ધૂપ અને પૂજા ના પ્રેમમાં તેના જ પરિવાર વિલન બન્યાં. તે વાંચ્યું..
ધૂપ અને પૂજા પ્રેમ ને ભૂલી કૉલેજ કરવા લાગ્યા. કૉલેજ દરમિયાન ક્યારેક ક્યારેક મળે. બધાં ને લાગ્યું કે તે હવે પ્રેમી નથી રહ્યા. તેવો વર્તન પણ માસી ભાણેજ જેવું બધાં ને લાગતું હતું.
ધૂપ હવે બેચેન રહેવા લાગ્યો. કૉલેજ માં આખો દિવસ મૂડ વગર નો પસાર કરે. કોઈ સાથે બોલે નહીં. આખો દિવસ પૂજાના વિચાર માં ખોવાયેલો રહે. આગળ શું થશે તે વિચાર માં ક્યારેક જમતો પણ ન હતો. પોતાનું દુખ કોઈને કહી પણ શકતો ન હતો.
કૉલેજ માં પૂજા ને જોઈ તેના ખુબ સુરત પળો યાદ આવી જતી. પાપા ની ખુશી માટે તે બધું સહન કરી રહ્યો હતો. ભગવાન ઉપર તેનું ભવિષ્ય છોડી દીધું હતું.
પાપા સાથે વાતો કરવાનું પણ ઓછું થઈ ગયું હતું. પૂજા પણ તેની પ્યાર ને ભૂલી શકતી ન હતી પણ શું કરે તેને પણ તેનો પ્યાર સામે આવે એટલે એ રોમાન્ટિક પળો યાદ આવતી. અને તે વધારે બેચેન બની જતી. તેના હાલ પણ ધૂપ જેવી જ હતી કોઇ ને પણ કહી શકાય તેમ ન હતી.
દીદી ની ખુશી માટે તેના પ્યાર નું બલિદાન ને કોરી ખાઈ રહ્યું હતું. દીદી તો બહુ ખુશ હતી પણ પૂજા દુખી દુખી હતી. પૂજા પડી ભાંગી હતી તે વિચાર એક જ આવતો. બસ રૂમમાં એકલી એકલી રડયા કરતી. બહાર જવાનું મન પણ ન થતું હતું.
મહિના નોં છેલ્લો રવિવારે સુરજ અને આરતી બહાર ફરવા જાય. ત્યારે આ બંને એક દિવસ પૂરતા આંખો દિવસ પ્રેમી રહેતા. તે એક દિવસ મા એક મહિનાનો પ્રેમ મન ભરીને માણી લેતા. આમ તેમનો પ્રેમ જીવીત રહ્યો હતો. બીજે દિવસે ભૂલી પાછા સગા થઈ જતાં.
આમ ને આમ કૉલેજ પુરી થઇ. પૂજા તેની બહેન એટલે ધૂપ ની ઘરે રહેવા લાગી. પણ આ બંને તો જાણે સહન સક્તિ ની મૂર્તિ હોય.
આ બંનેનો પ્રેમ જો કુદરત સ્વીકારે તો એક થાય બાકી તેના પરિવાર એક થવા નહીં દે.
હવે ફક્ત આંખો માં જ પ્રેમ રહ્યો હતો. હવે એક બીજા ને આલિંગન તો આપી શકે તેમ નથી.
આરતી ની તબીયત બગડી. તેને સહારા ની જરૂર પડી તેનો પતિ તો હતો પણ વધારે તેની નાની બહેન યાદ આવવા લાગી. આરતી ને બધું સમજી કે ભૂલ મારી થઈ છે પણ હવે શું થાય. તેના પતિ કરતાં તેની બહેન ની ફિકર હવે પથારી માં થવા લાગી.
આરતી હવે ખૂબ બીમાર પડી, તેની સારવાર પાછળ ખૂબ ખર્ચ કર્યો પણ રીકવરી આવી નહીં ને આરતી દુનિયા છોડી ને જતી રહી. બધાને ખુબ આઘાત લાગ્યો. ત્રણ મહિના પછી પરિવાર નોર્મલ થયું.
પૂજા હવે તું તારા ઘરે જઈ શકે છે.
પણ કેમ ?
હવે તું અહીં રહે તે યોગ્ય નહી.
હું અહીં રહીશ.
જો પૂજા મારી પત્ની હવે જતી રહી છે. હવે મુખ્ય નાતો પુરો થયો.
કેમ હવે મારા દીદી સાથેનો બધો વ્યવહાર પુરો.
હા પૂજા એટલે તો કહું છું.
પપ્પા જો તમારી અનુમતિ હોય તો પૂજા ની તમારી વહુ બનાવું.
બેટા આ શું........
હજુ તમે ભૂલ્યા નથી.
હા પપ્પા પ્યાર તો અમર હોય.
બેટા હવે મારે બીજા લગ્ન નથી કરવા.
પણ
હું પરવાનગી આપું છું તમે હવે તમારી લાઈફ જીવો.
Thank you પપ્પા
I love you પપ્પા
બને પોતાની નવી જિંદગી જીવવા બીજે જતાં રહ્યાં...
ધૂપે આલિંગન આપ્યું
I love you પૂજા
I love you to ધૂપ
જીત ગજ્જર