અરવલ્લી ગામ ના સીમ માંથી ડમરી ઉડાડતી એક જીપ પસાર થઈ. ઘણું મોડું થઈ ચૂક્યું હોવાથી રસ્તા પર કોઈની અવરજવર દેખાતી નહોતી. રાત ના લગભગ બાર વાગવા જેવો સમય થયો હશે. તેથી જીપ ચાલક ઝડપથી જીપ હંકારી રહ્યા છે. રસ્તા પર માત્ર તમરા બોલવાનો અવાજ અને જીપ ના એન્જીન નો અવાજ આવી રહ્યો હતો....
જીપ રસ્તા પર દોડી રહી હતી અચાનક જીપ ના ટાયર માં કાંઈક અથડાયું ને જીપ ના આગળ ના ટાયર માંથી હવા નીકળી ગઈ......જીપ રસ્તા પર દૂર સુધી ધસડાઈ અને પછી ઉભી રહી ગઈ.ચાલકે નીચે ઉતરી જોયું તો આગળ ના ટાયર માં ખીલી વાળો લાકડાનો ટુકડો ભરાઈ જવાથી ટાયર પંચર થઈ ગયું હતું. કમનસીબે જીપ ની પાછળ લગાવેલું સ્પેરવ્હીલ પણ ત્યાં નહોતું તેથી જીપ ચાલકે ગાડી માંથી ડંડો અને ટોર્ચ હાથ માં લીધી અને રસ્તા પર ચાલવા માંડ્યું.......
થોડે દુર સુધી ચાલ્યા બાદ દૂર થી કૂતરાઓ નો ભસવાનો અવાજ સંભળાયો. પણ રાત હોવાના કારણે કદાચ કુતરાઓ ભસી રહ્યા હશે વળી નીરવ શાંતિ માં એમનો અવાજ વધુ સંભળાતો હોય છે ,એમ માની જીપ ચાલક રસ્તા પર આગળ વધવા લાગ્યા.પણ જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ કૂતરા ઓ ના ભસવાનો અવાજ વધતો ગયો. તેઓ કૂતરા ના અવાજ તરફ જ આગળ વધી રહ્યા હતાં.
જેવા જીપ ચલાકે ટૂંકો સાકડો રસ્તો પકડ્યો કે તરત જ ત્યાં કુતરાઓ નું ટોળુ દેખાયું. તેમણે ધ્યાન થી જોયું તો ટોળાથી થોડી દૂર કઈક પડ્યું હતું અને કૂતરા તેને જોઈ ને જોર જોર થી ભસી રહ્યા હતા. તેમને હાથ માં રહેલી ટોર્ચ ની લાઈટ તે તરફ કરી તો તેઓ હેબતાઈ ગયા.
સામેનું દ્રશ્ય જોઈ એક મિનિટ માટે તેમના શરીર માંથી કમ્પારી છૂટી ગઈ . તેઓ જ્યાં ઉભા હતા ત્યાંથી બે ડગલાં પાછળ ખસી ગયા. કૂતરા ના ટોળા થી થોડીક દૂર એક લાશ પડી હતી પણ લાશ એવી હાલત માં હતી કે કોઈ પણ વ્યક્તિ આ દ્રશ્ય જોઈ ડરી જાય.લાશ ના બધા જ ભાગ અલગ હતા. હાથ , પગ, માથું , ધડ શરીર ના એક એક ભાગ ના ટુકડા કરી નાખવામાં આવ્યા હતાં . એટલી ખરાબ રીતે કાપી હતી કે કોઈ કાચું પોચુ માણસ જોઈ જાય તો ત્યાં જ મૃત્યુ પામે ને કદાચ તો આઘાત ના કારણે બેભાન થઈ જાય. લાશ ના કપાયેલા ભાગો ની આજુબાજુ જીવડાં ઉડી રહ્યા હતા..
જીપ ચાલકે તરત જ ખિસ્સામાં થી ફોન કાઢી કોઈ ને ફોન જોડ્યો અને થોડી જ વાર માં ત્યાં પોલિસ ની જીપ સાઇરન વગાડતા વગાડતા આવી પહોંચી .
જીપ માંથી એક ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ નીચે ઉતરી ને જીપ ચાલક ને સલામ કર્યું . અને લાશ નું નિરીક્ષણ કરવા લાગ્યા... લાશ ને જોઈ એ લોકો પણ પળ વાર માટે હેબતાઈ ગયા.
ટીમ માંથી ઇન્સ્પેક્ટર સીંદે બોલ્યા સર લાગે છે કે આ લાશ ગાયબ થયેલા લોકો માંથી કોઈ એક ની લાશ છે !!!!
ફોન કરવા વાળી વ્યક્તિએ જવાબ આપ્યો. હા સીંદે હોઈ શકે તેમનામાંથી કોઈ વ્યક્તિની હોઈ શકે .... પણ તમે એક ભૂલ કરો છો ...આ લાશ કોઈ એક વ્યક્તિ ની નથી બે વ્યક્તિ ની છે.....જીપ ચાલકે જવાબ આપ્યો...આ સાંભળી સીંદે આશ્ચર્ય પામી ગયા.
જવાબ આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિશાખાપટનમ વિસ્તાર ના ડી.એસ.પી. અવિનાશ શેટ્ટી છે.
