લગભગ પાંચ વર્ષો પછી અરવિંદભાઈ અને તેનો પરિવાર પોતાના જુના ઘરે પાછા રહેવા માટે જઇ રહ્યા હતા.
અરવિંદભાઈ અને તેમના પરિવાર ના ચહેરા પર આજે અલગ જ રોનક હતી. જે ઘર પાંચ વર્ષો પહેલા છોડવું પડ્યું હતું આજે એ જ ઘરે પાછા પોતાના પરિવાર સહિત જઇ રહ્યા હતા જેના કારણે પૂરું પરિવાર ખૂબ જ ખુશ હતું .
રોનક દીકરા સામાન ગોઠવાઈ ગયો ને ગાડી માં ? અરવિંદભાઈ એ પોતાના નાના દીકરા રોનક ને પૂછ્યું .
રોનક : હા ,પપ્પા ક્યારનો ગોઠવાઈ ગયો . હવે બસ આ નાની
મોટી વસ્તુઓ , આ મમ્મી ની પૂજા ની સામગ્રી અને
ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ છે.
અરવિંદભાઈ : એ રહેવા દે દીકરા .એ આપણી સાથે કાર માં
જ લઇ જઈશુ. એ જુના ઘર ની નિશાની હતી. જે હું જુના
ઘરેથી મારી સાથે લાવ્યો હતો . બાકી તો બધું જ ત્યાં છૂટી
ગયું હતું.
અરવિંદભાઈ પાંચ વર્ષો પહેલાં ની યાદો માં ખોવાઇ ગયા.
સવાર ના ૬: ૦૦ વાગ્યા નો સમય થયો હશે . અરવિંદ ઓ અરવિંદ , નરેશ ઓ નરેશ , કાન્તિ ઓ કાન્તિ ..... બધા ને રોજ મારે જ જગાડવાના રઘુનંદન પોતાનો બળાપો કાઢતા બોલ્યા. આ સવાર ની મોર્નિંગ વોક બધા ને કરવી પણ જાગવું કોઈ ને નથી. એ તો એવું છે ને રઘુ તારો સાદ નો સંભળાઈ ત્યાં સુધી મજા નથી આવતી . કાંતિભાઈ એ અરવિંદભાઈ સામે આંખ મારતા કહ્યું એટલી વાર માં નરેશ પણ આવી ગયો એક પછી એક આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા ને સુપ્રભાત કહી એકબીજા ની સામે જોઈ હસવા માંડયા. આ રોજ નો ઘટના ક્રમ રોજ આ મંડળી સવારે ચાલવા માટે જાય અને રોજે જ રઘુનંદન આમ બુમો પાડી બધાને જગાડે . પોળ માં અમારા ચાર ના મકાનો સિવાય બીજા પણ મકાનો હતા પણ અમારી યારી વધારે હતી.
કાન્તિ ,નરેશ, રઘુ અને અરવિંદ અમે ચાર પોળ ના પાક્કા મિત્રો નાનપણ થી જ સાથે. એમ કહીએ કે લંગોટિયા મિત્રો તો પણ ચાલે . નાનપણ થી એક જ શાળા માં સાથે ભણ્યાં અને બધી રમતો પણ સાથે જ રમ્યા.અમારા પરદાદા વખતના આ મકાનો પણ બાંધકામ એવું કે હજીયે જૂનું નથી થયું . ૧૦ માં ધોરણ સુધી સાથે ભણ્યાં પછી બધા એ પોત- પોતાના પિતાજી ની ઈચ્છા મુજબ આગળ ભણવાનું નક્કી કર્યું.
