અનોખી યાત્રા (ભાગ - ૮) Kinjal Sonachhatra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

અનોખી યાત્રા (ભાગ - ૮)

(ગતાંક થી શરુ)                                                         
                                                               
એ જ વિચારો માં ખુશી રાજકોટ ની ટિકિટ લઇ લે છે... અડધી કલાક ને ટ્રેન ને હજુ વાર હોય છે... પોતાના વિચારો માં ખોવાયેલી ખુશી નું ધ્યાન સામે રહેલા એક મોટી ઉંમર ના આંટી - અંકલ પર પડે છે... એટલે કે થોડીક મોટી ઉંમર નું કપલ... એક-બીજા નો હાથ પકડી ને ચાલી રહ્યા હતાં... એકબીજા ની બહું જ કૅર કરી રહ્યા હતાં... અંકલ એ આંટી નો હાથ પકડ્યો હતો... અને બંને ધીમે ધીમે કંઈક વાત કરતા ચાલી રહ્યા હતાં... અંકલ આંટી ને ત્યાં થોડે દૂર બેસાડી ને ટિકિટ લેવા માટે જાય છે... ખુશી આ બધું જોઈ જ રહી છે... ફરી પોતાના વિચારો માં ખોવાય જાય છે... ત્યાં થોડી વાર માં ત્યાં આંટી પાસે એક બોય આવે છે... જાણે કંઈક તેના સંબંધ માં જ હોય એ રીતે... ખૂબ જ મગ્નતા થી વાત કરી રહ્યો છે... થોડી વાર માં ત્યાં અંકલ આવે છે... અને બધાં વાતો કરવા માં મશગુલ હોય છે... આ બધાં નું જોત જોતા માં ખુશી ને પોતાના માતાપિતા ની પણ યાદ આવે છે... જે પોતાના વિચારો માં...                        
                                                                               
"(મન માં) મોમ ડૅડ આઈ મિસ યુ... મેં તમારા સાથે બહું ખોટું કર્યું... મારે આવું નતુ કરવું જોઈ તું... નીલ એક બાર ના છોકરા ના લીધે મેં તમને છોડી દીધા... સૉરી મોમ... સૉરી ડૅડ... ટૂ મચ મિસ યુ... હું શું કરું? ઘરે કૉલ કરું? કરું તો કહું શું? અને નહીં કરું તો શું કરીશ?"                                                                                                                                      
આ જ રીતે વિચાર કરતા કરતા ટ્રેન નો ટાઈમ થઇ જાય છે... અને ટ્રેન આવી જાય છે... ત્યારે સામે બેસેલા આંટી અને અંકલ પણ જાણે એ જ ટ્રેન ની રાહ જોતા હોય એ રીતે... બધાં ટ્રેન માં ચડે છે... જોત જોતા માં એ પણ એ જ ડબ્બા માં બેસે છે જ્યાં ખુશી બેસે છે... તે આંટી અંકલ ને બોય મુકવા આવે છે જે તેમની સાથે વાત કરતો હતો... ખુશી તેમની વાતો સાંભળે છે...                                      
                                                               
"મમ્મી - પપ્પા તમે સંભાળી ને જજો... કઇ કામ હોય તો સીધા મને કૉલ કરજો..."                                              
                                                      
"હા, બેટા ! તું ચિંતા ના કર... અમે શાંતિ થી પહોંચી જશુ... તું જવુ હોય તો જા તારા ઓફિસ નો ટાઈમ થઇ ગયો છે... "                                                                              
                                         
"હા, ઠીક છે... પહોંચી ને ફોન કરજો..."                           
                                                            
ટ્રેન શરુ થાય છે... ને જાણે ખુશી ની જીંદગી ની એવી સફર જેમાં એના અસ્તિત્વ અથવા તેના પ્રેમ નું અસ્તિત્વ જ ખોવાય ગયું... નીલ ની સાથે બધી ખુશી ચાલી ગઈ હોય એ રીતે એ જ વિચાર અને તેના લીધે તેના આંસુ... જે રોકાતા જ નથી... નીલ ના વિચારો માં થી બહાર નીકળી ને ખુશી... 
                                                                                                     
"(મન માં)મમ્મી - ડેડી શું કરતા હશે?  ઠીક તો હશે ને... મારાં કારણે કેટલા દુઃખી હશે... મેં તેમના કોલ પણ રિસીવ નથી કરેલા... કોલ કરું એમને? પણ શું કહીશ? કે ક્યાં હતી અને શું કામ? કેટલા દુઃખી હશે ને મારાં લીધે એ... કર્યું જ છે એવુ હોય જ ને..."                                                       
                             
આ બધાં વિચારો માં ખુશી રડી રહી હોય છે... અને ત્યાં સામે બેસેલા અંકલ આંટી વાતો કરતા હોય છે... એની જીણી જીણી વાતો સંભળાય છે...                                 
                                                
"કેટલો ડાયો છે ને આપણો દીકરો... અહીં રહે છે છતાં આપણું કેટલું ધ્યાન રાખે છે... બાકી આજ ના જમાના માં પારકા માઁ - બાપ નું કોણ ધ્યાન રાખે છે..."                       
                                                 
"સાચી વાત છે તમારી... કિશન ના પપ્પા... કેટલું બધું આપણા માટે કર્યું છે કિશન એ આપણા માટે... ભણવા માટે નો ખર્ચો પણ એણે જાતે જ કર્યો છે... બાકી તો આપણે તો કરી શકી એમ જ ન હતાં..."                                         
                                      
"હા, કોઈ ના કહે કે કિશન આપણો દત્તક લીધેલો પુત્ર છે... ક્યારેય પણ આપણા વિરુદ્ધ જઈ ને એણે કઇ પગલું ભર્યું નથી... નાની - નાની વાત માં પણ આપણી મરજી શુ છે તે પૂછ્યું છે..."                                                                                         
(વધૂ આવતા અંકે)