Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૯

તું મારી આંખો ના ઇશારે ના નીકળ...
તું મારી વિશેના વિચારે ના નીકળ....
પ્રણયનો આ દરિયો ડુબાડી દેશે,
પલળવું ના હો તો કિનારે ના નીકળ...


3 વાગવા ને હજુ 30 મિનિટ ની વાર હતી.... પણ હું.. અત્યારથી જ કેન્ટિન માં એક સ્ટુલ પર ગોઠવાઈ ગયો હતો...

આજે વાતાવરણ પલટાઈ ગયું હતું...
વાવાઝોડું વરસાદ ને સાથે લઈ આવી શકે તેવી શક્યતા હતી...

પાર્ટ.. 19

અંતે...બરાબર 3 ના સમયે મહેંક આવી ખરી...
મેં સામે પડેલ સ્ટુલ પર v
બેસવા ઈશારો કર્યો..

આજે એનું હાસ્ય કેમ જાણે વરસાદ પહેલા ના બફારા જેવુ લાગતુ હતુ...હું પણ એના હાસ્ય માં મારું હાસ્ય પરોવી શકતો નહોતો....આજે મને ઇન્તજાર જ એટલો હતો..મારા પ્રેમ નો...

હું હજુ નાસમજ તો નથી ને...?
પ્રેમ ની બાબત માં..!!
મારા અંતર માં કૈક સવાલો દરિયાના મોજાની જેમ ઊંચે ઊંચે ઉડીને બહાર કિનારે આવે તે પહેલાં તો હું એ તરંગો ને શાંત કરવામાં સફળ થઈ જતો.....

પણ..આજે મહેક ની સામે આમ અચાનક પ્રેમ ને કેવો રીતે પ્રસ્તુત કરું...એના વિચારો વાયુ ચક્રવાત ની જેમ ચકડોળે ચડ્યા હતા..

આજે બ્લેક ગોગ્લસ... ઓરેન્જ ટીશર્ટ અને બ્રાઉન જિન્સ માં મહેક મારી જ નજર નહિ બલ્કે કેન્ટીન ના દરેક સ્ટુડન્ટ્સ ની નજર માં કેન્દ્રીત થઈ ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું...

એની છૂટા વાળ ની લહેરાતી લટો વારેવારે આંખો ને સ્પર્શ કરી કૈક મેસેજ આપતી હતી..અને મહેક જાણે એને સ્વીકારતી...પોતાની નાજુક સૌમ્ય હથેળી ને ઈશારો કરતી આંખો થી સાચવીને એ લટો ને કાન ની પાછળ ભરાવતી હતી...

કોઈ માણસની સાથે જ્યારે પણ આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે સામે વાળી વ્યક્તિ અગર
 ચશ્મા કાઢી ને આપણી સાથે વાત કરે તો....સમજી જવું કે એ આપણા સાથે દિલ થી વાતો કરે છે...

મહેકે પણ આંખો ના પડદા હટાવી આમને સામને આંખો થી આંખો પરોવી વાત કરવા..પોતાના ચક્ષુ પરથી કાળા ગોગલ્સ કાઢી નાખ્યાં..

અરુણ...!
આજે કેવું ખુશનુમા વાતાવરણ સર્જાયું છે...લાગે છે વાવાઝોડું વરસાદ લઈને આવી પહોંચશે..!!

હા..મહે... ક,
આજે મારા સવાલ નો જવાબ...મળી શકશે કે પછી આજેય તારીખ આપશો..

ના..આજે ફેંસલો થઈ જશે..મહેક ચપટી વગાડતાં બોલી...
એના આંખો નું હાસ્ય કમજોર પડી ગયું હોય તેવું સરળ રીતે જણાઈ આવતું હતું...

હા..તો..??
મે નજર ને નીચી રાખતા કહ્યું..