કાન્તિ દરજી હતો . એટલે તેને પોતાના બાપ દાદાઓનો ધંધો જ સાંભળી લીધો. નરેશ ભણવાનો ઠોઠ હતો એટલે એને પણ પોતાના પિતાજી નો ધંધો સાંભળી લીધો સુથાર કામ અને એમાં સારી એવી કમાણી પણ હતી. બાકી રહ્યા રઘુ અને હું . રઘુનંદન જાતે બ્રાહ્મણ એટેલે કા તો સરકારી નોકરી કા તો કથા વાંચે અમારા રઘલા ને બ્રાહ્મણ પણુ નો ફાવ્યું એટલે સરકારી નોકરી એ લાગી ગયો. ને હું પોતે, મારા બાપા હતા વકીલ પણ એમની ઈચ્છા હતી કે મારો દીકરો એન્જીનીયર બને એટલે મેં એન્જિનિયરીગ માં ઝંપલાવ્યું. ભણતર પૂરું થયું.
બધા પોતપોતાના કામ અને નોકરી માં લાગી ગયા.પણ અમારી દોસ્તી ,યારી કે ભાઈબંધી જે કો એ એવી ને એવી અકબંધ .ભણીગણીને બહાર પડ્યા.ત્યાં તો અમારા ઘર માં અમારા લગ્નની વાતો થવા માંડી .
અમે બધાં એ ઉપાદી માં પડ્યા કે આ યારી દોસ્તી ધર્મપત્ની ઓ ના આવ્યા બાદ ટકી રહેશે કે નહિ !! કે લોકો ના કહેવા મુજબ લગ્ન પછી બધું ભુલાઈ જશે. અમે ચારેય મિત્રો એ નક્કી કર્યું ,અમે લગ્ન નહીં કરી એ. પણ પરિવાર આગળ અમારું કાઈ ચાલે એમ નહોતું . જેમ ભણતર માં ના ચાલ્યું એમ. અને ત્યારબાદ વારાફરતી અમારા લગ્ન કરવામાં આવ્યા. અને અમારા ઘર માં અને અમારા જીવન માં અમારી જીવન સંગીનીઓ આવી ગઈ. પણ અમારા સારા નસીબ કે અમારી મિત્રતા જોઈ ને ઈશ્વર ને દયા આવી ગઈ .રામ જાણે પણ અમારી જીવનસંગીનીઓ અમારી જેમ જ એક બીજા ની બહેનપણીઓ બની ગઈ . અમારી એક ઉપાદી ઓછી થઈ અને અમારું રોજ એક સાથે બહાર જવાનું બન્ધ ના થયું. ને મહેફિલો જામતી રહી. જેમાં પકોડા , એકબીજાના સુખ - દુઃખ ની વાતો ને ક્યારેક તાસ પણ રમાઈ જતી.
સમય પસાર થતા ક્યાં વાર લાગે છે કહે છે ને કે "સમય ચક્ર સતત ફર્યા જ કરે છે. આપણે જ પોતાની ગતિ ને સમય સાથે જોડવી પડે છે." ને અમારા ઘરે અમારા બાળકોનો જન્મ થયો . ને અમારા ધંધો પણ આગળ વધવા માંડ્યા. અમારા બાળકો સમય સાથે મોટા થતા ગયા અને એમના પણ લગ્ન લેવાયા. મારી અને કાન્તિ ની દીકરી સાસરે ગઈ અને અમારા ચારેય ના ઘરે પુત્રવધૂ ઓ પણ આવી ગઈ. આ પોળ ના મકાને એટલા પ્રસંગો જોયા હતા ને કે એના પર કદાચ પુસ્તકો પણ લખીએ તો લેખકો ના શબ્દો ઓછા પડે.
વળી , વાર - તહેવારો પણ એટલા જ જોયા છે .આ પોળ ના મકાનો એ હોળી- ધુળેટી હોય કે ઉત્તરાયણ હોય કાઈ... પો ....છે ની બુમો અને એઇ ને તલના લાડુ ,મમરા ના લાડુ , શેરડી બધું જ સાથે માણ્યું છે. વળી , નવરાત્રી ના તહેવારો માં તો સાથે ગરબા રમ્યા છીએ. અને દિવાળી ના તહેવાર માં તો અમે સગા- સંબધી ઓ ના ઘર કરતા પડોશી મિત્રો ના ઘરે જ જોવા મળતા. અરે ભારત ની ક્રિકેટ મેચ પણ અમે સાથે જ જોઈ છે. પહેલા બ્લેક એન્ડ વાઈટ ટીવી માં અને પછી રંગીન . ને જે મેચ જીત્યા કે ફટાકડા પણ એટલા જ ફોડ્યા છે. અમે અને અમારા બાળકો એ સાથે મળીને . આવી ખુશીઓ મા આ સમય કેવી રીતે પસાર થઈ જતો ખબર જ ના પડતી.
