ડોલ્સ આઇલેન્ડ Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોલ્સ આઇલેન્ડ

જેન્દ્રો, હરિ,હસમુખ, ભરત અને કાનો પાંચેય મિત્રો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. શનિવાર ની રાત્રી એ અથવા આખો દિવસ બહાર રહેવા ની છુટ આપવા માં આવતી. એ દિવસે  બહાર રહેવા ની કોઈ ટાઈમ લિમિટ નો નિયમ નહોતો. માટે કોઈ પણ વ્યક્તિ  રવિવાર ની સવાર સુધી પણ બહાર રહે તો પણ કોઈ ટોકતું નહીં.

         

                 માટે આ પાંચેય મિત્રો તેમના હિસ્ટરી અને મિસ્ટ્રી નામક યુ ટ્યૂબ ચેનલ માટે ખોફનાક,ડરવાની જગ્યાઓ એ જઈ બ્લોગ્સ બનાવતા. તેમના આ બ્લોગ્સ જોનાર પબ્લિક ની સંખ્યા લઘભઘ ત્રીસ થી ચાળીસ લાખ ની હતી. તેઓ આમજ પૈસા કમાતા. તેમના યુ ટ્યૂબ કરિયર ની શરૂઆત લગભઘ 10 માં ધોરણ દરમિયાન થઈ હતી.અને હવે તેઓ કોલેજ ના પહેલા વર્ષ માં હતા, માટે તેમને યુ ટ્યૂબ નો ત્રણ થી ચાર વર્ષ નો અનુભવ હતો.લોકો તેમના બ્લોગ્સ નિહાળવા માટે રાહ જોતા કે ક્યારે અઠવાડિયું પતે અને ક્યારે તેઓ તેમના બ્લોગ્સ અપલોડ કરે. પાંચેય મિત્રો ડોલ આઇલેન્ડ નામક ડરવાના અને ભૂતિયા સ્થળ પર જઈ બ્લોગ બનાવવાના હતા. ડોલ આઇલેન્ડ એટલે કે ઢીંગલીઓનો દ્વીપ કહેવા માં આવતો. 


         આ ઢીંગલીઓ કોઈ સામાન્ય ઢીંગલીઓમાં ની નહોતી તેના પાછળ પણ એક કહાની છે. પરંતુ એ કહાની ને જાણ્યા વગર જ જેન્દ્રો અને તેના મિત્રો આ કહાની ને ભાવ ન આપી બ્લોગ બનાવવા માટે પહોરચી ગયા.પરંતુ તેઓ ને એ વાત ની પણ જાણ  નહોતી કે આ દ્વિપ પર રાત્રે ઢીંગલીઓ જીવિત થઈ ને પુરા દ્વીપ માં ફેલાઈ જાય છે.



      ત્યાં રાત્રે જનારો વ્યક્તિ હજુ પરત ફરેલો નથી.એનુ કારણ શું છે? એ તો આજેય એક રાઝ એટલે કે જાણવા માંગતા હોવ છતાં તે ન જાણી શકાતી બાબત હતી. પાંચેય મિત્રો પાસે વાહન ના નામે માત્ર સાઈકલો જ હતી. એનું કારણ એ હતું કે તેઓ બાઈક ચલાવવા માં ઇન્ટરેસ્ટ નહોતા ધરવતા.આમ તેઓ તેમની સાઈકલ પર તેમના કેમેરા તેમના સ્ટેન્ડ અને માઇક વગેરે તેમના બેગ માં લઇ જતા.


    પાંચેય મિત્રો ને કોઈ બાબત નો ડર નહોતો. સ્થળ નો ઇતિહાસ જાણતા હોય તો પણ તે ડરતા નહીં. તેનું ઉદાહરણ ચંગી હોસ્પિટલ છે, જ્યાં રાત્રે નવ વાગ્યે લોકો ત્યાં થી પસાર થવાનું પણ ટાળતા ત્યાં આ મિત્રો રાત્રે બે વાગ્યે બ્લોગ્સ બનાવતા.ચંગી હોસ્પિટલ લગભઘ સો થી દોઢશો વર્ષ જૂનવણી ની હતી. ભૂતો ના અડ્ડા તરીકે જાણીતી આ હોસ્પિટલમાં નો બ્લોગ લોકો એ ખૂબ પસંદ કરેલો અને તેમાં  સાહેઠ થી સિત્તેર લાખ લોકો એ આ વિડિઓ  નિહાળેલો. ત્યાં થી જ કોઈ વ્યક્તિ એ કોમેન્ટ કરી  તેમને અહીં જવા અને બ્લોગ બનાવવા વિનંતી કરેલી.

   

        દેખાવે ડરાવનો દ્વીપ વૃક્ષો પર લટકી રહેલી ઢીંગલીઓ આમ  આ માહોલ ડરાવનો લાગી રહ્યો હતો.અને તેમના આંખો માંની એ ચમક કોઈ પણ બહાદુર વ્યક્તિ ને ડરાવવા માટે કાફી હતી.હવે આ જંગ એ ડરાવના ઢીંગલીઓ ના દ્વીપ ની સામે હતી. શું આ પાંચેય અહીં થી પરત ફરી શકવા ના છે? એ તો સમય જતાં ની સાથે જ જાણ થવાની છે.પાંચેય મિત્રો આ લટકી રહી ડોલ્સ ને ઇગ્નોર કરતા આગળ ની તરફ વધવા માંડ્યા, ત્યાં જ સામે એક કાળા રંગના કપડાં પહેરેલ સ્ત્રી તેમને નજરે ચડી. વાળ ખુલ્લા , વધેલા નખ, મોઢું રાતો ચોળ અને દેખાવે ડરવાની આ સ્ત્રી તેમની સામે ચડી આવી.

   પરંતુ આ પાંચેય મિત્રો ન ડરી તેનો સામનો કરવા આગળ વધ્યા ત્યાં તો એ સ્ત્રી હવામાં ઉડી અદ્રશ્ય થઈ ગઈ.આસપાસ માત્ર વૃક્ષો હતા. આ વૃક્ષો માં એ સ્ત્રી ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ.

    આ ઘટના પાછળ નું કારણ જાણવા માટે નો આ પાંચેય મિત્રો પાસે કોઈ જ સમય નહોતો.આ વિચાર પાછળ તેમનો વિચાર એ હતો કે આ માત્ર કોઈ ને ડરાવવા માટે નો એક પ્રયોગ છે.  આથી તેઓ દ્વીપ માની  ગુફા તરફ આગળ વધવા લાગ્યા. શું થશે આ મિત્રો નું? આવી જ કેટલીક ઘટનાઓ તેમનું રાહ જોઈ બેઠી છે? આ જાણવા માટે આપણે પણ રાહ જોવા ની છે.

ક્રમશઃ