સીંદે, પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે કૂતરા ઓ માટે તો ભાવતું ભોજન કપાઈ ને સામે પડ્યું હતું પણ ટોળામાંથી એક પણ કૂતરું લાશ ને ખાઈ નહોતું રહ્યું ખાવા ની વાત તો દૂર છે કોઈ પણ કૂતરું લાશ ની નજીક પણ નહોતું જઇ રહ્યું...આ વાત મને કઈક ખૂંચી રહી છે. નહીં તો માંસાહારી પ્રાણી માસ જોઈ પોતાને રોકે નહીં. ડી.એસ.પી. એ ઇન્સ્પેક્ટર સીંદે ને કહ્યું.
વાત કઈક આવી હતી કે ,એક અઠવાડિયા થી અરવલ્લી ગામ માં એક ભય નું વાતાવરણ ફેલાયેલું છે .
વિશાખપટ્ટનમ પાસે આવેલું અરવલ્લી નાનું એવું ગામ છે. ગામ નાનું છે પણ ગામ ના લોકો ના દિલ ખૂબ મોટા છે. ગામના લોકો બહુ અમીર નહોતા પણ જરૂર પડે ત્યારે લોકો એકબીજા ની મદદ માટે હંમેશા તત્પર રહેતા. આવા ગામ માં ક્યારેય કોઈ અનહોની બની નહોતી . હા, કુદરતી રીતે લોકો નું મૃત્યુ થતું એ કુદરત ના નિયમ મુજબ હતું , પણ આવી ઘટના પહેલી વાર બની હતી.
એક અઠવાડિયા માં ત્રણ લોકો ગાયબ એક સ્ત્રી મહિમા જે નર્સ હતી અને બે પુરુષો નવીન અને ભરત જે ખેતમજૂરી કરતા હતા એ ગાયબ હતા. આ વાત માન્ય માં આવતી નહોતી.પણ હકીકત માં બની ગઈ છે......છેલ્લા એક અઠવાડિયા થી ડી.એસ.પી. શેટ્ટી અને અરવલ્લી ચોકીના પોલીસ આ કેસ માં ઉલજાયેલા છે.
સયાજી આ કેસ તો ઉલજતો જાય છે. કોઈ સબૂત મળતું નથી ને એક પછી એક એમ ત્રણ લોકો ગાયબ છે.શેટ્ટી એ કોન્સ્ટેબલ ને કહ્યું.
હા સર , રાત ઘણી થઈ ચૂકી છે .સર કાલે સવારે આપણે આના પર ચર્ચા કરીશું. અત્યારે તમારું ઘરે જવું વધુ અનુકૂળ રહેશે. આરાધ્યા બેબી પણ ઘરે એકલી છે . સયાજી એ અવિનાશ ની વાત ને અટકાવી ને કહ્યું.
પોલીસ ચોકીમાં એક સબ ઇન્સ્પેક્ટર સીંદે , સયાજી અને સાલુંકે બવા કોન્સ્ટેબલ એમ કરી ને કુલ ચાર પોલીસ હજાર હતા . ડી.એસ પી ના અંદર માં અરવલ્લી ની ચોકી આવતી હતી તેથી તેઓ પણ રોજ પોલીસ ચોકી પર હાજરી આપતા હતા. કેસ અંગે શોધખોળ ચાલુ હતી પણ કોઈ સબૂત મળતું નહોતું.
શેટ્ટી સયાજી ની વાત સાંભળી ને દીકરી ની યાદ આવતા પોતાની જીપ લઇ ને ઘરે જવા નીકળ્યા. ઘણા ગામો ની વચ્ચે એક જ પોલીસ ચોકી હતી. તેથી જિમેદારી પણ મોટી હતી એમાંય અહીં તો ત્રણ ત્રણ લોકો ગાયબ હતા. એટલે અઠવાડિયા થી લગભગ આવા સમયે જ ઘરે જવાનું થાય છે.ઘરે જવું પણ જરૂરી છે અવિનાશ શેટ્ટી ની દીકરી આરાધ્યા ઘરે તેમની રાહ જોતી હોઈ છે.
ગાડી ચલાવતા રસ્તા માં અવિનાશ શેટ્ટી વિચારતા જતા હતા કે આ કેવી રીતે બની શકે .!!આટલા વર્ષો થી અહીં ડ્યુટી કરું છું કયારેય કોઈ ના ઘરેથી એક જોડી ચંપલ પણ ચોરી નથી થઈ તો અહીંથી તો ત્રણ ત્રણ જણા ગાયબ છે. કેવી રીતે બની શકે અને ગાયબ કરવાવાળી વ્યક્તિ પાછળ કોઈ સબૂત પણ નથી છોડીને જતી. આ વિચાર માં ખોવાયેલા હતા ત્યાં...
ત્યાં જ તેમના ગાડી ના ટાયર માં પંચર થયું...
હવે આગળ ( લાશ ના ભાગો મળ્યા તે સ્થળ અને રાત ના લગભગ સવા એક વાગ્યા નો સમય)
રાત ના લગભગ સવા એક જેવું થઈ ચૂક્યું હતું. રોડ પર શેટ્ટી અને બાકી ની ટીમ આજુ બાજુ માં તપાસી રહ્યા હતા. પણ કાઈ સબૂત મળ્યું નહીં . લાશ માંથી અજીબ વાસ આવતી હતી . તેના પરથી એવો અંદાજો લગાવ્યો કે આ લોકોનું મૃત્યુ આજે નથી થયું. થોડા દિવસ પેલા જ આ લોકો ને મારી નાખવામાં આવ્યા હતા.
