તું જ છે મારો પ્યાર - 3 Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તું જ છે મારો પ્યાર - 3


કોલેજ નો આખરી દિવસ વિજય કોલેજ ના ગેટ બહાર વીની ની રાહ જોઈ રહ્યા હતા. વીની ને આવતી જોય વિજય ખુશી નોં માર્યો જુમવા લાગ્યો, જેવી વીની નજીક આવી તરત જ હાથ માં રહેલું ગુલાબ વીની ને આપી વીની ને પ્રપોઝ કર્યું. I love you વીની. બે ઘડી તો વીની બોલી પણ નહીં. પછી વીની એ ગુલાબ સ્વીકારી ને બોલી અરે પાગલ આ ઘડી ની રાહ તો હું ક્યારનીય જોતી હતી. I love you to જાનુ.

વીની ને વિજય કેન્ટિન માં જઈ પેપ્સી પીતા વાતો કરે છે વિજય તું ક્યાં ને હું ક્યાં તું અમીર ને હું ગરીબ આપણો સંગાથ કેટલો સમય સાલસે. તારી લાઇફ અને મારી લાઇફ નોં ઘણો ફેર છે. તું દિવસ મા ત્રણ વખત કપડા બદલે સે જ્યારે મારે માણ કપડા નોં મેળ પડે છે. વીની ઘણી સમજાવે છે પણ વિજય બસ તેના પ્યાર નું રટણ રટ્યા કર્યો આખરે વીની માની જાય છે ને પ્યાર નો પેલા અક્ષર થી શરૂઆત કરે છે.

ટાઇમ મળે એટલે તરત વિના અને વિજય મળવા નું ચૂકે નહીં. સિનેમા માં જાય, હોટલમાં જાય, ગાર્ડન માં ટાઇમ સ્પેન્ડ કરે. આમ તે પ્યાર માં એટલા બધા ડૂબી ગયા કે ચારે તરફ ચર્ચા થવા લાગી. તે એક બીજા વગર રહી પણ ન શકે. આખો દિવસ ફોન મા વાતો કર્યાં કરે. દિવસ કેડે દિવસ પસાર થવા લાગ્યો.

ટ્વીસ્ટ નો આવે તેને પ્યાર ન કહી શકાય. આવું જ આ સ્ટોરી મા કઈક વળાંક આવ્યો.

વીની વિજય ને ફોન કરે પણ ફોન બંધ આવે. બે દિવસ વિત્યા પણ ફોન બંધ આવી રહ્યો હતો. વીની મનમાં બેચેની થવા લાગી. વીની ને ક્યાંય ગમે નહીં. શું કરવું તે સમજાતું નો તુ. આખરે વીની વિજય ને ઘરે જાય છે પણ ત્યાં ગેટ પાસે પહેરેદાર પાસે થી જવાબ મળે કે વિજય સર અને મિસિસ વિજય સિટી માં રહેવા જતાં રહ્યાં. આ સાંભળીને વીની ઘડીક તો આઘાત માં આવી ગઈ પાછું ફરીવાર વાર પૂછ્યું મિસિસ ? હા હા વિજય સર ને મિસિસ પણ છે. વીની રડતી રડતી ઘરે આવી રૂમમાં બંધ કરી આત્મહત્યા નો પ્રયાસ કરે છે ત્યાં તેને વિચાર આવે છે ભૂલ તેની અને હું સૂકામ ભોગવું. ભૂલ મારી મેં તેની પૂરે પૂરી માહિતી લીધા વગર તેને પ્રેમ કરવા બેઠી. ભગવાન જે કરે તે ભલું માટે કરે છે આમ મન મનાવી પાછી પોતાની લાઇફ નોર્મલ જીવવા લાગી.

વીની પોતાની લાઇફ બનાવવા વડોદરા જઈ નોકરી શોધે છે. ત્યાં તેની કોલેજ ફ્રેન્ડ ત્યાં જઈ નોકરી ની તલાસ ચરુ કરે છે તેમાં તેની ફ્રેન્ડ(તૃપ્તિ) પણ મદદ કરે છે આખરે પેપર માં જાહેરાત જોઇ એડ્રેસ પર ઇન્ટર્વ્યૂ દેવા વીની જાય છે. વીની તે કંપની મા જઈ ઇન્ટર્વ્યૂ ના વારા ની રાહ જોઈ રહી છે વીની ને ઑફિસ માં બોલાવે છે. ઑફિસ માં દરવાજો ખોલતા જ સામે ખુરસી પર વિજય નજરે પડે છે. ત્યાં તો વીની ના હોશ ઉડી ગયા. વિજય ની નજર પણ વીની પર પડી. ત્યાં તો વીની ત્યાં થી જતી રહે છે. વિજય પાછળ જાય ત્યાં તો વીની ગાયબ..

