અભિનંદન : એક પ્રેમકહાની - 7 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિનંદન : એક પ્રેમકહાની - 7

રિશેષ માં બધા નક્કી કરે છે પિકનિકમાં ક્યાં જવું? વન ડે પિકનિક જવાનું છે એટલે નજીકનું કોઈ પ્લેસ લેવું પડે જેથી આવા જોવામાં સમય ખરાબ ન થાય બધા એ પોત પોતાની રાય આપી

બરખા કહે આપણે દરિયાકાંઠે જઈએ

કેશા રહે નાના આપણે થોડા દૂર જઈએ ઉનાળાની સીઝન છે ઠંડક લેવા  જઈએ તો

નીરજ કહે હા મિત્ર કેશા એના વિશે વિચારવું જોઈએ


મોહિત કહે હા ઓકે ઓકે

અભિનંદન આવ્યો અને બોલ્યો કેશાની વાત સાચી છે તમારે લોકો એ ઉનાળાની સિઝન પ્રમાણે જ જવું હોય તો ઓકલેન્ડ બરાબર છે


નીરજ કહે હા તારી વાત સાચી ઓકલેન્ડ જેવી મજા બીજી નહિ આવે બધા કહેવા લાગ્યા ઓકલેન્ડ મજા આવશે

કેશા કહે ડન હું સહમત છું ત્યાં

નીરજ બોલ્યો શું ડન બધા કહે એમ થશે તું કહે મને ત્યાંજ

અભિનંદન બોલ્યો એમાં બધા કહે એમ શું ? ઉનાળો છે વોટરપાર્ક છે જઈ આવવાનું હોય નઇ  મિતવા ?

મિતવા બોલી હા તારી વાત સાચી છે ધીમા સ્વરમાં થોડા દુઃખ સાથે બોલી

નિરજ કહે તો કાલે દસ વાગ્યે ઓકલેન્ડ જવા નિકળશું ત્યાં જ

અભિનંદન બોલ્યો ઓકલેન્ડ જવા માટે દસ વાગ્યાનો સમય છે મતલબ ટિકિટ લેવાનો એટલે તમારે લોકોને 9:00 નીકળવું પડે


કેશા બોલી ઓકે નવ વાગે નીકળી જશુ એમાં શું છે ત્યાં જ

અભિનંદન બોલ્યો પણ આમાંથી કોઈને નવ વાગે જાગવાની ટેવ છે (મિતવા આછુ હસવા લાગી અભિનંદન ને કોઈ શબ્દમાં પોતાના નામનો પ્રયોગ કર્યો અને એનાથી ખુશ થઈ ગઈ)

ત્યાં વચમાં નંદિની આવી અભિનંદન અહીં આવ તો મારે તારું કામ છે

અભિનંદન બોલ્યો આવું એક જ મિનિટ

નંદની બોલી એક મિનિટ નહીં એક સેકન્ડ માં આવ

અભિનંદન બોલ્યો ઓકે ચલ આવું છું અને અભિનંદન જતો રહ્યો કોઈને કશો ફર્ક ના પડ્યો બસ મિતવાના ચહેરા પર ખુશીની લહેર હતી એ કરમાઈ ગઈ


ત્યાં જ ધર્મ અને ધર્મી આવ્યા ને ધર્મ બોલ્યો ક્યાં જવાનું નક્કી કર્યું ?


ધારમી બોલી તમે લોકો નક્કી નથી કરી દીધું ?

મિતવા બોલી વોટરપાર્ક વોટરપાર્ક જવાનું છે

ધાર્મી ઉછળી પડી ઓકલેન્ડ મજા આવશે બધાએ નક્કી કર્યું એટલે જવાનો ત્યાં જ વચમાં ફરી એકવાર

નંદિની આવી અને બોલી તમે લોકોએ ક્યાં જવાનું નક્કી કર્યું?

ધારમી બોલી વોટર પાર્ક ઓકલેન્ડ ત્યાં

ઋષિત આવ્યો અમે પણ ત્યાં જવાનું નક્કી કર્યું છે કોઈ કશું ના બોલ્યુ નંદની એ બધાના ચહેરા જોયા બધાના ચહેરા ઉપર કોઈ ખુશી નથી અને આ જોઈ ને એ ખુશ થઇ ગઈ ઋષિત તો એનાથી પણ વધારે ખુશ થઈ ગયો એને થયું કે આજ મોકો છે મિતવા ને પરેશાન કરવાનો

ઋષિત ને  મિતવા ગમે પણ મિતવાને રુષિત ના ગમે નંદનીને ઋષિત ગમે પણ ઋષિત ને તો મિતવા જ ગમે.