થોડીવાર થઈ હશે ત્યાં શહેરમાંથી ફોરેન્સિક વિભાગ ની ટીમ પણ આવી પહોંચી. શરીર ના ભાગો ને ઉઠાવી લેબોરેટરી માં લઇ જવામાં આવ્યા અને આજુબાજુ માં પડેલી નાની નાની વસ્તુઓ ઉઠાવી લેવા માં આવી.
લગભગ સવાર થવા આવી છે પણ હજુ કોઈ સબૂત મળ્યું નહોતું અને જે સબૂત મળ્યા હતા તેના પરથી કોઈ માહિતી પણ મળતી નહોતી.જે સ્થળે થી લાશના ભાગો મળ્યા ત્યાં હજુ પણ આખી ટીમ શોધખોળ કરી રહી છે પણ કાઈ હાથ લાગ્યું નહીં. આખી રાત નો ઉજાગરો ને થાક શરીર પર હાવી થતા લાગ્યા તેથી થાકી ને બધા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળ વધવાનું નક્કી કર્યું અને પોલીસ ચોકી પરત ફર્યા.
સવાર ના સાત વાગ્યા નો સમય થયો હશે . ફોરેન્સિક વિભાગ માંથી હજી સુધી કોઈ જ્વાબ આવ્યો નહોતો. તેથી ગાયબ થયેલા લોકો ના કુટુંબીજનો ને પણ બોલાવ્યા નહોતા .
સીંદે પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે કૂતરા ઓ માટે તો ભાવતું ભોજન કપાઈ ને સામે પડ્યું હતું પણ ટોળામાંથી એક પણ કૂતરું લાશ ને ખાઈ નહોતું રહ્યું ખાવા ની વાત તો દૂર છે કોઈ પણ કૂતરું લાશ ની નજીક પણ નહોતું જઇ રહ્યું...આ વાત મને કઈક ખૂંચી રહી છે. નહીં તો માંસાહારી પ્રાણી માસ જોઈ પોતાને રોકે નહીં.....અવિનાશ શેટ્ટી અને સીંદે બને પોલીસ ચોંકી ના કેબીન માં ચર્ચા કરી રહ્યા હતા ત્યાં.....ફોન ની રિંગ વાગી..
ખુરશી પર આરામ થી બેસેલા કોન્સ્ટેબલ સયાજીરાવે ફોન ઊંચક્યો ,
હેલો ,અરવલ્લી પોલીસ ચોકી,કોન્સ્ટેબલ સયાજી બોલું છું.
સામે છેડે થી કોઈ સ્ત્રી નો જવાબ આવ્યો ખબર છે એટલે જ તો ફોન કર્યો છે.
તમારા ડી.એસ.પી. ને ફોન આપો જરૂરી કામ છે. મળેલી લાશોના વિશે અને ગાયબ થયેલા લોકો વિશે જાણકારી આપવી છે..
આજે અઠવાડિયામાં પહેલીવાર ગાયબ થયેલા લોકો વિશે કોઈ નો ફોન આવ્યો હતો આ વાત જાણી ને સયાજી ચકિત થયો હતો
જલ્દી થી કોન્સ્ટેબલે સયાજી એ અવિનાશ શેટ્ટી ને બોલાવી ફોન તેમના હાથ માં આપ્યો.
હેલો!!
હું ડી.એસ.પી.શેટ્ટી બોલું છું.
કોણ બોલો છો તમે !!શું જાણો છો આ કેસ વિશે !!!અને હા, આ કોઈ મજાક છે તો તમે જણતા જ હશો કે પરીણામ શુ આવશે.
સામે છેડે થી સ્ત્રી નો અવાજ પણ મોટો થઇ ગયો .કોઈ મજાક નથી કરતી હું ડી.એસ.પી......હું તમને જે જાણકારી આપવા ઈચ્છું છું તે સાચી જ છે.કાલે રાતે જે લાશ મળી તેના ખૂન વિશે જાણવા માંગતા હોવ તો રાતે 11 વાગે જ્યાંથી લાશ મળી ત્યાં આવી જજો.
ડી.એસ.પી.તમે અધૂરી જાણકારી મેળવી કેસ બન્ધ કરી દો છો .પણ હું તમારી જેમ નહીં કરું . હું તમને પુરી જાણકારી આપીશ....
આટલું કહી ફોન કપાઈ ગયો .
આ વાત સાંભળી ડી.એસ. પી.થોડા મૂંઝાઈ ગયા. કે તેમનાથી એવો કયો કેસ છે જે અધુરો છૂટી ગયો .......શુ મારા થી કોઈ નિર્દોષ ને સજા થઈ હશે!!!!મન માં વિચાર આવ્યો ,પણ આ બધુ અત્યારે ગૌણ હતું એટલે તેમણે આ વાત પરથી ધ્યાન હટાવી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં ફોન જોડ્યો...ત્યાંથી રિપોર્ટ અને બને બોડી ના ભાગો ગામ તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા.
ફોરેન્સિક વિભાગ માંથી પણ રિપોર્ટ આવી ગયા.જે આ મુજબ હતા....
