Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ ૧૮

હવે વરસાદ થાય તો સારું....
તારી યાદો નો બફારો સહન નથી થતો..!!!


નમસ્કાર..!
સહુ મિત્રો નો સસ્નેહ આભાર..!!

પાર્ટ ૧૭..માં અરુણ પોતાના હ્રદય ની વાત મહેક ને કહેવાનો પ્રયાસ કરે છે...કહી પણ દે છે..
પણ,અરુણ ના આ પ્રસ્તાવ ને મહેક ગંભીતાપૂર્વક નથી લેતી...મજાક જેવું સમજે છે...
પણ,અરુણ દ્વારા ઈમોશનલ થઈ વારંવાર કહેવાથી...
2 દિવસ નો સમય માંગે છે....!!


બસ કર યાર..ભાગ - ૧૮..

આજે ફરીથી એજ લીમડાના ઝાડ નીચે...
ઊભો રહી લાલ એક્ટિવા ની ટગર ટગર રાહ જોઈ રહ્યો...
આજે નિર્ણય જો થવાનો  હતો .!!..

અંતે...લાલ એક્ટિવા આવી પહોંચી ..

Hii.અરુણ...!! મહેક બિન્દાસ સ્વરે બોલી..

હાય..મે થોડા સ્મિત ના ફ્લેવર સાથે એની સાથે અભિવાદન કર્યું..પણ અવાજ થોડો કર્કશ થઈ ગયો..તો મારાથી સ્લો બોલાઈ ગયું...

ઓહ..તો જમવાનું છોડી દીધું છે..એમને..??
મહેક મંદ મંદ સ્મિત થી અત્યાચાર આચરતી બોલી..

હું થોડોક શાંત થઈ ગયો..કઈ પણ સવાલ ..
જવાબ...આપી શકું તેવી સ્થિતિ સક્રિય ના કરી શક્યો..
હું કેમ જાણે કઈક અલગતા અનુભવતો હતો ..
એક તો મહેક નો પ્રેમ મળશે કે નહિ..તેના પર પડદો પડેલ હતો..ને બીજી બાજુ મારા દિલ માં ઉઠતા વાવાઝોડા ને કયા સવાલ થી મહેકને સંબોધન કરું...તેવા વિચાર ચિંતન માં હું બેબક્તા અનુભવતો હતો...

બાકી...આજે મહેક આવી હતી એકદમ રેડી થઈને..!!
એના છૂટા વાળ...કમર સુધી ટપલી દાવ રમી રહ્યા હતા...
આંખો માં આંજેલું કાજલ...એની કામુકતા ભરી આંખો ને વધુ કામુક બનાવતી હતી...
તો..નીચેના હોઠ પર ડાબી બાજુએ રેડ કલર નો આછેરો તલ....કોઈ પણ ને એની તરફ ખેંચતા વશીકરણ વિદ્યા થી કમ નહોતું.


મહેક...મારી વાત નો આજે જવાબ આપશે .. કે પછી...મજાક ગણાવી..it's ok.. કહી મારી વાત બદલવાનો કોઈ રસ્તો કરશે..?

હું વગર બંધારણ પ્રેમ કરી બેઠો હતો..
એ પણ..મારી નજરે એક તરફી..!!
કોઈ ની લાગણી સાથે હું માત્ર કોલેજ જીવન સુધી જ સીમિત રાખી મોજ કરવા ઈચ્છતો હતો કે એ બંધન ને સાત જન્મ ના અતૂટ બંધને બાંધી લાઈફ ને કેવી મધુર બનાવી શકાય...
તે વિશે મે કંઇજ વિચાર્યું નહોતું..

હું જાણે મારી ફિલ્મ બનાવી રહ્યો હતો..એમાં એક પાર્ટ લવ નો હતો .તે જાગ્રત આંખો ના સપના માં સજાવી રહ્યો હતો..

હું ખ્યાલો માં જ હતો..ને..
મહેક ગાયબ થઈ ગઈ....

મે ચારે કોર નજર નાખી..આજે તો એની સાથે ચર્ચા કરવાની હતી...
એનો જવાબ જો મેળવવાનો હતો ...!

કોલેજ કેમ્પસ... કેનટીન...વર્ગ.. લાઇબ્રેરી ખંડ...સ્ટાફ રૂમ.. અરે...લેડીજ ટોયલેટ બાજુ પણ નજર નાખી જોઈ...
દેખાણી નહિ..!!

ક્યાં ગઈ હશે ...!
આજે એ ખુશ તો દેખાતી જ હતી ..પણ, મારાથી આજે સંતાકૂકડી કેમ..?

મે મારા દિલ ને સમજાવી દીધું.. કે તને જવાબ મળી ગયો..બસ..ને..!!

વીણા કદાચ મહેક ની ખુશ્બૂ સુધી પહોંચવા હેલ્પ કરશે...એમ સમજી 
વીણા..હાય..!

યેસ..!
વીણા વીણા ની માફક સૂર માં બોલી..

મહેક..?
મે અટકતા અટકતા બોલી નાખ્યું .

ઓહ..તો એને જોયા વગર જપ નથી પડતી..એમ ને..??
એ હસી પડી..
હસતા હસતા મોટે થી બુમ પાડી બોલી..
મહેક....ઓ મેક...?

સામેથી જ મહેક આવી રહી હતી..આજે એ ટાઇટ કપડાં માં વધુ પડતી હૃષ્ટપુષ્ટ લાગતી હતી..  

કોઈ પણ ની નજર...આજે એના તન પર પડ્યા પછી બીજી તરફ પડતી નહોતી...

મહેક.. મારી બાજુ માં જ આવી ઊભી હતી...

મે આજે 3 વાગે કેન્ટીન માં મળવા નો સંકેત કર્યો...

એને જરીક હાસ્ય સાથે આવકાર્યો...
ઓકે..!!

આવતા રવિવારે...મળશું.
વરસાદ ની મહેક લઈને ...!

આપનો અભિપ્રાય હવે તો મોકલો...

શું લાગે છે..
મહેક અરુણ ના પ્રેમ ને સ્વીકારશે..?

(થોડી વ્યસ્તતાને કારણે લખવામાં અગવડતા આવી હોય તો ક્ષમા માંગુ છું..સ્વીકાર કરજો..)

3 વાગવા ને હજુ 30 મિનિટ ની વાર હતી..પણ હું..અત્યારથી જ કેનટીન માં એક સ્ટૂલ પર ગોઠવાઈ ગયો હતો....

આજે..વાતાવરણ પલટાઈ ગયું હતું..વાવાઝોડું વરસાદ ને સાથે લઈ આવી શકે તેવી શક્યતા હતી...

આગળનો ભાગ રવિવારે...
Five ? સ્ટાર ના આપો તો કંઈ નહિ પણ...1 સ્ટાર તો આપો.. ..
જેથી મને તો ખબર પડે. !
કે તમે મારી વાર્તા વાંચો છો.. !!

और हा,
मातृभूमि के लिए अपना सबकुछ न्योछावर कर देने वाले राष्ट्र महापुरुष की सीरीज....
देश के बहादुर...में अभी पढ़ सकते हैं।

वीर सावरकर part 1... and part 2...and upcoming part 3 ..this Tuesday..!!

भारत माता की जय।