રિસેસ પૂરી થાય બધા પોતપોતાના વર્ગમાં ગયા સ્ટડી કરવા લાગ્યા પાંચ વાગી ગયા. ગ્રુપમાં એક ખુશીની લહેર છે. આ ગ્રુપમાં  ફ્રેન્ડ ફ્રેન્ડ ફરવા જવાના છે પિકનિકમાં જવાના છે આનાથી વધારે બીજું કંઈ ખુશી હોય?

મિતવાને પણ વોટરપાર્કમાં જવાની ખૂબ જ ઈચ્છા છે. તેણે પોતાના મમ્મી પપ્પા સાથે વાત કરેલી પણ પપ્પાને ઓફિસમાં રજા ન હોવાથી એ મેળ ન પડ્યો.તેના ફ્રેન્ડ જોડે મેળ પડી ગયો અને તેના મમ્મી-પપ્પા ક્યારેય તેને ફ્રેન્ડ જોડે જવાની ના નથી પાડતા એ પણ ખુશ છે.

હા મિતવા ની ખુશી બમણી હોત અભિનંદન તેની જોડે હોય પણ અભિનંદન એ તો નંદિની જોડે લોંગ ડ્રાઈવ માં જવાનું વિચાર્યું.  અભિનંદન પોતાની જોડે ન રહે તો કંઈ નહીં ભલે નંદિની જોડી રહે પરંતુ તે પણ વોટરપાર્કમાં આવ્યો હોત તો સારું થાય, પણ કશો વાંધો નથી મારા જોડે મારા બીજા મિત્રો તો છે.

ખાસ કરીને ધર્મ છે અને ધર્મ હોય તો મારે ક્યાં કોઈની જરૂર પડે છે? મારી ખુશી માટે તો ધર્મ જ કાફી છે એના દિલમાં ફરી એકવાર ધર્મના વિચારથી ખુશીની લહેર ફેલાઈ ગઈ


ધારમી બોલી એકલી કેમ ખુશ થાય છે? અમને તો કહે.


મિતવા બોલી કશું નહીં

ધર્મ બોલ્યો ન કહે તો કશો વાંધો નહી

મિતવા બોલી બસ હવે ધાર્મિ જોડે તું પણ મારો દાવ ના લે

ધર્મ મિતવાની બાજુમાં જ ઉભો રહ્યો અને બોલ્યો તું મારી એકલી જ ફ્રેન્ડશિપની વારસદાર છો અને હું તારો દાવ લવ  એ શક્ય છે ખરું?

ધાર્મિ બોલી તું ખોટું વિચારે છે ધર્મ તારો ક્યારેય દાવ ન લે મારો લે. એનો મને વિશ્વાસ છે.

ધર્મ હસી પડ્યો કેમ કે ધાર્મિની વાત સાચી છે ધર્મ ક્યારે મિતવાનો દાવ લઇ જ ન શકે, તેની મજાક કરી શકે તેના વિશે ખરાબ પણ ન વિચારી શકે અને મિતવાને દુઃખી પણ ન કરી શકે બસ એ જ ધર્મની ફ્રેન્ડ છે



ઋષિતે ગ્રુપ કોલ કર્યો

વિમલ બોલ્યો ફટાફટ નક્કી કરો શું-શું જોડે લઈ જવાનું છે

ઉર્જા બોલી હા ઉતાવળ રાખો સવારે 9:00 નીકળી જવાનું છે

ઉમેશ બોલે ત્યાં જ નંદિની બોલી તમે ગમે તે વસ્તુ જોડે લઈ જશો નાસ્તાની. પણ અંદર તો નાસ્તો એલાઉડ નથી તો વળતા સરતાજ ગાર્ડનમાં જવાની ઈચ્છા હોય તો લઈ જજો ત્યાં જ

ઋષિત બોલ્યો માય જાન સાચું કહે છે

ઉર્જા બોલી બસ બસ હવે ત્યાં


ઉમેશ બોલ્યો જાન તો અમારે પણ છે પણ અમે ગ્રુપમાં નથી કહેતા


પછી વિમલ બોલ્યો ચલો બધા કોલ મૂકો અને વોટ્સઅપમાં ઓનલાઇન થાવ આપણે whatsapp માં નક્કી  કરી દઈએ.આપણે શું કરવું છે ત્યાં જ