આ લાશ ના ભાગો બે વ્યક્તિ ના હતા. એક સ્ત્રી ના અને બીજા પુરુષ . ધડ અને માથું પુરુષ નું હતું અને હાથ પગ સ્ત્રી ના હતા. આ લોકો ના મોત લગભગ એક મહિના પહેલા થયા છે. બને જણા ને ઝેર પીવડાવી મારી નાખવામાં આવ્યા હતા. પછી શરીર ના ટુકડા ઓ એક જગ્યા એ થઈ જ મળી આવ્યા હતા.
પણ સવાલ એ ઉભો થતો હતો આ ગાયબ થયેલા લોકો માંથી કોઈની લાશ નહોતી તો આ હતું કોણ અને એક મહિના પહેલા થયેલા ખૂન ની લાશો અત્યારે આવી ક્યાંથી!!! એ પણ ગામ ની સીમા પર કે જ્યાં ગામ પૂરું થતા જંગલ શરૂ થતું હતું.વળી બને ના અડધા જ અંગો હતા તો વકી ના અંગો ક્યાં હશે???
આખો દિવસ પસાર થઈ ગયો. રાત ના લગભગ સાડા દસ આસપાસ સીંદે અને શેટ્ટી બને જ્યાં લાશ ના ટુકડા મળ્યા હતા ત્યાં જવા માટે રવાના થયા....ત્યાં પહેલેથી જ બીજા ચાર પોલિસ અધિકારી ને મોકલી દેવા માં આવ્યા હતા. જેથી જો ખૂની ભાગવાની કોશિશ કરે તો તેને ઝડપી લેવાય....
ફોન વાળી સ્ત્રી ની માહિતી મુજબ બને અગિયાર વાગ્યે આસપાસ ત્યાં પહોંચચી ગયા. પણ હજુ સુધી ત્યાં કોઈ આવ્યું નહોતું. ઘણીવાર રાહ જોયા બાદ શેટ્ટી એવું આ નિર્ણય પર આવ્યા કે કોઈએ મજાક કર્યો છે .તેથી તેઓ પરત ફરવાનું વિચારી રહ્યા હતા. ત્યાં જ જેવા તેઓ સાંકડા માર્ગ માંથી બહાર નીકળ્યા કે બધા ના પગ કાદવ માં ખૂંચી ગયા....
બધા જ કાદવ ના કારણે આશ્ચર્ય ચકિત બની ગયા.જયારે તેઓ અહીંયા થઈ પહેલા પસાર થયા ત્યારે ત્યાં કાદવ જેવું કસું પણ નહતું
" સર આપણે આવ્યા ત્યારે તો કાદવ નહોતો ને વરસાદ પણ વરસ્યો નથી તો અચાનક આ કાદવ આવ્યો ક્યાંથી કોન્સ્ટેબલ સાલુંકે બોલ્યા."
જ્યાં તેઓ કાદવ માંથી બહાર નીકળતા હતા ત્યાં જ શેટ્ટી નો પગ કોઈ ભારે વસ્તુ સાથે ભટકાયો.ભટકાવા ના કારણે તેઓ નીચે પડી ગયા શેટ્ટી એ એ ભારે વસ્તુ ને હાથ માં પકડી ત્યાં જ આંખો ફાટી ગઈ.
શેટ્ટી ના હાથ માં કપાયેલું માથું હતું. કાદવ માંથી વધુ શોધખોળ કરવામાં આવી ત્યારે ત્યાંથી બને બોડી ના વધેલા ભાગો મળી આવ્યા...
જ્યારે તેઓ સાંકડા માર્ગ તરફ આગળ વધ્યા ત્યારે ત્યાં કઈ જ નહોતું અચાનક કાદવ થી ભરેલું ખાબોચિયું ક્યાંથી આવી ગયું. આ વાત માન્ય માં આવતી નહોતી..... પણ કદાચ અંધારું હોવાના કારણે આપણું ધ્યાન નહીં ગયું હોય. એવું શેટ્ટી એ ટીમ ને કહ્યું.....
પણ મન થી શેટ્ટી પોતે પણ હચમચી ગયા હતા....કે અચાનક થી આવું કેવી રીતે બની શકે કોઈ વ્યક્તિ જો પાણી નાખે તો પણ માત્ર જમીન જ ભીની થાય પણ આટલો બધો કાદવ તો કઈ રીતે આવી શકે... આ કોઈ એક માણસ નું કામ ન હોઈ શકે...
ફોરેન્સિક વિભાગ ના લોકો આવી બોડી ના ભાગો લઇ ગયા.....ફરી ચેક કરવામાં આવ્યું . ત્યારે માલુમ પડ્યું કે એ બધા ભાગો મળી ને બે શરીર મળતા હતા. એક સ્ત્રી અને બીજું પુરુષ નું ....અને આશ્ચર્ય ની વાત તો એ હતી કે એ માત્ર બે જ શરીર નહોતા એ ત્રણ શરીર હતા . જ્યારે સ્ત્રી ની હત્યા કરવામાં આવી ત્યારે સ્ત્રી પ્રેગ્નનેન્ટ હતી.....બને અલગ અલગ જગ્યા એ દાંટવામાં આવ્યા હતા.