અરુણ...કોઈની લાગણીઓ જ્યારે પ્રેમ માં ફેરવાઈ જાય છે ત્યારે પ્રેમ ની બીમારી દિલ ને થઈ જાય છે..અને એ બીમારી માંથી બહાર આવવું ઘણા ને અશક્ય થઈ જાય છે...મે એવું વાચ્યું પણ છે..અને આજકાલ ના આશિકો કહે છે...
અરુણ..એક મિત્ર તરીકે જેટલા મુક્ત થઈ મિત્રતા નિભાવી શકો છો..તેટલી પ્રેમ માં છૂટ કદાચ ન પણ મળી શકે...
આમેય...હું તને માત્ર કોલેજ આ દિવસો થી જ જાણું છુ...
હું તને.....
તારી સંવેદના ને....
તારી લાગણીઓને....
તારી હકીકતોને ...
તારી મિત્રતાને....
તારા સ્વભાવને....
તારા નિખાલસ પ્રેમ ને....
તારા હ્રદય માં હાલ ઊઠી રહેલા પ્રણય તરંગોને.....

હું જાણું છુ...
હું મિત્ર છું તારી...
પણ..??

પણ..?
મે તરત જ કહ્યું ..

અરુણ...હું તને જે પણ જવાબ આપું તે સ્વીકારશે ને.....!!
મહેક ના અવાજ માં ખામોશી હતી ...

હા...ક્યાં કોઈના પર કોઈનું જોર ચાલે છે...!

હા..તો હું તને પ્રેમ કરું છું...પણ મારો પ્રેમ મારી જિંદગી માટે છે...
મારા જીવન ભર ના સંગાથી માટે છે....
અડધો અધૂરો પ્રેમ તને કે મને એકેય ને મંજિલ સુધી પહોંચવા નહિ દે...
આમેય.. લાસ્ટ યર પછી તું...તારા રસ્તે...હું મારા રસ્તે...હોઈશ..

એટલે..?
મે મહેક ની વાત વચ્ચે થી કાપતા થોડી ખિન્નશ નજરે કહ્યું .

અરુણ...હું તને સમજાવી ન શકું..

તું કદાચ મારા માટે..તારા પરિવાર ..સમાજ થી લડી લે...
પણ...હું મારા સમાજ, ઘર, પરિવાર થી અલગ થઈ કોઈ ફેંસલો લઈ નહિ શકું..

માટે... જ્યાં સુધી મારો પરિવાર મને લાઈફ પાર્ટનર સિલેક્ટ કરવા આઝાદી નહિ આપે..ત્યાં સુધી હું કોઈ ની સાથે ક્યારેય પણ મારી હમદર્દી...મારી સંવેદનાઓ...મારી લાગણી વ્યક્ત નહિ કરી શકું...
I'm sorry..my friend.!!

તો..?
મે લાસ્ટ પ્રશ્ન કર્યો ..

તો..હું તારી મિત્ર હતી.... છું....અને રહીશ..!!
પણ એમાં પ્રેમ ના રંગ નો ડાઘ નહિ લાગે તેની કાળજી હું રાખીશ...
My friend...!!

ઓહ..તો...હું તારી એક્ઝામ માં ફેલ થયો..એમને ..??
મે રુંધાતા ગળા થી પરાણે બોલવાનો પ્રયત્ન કર્યો ..

અરુણ..આ કોઈ એક્ઝામ કે કોઈ લેવલ નથી જે..ફેલ કરે કે પાસ કરી શકે..!!
મહેક ના અવાજ માં ખમીર પણું દેખાતું હતું..

તો...મારી લાગણી ના છોડ ને તો મારે હવે ન ઉછેરવો...એમને..??

આવતા રવિવારે...ફરીથી મળવું તો પડશે..
અરુણ અને મહેક ને ભેગા કરવા..!!!


ધન્યવાદ..સહુ મિત્રો ને...
હસમુખ મેવાડા..

मेरी एक ओर सीरीज 
देश के बहादुर : वीर सावरकर 
अवश्य पढ़े।

भारत माता की जय।