નંદિની બોલી હા હા ચલો બધા ઓનલાઈન થાવ અને કોલ કટ કરો. બધા જ વોટ્સઅપમાં ઓનલાઇન થયા અને પોતાના અભિપ્રાય આપ્યા વાત કરી અને કઈ રીતે જવું. મતલબ વોટર પાર્ક તો સિટી થી થોડુ જ છે તેમ છતાંય વાહનની વ્યવસ્થા કરવી પડે તેવું છે બધાએ નક્કી કરી ગુડનાઇટ કહી બધા પોતાની વસ્તુ ની તૈયારી કરવા લાગ્યા


આ બાજુ કોલ પર વાત કરી ધાર્મિ ધર્મ મિતવા નીરજ બરખા કેશા મોહિત તૈયારીમાં લાગી ગયા એકબાજુ મિતવા ખુશ છે કે તેની જોડે ધર્મ પણ છે અને એક બાજુ થોડું દુઃખ છે કે તેને ગમતી વ્યક્તિ તેની જોડે નથી અને બીજી વ્યક્તિ જોડે લોંગ ડ્રાઈવ પર જવાની છે તેમ છતાંય તેના દિલમાં ખુશી છે આ શહેરની તેની પહેલી પીકનીક છે તેના દોસ્તો જોડે ની


ધર્મે ધાર્મિ ને કોલ કર્યો અને કહ્યું તું તારી વસ્તુ બરાબર તૈયાર કરી લેજે જોડી જોડી તને બહારનું પાણી નથી ફાવતું તો તારી વોટરબેગ પણ લઈ લેજે એ ખાસ ભૂલતી નહિ અને તેને માથું પણ ક્યારેક ક્યારેક તડકાનું ચડી જાય છે તો હું તારા માટે માથા ની ગોળી લાવવાનો છે એટલે તું લેજે નહીં.

ધાર્મિ બોલી ઓકે હું મારી તૈયારી બરાબર કરી લઈશ અને તું તારી તૈયારી બરાબર કરી લે.

હા હું મારી તૈયારી બરાબર કરી લઈશ ધર્મ બોલ્યો અને કહ્યું હવે તું કોલ રાખ તો હું મિતવાને કોલ કરૂ



ધાર્મિ બોલી હા હા તુ મિતવા ને કોલ કર.મને કોલ ન કર્યો હોત ને મેસેજ કરી દીધો હોત અને મિતવા જોડે  વાત કરતો હોત તો સારું થાય. તને મારા જોડે તો વાત કરવી ગમતી નથી જ્યારે હોય ત્યારે મિતવા મિતવા મિતવા મિતવા જ કરતો હોય છે

ધર્મ શાંત ધીર ગંભીર થઈ બોલ્યો કેમ તું આજે આટલી બધી ગુસ્સે થઈ ગઈ ?

ધાર્મિ હસીને બોલી મજાક કરું છું તને ઉલ્લુ બનાવું છું બની ગયો ને?

ઉલ્લુ ધર્મ બોલ્યો.

હા રીયલી મને લાગ્યું તને ખોટું લાગી ગયું તો ગુસ્સે થઈ ગઈ. તને ન ગમ્યું. મિતવા ને કોલ કરવાનું કહ્યું તો.ખરેખર સિરિયસલી મજાક કરી મારા જોડે ?

ત્યારે ધાર્મિ બોલી તું ચિંતા ન કરીશ.હું તારી અને મિતવા ની વચ્ચે ક્યારેય નહીં આવું



ત્યારે ધર્મ બોલ્યો મને મારા કરતાં તારા પર વધારે વિશ્વાસ છે. એ મે જોઈ લીધું, જાણી લીધું,અનુભવી લીધું. દિલથી.

ધાર્મિ બોલી બસ આટલો જ વિશ્વાસ તને કાયમ મારા છેલ્લા શ્વાસ સુધી મારા પર રહે


ધર્મ બોલ્યો બસ ચૂપ. હવે આવું બોલીને તો હું તને કોલ ઉપર જ મારવા લાગી.

ધારમી હસી અને બોલી હવે તો મિતવા ને કોલ કર. મને લાગે છે મિતવા તારી રાહ જોતી હશે. કેમ કે તે એને કહ્યું હતું  એને લાસ્ટ કોલ કરીશ....તું...

આગળ જાણવા જોડાયેલા રહો.