સવાર પડતા તો આ વાત સમગ્ર ગામ માં ફેલાઈ ગઈ . આ ઘટના થી સમગ્ર અરવલ્લી અને આજુબાજુ ના બીજા ગામો માં પણ લોકો ભય થી ધ્રુજી ગયા હતા.કે કોણ આવું નિર્દયી હોઈ શકે કે જે કોઈ ગર્ભવતી સ્ત્રી ને મારી ને તેના ટુકડા કરી દફનાવી દે..
બોડી ના બધા જ ભાગો વ્યવસ્થિત ગોઠવી તેના ફોટા પાડી . ફોટા બધા ગામ માં ફરતા કરવામાં આવ્યા પણ ચહેરા એટલી હદે ખરાબ થઈ ગયા હતા કે બોડી ઓળખાય તેમ નહોતી.....વળી ,કોઈ પણ ગામ માંથી કોઈ વ્યક્તિ લાપતા થયું હોય તેવું માલુમ પડતું નહોતું .
અરવલ્લી અને આજુબાજુ ના બધા ગામો ના સરપંચ ને ભેગા કરવાં માં આવ્યા પણ કોઈ સરપંચે આ લાશ તેમના ગામના વ્યક્તિ ની છે તેવું ના કહ્યું.
એક બાજુ ડી.એસ.પી.ગામ ના લોકો સાથે આ લાશો ને લઇ ને ચર્ચા વિચારણા કરી રહ્યા હતા જ્યારે બીજી બાજુ ઇન્સપેક્ટર સીંદે અને બને કોન્સ્ટેબલ લાપતા લોકો ના ફોટા લઇ શોધખોળ કરી રહ્યા હતા ,પણ ક્યાંયથી કઈ પણ ઉકેલ મળી રહ્યો નહોતો . કોઈ પણ કડી ઉકેલાતી નહોતી.લાપતા લોકો ની તો કોઈ બાતમી મળી નહોતી ત્યાં આ અજાણ્યા બે યુવાન લોકો ની લાશ ના ટુકડા મળી આવ્યા હતા . તેમાંય યુવતી પ્રેગ્નનેન્ટ હતી.
લગભગ નવ દિવસ વીતી ગયા હતા પણ હજુ કોઈ સબૂત મળ્યું હતું નહીં..........
સાંજ નો સમય હતો. ડી.એસ.પી. અને સીંદે ચોકીમાં રહેલા બધા જ જુના કેસો ની ફાઇલ ખોલી ને વાંચી રહ્યા છે. કારણ હતું કોઈ સબૂત મળ્યું નહોતું .વળી લાશ વિશે કોઈ જાણકારી પણ મળી ના હતી , એટલે જુના કેસો ઓપન કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ના હતો.જો કોઈ કેસ આવો લાગે તો એના પર વિચારી શકાય તે હેતુ થઈ બને કેસ ની ફાઈલો વાંચી રહ્યા હતા....
બધી જ ફાઇલ ઓપન કરવામાં આવી પણ કોઈ પણ કેસ માં આવા યુગલ ની લાપતા થવાની ખબર નહોતી . જો કે નાના મોટા ઝઘડાઓ જેવા જ કેસો થી ફાઈલો ભરી પડી હતી પણ આવો કોઈ કેસ નહોતો કે જેમાં કોઈ ની હત્યા કરી દેવામાં આવે ...વળી ગામ ના લોકો પણ ખૂબ સીધા હતા.તેથી આવો બનાવ બનવાની કોઈ ઘટના બની જ નહોતી ને કોઈ આવો કેસ પણ નહોતો આવ્યો.
બધી ફાઇલ ચેક કરતા કરતા શેટ્ટી ની નજર અરવલ્લી ના સરપંચ ની દીકરી ની ફાઇલ પર પડી જે લગભગ ત્રણ મહિના પહેલા નો જ કેસ હતો .જેમાં સરપંચ વિધાસાગરે અરવલ્લી ના જ ખેડૂત રામપ્રસાદ ના દીકરા પર કેસ કર્યો હતો.
શેટ્ટી ફાઇલ વાંચી રહ્યા હતા જેમા ઘણી બધી બાબતો પર શેટ્ટી ને શક ગયો......
( ત્રણ મહિના પહેલા બનેલી ઘટના )
વિધાસાગર ની દીકરી લાવણ્યા ને રામપ્રસાદ ના દીકરા ગણેશ સાથે પ્રેમ થયો હતો. વિધાસાગર ઉચ્ચ જાતિ ના હતા વળી ગામ ના સરપંચ પણ હતા એમાંય એમની દીકરી નીચી જાતી ના પુરુષ ના પ્રેમ માં પડે તે કેવી રીતે ચાલે ....તેમની મન મર્યાદા પર લોકો થું... થું...કરે તેથી તેમણે પોતાની દીકરી ને પ્રેમજાળ માં ફસાવા બદલ ગણેશ પર આરોપ લગાવ્યો અને તેના પર કેસ કર્યો હતો...
પણ સર એ નો આ કેસ માં કોઈ હાથ ના હોઈ શકે આ વાત તો સુલજી ગઈ હતી ને સર!! જ્યાં સુધી મને જાણ છે લાવણ્યા એ પોતે જ ગણેશ સાથે લગ્ન માટે હા પાડી હતી અને પોતે બાલિક હોવાથી તે પોતાના નિર્ણય જાતે કરી શકે એમ હતી અને સરપંચ પણ માની ગયા હતા ને!! સીંદે એ શેટ્ટી ને પૂછ્યું.....વળી ગણેશ તો અમેરિકા થી M. B.A.કરી ને આવ્યો હતો ને.!!!