રૂમે જઈ કાપડા પેક કરી રહી હતી તૃપ્તિ બોલી શું થયું ? શું થયું ? જવાબ તો આપ હજુ કાલે આવી ને આજે જતી રહે છે. તૃપ્તિ ને પળે પળ ની વાત કરે છે. એમાં તુ સૂકામ મન મા લે છે. તે તેના રસ્તે તું તારા રસ્તે. ભૂલી જા બધું અને નોકરી આપણે ગોતીએ.

બીજી બાજુ વીની ને જોઈ વિજય પાગલ જેવો થઈ જાય છે ને વીની ને ગોતવા આખું શહેર ફરે છે પણ ક્યાંય પતો નો મળ્યો આખરે નિરાશ થઈ ઘરે જતો રહે છે.

વીની બીજી નોકરી ની તલાસ માં તેને એક સારી કંપની મા સારી પોસ્ટ મળી જાય છે. તેની લાઇફ નોર્મલ જીવવા લાગે છે. વિજય હજી વીની ને શોધવા કોઈ કસર બાકી રાખવા માગતા નહતો તેનો પ્રયાસ ચાલુ જ હતો.

વીની ને કંપની ના ખાસ પ્રોજેક્ટ માટે મુંબઈ જવાનું થાય છે. મુંબઈ પહોચી પ્રોજેક્ટ એડ્રેસ પર હોટલના રૂપ પર એક કંપની ના માલિક ની રાહ જોઈ રહી હતી. કંપની ના માલિક ને જોઈ ફરી હોશ ઉડી ગયા વીની ના કારણ કે જેની સાથે પ્રોજેક્ટ બનાવવા નોં હતો તે તો વિજય નીકળ્યો. વીની ને શું કરવું કાંઈ સમજાતું નહોતું પણ કંપની માટે બધું ભૂલી વિજય પાસે બેસી ને પ્રોજેક્ટ શરૂ કરવાનું વિજય ને કહ્યું.

તારી માહિતી મળતા જ તારી સાથે વાત કરવા માટે તો મેં તારી કંપની સાથે પ્રોજેક્ટ માટે ખાસ તને જ સિલેક્ટ કરી કારણ કે તારી કંપની મારા થકી ચાલે છે. હવે તું બસ સાંભળીશ હું બોલીશ તારા બધાં સવાલ ના જવાબ મળી જાસે.

વિજયે માંડીને વાત શરૂ કરી. કોલેજ પુરી કરી કે તરત મારા પપ્પાએ મને તેડાવી લીધો અને મને બીજો ફોન આપી મારા મેરેજ કરી દીધા. હું કાંઈ સમજુ ત્યાં તો મારી લાઇફ આખી બદલાઈ ગઈ. તારી યાદ તો ઘણી આવી પણ મારા પપ્પાએ તે યાદ ને મારી નાખી. હું સુખી તો થયો પણ તારા વગર દુખી વધારે હતો.

આખરે તને જોયા પછી હું મારો તારા પ્રત્યે પ્રેમ હતો તે ફરી જાગ્યો મને એક ઉમીદ ની કિરણ મળી. તને પામવા માટે મેં મારી વાઇફ સાથે છૂટાછેડા લીધા સાથે સાથે મારા પપ્પા સાથે પ્રોપર્ટી માં ભાગ પાડી તને શોધવા લાગ્યો. 

હવે હું સાવ એકલો છું. હવે મારી લાઇફ તારા હાથમાં છે તું જ જીવાડીશ. નહીં તર તારા વગર મારે બીજી વાર મરવું પડશે. વિજય ઉભો થઈ વીની નો હાથ પકડી કહ્યું. You marry me ?

 સ્તબ્ધ થયેલી વીની ને આખરે વિજય ના શહેરા પર પેલા જેવો પ્રેમ દેખાય છે. વીની ને વિજય પ્રત્યે પ્રેમ જાગ્યો.

વીની : I love you વિજય
હવે મને છોડીને જઈશ તો હું મરી જઈશ.
વિજય : I love you to
તારા વગર હું જીવીશ એમ !!!!!!
 
 બને ગળે વળગી રહ્યા ને આમ મારી કલમ રોકાઈ ગઈ.

જીત ગજ્જર