સમય ની વાત કરીએ છીએ પણ કોને ખબર હોય કે ક્યારે કોનો સમય ખરાબ આવી જાય. એવી ઘટના અમારા જીવન માં ઘટી અને કાળ ની એવી થપાટ લાગી કે મારુ જીવન વેર વિખેર થઈ ગયું. મારા કન્સ્ટ્રકશન ના ધંધા માં મોટી ખોટ આવી અને અમેં મોટી મુશ્કેલી માં મુકાઈ ગયા. દેવું ભરપાઈ કરવા બધું જ વેચી દીધું પણ તોય દેવું ભરપાઈ થતું નહોતું. મારા મિત્રો એ પણ બનતી કોશિશ કરી પણ દેવું ચુકવણી થાય એમ નહોતું.
છેવટે તો મિલકત મા રહેલુ પોળ નું મકાન પણ વેચી દીધું. ભારે મને પણ વેચવું પડ્યું. દુઃખ એ વાત નું હતું કે જન્મ્યા ત્યાર થી જીવન ના દરેક પળો ને આ પોળ માં મારા મિત્રો અને તેમના પરિવાર સાથે વિતાવ્યા હતા. અમારા બાળપણ થી લઇ ને દીકરા - દીકરી ઓ ના જન્મ ,એમના લગ્ન, પૌત્ર અને પોત્રીઓ ના જન્મ પણ આ જ પોળ માં .સુખ - દુઃખ સાથે જ જોયા હતા. સંપત્તિ તો કાલ હતી ને આજે નહીં બીજીવાર પણ થશે જો નસીબ અને સમયે સાથ આપ્યો તો પણ અહીંથી બીજે જવું પડશે એ વાત નું દુઃખ મનમાં ને મન માં તોડતું હતું . ભારે મને મારા મિત્રો અને તેમના પરિવારો એ વિદાય આપી હતી. અને અમે અહીં ભાડા ના મકાન માં રહેવા આવી ગયા.
ત્યારે એ ઘરેથી માત્ર ભગવાન રામ અને માતા સીતા ની મૂર્તિ જ સાથે લાવ્યા હતા બીજું તો બધું ત્યાં જ મૂક્યું હતું. બને દીકરા ઓ ની અથાક મહેનત અને કિસ્મત બને એ સાથ આપ્યો ને બાર વર્ષો પછી અમે પાછા પોતાના પોળ ના મકાન માં પરત ફરી રહ્યા છીએ.
રોનક : પપ્પા ચાલો , પપ્પા ક્યાં ખોવાઈ ગયા છો? ચાલો
નીકળવું નથી? આપણું ઘર અને લક્ષમણ જી ની મૂર્તિ
આપણી રાહ જુવે છે.
હા ,દીકરા તારી મમ્મી ના લક્ષમણ જી ની મૂર્તિ અને મારા લક્ષમણ જેવા ભાઈઓ બને આપણી રાહ જોઈ રહ્યા છે . લક્ષમણ જી ની મૂર્તિ ત્યાં જ મૂકી આવ્યા કારણ કે મારા લક્ષમણ જેવા ભાઈઓ પણ ત્યાં જ હતા. જેને આપણે બાર વારસો પહેલા મૂકી ને આવ્યા હતા.
અને અરવિંદભાઈ અને તેમનું પરિવાર પોતાના જુના ઘર તરફ ચાલી નીકળ્યા. જ્યાં લક્ષમણ જી ની મૂર્તિ તેમના ભાઈ રામ અને સીતા ની રાહ જોઈ રહ્યા હતા.