હા સીંદે , પણ લગભગ એક મહિના પહેલા જ તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા હતા અને લગ્ન ના બે દિવસ પછી બને અમેરિકા પણ જતા રહ્યા હતા..... જ્યારે મને આ વાત મળી ત્યારે થોડી અજીબ લાગી હતી પણ દીકરી ના લગ્ન પછી વિધાસાગર ના ચહેરા પર એક અલગ જ સંતોષ જોયો હતો તેમને પોતે જ કેસ પાછો ખેંચી લીધો હતો. અને આપણે પણ કેસ બન્ધ કરી દીધો હતો...પણ આમા કઈક તો અજીબ છે જે આપણે જોઈ શક્યા નથી.
સીંદે ,ગણેશ ના પિતા રામપ્રસાદ ને બોલાવો આ વાત નો તોડ અહીંયા જ મળી જશે ......શેટ્ટી એ સીંદે ને કહ્યું.
પણ સર ,રામપ્રસાદ નું મૃત્યુ થઈ ચૂક્યું છે.સીંદે એ કહ્યું.
ક્યારે !!!!શેટ્ટી એ પુછ્યું.
ગણેશ અને લાવણ્યા ના ગયા પછી પંદર દિવસ પછી તરત જ તેમનું હાર્ટ એટેક માં મોત થયું . ગણેશ ના ગયા બાદ એકલા જ રહેતા હતા. એક દિવસે સવારે દૂધવાળા એ જોયું કે રામપ્રસાદનું મૃત્યુ થઈ ગયું હતું. પણ સર ગણેશ પોતાના પિતાની મૃત્યુ ની ખબર સાંભળી ને પણ પાછો આવ્યો નહોતો.સરપંચ ના કહેવા મુજબ ગણેશ નો ફોન આવ્યો હતો કે , અમેરિકા આવા જવાનો ખર્ચો વધુ થાય તેથી તમે જ પિતાની અંતિમ ક્રિયા કરી દે જો. આવું સરપંચ નું કહેવું છે.
હવે શેટ્ટી નો શક વધુ મજબૂત થતો જતો હતો. તેથી તેમને સરપંચ પર નજર રાખવાનું નક્કી કર્યું ...ત્યાં જ
ફોન ની ઘંટડી રણકી .... સીંદે એ ફોન ઊંચક્યો
હેલો ,અરવલ્લી પોલીસ ચોકી.....
ફરી એ જ સ્ત્રી સામે છેડે થી બોલી....હા ખબર છે .આ અરવલ્લી પોલીસ ચોકી નો જ નંબર છે.ડી.એસ.પી.ને ફોન આપો
તમે કોણ બોલો છો સીંદે એ પૂછ્યું..!!
સ્ત્રી નો અવાજ વધુ જોરથી આવ્યો ...તમારી શુભચિંતક બને લાશો અને ગાયબ થયેલા લોકો વિશે ની માહિતી મેળવવી હોઈ તો અત્યારે જ જ્યાંથી લાશો મળી ત્યાંથી આગળ જંગલ શરૂ થાય છે , ત્યાં પહોંચી જાવ........સાંજે ત્યાં ખૂની આવવાનો છે.
સર આ સ્ત્રી એ આપણને જે માહિતી આપી તે બધી સાચી જ પડી છે હોઈ ના હોઈ આ સ્ત્રી પોતે જ ખૂની છે...અથવા તો તે ખૂની ને જાણે છે પણ બહાર આવવાથી ડરે છે....બેમાંથી એક શક્ય છે...જો આ સ્ત્રી ખૂની ને ઓળખે છે તો તે તેનું નામ કેમ નથી આપી દેતી ....મને આ સ્ત્રી પર જ શક છે.. ડી.એસ.પી. ને સીંદે એ કહ્યું.
સીંદે આ કેસ જેટલો લાગે એટલો સીધો નથી
ડી.એસ.પી. આ વખતે જાણવા માંગતા હતા કે કોણ છે આ સ્ત્રી ને કેવી રીતે એ આ બધું જાણતી હતી...શુ ખૂન એને જ કર્યા હશે....વળી વાંરવાર એ જ જગ્યા શા માટે બોલાવતી હતી.....
અવિનાશ શેટ્ટી અને સીંદે,પુરી ટીમ સાથે જ્યાંથી લાશ મળી હતી ત્યાં પહોંચી ગયા લગભગ સાંજ થવા આવી હતી......એક ખેતર માં પસાર થઈ આગળ વધતા ચાલ્યા જતા હતા.......ત્યાં આગળ જ્તા ગામ ની સીમા પુરી થતી હતી અને જંગલ વિસ્તાર શરૂ થતો હતો...તેઓ જંગલ તરફ આગળ વધતા ગયા....
બધા ના હાથ માં ટોર્ચ અને ગન હતી..એક તો અંધારું અને ખૂની શાંતિર પણ હોઈ શકે એ માટે તે બધા ખૂબ જ સતર્ક થઈ ને આગળ વધી રહ્યા હતા.....
શેટ્ટી સહિત બધા જ અધિકારીઓ અંધારા માં ઝાડ ની પાછળ સંતાઈ ગયા.હાથમાં રહેલી ટોર્ચ બન્ધ કરી દીધી.
