાવ કરવાનો કે ના કઈ પડારો કરવાનો, નાં કોઇ સાધન સામગ્રી ની જરૂર,,, કાંઈક અલગ જ એ દુનિયા હતી,,, 
 
અને અમે જે ખેતરમાં રહેતાં એ કનુભાઈ નામનાં માણસ નું હતું,, કનુભાઇ ગામ ના બહું મોટા શ્રીમંત માણસ હતાં  ગામ ની વચ્ચે ખૂબ મોટી એની હવેલી હતી,, અને એને પણ એક દીકરી ને દીકરો હતો,, 
એ જ્યારે જ્યારે ખેતર આંટો મારવાં અવતાં ત્યારે મારા અને મારા નાના ભાઈ માટે એના દીકરા દીકરી ના જૂના કપડાં લઇ આવતાં,, ને અમે એ કપડાં પહેરી ખૂબ રજી થતાં,,,
એક અર્થમાં કમી શિવાય કાંઇ નોહતું,, અને બીજાં અર્થમાં જીવન જીવવામાં ઘટતું કાંઈ નોહતું... 

ખુબ સરસ જીવન પસાર થતું હતું,, પણ કદાચ ભગવાન ને કાંઈક બીજું જ મંજુર હશે,,, 
એક દિવસ સવાર ની પહોર મા મારી માં ની ચીખ સાંભળી હું જાગી ગઈ,, જોયું તો મારી માં ધ્રુસકે ધ્રુસકે રડતી હતી,,, મેં પૂછ્યું "માં શું થયું તને કેમ આટલું બધું રડે છે? માં મને કે તો ખરાં શું થયું" કહેતાં કહેતાં હું પણ રડવા લાગી,, ને હું બાપુજી ને હલાવી જગાડવા લાગી,, બાપુજી જોવો ને માં કેમ રડે છે,? શું થયું માં ને જોવો ને બાપુજી ઊઠો ને,,!! કહેતાં કહેતાં હું પણ કગરવા લાગી,,, પણ બાપુજી નાં ઉઠ્યા,,, કેમ કે તે હમેશાં માટે સુઈ ગયા હતાં,,,
તેનાં હાથ પર સાપ ના કરડ્યા નું નિશાન હતું.. 
હું દોડી ને બીજા ખેતરે થી બે વડીલ ને બોલાવી આવી,, પણ એ લોકોએ પણ જોઈ ને કહ્યું કે "હવે નથી રહ્યા,,, જેવી ભગવાનની મરજી" એમ કહીં કનુભાઇ ને ગામમાં સંદેશો મોકલ્યો,,,ને હું મારી માં ની છાતી એ જ વળગી રહી,,, 

કનુભાઇ આવ્યાં ને સાથે બે ચાર જણાં ને લઈ અમે બધાં શમશાન ભૂમિ એ જઈ વિધિ પુર્વક મારાં બાપુજી ને અગ્નિદાહ આપ્યો.. ને રાત્રે પાછાં ખેતરે આવ્યાં,,, 

નાં માં ને કાંઈ ભાન હતું નાં મારું રડવાંનું બંદ થયું હતું... પણ નાના ભાઈ ને તો કાંઈ ખબર નોહતી પડતી એટલે એ "માં ભુખ લાગી છે,, ખાવાનું આપને માં ભુખ લાગી છે" એમ રડતાં રડતાં કેહતો હતો... એટલે હું જરા મક્કમ બની અને માં નું મોઢું હાથમાં લઈ કહેવા લાગી,, "" માં એ માં,, સાંભળ માં,,
,,,,,,,,,,,,,, 
*******
ક્રમશ ઃ

એક નારી જેટલું કદાચ જ કોઈ શક્તિ વાન હશે.. મિત્રો,,, જે નોંધારાં નો પણ આધાર બની શકે,, તેની પણ તુલના એક નારી સાથે નાં થઈ શકે....
આશા છે,,, આપ આવનારો ત્રીજો ભાગ જરૂર વાંચશો,,, ધન્યવાદ.... ?

બીજા રસપ્રદ વિકલ્પો