અતુટ દોર નુ અનોખું બંધન - 9 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

અતુટ દોર નુ અનોખું બંધન - 9

આજે એક મહિનો થઈ ગયો છે સાચી, પરી અને નીર્વી ના લગ્ન ને. ત્રણેય ઘરમાં લગભગ સેટ થઈ ગયા છે. ઘરમાં પણ બધા હવે ત્રણેય નવી વહુને ઘરમાં સેટ થવા માટે સાથ આપી રહ્યા છે.

સાચી અને પરી તો તેમના લગ્ન જીવનમાં સેટ થઈ ગયા છે. નીર્વી અને નિસર્ગ પણ એકબીજા ની નજીક આવી રહ્યા છે.

આજે સાંજે નિસર્ગ ઓફિસમાં ઓછુ કામ હોવાથી તે ઓફીસ થી ઘરે વહેલો આવી ગયો છે. છ વાગ્યા છે તે રૂમમાં આવે છે તો નીર્વી નિસર્ગ ના કબાટ ને સરખો કરી રહી છે. નિસર્ગ તેને કહે છે, ફાઈનલી હવે મારા કપડાં તો મને વ્યવસ્થિત મસ્ત મળશે ને. નહી તો હુ જ મુકુ અને હુ જ શોધુ.....!!! કબાટ ખોલતા જ કબાટ મને હગ કરવા આવે એવા તો સરસ ગોઠવાયેલા હોય.... આવુ સાભળી ને બંને હસવા લાગે છે.

પછી નીર્વી કહે છે હુ તમારા માટે પાણી લઈ આવુ..નિસર્ગ કહે છે ના હુ પીને જ આવ્યો ઉપર  તુ અહીં શાંતિથી બેસ.

તે કહે બસ આ થોડું જ બાકી છે પતાવી દઉ દસ મિનિટ માં. નિસર્ગ કહે છે તને વાધો ના હોય તો આપણે બહાર જઈએ.

નીર્વી હા પાડે છે એટલે તેઓ બહાર જાય છે અને તેઓ બહાર જમીને આવશે એવુ કહીને જાય છે. પરી અને સાચીને પણ બધી ખબર છે કે હજુ તેમની વચ્ચે એક પતિ પત્ની જેવા રિલેશન નથી. એટલે તેઓ પણ ઈચ્છે છે કે તેઓ વધારે સમય એકબીજા સાથે વીતાવે.

નિસર્ગ નીર્વી ને એક રેસ્ટોરન્ટમાં લઈ જાય છે. ત્યાં તેઓ કેન્ડલ લાઈટ ડીનર માટે જાય છે. ત્યાં નિસર્ગ છે કહેવાય કે જે આમ દિલનો બહુ સારો છે પણ પોતાની લાગણી જલ્દી એક્સપ્રેસ કરી શકતો નથી. તે આજે અચાનક નીર્વી ને કહે છે હુ તને કંઈક કહેવા માગુ છુ.

નીર્વી કહે છે, હા બોલો.....તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો બેજીજક...!!!

નિસર્ગ : તેની સામે ઉભો રહીને પછી તે ઘુટણિયે બેસી જાય છે અને તેનો હાથ પકડીને કહે છે, નીર્વી જે મારે તને મેરેજ પહેલા કહેવું જોઈતું હતુ એ હુ તને આજે કહી રહ્યો છું. આઈ લવ યુ....હવે તુ મારી સંપૂર્ણ પત્ની બનીશ ???

નીર્વી તેનો હાથ પકડીને માત્ર હસીને હા કહે છે....પછી બંને જણા સાથે ડીનર કરે છે. અને થોડી વાતો કરીને ઘરે જવા નીકળે છે. ત્યાં નિસર્ગ પાર્કિંગમાંથી ગાડી લેવા જાય છે અને નીર્વી ત્યા તેની રાહ જોઈને ઉભી હોય છે.એટલામાં ખબર નહી એને ચકકર આવે એવુ થાય છે અને અચાનક તે કંઈ બાજુ મા પકડવા જાય છે પણ એ પહેલાં જ તે પડી જાય છે...

નિસર્ગ ગાડી લઈને બહાર આવે છે તો જુએ છે ત્યાં થોડા લોકો બહાર બેગા થાય છે. અને નીર્વી દેખાતી નથી. અને ત્યાં પાર્કિંગ થોડું કંન્જેસ્ટેડ હોવાથી તેને ગાડી કાઢતા થોડી વાર લાગી એટલે તે આમ તેમ જોયા પછી ગાડીમાંથી બહાર નીકળીને ટોળા પાસે ગયો તો ખબર પડી કે તે નીર્વી જ છે પછી તેને થોડું પાણીને છાટ્યુ અને થોડી વારમાં તે ભાનમાં આવતા તેને લઈને ઘરે આવ્યો.

પણ થોડું મોડુ થયું હોવાથી બધા લગભગ સુવા જતા રહ્યા હતા. એટલે તે કોઈને કહેવા કરતાં તે ડાયરેક્ટ નીર્વી સાથે રૂમમાં જાય છે પણ પરી ત્યારે કિચનમાં પાણી ભરવા બહાર આવી હોય છે તે બંને ને જુએ છે એટલે તેમની પાસે આવે છે એટલે નિસર્ગ તેને બધુ કહે છે, એટલે પરી સામેથી કહે છે કદાચ એમ જ આવી ગયા હશે રાત્રે કંઈ કામ હોય તો કહેજે કહીને બંને ત્રણેય પોતાના રૂમમાં જાય છે.