થોડીવાર થઈ ત્યાં દૂર એક ખુલી જીપ આવતી દેખાઈ ........
બધા પોલિશ અધિકારી ઓ સતર્ક બની હાથ માં ગન લઇ તેમને એરેસ્ટ કરવા ઉભા હતા ....પણ પહેલા એ જોવું જરૂરી હતું કે આ લોકો કોણ છે....જીપ માંથી બે લોકો નીચે ઉતર્યા પણ અંધારું હોવાના કારણે તે લોકો ના ચહેરા જોઈ શકતા નહોતા.....બને માંથી એકે બીજા ને ઈશારો કર્યો.એટલે બીજા એ ગાડી માંથી કોથળા ઉતાર્યા અને ઘા કર્યો ...કોથળામાંથી કોઈ નો દર્દ ભર્યો અવાજ આવ્યો.....
બધા કોથળા ખોલી તેમાંથી લોકો ને બહાર કાઢવામાં આવ્યા.....આ એ ત્રણેય લોકો હતા જે છેલ્લા કેટલાય દિવસ થી ગાયબ હતા....ઝાડ પાછળ છુપાયેલી ટીમ આ બધું જ જોઈ રહી હતી પણ આ લોકો ને રંગે હાથે પકડવા ચૂપ ચાપ છુપાઈ ને બધું જોઈ રહી હતી. ગળી ની લાઈટ માં એ જોઈ શકાતું હતું પણ જીપ ચાલક નું મોઢું દેખાતું નહોતું..
થોડીવાર બાદ જીપચાલક બોલ્યો , મેં તમને લોકો ને એટલે જીવતા છોડ્યા હતા કે તમે લોકો એ મારી ખૂબ મદદ કરી હતી...મારી નપાવટ અને બેઆબરુ બનેલી દીકરી અને પેલા નીચ જાતિ ના ગણેશ અને તેના બાપ ને મોત ને ઘાટ ઉતારવા બદલ.... પણ તમે ત્રણેય ફરી પોતાની ઔકાત પર આવી ગયા.......કેટલી મહેનત થી મેં ત્રણેય ને મોત ને ઘાટ ઉતાર્યા છે ને હવે તમે ત્રણેય એના પર પાણી ફેરવવા ઈચ્છો છો!!!
બને ને મારી નાખ્યા ત્યાં ગણેશ નો બાપ રામપ્રસાદ તેના દીકરા ની ખબર લેવા રોજ આવતો હતો અને એક દિવસ તે મારી અને રઘુ ની વાત સાંભળી ગયો એટલે એને પણ ગળું દબાવી મારવો પડ્યો .....વિદ્યાસાગર પોતે જ પોતાના કરેલા ગુના કાબુલી રહ્યો હતો...કેવી સફાઈ થી મેં એ ડોસા ની મોત ને હાર્ટ એટેક માં ફેરવી દીધી.......વિદ્યાસાગર જોર જોર થી હસી પડ્યો...તેનું નફ્ફટ હાસ્ય સાંભળી જંગલ પણ ધ્રુજી ગયું ...
મેં તમને ત્રણેય ને મો માંગી કિંમત આપી હતી પણ વધુ પૈસા ની લાલચ માં તમે ત્રણેય એ મારી સાથે નવી રમત રમવાની ચાલુ કરી કે તમને લાવણ્યા દેખાય છે....એ પણ જીવતી.!!!!
અરે મૂર્ખા ઓ જેને મે પોતાની જાતે જ મોત ને ઘાટ ઉતારી એ જીવિત કઈ રીતે હોઈ શકે જેના મેં કટકા કરાવી ને દાટી દીધી એ પાછી કઈ રીતે આવી શકે???
પેલા ત્રણેય કરગરી રહ્યા હતા...અમને છોડી દો સરપંચ જી....અમે કાઈ જ નથી કર્યું વિધાસાગર જી અમને ખરેખર લાવણ્યા દેખાઈ છે...અમેં ખોટું નથી બોલી રહ્યા ....પણ વિદ્યાસાગર પર આ લોકો ની વાત ની કોઈ અસર નહોતી થતી.
હવે તમારી લોકો સાથે પણ એ જ થશે ........જો હું મારી દીકરી જે મારી ના થઇ અને લગ્ન કર્યા વગર કુંવારી માં બનવાની હતી એને પણ જીવતી ના છોડી અરે..... મેં તો તેના પેટમાં ઉછરી રહેલા સંતાન અને બાપ ને પણ મારી નાખ્યા તો તમને લોકો ને હું જીવતા કઈ રીતે છોડું!!!!!
બસ, હવે તમે જ બચ્યા છો સબૂત ના રૂપે આજે તમે પણ ખતમ એટલે મારે માત્ર પેલા લાશ ના ટુકડાઓ ને જ સંભાળવા ના છે , પણ કોણ જાણે આ લાશ ના ટુકડાઓ પોલીસ ના હાથ માં કઈ રીતે આવી ગયા...વિદ્યા નગર નફ્ફટાઈ અને નિર્દયી થઈ બોલ્યા.
