ડોલ્સ આઇલેન્ડ - અંતિમ ભાગ Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોલ્સ આઇલેન્ડ - અંતિમ ભાગ

પ્લાન મુજબ આ પાંચેય મિત્રો આગળ વધવા લાગ્યા. પોલિશ ઇન્સ્પેક્ટર ને કોલ કર્યા બાદ , પોલિશ ત્યાં આવી પહોંચી હતી. ગુફા તરફ આગળ વધતા જેન્દ્રા એ દીવાલ ની ઉપર ની તરફ પંચ કર્યો. એ પંચ વડે એક સુરંગ ખુલી આવી.

     સુરંગ તરફ આગળ વધતા કેટલાક વ્યક્તિઓ સામે ચઢી આવ્યા. એ વ્યક્તિઓ પાસે કેટલાક હથિયારો હતા. જેમ કે , હોકી , બેટ , બેસબોલ વગેરે. આમ, પોલિશ અને આ વ્યક્તિઓ વરચે થોડો સંઘર્ષ થયો. પોલિશ ગોળીબારી કરી રહી હતી. ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા.

      આગળ ની તરફ વધતા એક મોટો હોલ આવ્યો જ્યાં ડ્રગ્સ, દારૂ ,હેરોઇન વગેરે નશાકીય વસ્તુઓ પડી હતી. શહેર માં આ માલ ઠેરઠેર પહોંચાડવામાં આવતો હશે.

    
      અચાનક થી ઉપર  ના ફ્લોર પર થી ગોળીબાર થયો. એક પોલિશકર્મી ઘાયલ થયો. અન્ય પોલીસકર્મીઓ એ ચારેય તરફ થી ઉપર ના ફ્લોર ને ઘેરી લીધો. અને અચાનક થી એક રૂમમાં થી ગોળીબાર થયો. બધા વ્યક્તિઓ સલામત હતા. ત્યારબાદ પોલિશકર્મીઓ એ અચાનક એ રૂમ પર ગોળીબાર કર્યો.

    રૂમ નો દરવાજો અચાનક થી ખુલી ગયો. એક પોલીશકર્મી  અંદર ગયો ત્યારે , અચાનક તેના પર ગોળીબાર થયો. તેમાં તે ઘાયલ થયો. એક સાથે બધાય અંદર ગયા પરંતુ કોઈ જ દેખાયો નહીં. ઉપર ની તરફ નજર કરતા એક વ્યક્તિ ઉપર બંદૂક લઈ ને રસ્સી વળે લટકી રહ્યો હતો.

     એ વ્યક્તિ એ અચાનક થી એક ચીઝ નીચે ફેંકી. એ સ્મોક બૉમ્બ હતો. તે અસર કરે એ પેહલા, ઇન્સ્પેક્ટર એ લટકતા વ્યક્તિ ને ગોળી વડે વીંધી નાખ્યો.

     સ્મોક બૉમ્બ ની અસર પૂર્ણ થતાં તે વ્યક્તિ ને ઝડપી પાડ્યો. એ વ્યક્તિ સાથે પૂછતાછ કરતા તેણે કેટલીક માહિતી આપી.

"આ જગ્યા પર કબ્જો કરનાર વ્યક્તિ કોણ છે?" ઇન્સ્પેક્ટર એ પ્રશ્ન કર્યો.

"સાહેબ! હું તો માત્ર અહીં મુખ્ય વ્યક્તિ તરિકે સેવા બજવું છું. આ જગ્યાનો અસલી  માલિક અહીં નો એક મોટો બિઝનેશમેન છે. જેનું નામ આલોક છે."

"અહીં આવનાર લોકો ને ડરાવી અહીં દારૂ નો અડ્ડો ખોલ્યો છે?."

"હા, સાહેબ!અમે અહીં આવનાર લોકો ને ડરાવતા અને તેમને અહીં નોકર તરીકે રાખતા. કોઈ ભાગવા નો પ્રયત્ન કરે તોહ, તેને ગોળી વડે વીંધી નાખતા. જેથી લોકો માં આ જગ્યા પ્રત્યે ડર બેસી ગયો હતો. આ જગ્યા અમારી જ થઈ ચૂકી હતી. પરંતુ , આ બ્લોગ બનાવનાર પાંચ નંગ અહીં આવ્યા. અને જેમ તેમ બચી અને નીકળી ગયા. અને  હવે પરિણામ તમારી સામે છે".

    આમ , પોલિશ એ આ ઘટન પાછળ ના મુખ્ય વ્યક્તિ ને પકડી પાડ્યો. આમ, તેમને સજા પણ થઈ. અને આ તરફ આ પાંચેય મિત્રો તેમની આ સફળતા થી ખુશ હતા. આ ઘટના પેહલા ખંડેર વાળી  ઘટના પણ આ લોકો એ જ સોલ્વ કરી હતી. આમ, તેઓ ફરી તેમના યુ ટ્યૂબ કાર્ય પર લાગી ગયા.

       તેમના બ્લોગ ને નિહાડનાર લોકો ની સંખ્યા દિવસે-દિવસે વધી રહી હતી. આમ, તેઓ તેમના કાર્ય માં લાગી ગયા. ભૂત હોતા જ નથી તેવી તેમની માન્યતામાં વધારો થયો હતો.

  

     ફરી આ દ્વિપ લોકો ના આવવા થી ગુંજી ઉઠ્યો હતો. આમ, આ મિત્રો આ જોઈ ને હરખાતા તેમને થતું કે , આ અમારી બહાદુરી ના કારણે થયું છે. અને આ તરફ પ્રિન્સીપલ ને જ્યારે એ વાત ની જાણ થઈ કે , આ લોકો કોલેજ થી ભાગી અને આ કેશ સોલ્વ કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે સૌ પ્રથમ તેમની તારીફ કરી અને ત્યારબાદ તેમને ફટકાર્યા.

  
     પોલિશ એ બહાદુરી માટે ના એવોર્ડ માટે આ મિત્રો નો નામ સરકાર ને મોકલ્યો હતો. આમ, આ સફળતા થી તેમના માતાપિતા પણ ખુશ હતા. આમ ,  વેકેશનમાં જ્યારે આ લોકો ગામ ગયા ત્યારે લોકો એ ધૂમધામ થી સ્વાગત કર્યો. આ લોકો ટીવી અને સમાચારમાં આવ્યા તેની ખુશી માં લોકો નાચવા લાગ્યા. સરપંચ એ વીરતા એવોર્ડ થી આ પાંચેય મિત્રો ને સન્માનિત કર્યા.

    આમ, આ ઘટના પણ સમાપ્ત થઈ. પરંતુ આગળ કેટલીક ઘટનાઓ ઘટવાની છે.

સમાપ્ત...