રૂમમાં આવીને નીર્વી નિસર્ગ ને સામેથી તેની પાસે બોલાવે છે અને સામેથી તેના ગાલ પર કિસ કરે છે અને કહે છે ...આઈ લવ યુ.....અને તે નિસર્ગના બાહોમાં સમાઈ જાય છે. આખરે મહિના પછી બંને એકબીજાને પતિ પત્ની તરીકે એકબીજાને સ્વીકાર કરે છે....!!!

જોઇન્ટ ફેમિલી હોવાથી તેમના ત્યાં રસોઈવાળા તો છે જ પણ જેને ઈચ્છા થાય તે બધા રસોઈ માટે જાય. પરી અને નીર્વી ને રસોઈ કરવાનુ ગમતુ તેથી તેઓ જઈને જાતે પણ રસોઈ બનાવતા. બંનેની રસોઈ ઘરમાં વખણાતી હતી. જ્યારે સાચી ને એમાં થોડો ઓછો ઈન્ટરેસ્ટ હતો એટલે તૂ બહુ રસોડામાં ના આવતી. થોડા દિવસો પછી નીર્વી નિસર્ગ ની ઓફીસ જવાનું શરૂ કરે છે તેને હેલ્પ થાય માટે.... સાચી તેનો શોખ પુરો કરવા માટે ડાન્સ ક્લાસ શરૂ કરે છે. આમ બધાની લાઈફ સારી રીતે ચાલી રહી છે.

                  *       *       *       *      *

દસ મહિના પછી,

હવે ત્રણેય ના મેરેજ પછી નિહાર માટે છોકરી જોવાની વાત શરૂ થાય છે. પણ તે હમણાં ના પાડે છે. એટલે નીર્વી અને નિસર્ગ બંને તેને સમજાવે છે એટલે તે કહે છે કે મને એક છોકરી ગમે છે પણ તેની કાસ્ટ અલગ છે તો આપણા ઘરે હા નહી પાડે.

નિસર્ગ : એવુ કંઈ નથી. તારી ખુશી માટે જો છોકરી સારી હોય તો હા પાડશે જ હુ હા પડાવીશ.

નિર્વી : નિહારભાઈ મારી દેરાણી નો ફોટો તો બતાવો. નિહાર બંને ને તે છોકરી નો ફોટો બતાવે છે.  બંને કહે છે સારી છે પણ અમે એકવાર મળીને બરાબર લાગશે તો ઘરે વાત કરીશું.

નિહાર : સારૂ.... કહે છે અને અઠવાડિયા પછી તેમને મળાવવાનુ નક્કી થાય છે.

બે દિવસ પછી,

અચાનક નિસર્ગ ઓફીસ થી આવે છે તે અપસેટ હોય છે એટલે નીર્વી તેને શુ થયુ એમ પુછે છે...તે કહે છે કંઈ નહી એ બધુ પછી કહીશ... પણ નિહાર ને કહી દે જે કે કૃતિ સાથે તેના લગ્ન ક્યારેય નહી થાય અને આપણે તેને નહી મળીએ.

નીર્વી ને કંઈ સમજાતુ નથી પણ અત્યારે તે નિસર્ગ અપસેટ છે એટલે બહુ કંઈ પુછતી નથી અને બીજા દિવસે જે હતુ તે નિહાર ને કહી દે છે.....

થોડા દિવસો પછી,

પરી અને નીર્વી બંને પ્રેગનેન્ટ છે. ત્રણેય ની ફ્રેન્ડશીપ એવી જ છે. બધા તેમનુ બહુ ધ્યાન રાખે છે.

નીલમ તેના રૂમમાં બેઠી છે તે આટા મારતી હોય છે એટલા માં નિધિ કે જે તેની દીકરી છે ત્યાં આવે છે....તેને લાગે છે મમ્મી કંઈ ચિંતા માં છે

નિધિ : શુ થયુ મમ્મી? મને તો કહે .કેમ આટલી ચિંતા માં છે??

નિલમ : બેટા આજે પ્રથમ ના લગ્ન ને એક વર્ષે પણ થવા આવ્યું પણ આ લોકોની દોસ્તી એમ જ છે આપણા નાના નાના પ્લાન ની તો આ લોકો પથારી ફેરવી દે છે. અને ઘરમાં આખા ઘર પર હવે ત્રણેય રાજ કરવા લાગ્યા છે. બધા તેમના કહ્યા પ્રમાણે કરી રહ્યા છે. આપણે કંઈક તો મોટું કરવુ પડશે  કે જેથી ત્રણેય ની દોસ્તી માં તિરાડ પડે....!!

થોડી વાર વિચારીને,

નિધિ : મારી પાસે પ્લાન છે મમ્મી....એમ કહીને તે બધો પ્લાન કહે છે અને કાલથી જ તેને અમલમાં મુકવાનુ કહે છે.

કેમ અચાનક નિસર્ગ નિહાર ના તે છોકરી સાથે લગ્ન માટે ના પાડી છે?? અને શુ હશે નિધિનો માસ્ટર પ્લાન?? શુ એ ત્રણેય ની દોસ્તી ને તોડી દેશે???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન - 10

next part........... publish soon...........................