મહિમા એ જ આ વાત સરપંચ ને જણાવી હતી કે લાવણ્યા પ્રેગ્નેનટ હતી.....સરપંચે આ ગર્ભ ની હત્યા કરવા મહિમા ને પૈસા આપ્યા હતા, પણ લાવણ્યા ને પાંચમો માસ જતો હતો જેથી આ શક્ય નહોતું છતાં પણ સરપંચે મહિમા ને પૈસા આપ્યા કે ભલે પોતાની દીકરી પણમૃત્યુ પામે પણ ગમે તે રીતે આ વાત નો નિર્ણલ લે......આ વાત ની જાણ લાવણ્યા અને ગણેશ ને થઈ જતા બને ભાગી જવા તૈયાર થઈ ગયા પણ સરપંચે તેમને મારવા માટે પહેલેથી જ તૈયારી રાખી હતી.... આ વાત ની જાણ બને પ્રેમી ઓ ને નહોતી...
નવીન અને ભરત એ લોકો એ પેસા મળવાની લાલચ માં આકામ કર્યું હતું. બને ની લાશ ના ટુકડા બને ખેતર માં દાટી આવ્યા હતા...તેથી એ લોકો પણ આ ગુના માં બરાબર ના હિસ્સેદાર હતા.
રઘુ આ લોકો ને પણ ઝેર પાઇ દે ત્યારબાદ આ લોકો ના પણ ટુકડા કરી જમીન મા દાટી દે ...આ વખતે કોઈ સબૂત ના બચે એ માટે અહી જંગલ માં જ દાટી દઈશુ... ગયા વખતે રામપ્રસાદ ના ખેતર અને મારા ખેતર માં દાટી ભૂલ કરી હતી...પણ આ વખતે એ ભૂલ નહીં થાય.......
જ્યાં રઘુ આ લોકો ને ઝેર પીવડાવો જાય છે ત્યાં ઝાડ પાછળ થી છુપાલયેલી શેટ્ટી ની ટીમ બહાર નીકળી આવે છે
હેન્ડસ અપ
વિદ્યાસાગર જી આટલી બધી શુ ઉતાવળ છે ઝેર પીવડવાની!!
અમે પણ જોઈએ કે કેવી રીતે તમે ઝેર પીવડાવ્યું હતું લાવણ્યા અને ગણેશ ને...
કોણ છે કોણ છે !! શેટ્ટી એ ટોર્ચ ચાલુ કરી પોતાના મોઢા તરફ કરી .....હું છું.સરપંચ સાહેબ...શેટ્ટી બોલ્યા
શેટ્ટી અને ટીમ ને જોઈ સરપંચ ભાગવા જતા હતા પણ શેટ્ટી એ તેમને ઝડપી લીધા અને પેલા ત્રણેય ને પણ પકડી લીધા...જ્યાં એ લોકો ત્યાંથી રવાના થતા હતા ત્યાં...જ અચાનક લાવણ્યા ઝાડ ની પાછળ થી આવી અને પોતાના પિતા ની સમક્ષ આવી ને ઉભી રહી ગઈ.......
સરપંચ લાવણ્યા ને જોઈ ડરી ગયા...આ કેવી રીતે બની શકે... તું જીવિત કેવી રીતે થઈ શકે !!!!!
શું તું જીવતી હતી...મતલબ આ ત્રણેય લોકો સાચું કહેતા હતા કે એમને વારંવાર બધે જ તું દેખાઈ આવે છે સરપંચ એ લાવણ્યા ને પકડવા જતા હતા પણ લાવણ્યા તેમના હાથ ની આરપારથી પસાર થઈ જતી હતી.......
આ જોઈ શેટ્ટી સહિત બધા જ લોકો ચોકી જાય છે. આ કઈ રીતે બની શકે .......
લાવણ્યા ની આંખો માંથી આંસુ ઓ સરી પડે છે. પિતાજી મારી નાની એવી ભૂલ ની આવડી સજા!!!લાવણ્યા બોલી ઉઠી
શુ ભૂલ હતી મારી માત્ર એટલી જ કે મેં એક નીચી જાતી ના પુરુષ ને પ્રેમ કર્યો એ જ..... તમે અમારા બને પર દયા ના ખાધી પણ તમને મારા પેટમાં રહેલા નાનકડા જીવ પર પણ દયા ના આવી!!!!!!
હું ઇચ્છત તો તમને મારી ને બદલો લઇ શકત પણ એનાથી તમારી માન, મર્યાદા જળવાઈ રહેત ગામ ના લોકો ને તમારી હકીકત ખબર ના પડત, પણ હવે તમે ક્યાંય મોઢું બતાવા લાયક નહીં રહો... કહી લાવણ્યા ડી.એસ.પી. પાસે જઈ ને બધી જ ઘટનાઓ નો ખુલાસો કરે છે....
તે રાતે તમારી જીપ ના ટાયર મા પંચર થવું , તમને લાશ ના ટુકડાઓ મળવા અને ફોન કરવા વાળી બીજી કોઈ નહીં હું જ હતી.......એ સમગ્ર ઘટના મેં રચી હતી જેથી મને અને ગણેશ ને સાચો ન્યાય મળે.......
સરપંચે કરેલા ગુના બદલ તેને ફાંસી ની સજા આપવામાં આવી અને તેનો સાથ આપવા બદલ મહિમા ,નવીન ,રઘુ અને ભરત ને જન્મટીપની સજા આપવામાં આવી આ રીતે લાવણ્યા ને ન્યાય મળ્યો.....
- સંપૂર્ણ